વૅ ગુના સંસ્મરણો પત્ર ૪ नेट सत्यं जगन्मिथ्या

28-1

 

 

 

 

13/1/22 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>

મુ. પ્રજ્ઞાબેન,

આવા સજ્જડ અને ગ્રેટ જવાબની આશા નહોતી. પણ આ માણસ વગરનું ગામ નથી અને માણસ વગરનું કામ નથી. આદિ શંકરાચાર્યે કહ્યું જ છે કે “नेट सत्यं जगन्मिथ्या”. અહીં સ્થૂળ જગત નથી. અહીં શબ્દદેહો વિચરે છે, કોઈ કોઈને મળ્યું નથી. વેબકેમ અથવા ફોન જ એવાં સાધન છે જે શબ્દ દેહ અને સ્થૂળ દેહ વચ્ચેની કડી છે.
 
અહીં દરેક જણ નિજાનંદમાં મસ્ત છે અને એ જ રીતે અભિવ્યક્ત થાય છે. એટલે જ એ સાચી રીતે, જેવો/જેવી છે તે રીતે જ દેખાય છે. અહીં દેખાવું પણ ચક્ષુના બાહ્ય કરણ વિના જ થાય છે.
 
અમૂર્તનો આ દરિયો ડહોળીને જોગીઓની જમાત બનાવવી છે, જે ભલે ને, સિકંદરને પણ કહી દે કે “આઘો ખસ, તું  મારા અને સૂરજ વચ્ચે આડે આ્વે છે…” પણ એય છે એક  જોગી, નેટને આંગણે તડકો શેકતો.
 
કઈં જ નહીં થાય. જડતાની દિવાલની કાંકરી પણ નહીં ચસકે, તેમ છતાં ધક્કો માર્યા વિના નહીં ચાલે. નેટને વ્યક્તિગત જ રહેવા દઈને તો આપણે એક સામાજિક દાયિત્વથી બચીએ છીએ. આજે ઈજિપ્તની ક્રાન્તિ માટે તો આ નેટ જ યશભાગી છે, તો આપણે શા માટે ન કરી શકીએ? વિચાર કરો. અથવા કહું કે વિચાર ન કરો. अशोच्यानन्व शोचस्त्वं प्रज्ञाबेन वादांश्च भाषसे…
દીપક
 

4 Comments

Filed under Uncategorized

4 responses to “વૅ ગુના સંસ્મરણો પત્ર ૪ नेट सत्यं जगन्मिथ्या

 1. pragnaju

  Fwd: [New post] વૅ ગુના સંસ્મરણો પત્ર ૪ नेट सत्यं जगन्मिथ्या
  Inbox
  x

  Suresh Jani
  8:09 PM (2 hours ago)

  to me
  You can write a WeGu history eBook !
  ———- Forwarded message ———-
  From: niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
  Date: 2017-01-12 18:00 GMT-06:00
  Subject: [New post] વૅ ગુના સંસ્મરણો પત્ર ૪ नेट सत्यं जगन्मिथ्या
  To: sbjani2006@gmail.com

 2. pragnaju

  You can write a WeGu history eBook !
  વિચાર ગમ્યો .અહીં અમેરીકામા અમે એ સગાંઓ, એ સ્વજનો, એ સુહૃદ બિરાદરી છોડી ભૂતકાળ કાપીને , સુખડના હાર ચડાવેલા ફોટાઓને ભૂલી જીવીએ ! સુખ અને દુ:ખની ભેદરેખાઓ ધૂમિલ થઈને ભૂંસાવા લાગે એ ક્ષણે કાંઇ કહીએ તો પાગલ ગણે…શાંત કોલાહલ. ચુપ્પી, મૌન … એક કસક પૈદા થાય !
  આવામા બ્લોગ, બ્લોગ મિત્રો મળ્યા.ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે કોમ્પ્યુટર એક લાગણી વ્યક્ત કરવાનું સાધન જ નહીં પણ જ્ઞાન મેળવવાનું સાધન બન્યું. મારા વિષે લેખકોએ પ્યારથી હમદર્દીથી લખ્યુ છે એ માટે એમનો આભાર. આવો પ્યાર બહુ ઓછા કરે છે. મારું કોઇ ગુટ, ગ્રુપ, ટોળકી નથી. હું લખુ છુ, વાચકો વાચે છે. જિંદગીથી મને શિકાયત નથી. મારા લખાણમા મારા પોતાના અનુભવની વાત વધુ છે .નીરવ રવે વિષે મેં લખ્યું છે. મિત્રોએ બતાવી તે ભુલો સુધારી છે કામ કામને શીખવે. છે. સામાન્ય રીતે રાજકારણ ,ધર્મ ,રેશનલ વિષે વિવાદમા ન પડવું અને બને તો સારા તત્વ હોય તેની કદર કરવી. વૅગુ વિષે સંભારણા લખવાની પ્રેરણા મળી અને વેગુની ફાઇલમાંથી પ્રેરણાદાયી પત્રો,ચર્ચાપત્ર. પ્રતિભાવ , ઇ મૅઇલો અને જે લેખો લખ્યા તેમા બ્લોગ જગતની મદદ મળી… બ્લોગ જગતના કોઇ લેખકનો ઉલ્લેખ રહી જતો તો મિત્રોએ ધ્યાન દોર્યું અને ભુલ સુધારી. હવેના સંભારણામા અંગે પણ સુચન હોય તો જરુર જણાવશો.

 3. વેગુમાં અદના આદમીની પણ કદર થાય છે . એટલે તે ઘણીજ પ્રગતિ કરશે .

 4. ભૂત કલ ભૂલી જવાની વાતો ડાહ્યાએ માણસો કરતા હોય છે પણ હું એવું માનું છું કે ભૂતકાળની દુ :દાયક વાતો ભૂલી જવી પણ કેટલીક વાતો આનંદ દાયક હોય છે . એવી વાતો યાદ કરવી જરૂરી હોય એમ હું માનું છું . ભુતકાળની કેટલીક આનંદ વાતો યાદ કરવાથી વર્તમાનમાં આવી પડેલું દુ :ખ દૂર થઇ જાય છે એ મારો જાત અનુભવ મેં કીધો .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s