વાઇબ્રન્ટ, વોડકા એન્ડ મિસ્ડ ઓપોર્ચ્યુનિટી / પરેશ વ્યાસ +‘શ્રેયાર્થીની સંઘર્ષકથા…

p2વાઇબ્રન્ટ, વોડકા એન્ડ મિસ્ડ ઓપોર્ચ્યુનિટી
ચાર બોતલ વોડકા, કામ મેરા રોજકા                                                                                                                                                                      ના મુઝકો કોઇ રોકે, ના કિસીને રોકા  – યો યો હની સિંઘ

સામાન્ય રીતે લેખની શરૂઆત કાવ્યપંક્તિથી કરું છું. કાવ્યપંક્તિઓને સાંપ્રત ઘટના સાથે જોડીને વાત કરો તો સમજવામાં સરળતા રહે. આઇ મીન, કાવ્યપંક્તિ પણ સમજાય અને ઘટના પણ સમજાય. હું એને એપ્લાઇડ પોએટ્રી કહું છું. એપ્લાઇડ એટલે વ્યવહારું કે કાર્યોપયોગી. એપ્લાઇડ ફિઝિક્સ હોય, એપ્લાઇડ કેમેસ્ટ્રી હોય એમ એપ્લાઇડ પોએટ્રી. વ્યવહારું કવિતા. એવી કવિતા જેને આપણે સમાચાર સાથે સાંકળી શકીએ. વ્યવહારમાં કવિતા આવે તો ભાષા ઘણાં લોકો સુધી પહોંચી શકે. સમજાઇ પણ શકે. નહીંતર ગુજરાતી ભાષા યુનિવર્સિટીનાં ભાષાભવનોમાં કેદ થઇને રહી જાય. ‘અર્વાચિંતનમ્’ અલબત્ત અત્યારની વાતનું આલેખન છે, તાજા ખબરનું તારતમ્ય છે.

‘મિત્રો’ શબ્દનાં નકારાત્મક અર્થઘટનનાં સંદર્ભે ‘મિત્રો’ને ટાળીને મોદી સાહેબે પોતાની રાષ્ટ્રજોગ ટેલિવાઇઝ્ડ સ્પીચમાં ‘દોસ્તો’ શબ્દ અપનાવ્યો કારણ કે દિલ્હીની ‘સોશિયલ’ રેસ્ટોરાં શૃંખલાએ એવી જાહેરાત કરી હતી કે મોદીસાહેબ જેટલી વખત ‘મિત્રો’ શબ્દ બોલે એટલી વખત અમારી તમામ રેસ્ટોરાંનાં બારમાં બેઠેલાં તમામ દારૂડિયાઓને 31 રૂપિયાનો દારૂ મફત પાઇશું. હવે મોદીસાહેબ દસ વાર ‘મિત્રો’ બોલે તો વ્યક્તિ દીઠ 310 રૂપિયાનો દારૂ મફત. લો બોલો! અને દારૂ તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક. દેશનાં વડાપ્રધાનને દેશવાસીઓની ચિંતા તો હોય જ. એટલે તેઓ ‘મિત્રો’ શબ્દ બોલ્યા જ નહીં. દારૂડિયાઓને મફત દારૂ મળ્યો નહીં. એમનાં સ્વાસ્થ્યને થતું નુકસાન મોદીસાહેબે અટકાવ્યું! હવે કોઇ એવું કહી ન શકે કે મોદી, સેહત કે લિયે તું તો હાનિકારક હૈ!  અલબત્ત ‘મિત્રો’ શબ્દ ત્યજવાની આ વાત લખવા જતા ગત લેખમાં અમે કવિ મિત્ર શ્રી ભરત વિઝુંડાનો શેર ‘કેમ દુ:ખમાં જ યાદ આવે છે? મિત્ર, તું કંઇ કોઇ ખુદા તો નથી?’ ટાંક્યો હતો. શરતચૂકથી એની સાથે અન્ય કવિ મિત્રનું નામ લખાઇ ગયું. અમે એ ભૂલનો સખેદ સ્વીકાર કરીએ છીએ. ભૂલ થાય તો સુધારતા રહેવું જોઇએ. ગુજરાત રાજ્યમાં દારૂનું કારખાનુ નાંખવાની વાઇબ્રન્ટ ચેષ્ટાને રાજ્ય સરકારે અટકાવીને પોતાની ભૂલને સમયસર સુધાર્યાનાં સમાચાર હતા. કોઇકે એમને કહ્યું હશે કે મિત્રો, મોદીસાહેબ હાજરી આપવાના છે એ વાઇબ્રન્ટ સમિટમાં તમે વોડકાનાં કારખાના નાંખવાનાં સમજૂતી કરાર કરશો? આ આપણને શોભે? બસ પછી રૂપાણી સરકારે ફેરવી તોળ્યું. નો મોર વોડકા ફોડકા, યુ સી!

પછી તો વાઇબ્રન્ટ સમિટ આવી અને ગઇ. અમને જો કે છેવટ સુધી આશા હતી કે વોડકા વિષે કોઇ સારા વાવડ આવે. પણ એવું થયું નહીં. જે અમને જરા ય ગમ્યું નહીં. દારૂ-એ-વોડકા ઓર્ગેનિક ઘઉં, જવ, ચોખા કે બટાકામાંથી બને છે. ‘વોડા’ એટલે વોટર (પાણી) અને ‘કા’ એટલે લિટલ (થોડું). વોડકા એટલે લિટલ વોટર. દેખાવે પાણી જેવું જ. ગુજરાતમાં દારૂબંધી કડક છે પણ દારૂ પીવાનું કોણ કહે છે? હંગામા હૈ ક્યું બરપા? આ તો દારૂને માત્ર ગાળવાની જ તો વાત હતી. અને વિચારો કે વોડકા આપણે ઘરે બને તેમ છતાં આપણે ઢીંચીએ જ નહીં. આપણો કેવો અદભૂત સંયમ. આ સંસાર અસાર છે. આપણે ત્યાગીને ભોગવવાનું છે એવા ત્યાગની, સંયમની અલ્ટિમેટ આધ્યાત્મિક વાત આપણે ચૂકી ગયા. અને આપણાં ખેડૂતોને ખાસ કરીને બટાકા ઊગાડતા ખેડૂતોને કેટલો લાભ થયો હોત? અને વોડકા ગાળવાની ભઠ્ઠીઓમાં કેટલાં ય શિક્ષિત બેરોજગારોને કામ મળી શક્યું હોત?  એમનો ય કેટલો માભો પડતો હોત? વોડકા ફેક્ટરીમાંથી કામ કરીને નીકળતા કર્મચારીઓનાં આંગિકમ્ સુગંધનાં દરિયાનું આચમન કરવા કેટલાંય લોક આતુર હોત?! વળી એ વોડકાનું બ્રાન્ડ-નેઇમ ‘કાઇટ’ રાખ્યું હોત તો રોજ રોજ પતંગોત્સવ ઉજવી શકાત. વિદેશી સહેલાણીઓ પછી ખાસ ‘પતંગ’ની જન્મભૂમિનાં પ્રવાસે આવત. આપણને વિદેશી હૂંડિયામણ પણ કેટકેટલું મળ્યું હોત. આપણે રહ્યાં ગુજરાતી. બિઝનેસમાંથી પૈસો પેદા કરનારા. મશહૂર રશિયન લેખક એન્તોન ચેખોવ કહેતા કે પૈસો એ વોડકાની જેમ માણસને તરંગી બનાવી દે છે. અહીં તો પૈસો ય હતો અને વોડકા ય હતી. વોડકાની પ્રપોઝલ તો આપણાં પ્રપોઝ્ડ તરંગીપણાંનો ડબલ શૉટ હતો. પણ ઉફ્ફ તુમ્હારે યે આદર્શ, યે ઉસૂલ…  

freez-1%e0%aa%b5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%95%e0%aa%be-1shreyaarthi_ni_sanghrshkathaa-autobiography_of_jagdish_shah-vadodara-book

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ, સમાચાર

One response to “વાઇબ્રન્ટ, વોડકા એન્ડ મિસ્ડ ઓપોર્ચ્યુનિટી / પરેશ વ્યાસ +‘શ્રેયાર્થીની સંઘર્ષકથા…

  1. એપ્લાઇડ પોએટ્રી. વ્યવહારું કવિતા

    વાહ, શબ્દ લાલિત્ય કેવું મજાનું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s