દુર્ગંધિત ઇવનિંગ ઇન પેરિસ/ પરેશ પ્ર વ્યાસ

%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa

 

દુર્ગંધિત ઇવનિંગ ઇન પેરિસ
પેરિસ એટલે પ્રેમ. પેરિસ એટલે પરફ્યુમ. પેરિસ એટલે સૌંદર્ય અને કલાનો સુભગ સંગમ. પણ જાણીને નવાઇ લાગશે કે પેરિસ હવે પીપીનગર તરીકે ઓળખાવા લાગ્યું છે. પેશાબ કરવાની ક્રિયાને ઇંગ્લિશમાં પીઇંગ અને ફ્રેંચમાં પીપી કહે છે. રાત પડે પેરિસનાં દારૂડિયા પુરુષો ફૂટપાથની ઉપર કે પાર્ક કરેલાં વાહનોની વચ્ચે, મેટ્રો સ્ટેશનની સીડી ઊતરતા કે કતારબંધ વૃક્ષોનાં થડનાં ઓછાયામાં જાહેર મૂત્રવિસર્જન કરતા રહે છે. ફ્રેંચ ભાષામાં એને ‘લેસ પીપી સોવાસ’ (ધ વાઇલ્ડ પીઇંગ)  અર્થાંત પ્રક્ષુબ્ધ મૂત્ર વિસર્જન કહે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘પ્રક્ષુબ્ધ’ એટલે ખૂબ જ ખળભળી ઊઠેલું. પછી આવા ખળભળતા પીપીની વાસ પેરિસ શહેરમાં ઠેર ઠેર પ્રસરતી જાય છે. પથ્થર જડિત રસ્તાઓ મૂત્ર શોષણ કરીને ખવાતા જાય છે. એવું ય બન્યું કે મૂત્રનાં સતત મારથી કટાઇને એક લાઇટનો થાંભલો પડી ગયો; જેમાં એક રાહદારી ઇજામાંથી માંડ બચ્યો. પેરિસની મ્યુનિસિપાલિટીને ભારે મુશ્કેલી પડી રહી છે. ગત વર્ષમાં પચાસ જેટલાં નવા નિ:શુલ્ક સેલ્ફસર્વિસ મૂત્રાલયોનાં નિર્માણ, ખાસ મૂત્ર સફાઇ કામદાર સ્ક્વોડ છતાં પ્રોબ્લેમ્સ યથાવત છે. એમણે તો શહેરનાં અનધિકૃત મૂત્રવિસર્જનનાં થાનકોની દીવાલ પર ખાસ હાઇડ્રોફોબિક રંગ પણ લગાડ્યો છે. આવા રંગે રંગાયેલી દીવાલ મૂત્રની ધારને મૂતરનારાઓ ઉપર જ પાછી ફેંકે છે. મૂતરાનારાઓનાં બૂટ પેન્ટ પોતાનાં જ મૂત્રથી ભીના થઇ જાય. આટલું આટલું કરવા છતાં પેરિસનાં ભાયડાઓ સુધર્યા નથી. જાહેરમાં મૂતરનારાઓ સામે દંડની જોગવાઇ તો છે જ. 35 યુરો( આશરે 2500 રૂપિયા)નાં દંડનું પ્રાવધાન હોવા છતાં પેરિસની પેશાબી સમસ્યાનો સો ટકા ઉકેલ હજી મળ્યો નથી. હવે સમાચાર છે કે તેઓએ ઠેર ઠેર યુરિત્રોતોઇર્સ નામનાં ઇનોવેટિવ મૂત્રાલયો મુક્યા છે. સ્ટેનલેસ સ્ટીલનાં મોટા બોક્સ કે જેમાં ઘાસનું ભૂંસુ, લાકડાંનો વ્હેર વગેરે કુદરતી વસ્તુઓ ભરી હોય છે. ઉપર ફૂલોની ટ્રે પર હોય એટલે ખરાબ ન લાગે. વચ્ચે પેશાબ કરવાની જગ્યા હોય છે. માણસ એક વારમાં સરેરાશ 450 મીલી પેશાબ કરે છે. એક મોટું બોક્સ             જે 600 લોકોનાં પેશાબને શોષીને સમાવી શકે છે. કમ્પ્યુટર ચિપ રાખેલી હોવાથી દૂર કંટ્રોલરૂમમાં બેઠેલાં સુપરવાઇઝરને ખબર પડે કે બોક્સ ભરાઇ ગયું છે એટલે મ્યુનિસિપાલિટી વર્કર આવીને બદલી જાય. મૂત્રનાં કારણે આ બોક્સનો માલ દેશી ખાતરમાં તબદિલ થઇ જાય છે; જે બગીચામાં છાંટવામાં આવે છે. કુદરતી ક્રિયા પર ઇકો-ફ્રેન્ડલી પ્રક્રિયા, યુ સી! તમે કહેશો કે આવા લાંબા પિસ્ટપેષણ બાદ ખરેખર કવિ કહેવા શું માંગે છે?!!

બસ એ જ કે સુધરેલાં દેશનાં પાટનગરમાં પણ માણસની ગંદકી કરવાની ટેવ સુધરતી નથી તો આપણે તો ઘણાં પછાત છીએ. આપણી તે શી વિસાત? હે પેરિસવાસી, આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા! પછી કોઇ આપણને જાહેરમાં મૂત્ર વિસર્જન ન કરવાની સલાહ આપે એટલે આપણામાં દિવારનો અમિતાભ બચ્ચન પ્રગટ થાય છે. જાઓ પહેલે ઉસ પેરિસવાસી આદમીકા સાઇન લેકે આઓ…બાદમેં મેરે ભાઇ હમ ભી જાહેરમેં નહીં મૂતરેંગે!  લો બોલો! ભારત દેશમાં ખુલ્લામાં મૂત્ર જ નહીં, મળ વિસર્જન પણ થાય છે. સ્વચ્છ ભારત મિશને કેટલાંક નગરોની મુલવણી કરીને ખુલ્લામાં-શૌચક્રિયા-મુક્ત નગરનું સર્ટિફિકેટ આપ્યું છે.  આ સર્ટિફિકેટ એક્સપાયરી ડેઇટ સાથે આવે છે. છ મહિનામાં ફરી મુલવણી થાય. અલબત્ત એમાં ય ખુલ્લામાં મૂત્ર વિસર્જનનો સમાવેશ નથી. આપણે હજી ઘણું કરવાનું બાકી છે. સાચી વાત માનસિક વૃત્તિનાં બદલાવની છે. લોકોએ સમજવું જોઇએ. બીજી તરફ સરકાર તરફથી જાહેર રસ્તા ઉપર ચોતરફ મફત મૂત્રાલયો બનવા જ જોઇએ. અને સૌથી અગત્યની વાત એ કે એ બધા મૂત્રાલયો સાફ સૂથરાં પણ રહેવા જોઇએ. સરકારનું તો એવું કે સડક કરોડોનાં ખર્ચે બનાવે પણ લાખોનાં ખર્ચે મૂત્રાલયો બનાવવામાં ઇજનેરી નિયતનો અભાવ હોય છે. વળી નિયમિત સારસંભાળ રાખવામાં ઠાગાઠૈયા તો હોય જ. પ્રજાને પણ પછી જાહેરમાં મૂતરવામાં મઝા પડે. મૂત્રવિસર્જન અલબત્ત એક કુદરતી પ્રક્રિયા છે. પણ એને દુર્ગંધરહિત બનાવીએ તો સારું. સ્વચ્છતા જાળવવી એ આપણા હાથમાં છે.  

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

2 responses to “દુર્ગંધિત ઇવનિંગ ઇન પેરિસ/ પરેશ પ્ર વ્યાસ

  1. ભારતમાં ખાસ કરીને નાના ગામોમાં ૨૧મિ સદીમાં પણ ટોઇલેટ નથી, જેથી ઉત્સર્ગ ક્રિયા ખુલ્લામાં થાય છે એ એક શરમ છે.

  2. મારી તો માત્ર એક જ કોમેન્ટ..છી છી છી છી…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s