ગુસ્સાની દીવાલ, દીવાલનો ગુસ્સો/પરેશ પ્ર વ્યાસ

%e0%aa%aaગુસ્સાની દીવાલ, દીવાલનો ગુસ્સો

ભારતીય લેખક પંકજ મિશ્રાનું સાવ તાજું ઓણ સાલ લખેલું ઈંગ્લીશ પુસ્તક છે: એજ ઓફ એન્ગર-હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ. (ગુસ્સાનો યુગ-સાંપ્રતનો ઈતિહાસ). આખી દુનિયા ગુસ્સામાં છે. પણ પચ્ચીસેક વર્ષ પહેલાં આવું ખાસ નહોતું. લોકોનાં મન એક હતા. ૧૯૮૯માં બર્લિન દીવાલ તૂટી. જર્મની એક થયું. પછી વિશ્વભરમાં અનેક્તામે એકતાનો દોર ચાલ્યો. ૧૯૯૧માં ભારતમાં નીઓ-લિબરલ (નવ્ય-ઉદારમતવાદ)ની સ્થાપના થઇ. સરકારી નિયંત્રણો સારા નથી. ફ્રી ઈકોનોમી. જે મહેનત કરે એ કમાય. સરકારી દખલગીરી ઓછી થઇ ગઈ. માર્કેટ નક્કી કરે. તારો તારણહાર તું જ. ખાનગીકરણનો દોર ચાલ્યો. સઘળું સખણું ચાલ્યું. વિકાસ પણ થયો. વિશ્વવ્યાપક વિકાસ થયો. પણ બધાને સાથે રાખીને ચાલવાની વાત ભૂલાઈ ગઈ. એટલે જે રહી ગયા એમને થયું કે વિકાસ તો થયો પણ અમારા માટે કાંઈ નથી. આ બધાં લોકો ગુસ્સામાં છે. ભારે ગુસ્સામાં છે. પાછળ રહી ગયા એ લોકો હવે આગળ થયેલાઓની પાછળ પડી ગયા છે. પછી એ ઇસ્લામિક સ્ટેટનાં આતંકવાદ સ્વરૂપે કે પછી અમેરિકી વિઝા પ્રતિબંધ સ્વરૂપે પણ એમનો ગુસ્સો હવે વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આપણે ત્યાં બ્રિટિશ સામે ‘ભારત છોડો’ આંદોલન થયું હતું. હવે બ્રિટનમાં થયું. બ્રેક્ઝિટ શું છે? બ્રિટન છોડો! મેક્સિકોની સરહદે દીવાલ બાંધવાની વાત શી છે? પધારો  નાહીં મ્હારે દેસ રે!  દીવાલનાં તૂટવાથી શરૂ થયેલી વાત  દીવાલ ચણવા સુધી પહોંચી છે. એક રચનાત્મક વાત છે છતાં નકરી નકારાત્મક છે. આ ગુસ્સાની દીવાલ છે. ગુજરાતની વાત કરીએ તો અનામત આંદોલન શું છે? સૌનો સાથ પણ અમારો વિકાસ નથી થયો એવી હાર્દિક લાગણી. પછી તો સર્વત્ર દીવાલ ચણાતી જાય છે. પાટીદાર, દલિત, ઓબીસી..ગુસ્સો અહીં હોલસેલમાં છે. ત્યાં આપણે કઈ રીતે બાકાત રહીએ?

એરિસ્ટોટલ એવું કહી ગયા’તા  કે ‘ગુસ્સો કોઈને ય આવે, એ સરળ છે..પણ યોગ્ય માણસ સામે, ઉચિત માત્રામાં, યોગ્ય સમયે, સારા હેતુથી, સાચી રીતે ગુસ્સો કરવો….. એ સરળ નથી.’ આપણે શું કરવું? મેયો ક્લિનિક એનાં દસ ઉપાય બતાવે છે:

૧. ગુસ્સામાં બોલતા પહેલાં વિચારો.

૨. એકવાર શાંત થાવ એટલે સામા માણસની લાગણીને ઠેસ પહોંચાડ્યા વિના જે કહેવાનું હોય એ બધું કહી દેવું.

૩. ક્યાંક હળવી કસરત કરી લેવી; તનની સાથે મન માટે પણ કસરત સારી .

૪. ગુસ્સે હોવ ત્યારે રીસેસ પાડો. ટાઈમ પ્લીઝ!

૫. ગુસ્સો પોતે કોઈ ઉકેલ નથી. ઉકેલ તો આપણે શોધવો પડે. ઉકેલ શોધો.

૬. ‘તું’ નહીં , ‘હું’ બોલતા રહેવું. હોંકારો સારો. હુંકારનો ય વાંધો નથી. તૂકારો ના જોઈએ!

૭.તમે માનો છો એવું એકઝેટલી થોડું થાય? બધું યાદ ના રાખો. માફામાફી, ઘીનાં ઠામમાં ઘીનું પડવું એ સારી વાત છે!

૮. અવળી વાણી મુશ્કેલી કરે પણ હળવી રમૂજ વાતાવરણને ખુશમિજાજ બનાવે.

૯. રીલેક્સ થઇ જાવ. લખો. ગાઓ. સંગીત સાંભળો. યોગ કરો.

૧૦. જો જરૂર લાગે તો બીજાની મદદ લેતા અચકાવું નહી.

કેવું સહેલું? હેં ને?!! અને તો ય વાત ન બને તો? દીવાલ તો છે જ. કેટલાકે દીવાલનો ઉપયોગ કર્યો છે ગુસ્સા પર  કાબૂ મેળવવા માટે. ફિલીપાઇન્સમાં ઇસ્દાન નામનું એક તરતું ફન એન્ડ ફૂડ રેસ્ટોરાં છે. એમાં એક દીવાલ છે. ગુસ્સાની દીવાલ. એની સામે કાચની પ્લેટ, કપરકાબી, મગ.. અરે નવા નકોર ટીવી પણ ગોઠવ્યા હોય છે. દીવાલ પર લખાણ હોય છે. સાસુ, વહુ, બેવફા સનમ, ભુતપૂર્વ પ્રેમી-પ્રેમિકા, બોસ, સુપરવાઈઝર, ચોર, લૂંટારા..અરે , હાલનાં પતિ કે પત્ની એવુંય લખ્યું હોય! બસ પછી તો પ્લેટ ખરીદવાની અને જેમની સામે ગુસ્સો હોય એના નામ પર ફેંકવાની. પ્લેટનાં ટૂકડે ટૂકડાં થઈ જાય. ગુસ્સો ય ચકનાચૂર થઇ જાય. બહુ ગુસ્સો હોય અને પોષાતુ હોય તો ટીવી ય ખરીદીને ફેંકી શકાય!

ચાલો આપણે ય દીવાલ ચણીએ. એમાં લખીએ સરહદ પારનાં આતંક્વાદીઓ, હિટ એન્ડ રન કરતા અમીરજાદાઓ, કોંગ્રેસ પ્રેરિત રાજકીય કૌભાંડોની હારમાળાઓ, ભાજપા પ્રેરિત નોટબંધી પછીની બિઝનેસ મંદી અને નલિયા યૌનશોષણકાંડ. અને પછી ફેંકીએ પ્લેટ્સની પ્લેટ્સ એ ગુસ્સાની દીવાલ ઉપર…

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s