રંગ રાગથી ભરી ઝોળી આવી સહિયર ટોળી /યામિની વ્યાસ

રંગ રાગથી ભરી ઝોળી આવી સહિયર ટોળી
ઓઢણી રંગાઈ લીલમપીળી મેઘધનુષી ચોળી
ચાલો રમીએ હોળી

કેસૂડાંની આડશમાં ઊભા કોરાંધાકોર?
જોઈ લીધાં મેં એક નજરે ત્યાં નાચ્યો મનનો મોર
રંગી લઈએ એકબીજાને અંતર ઘોળી ઘોળી
ચાલો રમીએ હોળી

રંગ રંગ ભાસે સઘળે ને રંગીલી છે વાતો
તન સાથે મન રંગાયા આ ભવભવનો છે નાતો
એવા કેવા રંગાયા કે શમણાં દીધાં ઢોળી
ચાલો રમીએ હોળી

રંગોમાં રંગાઈ જવાની મોસમ કેવી આવી !
હૈયાનું એકાંત ગયું ને મીઠાં ગીતો લાવી
લયની આ વણઝારોમાંથી લહેકા લઇએ ખોળી
ચાલો રમીએ હોળી

યામિની વ્યાસ http://www.lovielimes.com/showthread.php/15125-Happy-Holi-HD-Wallpapers-and-Pics

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “રંગ રાગથી ભરી ઝોળી આવી સહિયર ટોળી /યામિની વ્યાસ

  1. ઈ હોળી પણ રમાય…
    બિન્ધાસ્ત કોમેન્ટ્યૂ !!!

  2. ખૂબ મઝાનું મસ્તીભર્યું ગીત..વાંચતા વાંચતા જ ગવાતું જાય તેવું મધમીઠું..

  3. Masti bharya rangothi rangai javayu kavya vachine. Adbhoot sarjan.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s