ઉપનિષદ માર્ગ છે/સ્વામી સચ્ચિદાનંદજી

ઉપનિષદોની કથાનો  પ્રસંગ છે. ईशावास्य ઉપનિષદ પૂરું થયું, હવે કેનોપનિષદની શરૂઆત છે. ઉપનિષદ શું છે? ઉપનિષદ ધર્મને અથવા એમ કહો કે માર્ગને બતાવે છે. તમારે કોઈને કોઈ માર્ગ ઉપર ચાલવાનું છે. જો તમને સાચો માર્ગ મળ્યો તો તમે જરૂર સાચી દિશામાં ઉત્તમ સ્થાને પહોંચવાના છો. પણ જો માર્ગમાંજ ભૂલ થઇ ગઈ તો તમે ચાલી ચાલીને થાકી જશો તો પણ તમને લક્ષ્ય મળવાનું નથી. ત્યારે ઉપનિષદ માર્ગ છે અને ઉપનિષદનો માર્ગ બીજા માર્ગોથી કેટલા અંશમાં જુદો પડે છે અને એમાં શું પરિવર્તન કરવા જેવું છે, એજ આપણે વિચારવાનું છે. તમારો માર્ગ સાચો છે કે ખોટો છે, એની ખબર તમારા કાર્યોના પરિણામથી ખબર પડે. તમે જેમ જેમ ધર્મ પળો અને એમ એમ તમે વધારેને વધારે દુઃખી થતા જાવ તો એવા ધર્મનું પાલન કરવાની કંઈ જરૂર રહેતી નથી. @5.00min. માણસને સુખી થવું છે. ઉપનિષદનું લક્ષ્ય છે માણસને સુખ અને શાંતિ બંને પ્રાપ્ત કરાવવાનું. તો સુખ અને શાંતિ આવે તો કેવી રીતે આવે? જો તમે ખોટા રસ્તે ચઢી ગયા હોય તો ત્યાંથી પાછા વળી જવું. જો તમે પાછા નહિ વળો તો તમે વધુ દૂરને દૂર થતા જશો. ડાહ્યા માણસનું કામ છે કે આ વસ્તુ ખોટી છે ત્યારે એને છોડી દેવી. ઉપનિષદને સમજવા માટે બે-ત્રણ પાયાની વાત સમજજો. એક – એ ઈશ્વર કેવો છે? બે – પુરાણોનો ઈશ્વર અને સાધુ માર્ગનો ઈશ્વર, ત્રણ – સાધુ માર્ગનો એટલે શ્રમણ માર્ગનો અને પુરોહિતોનો ઈશ્વર કેવો છે? આ ત્રણમાંથી તમને લાગે કે આ બાકીના બે કરતા ઉપનિષદોનો ઈશ્વર વધારે સ્પષ્ટ છે તો પાછા વળી જવાનું. ઉપનિષદનો ઈશ્વર જન્મથી માંડી મરણ પર્યંત તમારા જીવનની વ્યવસ્થા કરે છે. ખાવાની, પીવાની, ઊંઘવાની, લગ્નની, મરણની  બધી વ્યવસ્થાઓ કરે છે. એનો એક નિશ્ચિત માર્ગ છે અને આ માર્ગમાં કોઈ સાધુજ નથી, પણ ઋષિ છે. આ ઋષિ માર્ગ છે અને એમાં જીવનને સકારણ દ્રષ્ટિએ જોવામાં આવેલું છે. આ ઉપનિષદોની અંદર જે પરમેશ્વરને પ્રાપ્ત કરવાની જે ઉપાસના પદ્ધતિ છે, ધાર્મિક વિધિઓ છે એ અત્યંત સરળ છે. એટલે માત્ર સમજણથી એને પ્રાપ્ત કરો. એમાં સામગ્રી લાવવાનો આગ્રહ રખાયો નથી. આ સૌના અધિકારવાળો સરળ ધર્મ છે. અહીંયા ગાર્ગી સ્ત્રી છે, કોઈ શુદ્ર કે કોઈ ત્યાજ્ય નથી. એક રાજાને બ્રહ્મવિદ્યા જાણવાની ઈચ્છા થઇ તો ઋષિ એને એક પટેલ ખેડૂતની પાસે મોકલાવે છે. કારણકે ઋષિ બધી વિદ્યાઓ જાણતો હતો પણ બ્રહ્મવિધા જાણતો ન હતો. ઋષિ એમ નથી કહેતો કે મને બધી વિદ્યાઓ આવડે છે, એટલે તારે કોઈ પાસે જવાની જરૂર નથી. ઋષિમાર્ગમાં દરેક ઋષિ પોતાની મહેનતનો રોટલો ખાય છે. @10.00min. આ રૈક્વ ખેડૂત જાતે ખેતી કરે છે. રાજા એ ખેડૂત પાસે પહોંચ્યો ત્યારે એ ઝાડ નીચે બેસી એને દાદર થયેલી એટલે ત્યાં લઉર-લઉર કરતો હતો એ જોતાજ રાજાને અંધશ્રદ્ધા થઇ ગઈ. રાજાને એવું હતું કે બ્રહ્મવેત્તા આવો ન હોય. ઉપનિષદ તમને કહે છે, પ્રદર્શનમાં બ્રહ્મ નથી,પ્રદર્શનમાં દર્શન નથી. પણ દર્શનમાં દર્શન છે. જેવા છો એવા તમે બરાબર છો. અષ્ટાવક્ર જેવો, જેના આઠે અંગ વાંકા હોય પણ અંદરથી મોટો બ્રહ્મવેત્તા હોય. જેને ચહેરો વાંચતા આવડે અને જેને હૃદય વાંચતા આવડે એને મહાપુરુષ કહેવાય. રાજાના ચહેરા ઉપર એની અશ્રદ્ધા તરી આવી. ઉપનિષદ કહે છે, કોઈ મહાપુરુષ પાસે જાવ તો માનની ઈચ્છા લઈને ના જશો. @15.04min. ઇંગ્લેન્ડનો સાહિત્યકાર પોન બ્લેનટોનને (Paul Blanton) કોઈકે કહેલું કે ભારતમાં કોઈ કોઈ જગ્યાએ આધ્યાત્મિકતા પણ જોવા જેવી છે. એમણે પુસ્તક લખ્યું છે  એમને એક માણસ મળ્યો એણે કહ્યું હું તમને એક ખાસ સાધુ પાસે લઇ જવા માંગુ છું. ભારત જોઈને નિરાશ થઇ ગયા પછી આ સાહિત્યકાર કશે જવા માંગતો ન હતો. પેલા માણસે આગ્રહ કરીને રમણ મહર્ષિના આશ્રમમાં જવા ટ્રેનમાં અરુણાચલનું બુકીંગ કરાવ્યું. પેલા લેખક ભાઈએ નક્કી કર્યું હતું કે મારે રમણ મહર્ષિને એટલા પ્રશ્નો કરવા છે કે એ પોતે ગૂંચવાય જાય.આ પરદેશી વિચારકે રાત્રે બધા પ્રશ્નો તૈયાર કર્યા કે સવારે જયારે મળવા જાઉં ત્યારે આ બધા પ્રશ્નો બધાના વચ્ચે પૂછવા છે કે જેથી એ જવાબ આપતા ફેંફે-ફેંફે થઇ જાય. એ લખે છે કે સવાર થઇ અને જયારે એમણે મળવા ગયા ત્યારે મહર્ષિ એક પાટ ઉપર બેઠેલા અને બારીમાંથી બહાર જોયા કરે. અમે ગયા તો અમારા સામું પણ ન જોયું, કે હું ગોરી ચામડીવાળો તો પણ મારા તરફ જોતા નથી. મને ઘણું દુઃખ થયું. પછી હું મન બગાડીને ત્યાં બેઠો. પછી થોડીજ વારમાં ધીરે ધીરે મારા ઉપર એક શાંતિના મોજા ફરતાં હોય અને મને શાંતિની લહેરોમાં નવડાવતા હોય એવો અનુભવ થવા લાગ્યો. આવી શાંતિ તો અત્યાર સુધી મને મળીજ નથી. આ શું થઇ રહ્યું છે? શાંતિ જ શાંતિ. “गुरुस्तुमौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशय” દક્ષિણા મૂર્તિ બેઠા છે, એક અક્ષરે બોલતા નથી. મારા બધા સંશયો મટી ગયા. બે કલાક સુધી બેઠા રહ્યા, મને ઊઠવાનું મન ના થાય કે આહાહા આ જિંદગીમાં જે લહેરો આવી રહી છે, એવી લહેરો બીજી કોઈ જગ્યાએ જોઈ નથી. આનું નામ આધ્યાત્મિક પ્રભાવ કહેવાય. કે જેના સમીપમાં જવાથી, જેની પાસે બેસવાથી, જેનો સંગ કરવાથી તમારા ઉપર એક સાત્વિકતાની અસરો થયા કરે. તમારા અંદરના કષાયો, કલેશો, દોષો વિલીન થવા લાગે તો એમ સમજવાનું કે એનો આધ્યાત્મિક પ્રભાવ તમારા ઉપર અસર કરી રહ્યો છે. પછી પેલા માણસે લેખકને ઠોંસો મારીને કહ્યું કે તમારા તરફ જુએ ત્યારે પ્રશ્નો પૂછી શકો છો. પેલો લેખક લખે છે હવે મને એક પણ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી. આનું નામ કહેવાય દર્શન. એટલે બ્રહ્મવિદ્યા કંઈ ભણાવવાની વસ્તુ છે? કોઈ ટ્યુશનથી વેદાંત ભણે એમાં કદી એનું કલ્યાણ થાય ખરું? રાજાએ ખેડૂતને કહ્યું મને બ્રહ્મવિદ્યા ભણાવો. @20.08min. આ ખેડૂત ભલોએ ન થયો અને ભૂંડોએ ન થયો અને મણની ગાળ દઈ દીધી. રાજા તરતજ ઉઠીને ત્યાંથી ચાલતો થયો અને ઋષિ પાસે પહોંચ્યો. ઋષિએ કહ્યું વાંક તારો છે. તું શ્રદ્ધા પૂર્વક કેમ ન ગયો? આપણા શાસ્ત્રની મર્યાદા છે કે સમિતપાણી થઈને હાથમાં સમિધાઓ લઈને જવાનું. એટલે રાજા ફરીવાર સમિતપાણી થઈને સમિધાઓ લઈને શ્રદ્ધા ભક્તિથી ગયો. સમિધાથી તમારી નમ્રતા પ્રગટ થાય. એટલે બીજીવાર રૈક્વએ એણે પૂરેપૂરી બ્રહ્મવિદ્યા ભણાવી. ઉપનિષદની વિદ્યા ખેડૂતની પાસે હોઈ શકે અને ચાંડાલ પાસે પણ હોઈ શકે. એટલે અહીંયા કોઈ સ્ત્રી-પુરુષ કે વર્ણ-જાતિ ભેદ રાખવામાં આવ્યો નથી. ઉપનિષદ તમારા આગળ એક માર્ગ મૂકે છે અને એ માર્ગને સ્પષ્ટ બનાવે છે. તો આ રીતે એમાં આધ્યાત્મિક ધર્મ છે, ધાર્મિક, સામાજિક, રાજકીય માર્ગ છે. જીવનના એકેએક પ્રશ્નો એમાં સાંકળી લેવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન – ઈશ્વર કેવો છે? તમને કદી જિજ્ઞાસા થઇ છે? ઉપનિષદ બે માર્ગ ઉપર ચાલે છે કે આનું નામ બ્રહ્મ છે અને આનું નામ બ્રહ્મ નથી.જયારે તમારી પાસે ઈશ્વરની છબી સ્પષ્ટ થઇ ગઈ હોય તો તમારે હવે રખડવાનું રહે ખરું? બ્રહ્માનંદ કહે છે, “ऐसी करि गुरुदेव दया, मेरा मोहक बंधन तोड़ दिया. कोई कशी जाय, कोई मथुरा जाय, कोई बनारस वास करे. सब पंथ ग्रन्थ छुड़ा करके एक ईश्वरमें मन जोड़ दिया, ऐसी करि गुरुदेव दया” એક બ્રહ્મ સ્પષ્ટ થયું એટલે ભટકવાનું બંધ થયું. એટલે ઉપનિષદનો  “एकेश्वर ब्रह्म” એક પમેશ્વરનો માર્ગ છે. એટલે ચિંતનને નીચી ભૂમિકાથી ચાલુ કરી ઊંચી ભૂમિકા સુધી લઇ જાય છે. પહેલો પ્રશ્ન શરુ કર્યો છે, ॐ केनेषितं पतति प्रेषितं मन: केन प्राण: प्रथम: प्रैति युत्क:, केनेषितां वाचमिमां वदन्ति चक्षु: श्रोत्रं क उ देवो युनत्कि…..(केनो. १). આ મન કેમ દોડ દોડ કરે છે અને કોણ એણે ધક્કો મારે છે? @25.00min. ઉપનિષદ તમને નીચી ભૂમિકાથી ઊંચી ભૂમિકા સુધી કેવી રીતે લઇ જાય છે, તે વીવિંગ મશીનના ઉદાહરણથી સમજો. તમે જોયું કે તમારું મન ઈચ્છાઓ કરે છે અને દોડા-દોડી કરે છે. केनेषितं पतति प्रेषितं मन: કોણ ધક્કો મારીને મોકલે છે? અમારી જાતે મોકલીએ છીએ. જેને કારણે તમને દુઃખ થવાનું છે તો એવી જગ્યાએ તો નહિ મોકલો ને? એ તો ત્યાં જાયજ છે. તો રોકો એને. વ્યસનીને વ્યસન નથી કરવું પણ મન એને ધક્કો મારીને વ્યસન કરવા લઇ જાય છે. છીંક અને બગાસું આપણે રોકી શકતા નથી. એટલે શરીર પર પણ આપણું પૂરું નિયંત્રણ નથી. તો મનથી શરૂઆત કરીએ. केनेषितं पतति प्रेषितं मन: મને એ બતાવો કે આ મન દોડ-દોડ કરે છે, તો એને કોણ મોકલે છે? એનું મૂળ શું છે? @30.04min. એક ઓળખીતા મહાત્મા વાઘ જેવા હતા. કોઈની સાથે કોઈ દિવસ પ્રેમથી વાતો ન કરે. જયારે જુઓ ત્યારે અક્કડજ હોય પણ છેલ્લા ટાઈમે લકવો લાગ્યો એટલે પરાધીન થઇ ગયા. જે આવે તેને જોઈને રડી પડે. એટલે શરીર ઉપર પણ આપણું કંઈ ચાલતું નથી. તો મન કોના દ્વારા જાય છે? કોણ પ્રેરણા આપે છે? ઉપનિષદમાં વચ્ચે-વચ્ચે આખ્યાયિકાઓ આવે છે. એક વાર શરીરની અંદર બધી ઇન્દ્રિયો લડી પડી કે આપણામાં મોટું કોણ? મોટા થવાનો ઝગડો બધેજ જોવા મળશે. એટલે એક દોહરો છે, “कंचन तजनो सहज है, सहज त्रियाको नेर, मान बड़ाई ईर्ष्या दुर्लभ तजनो येह” આંખ કહે હું મોટી, પગ કહે હું મોટો,મન કહે હું મોટું લડાઈનો અંત ન આવ્યો એટલે પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા કે અમે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ અને મન આ બધામાં મોટું કોણ? બ્રહ્માએ કહ્યું જેના ઉત્ક્રમણ કરવાથી શરીર દુર્ગંધ મારતું થઇ જાય એ તમારામાં મોટામાં મોટું. એક પછી એક બધા બહાર જઈ રહી આવ્યા પણ કોઈની ખોટ લાગી નહિ એટલે પ્રાણે કહ્યું, લ્યો હવે હું નીકળું છું. એટલે બધા હચમચી ગયા અને વિનંતી કરવા લાગ્યા કે તમે ના જશો. તમે જશો તો અમે અસ્તવ્યસ્ત થઇ જઈશું. એટલે ખબર પડી ગઈ કે મોટું કોણ? એટલે પ્રાણને પ્રથમ સ્થાન મળ્યું. प्रथम: प्रैति युत्क: અહીંથી ઉપનિષદ શરુ થાય છે. એટલે આ બધી રચનાની પાછળ કોઈ એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની પાછળ એક વ્યવસ્થાપક છે. બીજા માર્ગોની અંદર આ બધું આપોઆપ છે એવું કહ્યું છે. @35.09min. જેવી રીતે કોઈ ફેક્ટરી વ્યવસ્થાપકથી ચાલે છે એમ આખા બ્રહ્માંડની અંદર એક વ્યવસ્થાપક છે. આ કેનોપનિષદનો મૂલાધાર પ્રશ્ન છે અને એનું ફળ એ છે કે અમારે બ્રહ્મને જાણવું છે. એ બ્રહ્મ કોણ છે? અમેરિકાના સાયન્સ મ્યુઝિયમની વાત સાંભળો. ઉપનિષદ તમને એમ કહે છે, તમે શ્રુત બનો, બહુ પઠિત બનો. આ સાયન્સ મ્યુઝિયમમાં એટલું બધું જોવાનું છે કે હું સવારે પ્રવેશ કરું તો સાંજે નીકળું. એમાં મસ્તિષ્કની ઝીણી-ઝીણી ઘણી બાબતો બતાવેલ છે, તે સાંભળો. એમાં બતાવેલું છે કે તમારા સંકલ્પ કેવી રીતે થાય છે? ઈચ્છાઓ ક્યાંથી પેદા થાય છે? મસ્તિષ્કમાં વાસના કંઈ જગ્યાએ રહેલી છે? વિગેરે. આપણે પાસે બધી વાતોનો એકજ જવાબ છે કે પૂર્વના કર્મો. એમાં કહ્યું કે તમારા મસ્તિષ્કમાં સેક્સન-ધારીઓ છે અને એમાંથી તમારું વ્યક્તિત્વ નીકળે છે. આ જે મસ્તિષ્ક શરીરને ચલાવે છે, પણ એ મસ્તિષ્કને કોણ ચલાવે છે? એ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. यन्मनसा न मनुते येनाहुर्मनो मतम, तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते…..(केनो. १-५). તમે મનના દ્વારા બ્રહ્મનું ગ્રહણ ન કરી શકો.તમારું જે સાધન છે, એ સાધનના કરતા જે વસ્તુની સાથે તમારે કામ લેવાનું છે એ સ્થૂળ હોવું જોઈએ. @40.13min. મનછે, એ સૂક્ષ્મ છે, પણ સૂક્ષ્મ કરતા પણ પરમાત્મા સૂક્ષ્મ છે. એટલે મનના દ્વારા તમે એનું પ્રમાણ નક્કી નથી થતું, એટલે તમે મનના દ્વારા બ્રહ્મને પ્રાપ્ત ન કરી શકો. અને કરી શકો તો કહે છે, नेदं यदिदमुपासते – મનના દ્વારા નક્કી કરેલો જે ભગવાન છે, એ બ્રહ્મ નથી તો કોણ બ્રહ્મ છે? येनाहुर्मनो मतम – જેની શક્તિથી મન પોતે મનન શક્તિ લઇ આવ્યું, એટલે ભગવદ ગીતામાં લખું છે કે અર્જુન હુંજ લોકોને સ્મૃતિ આપું છું, જ્ઞાન આપું છું પછે સ્મૃતિલોપ પણ કરું છું. બંગાળમાં એક બહુ મોટો કવિ થયો એનું નામ છે, नजरुल इस्लाम – આ રવીન્દ્રની બરોબરી કરી શકે એવો કવિ. રવીન્દ્રનાથને નોબેલ પ્રાઇસ મળ્યું એટલે એમની નામના થઇ. ઘણીવાર યોગ્યમા યોગ્ય માણસ રોડ ઉપર રખડતો હોય અને જેને કશી આવડત ન હોય એ પ્રધાન મંત્રી થઈને બેઠા હોય. એટલે જીવન એ ચાન્સ છે. અને આ ચાન્સના કારણે પ્રારબ્ધવાદ છે. नजरुल કટ્ટર મુસ્લિમ ન હતો. એના ઘરમાં એ મહાદેવ, ગણપતિ અને બીજા દેવ-દેવીઓના ફોટા રાખતો. ગંગા ઉપર અને કાલી ઉપર કાવ્યો રચાતો. બંગાળમાં એનું અત્યંત માં છે. પછી એની સ્મૃતિ ગાયબ થઇ ગઈ હતી. સારવાર માટે ભારત લઈ આવ્યા પણ સ્મૃતિ પાછી આવી નહીં. @45.02min. આજે તમારા બાઉડામાં જોર છે, પણ આવુંને આવું જોર છેલ્લી ઘડી સુધી રહેશે, એની કોઈ ગૅરંટી આપે ખરું? ગામા પહેલવાન વિશ્વ ચેમ્પીઅન હતો પણ એ જયારે છેવટની ઘડી માંદો પડ્યો ત્યારે માખી પણ ઉડાડી શકતો ન હોતો. એટલે ઉપનિષદ કહે છે, તારા પાસે જે છે, એ તારું નથી પણ તને આપેલું છે. આમાંથી ઈશ્વરાર્પણનો, શરણાગતિનો માર્ગ નીકળ્યો. જે છે એનો તું અહંકાર કરીશ નહીં. ‘धनजोबन डोंगरका पानी ढल जाएगा खीनमें, मुखड़ा क्या देखे दर्पणमें, तेरे दया धरम नहीं मनमे”….(कबीर) જેવી રીતે પહાડનું પાણી તરત નીચે ઊતરી જાય એવી રીતે યૌવન પરૃં થતા વાર લાગતી નથી. એટલે ઉપનિષદ ત્રણ માર્ગોમાં ચાલે છે. એક તરફ તમને તત્વનું જ્ઞાન કરાવે છે, બીજી તરફ તમને આંતરિક દોષોથી છોડાવે છે અને ત્રીજી તરફ જીવનની એક નિશ્ચિત વ્યવસ્થા કરી આપે છે. આંતરિક દોષો એટલે મારા જેવું કોઈ નથી, મારા જેવું કોઈનું રૂપ નથી, મારા જેવી કોઈની પાસે બુદ્ધિ નથી. આ બધા દોષો ઉપનિષદ છોડાવે છે. यन्मनसा न मनुते येनाहुर्मनो मतम, એ ભાઈ જે મન છે, જેને જાણી નથી શકાતું પણ જેના દ્વારા મન છે, એ મનન કરે છે. જો એ ન હોય તો મન મનન કરી શકે નહીં. જેણે મન બનાવ્યું છે એણે એને ચંચળ બનાવ્યું છે અને એ એક વરદાન છે. જો એને ચંચળ ન બનાવ્યું હોત તો હું અને તું આ જ્ઞાન પ્રાપ્ત ના કરી શકત તો એ જડ બની જાત. વિશ્વના એવા કેટલાયે પદાર્થો છે, તત્વો છે, જે મનનો વિષય થઇ શકતાં નથી. ગુરુત્વાકર્ષણ એ મનનો વિષય નથી. તમે એનું કેવી રીતે ધ્યાન કરી શકો? એનું અસ્તિત્વ છે, એની સત્તા છે, પણ એ મનનો વિષય નથી. એટલે અહીંયા કહે છે, यन्मनसा न मनुते येनाहुर्मनो मतम – પણ મન છે એ એનાથી કાર્ય કરી રહ્યું છે. એટલે કાર્યના દ્વારા કારણની પ્રાપ્તિ. એટલે તમે નક્કી કરો કે જે માણસે મનની ડિઝાઇન બનાવી છે, મનની વ્યવસ્થા કરી છે, એનું નામ બ્રહ્મ છે. એવો કોણ છે, જે મનના પાછળ સંતાઈને ઊભો છે? માણસે જોયું કે આ બધી પંચાતમાં પડવા કરતા બજારમાંથી એક ભગવાનનો ફોટો લઈ આવો અને એને દીવો ધૂપ કરો. વળી પાછો બીજાએ કહ્યું કે બીજોએ ફોટો છે, તો બીજોએ લાવો, પછી ત્રીજોએ લાવો એમ ઘરમાં ફોટે ફોટા થઇ ગયા.  

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, Uncategorized

2 responses to “ઉપનિષદ માર્ગ છે/સ્વામી સચ્ચિદાનંદજી

  1. ચિનુ મોદીની ગઝલ ખુબ ભાવવાહી છે. મને પણ ગમી.

    ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કરી ગુજરાતી સાહિત્યની સારી સેવા કરી છે એ બદલ એમને અભિનંદન .

  2. સ્વ. ચિનુ મોદી -ઈર્શાદ – ને હાર્દિક શ્રધાંજલિ
    કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – – કાવ્યપઠન – ચિનુ મોદી ‘ઈર્શાદ’
    Uploaded on Nov 22, 2011

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s