પાકિસ્તાનના લતાજી – નૂરજહાં

   15622063_1368889696456769_1109680089941936405_n  પાકિસ્તાનના લતાજી – નૂરજહાં

મલ્લિકા એ તરન્નુમ નૂરજહાંની આજે ૧૬મી પુણ્યતિથિ. ૨૩ ડીસેમ્બર, ૨૦૦૦ના રોજ પાકિસ્તાનના કરાંચીમાં ૭૪ વર્ષની વયે નૂરજહાં અલ્લાહને પ્યારા થઇ ગયાં હતાં. નૂરજહાં અખંડ હિન્દુસ્તાનમાં અને દેશના ભાગલા પછી પાકિસ્તાનમાં અભિનેત્રી-ગાયિકા રૂપે મશહૂર હતાં. ત્રીસીથી નેવુંના સાત દાયકાઓ સુધી તેઓ મહાન અને સૌથી અસરદાર ગાયિકા રહ્યાં. નૂરજહાંને અભિનય અને ગાયન ક્ષેત્રે પ્રદાન કરવા બદલ ૧૯૬૫માં પાકિસ્તાનના પ્રમુખનો એવોર્ડ મળ્યો હતો. આજે આપણે નૂરજહાંને પાકિસ્તાનના લતા મંગેશકર રૂપે ઓળખી શકીએ.

૨૧ સપ્ટેમ્બર, ૧૯૨૬ના રોજ પંજાબના કસૂરમાં વ્યવસાયિક સંગીતકાર બેલડી મદદ અલી અને ફતેહ બીબીને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ ૧૧ ભાઈ-બહેન હતાં તેમનું મૂળ નામ અલ્લાહ રખી વારસી હતું. ઘરાણા પરિવારમાંથી આવેલાં નૂરજહાંને તેમના મા-બાપે જ ગાયન તરફ વાળ્યા હતાં પણ તેમને અભિનયનો વધુ શોખ હતો. ભારત અને પાકિસ્તાનમાં અનેક ભાષાઓ મળીને નૂરજહાંએ આશરે દસ હજાર ગીતો રેકોર્ડ કર્યા છે. જેમ ભારતમાં લતા અને રફીના સૌથી વધુ યુગલ ગીતો છે તેમ પાકિસ્તાની સિનેમામાં એહમદ રશ્દી સાથે સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ નૂરજહાં ધરાવે છે. તેઓ પાકિસ્તાનના પહેલાં મહિલા નિર્દેશક પણ છે.

માંડ પાંચ-છ વર્ષની ઉમરે નૂરજહાંને લોક સંગીત અને નાટકના ગીતો સહિત વિવિધ શૈલીનું ગાવાનો શોખ જાગ્યો હતો. તેમના માતાએ દીકરીને બડે ગુલામ અલી ખાન સાહેબ પાસે તાલીમ લેવા મોકલ્યાં હતાં. જેમણે નૂરજહાંને પતિયાલા ઘરાણા અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખાસ કરીને ઠુમરી, દ્રુપદ અને ખયાલ ગાયકી શીખવી હતી. ૧૯૩૫માં પંજાબી ફિલ્મ ‘પિંડ કી કુરી’ માટે તેમણે પોતાની બહેન સાથે પહેલીવાર ગાયું હતું. ૧૯૪૨માં ‘ખાનદાન’માં પ્રાણ સામે નૂરજહાંએ મુખ્ય ભૂમિકા કરી હતી. ફિલ્મ સફળ થઇ હતી. હવે તેઓ મુંબઈ આવ્યાં અને શાંતા આપ્ટે સાથે ‘દુહાઈ’ માટે ગાયું. તેમણે ૧૯૪૨માં શૌકત હુસૈન રીઝવી સાથે લગ્ન કર્યા, જે ૧૯૫૩ સુધી ટક્યાં. તેમને ત્રણ સંતાનો થયા, જેમાં ગાયિકા દીકરી ઝીલ-એ-હુમાનો સમાવેશ થાય. ૧૯૪૭માં દેશના ભાગલા થતાં તેઓ પરિવાર સાથે મુંબઈથી કરાંચી ગયાં. ત્રણેક વર્ષમાં ત્યાં ફિલ્મો સાથે જોડાઈ પણ ગયાં. ૧૯૫૯માં નૂરજહાંએ એજાઝ દુરાની સાથે બીજા લગ્ન કર્યા, જેનાથી તેમને વધુ ત્રણ સંતાનો થયા. એ લગ્ન ૧૯૭૯ના છૂટાછેડા સુધી ટક્યું. આમ, અહીં લતાજી આજીવન કુંવારા રહ્યાં અને ત્યાંના નૂરજહાં છ સંતાનના માતા બન્યા હતાં.

ભારતીય બોલતી ફિલ્મોની ગોલ્ડન જુબિલી ઉજવણી નિમિત્તે નૂરજહાં ૧૯૮૨માં ભારત આવ્યાં, ત્યારે દિલ્હીમાં વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને મળ્યાં અને મુંબઈમાં તેમનું સ્વાગત દિલીપ કુમાર અને લતા મંગેશકરે કર્યું હતું. ૧૯૮૬માં નૂરજહાંને છાતીના દુખાવાને કારણે અમેરિકા લઇ જવાયા, જયાં તેમને ‘એન્જાઈના પેકટોરિસ’નું નિદાન મળ્યું. સર્જરી કરાવીને તેમણે પેસ-મેકર મુકાવ્યું. ૨૦૦૦ના વર્ષમાં નૂરજહાંને ફરી હૃદય રોગનો જોરદાર હુમલો આવ્યો અને ૨૩ ડિસેમ્બરે નૂરજહાં અલ્લાહને પ્યારા થઇ ગયાં.

ભારતમાં નૂરજહાંને તેમની જે ફિલ્મો દ્વારા યાદ કરાય છે તેમાં, શીલા (૧૯૩૫), ગુલ બકાવલી, ઈમાનદાર, સજની, યમલા જાટ, ઉમીદ, ચાંદની, ફરિયાદ, દુહાઈ, ખાનદાન, નૌકર, લાલ હવેલી, દોસ્ત, ઝીનત, બડી માં, ગાંવ કી ગોરી, ભાઈ જાન, દિલ, હમજોલીનો સમાવેશ થાય છે, પણ તેમની સદાબહાર રહી ‘અનમોલ ઘડી’, ‘મિર્ઝા સાહેબ’ કે ‘જુગનુ’.

નૂરજહાંની યાદગાર રચનાઓ: આવાઝ દે કહાં હૈ, જવા હૈ મોહબ્બત, ક્યા મિલ ગયા ભગવાન, ઉડાન ખટોલે પર ઉડ જાઉં, સોચા થા ક્યા ક્યા હો ગયા, મેરે બચપન કે સાથી મુઝે ભૂલ ન જાના – અનમોલ ઘડી, આહેં ન ભરી- ઝીનત, યહાં બદલા વફા કા, આજ કી રાત – જુગનુ, કિસ તરહા ભૂલેગા દિલ – વિલેજ ગર્લ, (નૂરજહાંની ગયેલી યાદગાર ગઝલો) દિલ ધડકને કા સબબ યાદ આયા, કભી કિતાબોં મેં ફૂલ રખના, યે ન થી હમારી કિસ્મત, મુજસે મેરી પેહલી સી મોહબ્બત ન માંગ.

ડિસેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ

1 ટીકા

Filed under Uncategorized

One response to “પાકિસ્તાનના લતાજી – નૂરજહાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s