ટોપ સ્ટાર સલમાન ખાન / નરેશ કાપડીઆ

15726388_1381109831901422_8853825884610467151_n

 

 

ટોપ સ્ટાર સલમાન ખાન

વર્તમાન સમયની હિન્દી ફિલ્મોના ટોચના અભિનેતાઓમાંના એક સલમાન ખાન ૫૧ વર્ષના થયા. ૨૭ ડીસેમ્બર, ૧૯૬૫ના રોજ તેમનો ઇન્દોરમાં જન્મ. તેમનું મૂળ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન. તેઓ ફિલ્મના અભિનેતા ઉપરાંત નિર્માતા, ટીવી પર્સનાલિટી, ગાયક અને દાતા પણ છે. મીડિયા તેમને માટે ‘ધ ટાઈગર ઓફ બોલીવૂડ’ કે ‘બ્લોકબસ્ટર ખાન’ કે ‘બોક્સ ઓફિસ કિંગ’ જેવા વિશેષણો વાપરે છે. તો તેઓ ‘ભાઈજાન’ કે ‘સલ્લુ’ જેવા લાડકા નામથી પણ જાણીતા છે. તેમની ફિલ્મી કરિયર ૨૫ વર્ષ જેટલી થઇ ચૂકી છે, તે દરમિયાન સલમાન ખાનને નિર્માતા રૂપે બે નેશનલ એવોર્ડ, અભિનેતા રૂપે બે ફિલ્મફેર એવોર્ડ સહિત સંખ્યાબંધ એવોર્ડ મળી ચુક્યા છે. સીએનએન દ્વારા તેમને ‘વિશ્વના સૌથી મોટા સ્ટાર પૈકીના એક’ રૂપે પણ વર્ણવાયા છે. જ્યાં પણ હિન્દી ફિલ્મો જોવાય છે ત્યાં તેઓ લોકપ્રિય છે. તેઓ હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય અને વ્યવસાયિક રીતે સફળ અભિનેતા ગણાય છે. તો પ્રેક્ષકોની સંખ્યા અને આવકને જોતા સલમાન ખાન દુનિયાના સૌથી સફળ ફિલ્મ સ્ટાર્સમાંના એક છે.

ફિલ્મ લેખક સલીમ ખાનના પુત્ર સલમાને સહાયક અભિનેતા રૂપે ‘બીવી હો તો ઐસી’ (૧૯૮૮)થી શરૂઆત કરી હતી પણ એમને સફળતા સૂરજ બરજાત્યાની ‘મૈને પ્યાર કિયા’ (૧૯૮૯)થી મળી. નેવુંના દાયકામાં સલમાને એકથી એક ચડિયાતી સફળતા મેળવી. તેમાં રોમાન્ટિક ડ્રામા ‘હમ આપકે હૈ કૌન’, એક્શન થ્રીલર ‘કરણ અર્જુન’, કોમેડી ‘’બીવી નં. ૧’, ફેમિલી ડ્રામા ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મો સામેલ છે. કરણ જોહરની રોમાન્ટિક ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના અભિનય બદલ સલમાનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૨૧મી સદીની શરૂઆતમાં એક ટૂંકા ગાળાની અસફળતાનો સ્વાદ ચાખ્યા બાદ સલમાનને વધુ મજબૂત સ્ટારડમ મળ્યું. તેમની આગળ વધી રહેલી સફળતાની શ્રેણી ‘દબંગ’, ‘બોડીગાર્ડ’, ‘એક થા ટાઈગર’, ‘કીક’, ‘બજરંગી ભાઈજાન’ કે ‘સુલતાન’ (૨૦૧૬) સુધી લંબાતી રહી છે. આ એવી ફિલ્મો છે જે સૌથી વધુ આવક મેળવવાના વિક્રમ નોંધાવી ચૂકી છે. તેમની ટોચની દસ ફિલ્મોની આવકનો સરવાળો રૂપિયા એક અબજથી વધુ થાય છે. સતત નવ વર્ષો સુધી દર વર્ષે એક બ્લોક બસ્ટર સફળતા મેળવનાર સલમાન ખાન એકલા અભિનેતા છે. ૨૦૧૪મા ‘ફોર્બ્સ ઇન્ડિયા’ના લોકપ્રિયતા અને આવક બંનેના ચાર્ટમાં સલમાન ટોચ પર હતા. તો ૨૦૧૫ની ફોર્બ્સની ‘સેલેબ્રિટી ૧૦૦: વિશ્વના સૌથી વધુ ફી લેતાં મનોરંજન કલાકારોની યાદીમાં ભારતમાં સૌથી પહેલાં નંબરના ભારતીય અને જગતમાં ૭૧મા સ્થાને તેઓ હતા. તેમની આવક ૩૩.૫ મિલિયન ડોલર હતી.

અભિનેતા ઉપરાંત સલમાન ખાન મંચ પર પરફોર્મ કરે છે, તો ‘બીઈંગ હ્યુમન’ નામની બિનનફાકારક સંસ્થા દ્વારા તેઓ માનવ ઉત્થાનમાં સક્રિય છે. જોકે સલમાનનું પડદા બહારનું જીવન વિવાદો અને લીગલ ટ્રબલથી ભરેલું છે. જેમાં તેમના ઐશ્વર્યા સાથેના સંબંધો, તેમનો ચિંકારા પ્રાણીનો શિકાર કે બેજવાબદાર ડ્રાઈવિંગ કેસ જેમાં તેઓ સડક પર સુતેલા પાંચ લોકો પર કાર ચલાવી ચુક્યા છે, સામેલ છે. મીડિયા તેને ખુબ કવરેજ આપે છે. તેમને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી દેવાઈ હતી, જોકે પછી તેઓ નિર્દોષ પણ જાહેર થયા હતા.

ગમે તે કહો, સલમાન ખાન ટોચ પર રહે છે.

સલમાન ખાનના જાણીતા ગીતો: દિલ દીવાના, આજા શામ હોને આઈ (મૈને પ્યાર કિયા), એક ચંચલ શોખ હસીના (બાગી), કભી તું છલિયા લાગતા હૈ (પથ્થર કે ફૂલ), તુમસે મિલને કી તમન્ના (સાજન), પહલા પહલા પ્યાર હૈ, દીદી તેરા દેવર (હમ આપકે હૈ કૌન), દો મસ્તાને (અંદાઝ અપના અપના), યે બંધન તો (કરણ અર્જુન), તેરે નામ (શીર્ષક), ઈશ્ક વિશ્ક (વોન્ટેડ), તેરે મસ્ત મસ્ત દો નૈન (દબંગ), તેરી મેરી પ્રેમકહાની, બોડીગાર્ડ (બોડીગાર્ડ), માશા અલ્લાહ (એક થા ટાઈગર), દગાબાઝ રે (દબંગ ૨), જુમ્મે કી રાત (કીક), સેલ્ફી લે લે રે (બજરંગી ભાઈજાન).

સિતારા: નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s