Daily Archives: એપ્રિલ 7, 2017

મિત્રો પ્રસાદ-શ્રી રામ શબરી નવધાભક્તિ …

           સંત સાહિત્યના તત્વદર્શનમાં, સાધનાધારાના સિદ્ધાંતોમાંની ગૂઢ વાણીનું, રહસ્યાત્મક વાણીનું જેણે ખૂબ મનન ચિંતન કર્યું છે, અનેક યાત્રાસ્થાનો – સંસ્કારસ્થાનોનું વિચરણ કરીને એના વિશે પ્રમાણભૂત હ્રદયનો ઉદગાર – અહેવાલ આપ્યો છે, એ વૃતાંત એટલા રસાળ છે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેને રૂપાળું અને રમણીય ગદ્ય કહે છે નવધાભક્તિ  રામચરિતમાનસમાં રામચંદ્રજી શબરીને નવધાભક્તિ સમજાવે છે, પ્રથમ ભક્તિ મમ સત પ્રથમ ભક્તિ સંતન કર સેવા” ત્યાં પણ નવધાભક્તિ છે, તો નવધાભક્તિ એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ગંગાસતી કહે છે નવધાભક્તિમાં નિર્મળ રહેવું, એટલે શું? નવધાભક્તિનું અનુષ્ઠાન નિર્મળભાવે કરવું. કોઈ પણ સાધન બે રીતે થાય છે, વિશુદ્ધ ભાવે અને એને અશુદ્ધ બનાવીને. યોગમાં, સાંખ્યમાં, જ્ઞાનમાં કશી ખબર ન હોય, વેદાંતની જાણ ન હોય અને ‘હું બ્રહ્મ છું’ એમ બોલનર પણ હોય છે, કશી ખબર ન હોય અને હું બ્રહ્મ છું? વેદાંતમાં લખ્યું છે એ સાચું, પણ ‘હું’ બોલે છે કોણ? અહંકાર, અને અહંકાર બ્રહ્મ નથી, આત્મા કહી શકે કે ‘હું બ્રહ્મ છું’, દરેક સાધનને અશુદ્ધ બનાવી શકાય, યોગનો ઉપયોગ પણ ગલત હેતુથી થાય છે. ભક્તિનુ પણ થાય છે, સર્વત્ર એવું થયું છે, એટલે ગંગાસતી લાલબત્તી ધરે છે, પાનબાઈ, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, ભક્તિને નામે આડો અવળો પગ ન મૂકાઈ જાય એની સાવચેતી આપવા માટે કહે છે, નવધાભક્તિમાં નિર્મળ રહેવું એટલું જ નહીં, નવધાભક્તિમાં પરીશીલન દ્વારા નિર્મળ થવું એનો પણ એવો અર્થ થાય છે અને રાખવો વચનું માં વિશ્વાસ રે. ગુરુવચનમાં વિશ્વાસ રાખવાની વાત છે.    ભાઈ રે અંતર ભંગ્યા વિના ઉભરો નહીં આવે, પછી તો હરી દેખાય સાક્ષાત રે…સાધનાનો પ્રારંભ તો અહંકારથી જ થાય છે. સાત્વિક અહંકાર હોય તો પણ એ છે તો અહંકાર, વિભિષણ હોય તો ય છે તો અસુર ને? સાધનાનો પ્રારંભ અહંકારથી જ થાય્, ‘હું’ સાધના કરું છું એવો અહંકાર. મારે સાધના કરવી એ અહંકાર, ‘મારે’ પરમાત્માને પામવા છે, પણ એ બોલે છે તો અહ્ંકાર જ. જ્યારે અહંકાર વિલિન થાય, ત્યારે સાધનાનો અંકુશ અંતરાત્મા લઈ લે છે અને ત્યારે ઉભરો આવે છે. જ્યાં સુધી અહંકાર સાધના કરે છે, ત્યાં સુધી ઉભરો આવતો નથી. અંતરાત્માને પરમાત્માને વચ્ચે એક પડદો છે, એ પડદાનું નામ છે અહંકાર. જ્યારે અહંકારનું વિલિનીકરણ થાય ત્યારે અંતરાત્મા પરમાત્માને પામવા માટે ઉછાળા મારે એને ઉભરો કહેવામાં આવે છે અને એ ઉછાળાને ઉભરો કહ્યો છે, એ ઉછાળા રામકૃષ્ણ પરમહંસે જોયા છે, લલ્લેશ્વરીએ અનુભવ્યા છે.  અહંકારનું વિલિનીકરણ થાય ત્યારે ઉભરા આવે એમ અર્થ છે અને પછી શું થાય, પછી તો હરી દેખાય સાક્ષાત રે!           શીશ એટલે આ ધડ પરનું માથું કાપવું એમ નથી,   અહંકારના શીશને કાપવાને કબીરે કહ્યું છે ને, “શીશ કાટી ભૂધરે, તાપર રાખે પૈર, પોતાનું મસ્તક પોતાના હાથથી કાપી એના પર પગ મૂકવાની તૈયારી છે?, “પ્રેમ ન બાડી નિપજે, પ્રેમ ન હાથ નિકાય, રજા પ્રજા જેહી ચાહે, શીશ દેહી લઈ જાય” આ સ્થૂળ શીશની વાત નથી, અંદર જે અહંકાર બેઠો છે એના બલિદાનની વાત છે, એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર એમ કહે છે.    રમાડું બાવનની બહાર સાંખ્યમાં તત્વોની ગણના આવે છે, સાંખ્ય શબ્દનો અર્થ જ છે ‘સમ્યક આખ્યાયતે ઈતિ સાંખ્ય.’ આપણા શરીરના બ્રહ્માંડના તત્વોને ‘સમ્યક આખ્યાયતે’ એટલે સારી રીતે જે ગણના કરે તેને સાંખ્ય કહેવાય,  સાંખ્યમાં ચોવીસ તત્વો છે એમ મનાય છે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પંચમહાભૂત, પાંચ તનમાત્રા, મન અહંકાર અને મહત આ ત્રેવીસ થયા અને ચોવીસમી મૂળ પ્રકૃતિ છે. અને પચીસમું પુરૂષ આત્મતત્વ, એટલે સાંખ્યમાં આપણે પચીસ તત્વો માનીએ છીએ પણ અતિ પ્રાચીન કાળમાં સાંખ્યની એક એવી પરંપરા મળી આવી છે જેમાં બાવન તત્વો ની ગણના છે, બાવનની બહાર એટલે પ્રકૃતિથી બહાર, પ્રાચીન પરંપરામાં સાંખ્યમાં આ બાવન તત્વો હતા, બાવનની બહાર રમાડું એટલે સાંખ્ય પ્રકૃતિના તત્વોથી પાર આત્મતત્વમાં લઈ જાઊં એવો અર્થ થાય છે.  .                અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવુ નહીં ને,    ન રહેવું ભેદવાદીની પાસ રે  અભ્યાસ જાગવો  જપ કરીએ એ તો કર્તુત્વનું ક્ષેત્ર છે, પણ જપ થવા માંડે, કરવા ન પડે, થવા માંડે, પ્રાણાયામ કરવામાં આવે નાક દાબીને, પણ કેવળ કુંભકની અવસ્થા આવે, કરવો ન પડે ને કુંભક થઈ જાય એને કહેવાય અભ્યાસ જાગવો. કૃષ્ણને યાદ ન કરવા પડે, ભૂલવા માટે પ્રયત્ન કરવો પડે. આ અભ્યાસ જાગવાનું પ્રમાણ છે, અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે, સાધન કરવું ન પડે, થઈ જાય, ધ્યાનમાં પ્રવેશ કરવા બેસવું ન પડે, તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો પડે ત્યારે સમજવું કે અભ્યાસ જાગ્યો છે. પણ ચાલો સમજ્યા કે અભ્યાસ જાગે, પણ જાગે કઈ રીતે? સાધના શરીરથી કરીએ છીએ અને મનથી પણ. યજ્ઞયાગ પૂજાપાઠ કરીએ એ શરીરથી સાધના, મનથી જપ ધ્યાન કરીએ, ત્રીજું તત્વ તેમાં જ્યારે ભળે ત્યારે અભ્યાસ જાગે, એનું નામ છે પ્રાણ. જ્યારે શરીર મનની સાથે પ્રાણતત્વ જોડાય ત્યારે અભ્યાસ જાગે છે અને પછી પરમાત્મા માટે તે અંતરમાંથી ઉછાળા મારે ત્યારે અભ્યાસ જાગે.                           જગતના વૈભવને મિથ્યા કરી જાણજોને    ટાળી દેજો દુબજાનો ડાઘ રે.    ….દુબજા એટલે દ્વિધા. અધ્યાત્મ પથ પર દ્વિધા એ પિશાચિની છે, દ્વિધા જ્યાં સુધી છે, ગુરુ પરની શ્રદ્ધામાં શંકા છે, પોતાના સાધનમાં શંકા છે, શાસ્ત્રમાં શંકા છે, જ્યા સુધી આ શંકા છે ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રાણ પ્રગટતો નથી, ત્યાં સુધી સાધનામાં ચૈતન્ય પ્રગટતું નથી. એટલે ગંગાસતી કહે છે, પાનબાઈ, ટાળી દેજો દુબજાનો ડાઘ, દ્વિધાને ટાળજો, મુક્તિ મેળવજો, જો દ્વિધામાંથી મુક્ત નહીં થાવ તો અધ્યાત્મમાં પ્રાણ પ્રગટશે નહીં, એકનિષ્ઠા, જાતને એમાં હોમવાની તૈયારી જાગે ત્યારે જ દુબજા જાય અને એવી નિષ્ઠા જાગે પછી જ અધ્યાત્મમાં ચૈતન્ય પ્રગટે છે.

ભાઈ રે ! ખટમાંસ એકાંતમાં આસન જીતવું                                                                                            ત્યારે અડધો યોગ કહેવાય.આસન જીતવું એટલે શું?  આસનસ્ય સંભવાત, બેસીને સાધના કરવી જોઈએ, કેમ કે તો જ શક્ય છે, આસન જીતવાના બે અર્થ છે, એક અર્થ છે એક સ્થાને દીર્ઘકાળ સુધી સ્થિરતા પૂર્વક રહેવું, અઠવાડીયું થાય અને પગ ઉપડે તો આસન સિદ્ધ થયું નથી, બીજો અર્થ છે, કલાકો સુધી સ્થિરતાપૂર્વક એક આસને બેસી રહેવું, પગ લાંબા ટૂંકા કરઆ પડે, પાછળ ઓશીકું જોઈએ, આધાર જોઈએ તો આસન સિદ્ધ થયું નથી. સ્થિરતાપૂર્વક દીર્ઘકાળસુધી બેસી રહેવાની શક્તિ એ આસનસિદ્ધિ છે અને દીર્ઘકાળ સુધી એક સ્થાને રહેવાની સ્થિરતા પણ આસનસિદ્ધિ છે અને આવું આસન સિદ્ધ ત્યાય તો અડધો યોગ કહેવાય. વર્ષો સુધી એમાંતમાં એક જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવા માટે ઘણી નિષ્ઠા જૉઈએ છે.

સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રત માંય રે  ગીતગોવિંદમાં વસંતરાસનું ઉત્સવ છે. લખતાં લખતાં એક શ્લોક આવે છે, અંદરથી વાણી ઉતરે છે, પદ્માવતી, એમના ધર્મપત્નિ એમની સેવા કરે છે. જયદેવના અંદરથી કડીઓ શ્લોકો આવતા જાય છે. એમાં એક શ્લોક આવે છે,                                                           સ્મરગરલખંદનં મમ શિરશિમંદનં
દૈહી મે પદ પલ્લવં
જલતિ મય દારણો મદનકરનારલો
હરતુત દોપિત કારં પ્રિય ચારૂશિલે
મંચમયમાનમદનાદં શબ્દિમદનારલોદહતિ
મામાનસં દેહી મુખ કમલંદુપાનં.  ભગવાન કહે છે કે હે દેવી, હે રાધિકે, ચારૂશીલે, તારા ચરણ મારા મસ્તક ઉપર પધરાવ, કૃષ્ણભગવાન છે, એ રાધિકાજીને કહે છે, તારા ચરણ મારા માસ્ત્રક પર મૂક તો મને શાંતિ મળશે. શ્લોક તો લખાઈ ગયો, જયદેવ ફરીથી વાંચે છે, અરે! મેં આ શું લખ્યું? ભગવાન રાધિકાજીને આ શું કહે છે?   ગયા સ્નાન કરવા.સ્નાન કરીને આવ્યા, પદ્માવતિ કહે, ભોજન તૈયારે છે, કરી લો ને, તેઓ કહે હું આવું, અંદર ગયો તો આખો ઓરડો ચંદનથી મઘમઘતો, આપોઆપ દીવા પ્રગટેલા, જોઈને જુએ તો એ જ શ્લોક સ્વર્ણાક્ષરે લખેલો. કહે, દેવી, આ શ્લોક તમે લખ્યો?’ તે કહે, ‘તમે ગયા પછી તરત પાછા આવીને તો લખ્યો હતો.’ તેઓ કહે, હું તો પાછો આવ્યો જ નથી.’ તો કહે આ ચંદનનો ધૂપ તમે જ પ્રગટાવ્યો છે ને? તેઓ કહે ના. મેં તો કર્યું નથી. તો આ સ્વર્ણાક્ષરે કેમ લખાયું? એ લખવા મારો નાથ આવ્યો લાગે છે, ગોવિંદ આવીને લખી ગયા, આ પ્રસંગ માટે ગંગાસતી કહે છે, ગોવિંદ આવીને સ્વહસ્તે લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રતમાંયરે! એ પ્રસંગને યાદ કરી તેઓ કહે છે.                                                           પદ પદ પ્રગટે ભક્તિ રસ પ્રગટો પાનબાઈ    જેથી પદ્માવતી સજીવન થાય રે                                                            અહીં પણ ગંગાસતી એક બીજા પ્રસંગનો ઉલ્કેહ્કરે છે, પદ્માવતી અને કેન્દુલિના રાજાની રાણી બન્ને વચ્ચે સખ્ય, બંને સહેલીઓ, એક વખત તેમની વચ્ચે વાદ થયો, પદ્માવતી મહારાણીને પૂછે છે, રાણી સતી કોને કહેવાય, તે કહે પોતાના પતિનું શરીસ શાંત થઈ જાય, દેવ થઈ જાય તેની પાછળ ચિતા પર ચડીને અગ્નિમાં શરીર મૂકે તે સતિ કહેવાય. પદ્માવતી કહે એ સતી ન કહેવાય, રાણી પૂછે છે, તો સતિ કોને કહેવઆ? એ કહે, પોતાના પતિના પ્રાણ ગયા છે એવૂ ખબર પડે અને જેના પ્રાન તરત છૂટી જાય તેને સતી કહેવાય. રાણી વિચારે આનું પારખું કરવું પડશે. બહાનુ કાઢીને તેઓ જયદેવને બહર મોકલી આપે છે, પછી એવા ખોટા સમાચાર ફેલાવ્યા કે જયદેવનો સ્વર્ગવાસ થયો, પદ્માવતી સમાચાર સાંભળીને પ્રાણ ચોડી દે છે, જયદેવ આવે છે અને ઘટનાના સમાચાર મળે છે, રાણી કહે છે, ‘મેં પરીક્ષા કરતા આવું થયું, ગ્ઝેરના પારખા થયાં,’ ગીતગોવિંદ જે રચાતું હતું એના પદ પદ્માવતીના દેહની સમક્ષ બેઠાં બેઠાં ગાય છે, પદ પદ પ્રતિ, પદ એટલે અષ્ટપદી, જયદેવના ગીતગોવિંદમાં ચોવીસ અષ્ટપદીઓ છે, દરેક અષ્ટપદીમાં આઠ શ્લોક હોય, એટલે અષ્તપદ કહેવાય, એના માટે ગંગાસતી કહે છે, પદ પદ પ્દ ભક્તિરસ પ્રગટ્યો એટલે પદ્માવતી બેઠાં થયા એ પ્રસંગનો ઉલ્લેખ ગંગાસતી અહીં કરે છે.

Courtesy e-mail Pankaj Shashtri

1 ટીકા

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized