રાઇટિંગ ઓન ધ વોલ/ પરેશ વ્યાસ

16:10

Akilanews.com Live Sarangpur Mandir Hanumaandada Aarti

  • આધુનિક મેડિકલ પણ ન સમજી શકે તેવી સમસ્‍યા હનુમાનજી ઉકેલી દે છે : હનુમાનજી પ્રત્‍યે ભાવિકોની અતૂટ શ્રધ્‍ધા સંતોને પણ પ્રેરણા આપે છે : પૂ. વિવેક સ્‍વામીજી
wwમેરિયમ વેબ્સ્ટરની ડિક્સનરી અનુસાર ‘રાઇટિંગ ઓન ધ વોલ’ અણગમતા ભવિષ્યના ભણકારા છે. બેડ લકની આગાહી છે
 
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી, કાલે એ આલમ નહીં રહે
– મરીઝ
 
ક્રિકેટ હવે વિરાટનાં હિંડોળે ઝૂલે છે. વિરાટ રમી જાય તો આપણે બેશક જીતી જઈએ એવા સમીકરણ મંડાઈ રહ્યા છે. બાકી બધા સસ્તામાં આઉટ થાય તો પણ જીતી જવાય. ઓપનિંગ બેટ્સમેન ખાસ રમતા નથી. વિરાટ સસ્તામાં આઉટ થઈ જાય તો શું ? ઓપનિંગ, વન ડાઉન કે પછી તે પછીના બેટ્સમેનની રમતની સમીક્ષા થવી જોઈએ. એક ઇંગ્લિશ અખબારના સમાચારનું શીર્ષક હતું, ‘સમય આવી ગયો છે કે વિરાટ રાઇટિંગ ઓન ધ વોલ-ને વાંચે  :  શિખર ધવનનો સમય હવે પાકી ગયો છે.’
 
શિખર રમે તો મેચ જીતાડી દે પણ.. રમે તો ને ? કટક વન-ડેમાં પાંચ ઓવરમાં માત્ર ૨૫ રનમાં ત્રણ ટોપ બેટ્સમેનના ડાંડિયા ડૂલ થવા કાંઈ સારી વાત હતી ? ‘રાઇટિંગ ઓન ધ વોલ’નો શાબ્દિક અર્થ થાય દિવાલ પરનું લખાણ. બધા એ વાંચી શકતા હોય તો ખુદ વિરાટ જેવો ક્રિકેટિંગ સાક્ષર તો વાંચી જ શકે ને ? એક મુહાવરા તરીકે ‘રાઇટિંગ ઓન વોલ’ (ઉિૈૌહય ર્હ ારી ુચનન) એટલે નિટવર્તી સંકટનું સ્પષ્ટ રીતે દેખાવું તે. આ મુહાવરાની વ્યુત્તપતિ રસપ્રદ છે.
 
ઇ.સ. પૂર્વે ૫૫૦ની વાત છે. બેબિલોનના રાજા બેલ્શાઝરે એક રાતે એના મહેલમાં શાહી મિજબાનીનું આયોજન કર્યું. રાજ્યના તમામ અમીર-ઉમરાવોને નોંતર્યા. વિવિધ વાનગીઓ સાથે મદિરા પણ પીરસાઈ. શીશા સે શીશા ટકરાયે, જો ભી અંજામ..! આ મદિરા કંઈ જેવી તેવી મદિરા નહોતી. કિંગ સોલોમન દ્વારા જેરૃસલેમમાં બાંધવામાં આવેલા પ્રથમ મંદિર (ફર્સ્ટ ટેમ્પલ) ધ્વંસ કરતા પહેલા લૂંટાયેલી દૈવી મદિરા હતી. મહેમાનો ખાણી સાથે પીણીનો પણ લુત્ફ ઉઠાવી રહ્યા હતા તેવામાં અચાનક ચમત્કાર થયો. એક વિરાટ હાથ ખંડમાં ઉઠયો અને મહેલના રાજખંડની દિવાલ પર કંઈક લખાણ લખીને અદ્રશ્ય થઈ ગયો. લખાણ આર્મેક ભાષામાં હતું.
 
આર્મેક પૌરાણિક ભાષા છે; જે હિબુ્ર, અરેબિક, સિરિયાક ભાષાની જન્મદાત્રી ભાષા હોવાનું માનવામાં આવે છે. દિવાલ પરના લખાણનાં શબ્દો હતા  :  મેની મેની ટેકલ એફાર્સિન (સ્ીહી સ્ીહી ્ીંીન ેંૅરચજિૈહ) અર્થ થાય  :  ‘ગણાયા છો, તોલાયા છો, ભગાયા છો’ અર્થ તો બરાબર પણ અર્થઘટન શું થાય ? રાજા બેલ્શાઝરને કાંઈ સમજાયું નહી. એ ખૂબ ગભરાયો એણે એના દરબારના સર્વે બુદ્ધિમાન લોકોને પૂછ્યું. જેઓ ચમત્કાર વિશે જાણતા હોય એવા લોકોને પૂછ્યું. દૈવીશક્તિનાં ઉપાસકોને પૂછ્યું.
 
પણ કોઈ કહી ના શક્યું કે આનો અર્થ શું થાય ? રાજાનો ગભરાટ વધી ગયો આખરે રાણીએ સૂચન કર્યું કે તમે ડેનિયલને બોલાવો. એ તમને એનો અર્થ કહેશે. ડેનિયલ જેરૃસલેમનો અત્યંત બુદ્ધિશાળી ઉમરાવ હતો. રાજાએ એને કહ્યું કે તું જો આનો અર્થ મને કહી શકે તો હું તને દેશનો ત્રીજો શ્રેષ્ઠ હોદ્દો આપીશ. ડેનિયલે જો કે હોદ્દાની વાતનો સવિનય અસ્વીકાર કર્યો પણ લખાણ પાછળનો ભેદ ઉકેલવામાં રાજાની મદદ જરૃર કરી. એણે કહ્યું કે, ગણાયા છો એટલે તમારા રાજ્યના દિવસો હવે ગણાઈ ગયા છે. હવે તમારા શાસનનો અંત આવશે. તોલાયા છો એટલે તમારી કામગીરીનું વજન કરવામાં આવ્યું છે અને તમે તેમાં પણ ઉણા ઊતર્યા છો. અને ભગાયા છો એટલે તમારું રાજપાટ હવે બે ભાગમાં વહેંચાશે.
 
અગમની વાણી જેવું લખાણ અલબત્ત ભયાનક હતું પણ એના સફળ અર્થઘટન બદલ રાજા બેલ્શાઝરે ડેનિયલને શિરપાવ આપવાનો આદેશ કર્યો. ડેનિયલને ગુલાબી પોષાક અને સોનાનો હાર પહેરાવી એનું સન્માન કરવામાં આવ્યું અને રાજ્યના ત્રીજા હોદ્દા પર એની પદોન્નતિ કરવામાં આવી. પછી જો કે ડેનિયલનું અર્થઘટન ખૂબ ઝડપથી સાચું ઠર્યું. બસ એ જ રાત્રે બેબિલોન પર હુમલો થયો અને રાજા બેલ્શાઝર માર્યો ગયો. એનું રાજ્ય મિડ્સ (ઉત્તર પશ્ચિમ ઇરાન)ના દરાયસ અને પર્શિયા (બાકીના ઇરાન)નાં રાજા સાયરસ વચ્ચે વહેંચાયું. ‘રાઇટિંગ ઓન ધ વોલ’ની આગાહી સાચી પડી. રંગરાગ અને જ્યાફતની મહેફિલો અને એમાં ય પવિત્ર મંદિરમાં તોડફોડ કરીને એમાંથી લૂંટાયેલી મદિરાની મિજબાની ભારે પડી. જ્યારે એને રાઇટિંગ ઓન ધ વોલ સમજાયું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
 
મેરિયમ વેબ્સ્ટરની ડિક્સનરી અનુસાર ‘રાઇટિંગ ઓન ધ વોલ’ અણગમતા ભવિષ્યના ભણકારા છે. બેડ લકની આગાહી છે. દિવાલ પર લખાયેલું છે, બધાને એનો અણસાર છે પણ આપણે એને ગણત્રીમાં લેતા નથી. શાહમૃગી અખતરા કરવાની આપણને ટેવ પડી છે. ‘રાઇટિંગ ઓન ધ વોલ’ એ આવનારા સંકટની ભેદી અગમચેતી છે. આપણે નક્કી કરવાનું છે કે એ લખાણને માનવું કે પછી આંખ આડા કાન કરવા. અમને હંમેશા કન્ફ્યુઝન રહ્યા કરે છે.
 
મરીઝ કહે છે કે, ભવિષ્યના આધારે વર્તમાનને ઘડીશ નહીં કારણ કે આજ જેવી કાલ રહેવાની નથી. પણ પછી એમ પણ થાય કે કાલે જે થવાનું છે એનું આગોતરું આયોજન આજે ન કરીએ તો કાલ કેવી જાય ? સાચું કહું તો જવા દો એ બધી વાત… પડશે તેવી દેવાશે… હેં ને ? અલબત્ત, આજે સારા કર્મ કરીએ તો આપણી દિવાલ પરના લખાણ પણ સારા જ હોવાના. કોઈ ડેનિયલની ડૂમ્સ ડેની રાઇટિંગ ઓન ધ વોલની આગાહી સાચી માનવી નહીં. પણ હા, જો કાંઈ ખોટા કર્મો થયા હોય તો આપણે રાઇટિંગ ઓન ધ વોલ વાંચતા રહેવું. બાકી તો હરિ હરિ…
 
શબ્દ શેષ  :
આપણા પૈકી ઘણાં લોકો રાઇટિંગ ઓન ધ વોલ વાંચી શકે છે, પણ આપણે એવું ધારી લઈએ છીએ કે એ લખાણ કોઈ બીજાને ઉદ્દેશીને લખાયું છે.
– ઇવેર્ન બોલ

1 ટીકા

Filed under Uncategorized

One response to “રાઇટિંગ ઓન ધ વોલ/ પરેશ વ્યાસ

  1. અમેરિકન પ્રેસીડન્ટ ની ચૂંટણીમાં હેલરી ક્લીન્ટન જીતી જશે એ
    રાઇટિંગ ઓન ધ વોલ’ છે એમ લોકો માનતા હતા પણ બન્યું કૈંક જુદું જ . ટ્રમ્પ સાહેબ પ્રેસીડન્ટ બની ગયા !

    રાઇટિંગ ઓન ધ વોલની આગાહી સાચી માનવી નહીં એ વાત સાચી .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s