Daily Archives: એપ્રિલ 12, 2017

નજારો દાર્જીલીંગ

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

મિત્રનો પ્રસાદ માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

 

માનવીનો દેહ, જે રીતે બન્યો છે, અને જે તત્વોથી બન્યો છે, એનું વર્ણન કરતા તો અનેક પુસ્તકોરૂપી લખાણ થાય…..અને, આટલું લખાણ લખ્યા બાદ પણ અનેક નવી શોધોરૂપી જાણકારી દ્વારા અનેક નવું લકાણ હોય શકે…….એથી જ હું કહું છું કે માનવી કદી પણ એવો દાવો ના કરી શકશે કે “એ બધુ જ જાણેછે “…આ એક સનાતન સત્ય છે !
માનવ દેહના જુદા જુદા ભાગો એક “યંત્ર” તરીકે કામ કરી શકે તે માટે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત પડે છે…….માનવ-પુરૂષનું વિર્ય-તત્વ અને માનવ-નારીનું ઈંડુ-તત્વનું મિલન એટલે “માનવ-ગર્ભ”…જેમાંથી “માનવ-દેહ”બને …..અને જ્યારે નારીના ગર્ભ-સ્થાનમાં માનવ-દેહ આકાર લેય ત્યારે સુક્ષ્મ ફેરફારો (Genetic Changes )કારણે માનવ-દેહમાં “રોગ કે બિમારી” કે પછી “દેહ-અપુર્ણતા” (Genetic Body Defects) હોય શકે છે……અને, માવવ-દેહરૂપી “જન્મ”બાદ માનવ દેહ જે વાતાવરણમાં હોય તેના લીધે પણ “અનેક રોગો” હોય શકે છે.
આ પ્રમાણે……..માનવ શરીરે થતા અનેક રોગોના કારણો નીચે મુજબ હોય છે>>>>>
(A) ગર્ભમાંથી માનવ દેહ બનતા સમયે “સુક્ષ્મ” ફેરફારોના કારણે>>>
 (૧) માનવ દેહના આકારમાં અપુર્ણતાઓ (Defects)
      હોઠનો આકાર બનતા સમયે “જેનેટિક ફેરફારો”ના કારણે ફાટેલો હોઠ (Cleft Lip ) કે ફાટેલો પેલેટ (Cleft Palate ) જન્મ સમયે હોય શકે……તો, હાથો બનતા હોય ત્યારે “એક વધારે આંગળી કે અંગુઠો” કે અન્ય “ડીફેક્ટો” ( Defects) હોય શકે …….અને, આ પ્રમાણે, એક વધારે “કીડની” (Kidney) કે હ્રદય કે ગર્ભસ્થાન કે અન્ય કોઈ ઓરગન (Organ of the Human Body ) હોય શકે.
(૨) વંશવેલા (Familial )થી ચાલી આવતા “જેનેટીક ફેરફારો” ના કારણે થતા રોગો/બિમારીઓ.
અહી તરત જ યાદ આવે “ડાયાબીટીસ”(Diabetes)…..જન્મ થાય ત્યારે ડાયાબીટીસ ના હોય પણ અનેક વર્ષો બાદ એ રોગના ચિન્હો માલમ પડે…..કોઈક “થાઈરોડ”ના રોગો  કે “લોહી”ના રોગો કે અન્ય રોગોનું કારણ “વંશવેલા”સાથે જોડાયેલું હોય છે.
 
(B)માનવ દેહ બની જગતમાં જન્મ લેતા, દેહ (શરીર)ને જગતના વાતાવરણમાં રહેવું પડે, અને ત્યારે બહારના વાતાવરણનો “સામનો કે બચાવ ” કરવા માટે પ્રભુએ “શક્તિ” આપેલી હોવા છ્તા જ્યારે માનવ-દેહ એ જરૂરત પ્રમાણે વાપરી શકતો નથી ત્યારે એ “રોગ/બિમારી”નો કેદી બને છે….અને એના કારણો અનેક હોય શકે>>>>>
(1) શરીરના રોગો
માનવ શરીરના રોગો થવાના કારણો અનેક હોય શકે……એ કારણોને આપણે રોગ કરનાર જંતુઓ કે હવામાનના વાયુઓ કે વાયુમાં વહેતા પદાર્થો ((ધુળ, ફળ/ફુલોના “પોલનો”(Pollens) કે પછી પ્રાણીઓના વાળ (Animal Fur) વિગેરે ….)) હોય શકે……તેમજ આપણા ખોરાક દ્વારા પણ રોગો થવાની શક્યતા હોય શાકે…
(a) ઈન્ફેકશનો (INFECTIONS )
જગતના વાતાવરણમાં અનેક સુક્ષ્મ જંતુઓ…યાને બેક્ટેરીઆ (Bacteria) વાઈરસો (Viruses)…..તેમજ નજરે દેખાય તેવા કે નજરે ના દેખાય તેવા પરાસાઈટો (Parasites)… માનવ શારીરમા પ્રવેશ કરી સંખ્યામાં વધી, શરીરને ઈજા કરે, અને એના પરિણામરૂપે હોય શરીરની બિમારીઓ……
દાખલારૂપે…….ફેફસાનો રોગ જેને ન્યુમોનીયા ( Pnuemonia) થાય ત્યારે જુદી જુદી જાતના બેક્ટેરીઆ પ્રવેશ કરી ફેફસામાં ફેરફારો કરતા પ્રાણવાયુ લોહી સુધી જઈ ના શકે, અને એથી શ્વાસ લેવામાં તકલીફ પડે…જેને આપણે “ન્યુમોનયા”નામ આપ્યું…..જો આવા જંતુઓ આંતરડામાં વધે તો ઉલતી/ઝાડા થઈ જાય…..પેશાબમાં સંખ્યા વધે તો “પેશાબનું ઈન્ફેકશન” થયું કહેવાય…..
આ પ્રમાણે, ચામડીના ઈન્ફેક્શનથી પરૂભરેલું ગુંમડું…..કે મગજમાં “મનિનજાઈટીસ” કે “બ્રેઈન એબસેસ” થાય.
બેક્ટેરીયા સિવાય બીજા જંતુઓ છે “ફંજાઈ“(Fungai) …દાખલારૂપે મસરૂમો (Mushrooms) પણ શરીરના રોગો કરી શકે છે, જેમાં અનેક ફેફસાના રોગોનો સમાવેશ થાય છે…કેટલાક ચામડીના રોગો પણ “ફન્ગસ”ના કારણે હોય છે .
ઉપર ઉલ્લેખ કર્યો તે સિવાય, “પેરેસાઈટો”(Parasites) પણ શરીરમાં પ્રવેશ કરી ઈનફેક્શન થઈ શકે છે…..ખોરાક સાથે વર્મ્સ (Worms..eg Roundworms…Hookworms etc) કે મચ્છરોના દંખ દ્વારા એના શરીરમાના “મેલેરીયા પેરેસાઈટો” માનવ શરીરમાં પ્રવેશ કરી “મેલેરીયાનો તાવ” કે “મગજ પર અસર” કરી શકે છે.
“બેક્ટેરીયા”થી પણ સુક્ષ્મ જંતુઓ છે “વાઈરસો”(Viruses) …..આ જંતુઓ દ્વારા અનેક ઈનફેક્શનો/રોગો થાય છે..દાખલારૂપે…કોમન કોલ્ડ (Common Cold) કે ફ્લુ (Flu )….”એઈડ્સ” (AIDS) પણ એક વાઈરસ ઈનફેક્શન જ છે
(b) શરીરના સોજારૂપી રોગો
જ્યારે જંતુઓ રોગોનું કારણ ના હોય ત્યારે જો શરીરના કોઈ પણ ભાગે દુઃખાવો/સોજો રહે અને ત્યારે એવી બિમારીઓને ઈનફ્લામેટોરી કંડીશન્સ (Infammatory Conditions) કહેવામાં આવે છે….સાંધાના રોગો (Arthritis) આ પ્રમાણે હોય શકે છે…..દાખલારૂપે “રુમાટોઈડ આરથ્રાઈટીસ” ( Rheumatoid Arthritis )….આવા રોગોમાં શરીરમાં થયેલું નુકશાનનું વર્ણન છે, અને સોજા માટે શરીર જ “એન્ટીબોડીસ“(Antibodies….meaning  AutoAntibodies) પેદા કરી શરીરને નુકશાન કરે છે…….આવી ઓટો એન્ટીબોડીસ શરીરના બીજા કોઈ પણ ભાગે નુકશાન કરી શકે છે….દાખલારૂપે “થાઈરોડ ગ્લાન્દ”(Thyroid Gland)
(c)શરીરના જુદા જુદા વિભાગે જે જે રોગો હોય તે પ્રમાણે  નીચે મુજબ રોગો હોય શકે>>>>
(૧) હોરમોનલ…યાને એન્ડોક્રીન ( Hormonal or Endocrine ) રોગો…..હોરમોન એ શરીરમાં એક જ્ગ્યાએ બને.. લોહીના માધ્યમે એ આખા શરીરમાં ફરી જ્યાં જ્યાં એની અસરની જરૂરત ત્યાં ત્યાં એ અસર કરે…દાખલારૂપે “ઈનસુલીન”(Insulin)…આ પદાર્થ “પેનક્રીયાસ” (Pancreas)માં બને, અને ત્યારબાદ, લોહી દ્વારા શરીરના ભાગોમાં જઈ શરીરમાં ખોરાકમાંથી બનેલી ખાંડ(Glucose)ને બારી એમાંથી શક્તિ યાને “એનરજી”(Energy) પેદા કરી, શરીરના બધા જ કાર્યો શક્ય બને છે….જ્યારે માનવ-શરીર પુરતા પ્રમાણમાં “ઈનસુલીન”ના બનાવી શકે ત્યારે “ડાયાબીટીસ”નો રોગ છે એવું કહેવામાં આવે છે ! બીજા હોરમોનો પણ પ્રમાણમાં ના હોય ( ઓછા કે વધારે) ત્યારે એ “હોરમોનરૂપી” રોગ છે એવું કહેવાય છે.
(૨)લોહી જોઈએ તેવું ના હોય તો લોહીની બિમારીઓ હોય શકે…..(Blood or Bleeding Disorders )
આપણા લોહીમાં ત્રણ જાતના “સેલ્સ” (Cells…namely Red Cells, White Cells & Platelets ) પ્રવાહી તત્વ, “સીરમ”(Serum)માં ફરે છે……રેડ સેલ્સ દ્વારા પ્રાણવાયુ (Oxygen), વાઈટ સેલ્સ દ્વારા શરીરનું રક્ષણ ( Body Defence/Protection), અને પ્લેટલેટ દ્વારા લોહીનું થીજી જઈ બહાર જતા અટકાવવું ( Activates Clotting & prevents Bleeding )……આથી, જ્યારે આ “સેલ્સો”માં ખામીઓ હોય ત્યારે એવા રોગોરૂપી દર્શન થાય છે.
જ્યારે હ્રદયમાં બિમારીઓ હોય ત્યારે “હ્રદયના રોગો” (Heart or Cardiac Illnesses)  “નરવસ સીસ્ટમના રોગો ” ( Nervous System Illnesses ) એટલે રોગો નર્વ(Nerves)માં ફેરફારોના કારણે નુકશાન જે થકી બિમારી…..આ પ્રમાણે “ચામડીના રોગો “….”આંતરડાના રોગો”…..”ફેફસાના રોગો” વિગેરે……
(૩) હવામાન/વાતાવરણ (Air/External Environment )માં “પોલન” કે જુદા જુદા પદાર્થો “એલરજી” (Allergy ) આપે…..માનવ શારીર, જેને પહેલા કાંઈ અસર ના થતી, એ શરીર હવે અલગ પ્રકારનું વર્તન કરે….જે થકી “અસ્થમા”(Asthma) કે પછી “હેય ફીવર” (Hey Fever ) વિગેરે…હોય શકે !
 
(૨) માનસીક રોગો ( MENTAL ILLNESSES )
શરીરના રોગો વિષે માહિતીઓ આધારીત જલ્દી “ડાયાગ્નોસીસ” ( Diagnosis ) કરવાની શક્યતા હોય છે, અને એથી એની સારવાર પણ જલ્દી હોય શકે છે…..કિન્તુ, ઘણીવાર, “માનસીક રોગો”નો “ડાયાગ્નોસિસ”કરવામાં અનેક વાર ઢીલ થાય છે, અને કોઈકવાર એનું પરિણામ બહું જ ખરાબ હોય શકે …..જેમકે  જો “ડીપ્રેશન”(Depression)ને જલ્દી પારખવામાં ના આવે તો એવો રોગી આત્મહત્યા ( Suicide) પણ કરી શકે છે.
જુદી જુદી પ્રકારના માનસીક રોગોની જાણ મેડીકલ સાયન્સ દ્વારા થઈ ચુકી છે…..સમયના વહેણમાં આ રોગો બારે વધુ ને વધુ જાણવામાં આવ્યું છે, અને આજે એના ઈલાજો પણ શોધાયા છે…નવી નવી દવાઓ મારકેટમાં આજે છે…….છતા આવા માનસીક રોગો શા કારણે  હોય તેનું જ્ઞાન હજુ પુર્ણ નથી. અત્યારની જાણકારીઓ આધારીત આ રોગો નીચે મુજબના વિભાગે હોય શકે>>>>
(a) એન્ગઝાયટી અને ડીપ્રેશન (Anxiety & Depression )
માનવીનું મન જુદા જુદા સંજોગોમાં સ્થીરતા જાળવી શકે છે…..જ્યારે એવું અશક્ય થાય ત્યારે એ માનવી એક રોગી છે એવું માન્ય થાય……જ્યારે વિચારો “દોડ” કરે અને માનવી એને અટકાવી ના શકે ત્યારે એ “એન્ગઝ્યાટી” (Anxiety State )માં કહેવાય….અને જ્યારે માનવીની વિચારધારા બહેર મારી જાય કે જ્યારે એ હાતાશ બની જાય ત્યારે એ માનવી “ડીપ્રેશન”માં છે અવું કહેવાય…….કોઈકવાર, આ પ્રમાણે બનવાનું કારણ “હોર્મોનલ ઈમ્બેલન્સ” (Hormonal Imbalance ) હોય છે ….દાખલારૂપે થાયરોડ હોર્મોન ( Thyroid Hormone ) જો વધી જાય તો “એનઝાયટી” અને જો ઘટે તો “ડીપ્રેશન”  હોય શકે…..આ પ્રમાણે કારણની જાણ હોય તો સારવાર સરળ છે….પણ આવા રોગો “શરીરના તત્વો”ની અસર વગર હોય છે….કોઈવાર એવા સંજોગોમાં ભુતકાળે બનેલ ઘટના રોગની શરૂઆતનું “ટ્રીગર”(Trigger) કારણ બની જાય છે, અને સારવાર સમયે જો આટલું જ્ઞાન થાય તો ઈલાજમાં સફળતા મેળવવાની શક્યતા વધે છે .
(b) સ્રિઝોફેનિયા (Schizoprenia)
આ નામે જે માનસીક રોગોનું વર્ણન થયું છે તેમાં માનવીનું મન પોતાનો “કન્ત્રોલ” (Control ) ગુમાવે છે….વિચારો સાથે મેળ ના હોય …કોઈવાર એક પ્રકારના વિચારો….તો કોઈકવાર જુદા જુદા જોડાણ વગરના વિચારો (Flights of thoughts )…..ઘણીવાર કોઈ વાતો ના કરતું હોય ત્યારે કોઈને સાંભળવાનો ભાસ થાય….આજે આ રોગનું કારણની શોધો બતાવે છે કે મગજના અંદરના ભાગે એક વિસ્તારે “બ્રેઈન સલ્સ”માં ફેરફારો નજરે પડે છે…..આ શા કારણે તેની અજાણતા છે…..પણ જુદી જુદી નવી દવાઓ દ્વારા સારવાર પહેલા કરતા સારી થઈ છે .
(c) મેનીઆ કે મેનીક ડીસઓડર્સ (Mania or Manic Disorders )
આવા રોગોમાં માનવીને ગાંડપણના ચિન્હો જોવા મળે છે……એકલા એકલા બેસી વાતો કરવી….લવારા કરવા…..બુમો પાડવી….અચાનક ખીજ/ગાળો વિગેરે…. દવાઓની સહાય ખાસ જરૂરીત જણાય….અને આજે અનેક નવી નવી દવાઓ આ રોગના ઈલાજરૂપે છે……પણ માનવી જ્યારે આવા રોગનો કેદી બનેલો હોય ત્યારે માનવ-હ્રદયમાંથી વેદનાઓ ઝરે છે !
 
ઉપર મુજબ વર્ણન દ્વારા માનવીને થતી બિમારીઓના કારણો સમજાવવા મારો એક પ્રયત્ન હતો……વિગતે બધુ જ કહેવું અશક્ય છે…..તેમ છતા જે જણાવ્યું તેથી જો  એક “સારરૂપી” જ્ઞાન જો તમોને થયું તો મને ખુબ જ આનંદ થશે.………..ડો, ચંદ્રવદન.
FEW WORDS
Today it is Tuesday, January, 26, 2010…..and it is the REPUBLIC DAY of INDIA….I wish you a HAPPY REPUBLIC DAY…A day to be proud as an Indian ! May you all share this feeling of the NATIONAL PRIDE !
I had chosen this day to publish my 3RD POST on MANAV-TANDURASTI ( Human Health ). In my last Post, I had given you the informations on the HUMAN BODY…& even mentioned that this Post must be followed by MORE DETAILED informations of the Individual Body Systems OR Organs…..And, I had not forgotten this ! However, I felt strongly to publish this Post & inform you about the different CAUSES of HUMAN DISEASES.
It is NOT POSSIBLE to inform in DETAILS all the possible CAUSES…..so I attempted to give you all the FACTS in a BROAD GENERAL SENSE.For me to this in GUJARATI BHASHA was even tougher……but, I hope, you are able to benefit from the informations shared.
Now,that you have READ this Post, I wish to know your opinions as your COMMENTS……these comments are your “feed-backs”……& they mean a LOT to me,…… in fact, they give the ENCOURAGEMENTS to publish more…..My question to you all is this>>>>Do you like the Posts on HUMAN HEALTH ????
Dr. CHANDRAVADAN.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized