Daily Archives: એપ્રિલ 16, 2017

શ્રધ્ધાંજલી…+ મિત્ર પ્રસાદ માનવ તંદુરસ્તી ૫

 

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા
જનક નાયકને ‘હિપ હિપ હુર્રે’ કહીને આખરી વિદાય અપાઈ

સૂરત તા. ૧૬: ‘મિત્રો અને સ્નેહીઓના ખભા પર મારો મૃતદેહ જાય ત્યારે કોઈ ઉદાસ ન હોય, કોઈની આંખમાં આંસૂ હોય અને હું વિદાય લઉં એ મને ન ગમે. હું જાઉં ત્યારે મને હસ્તે મોઢે વિદાય કરજો, બધાં એક જ સુરમાં ‘હિપ હિપ હુર્રે’ બોલાવજો. ત્યારે મારો જીવનનો ઉત્સવ પુરો થયો હોય એવું મને લાગશે.’ આવી લાગણી હંમેશા પ્રેરણાના પિયુષ પાતા લેખક, કેન્સર પીડિત અને આંખ સામે મોત આવી ગયા પછી જનક નાયકે છેલ્લી ઈચ્છા રૂપે પ્રગટ કરી હતી. અને બન્યું પણ એવું જ. તેમના મૃતદેહને સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન સમા સાહિત્ય સંગમના પ્રાંગણમાંથી જહાંગીરપુરાના સ્મશાન ગૃહે લઇ જવા રથ ઉપડ્યો ત્યારે તેમના મિત્ર નરેશ કાપડીઆએ કહ્યું, ‘આપણો વહાલો મિત્ર જઈ રહ્યો છે, કેન્સર જીતી ગયું છે, પણ જીવન હારી ગયું નથી. જનક વિચારપુરુષ હતો અને તેના વિચારોથી તે જીવંત જ રહેશે. તેણે આદરેલી સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જારી રાખીને જ આ દોસ્તને કાયમી યાદ કરીશું. આવો તેને હસતા મોઢે વિદાય કરીએ.’ ત્યાર બાદ હાસ્ય થેરાપીના નિષ્ણાત કમલેશ મસાલાવાલાએ રડતા રડતા સૌને હસાવ્યા અને સેંકડો સ્નેહીઓ, વડીલો અને મિત્રોના સામુહિક ‘હિપ હિપ હુર્રે’ના નાદ સાથે રથે સ્મશાન ગૃહ તરફ પ્રયાણ કર્યું હતું,
તેમના ભાઈ કિરીટ નાયકે જાહેર કર્યું કે મંગળવાર, તા. ૧૮ એપ્રિલની સાંજે પાંચથી સાત દરમિયાન અનાવિલ સમાજની વાડી, મજુરા ગેટ મુકામે જનક નાયકની પ્રાર્થના સભા યોજાશે. સ્મશાન ગૃહમાં પૂર્ણ શાંતિથી અને મિત્રો દ્વારા મૌન પ્રાર્થના બાદ પુત્ર ચિંતન નાયકે પિતાના નશ્વર દેહને ગેસ ચેમ્બરને હવાલે કર્યો હતો.
જાણીતા લેખક-કવિ-આયોજક જનક નાયકનું રવિવારે સવારે નવ કલાકે ચૌટાબજારની સૂરત જનરલ હોસ્પિટલમાં કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ ૬૩ વર્ષના હતા.
જનક નાયકને આખરી વિદાય આપવા માટે શહેરના સાહિત્યિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક જગતના તથા જાહેર જીવનના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. સાંસદ દર્શનાબેન જરદોષ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જનક નાયકના નિધનને તેમના પિતા અને નગરબાપા સમાન નાનુભાઈ નાયકે પોતાને કદી ન પુરી શકાય એવી ખોટ રૂપે અને તેમને અંતીમ આશિષ આપવા આવેલાં ભગવતીકુમાર શર્માએ સુરતની સાહિત્યિક પ્રવૃત્તિ વિધવા થઇ હોવાનું વર્ણવ્યું હતું. જનક હંમેશા પોતાને ભગવતી કુમાર શર્માના માનસ પુત્ર હોવાનું વર્ણવતા હતા.
હાજર રહેલાં સૌ કોઈએ જનકભાઈએ સાહિત્ય સંગમના નેજા હેઠળ કરેલી પ્રવૃત્તિઓને દિલ ખોલીને વખાણી હતી. સૌએ આજે એક ‘લાઈવ વાયર’ શમી ગયો હોવાની લાગણી અનુભવી હતી.
સાહિત્યકારો રવીન્દ્ર પારેખ, ડૉ. મુકુલ ચોકસી, ડૉ. રઈસ મનીયાર, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, ડૉ. દિલીપ મોદી, બકુલેશ દેસાઈ, ગૌરાંગ ઠાકર, ડૉ. વિવેક ટેલર, કિરણસિંહ ચૌહાણ, પ્રજ્ઞા વશી, યામિની વ્યાસ, એષા દાદાવાલા, પંકજ વખારિયા સહિતના અનેક કવિ-લેખક મિત્રો અને સાહિત્ય પ્રેમીઓએ વિદાય આપી હતી.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કપિલદેવ શુક્લ, નરેશ કાપડીઆ, પ્રો. સોનલ વૈદ્ય-કુલકર્ણી, દિલીપ ઘાસવાલા સહિતના કલાકારો, સાહિત્ય સંગમની ગીત-સંગીતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેંકડો કલાકારોએ પોતાના રાહબર ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ જગતના અગ્રણીઓ પૈકી કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર, પૂર્વ કુલપતિ બી.એ. પરીખ, સૂર્યકાંત શાહ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપાધ્યક્ષ કમલેશ યાજ્ઞિક, પૂર્વ અધ્યક્ષ રૂપીન પચ્ચીગર, ડૉ. અશ્વિન દેસાઈ, અને અનેક શાળા- કોલેજના આચાર્ય મિત્રોએ વિદાય આપી હતી.
૧૩ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ મુંબઈમાં જન્મેલા જનક નાયક એમ.એ. બી.કોમ. અને નેચરોપેથ હતા. સાહિત્ય, બાળસાહિત્ય, લેખન-વાચન, મનોવિજ્ઞાન તથા સંગીત એ તેમના ગમતાં વિષયો હતાં, જેમાં તેમણે ઊંડાણપૂર્વક ઘણું કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ વિકાસ મંત્રી અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી હતા. સાહિત્ય સંગમ અને સાહિત્ય સંકુલ વતી તેમના પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા સવાસો જેટલી મોટી છે. ‘સંવેદન’ અને ‘સુખી જીવન’ માસિક દ્વારા તેઓ હજારો પરિવારને સાહિત્ય તરફ વાળવાનો સતત પ્રયાસ કરતા હતા. ગુજરાતમિત્ર દૈનિકમાં વર્ષોથી પ્રગટ થતી તેમની સાપ્તાહિક કોલમ ‘મનના મઝધારેથી’ દ્વારા તેઓ ઋજુ સંવેદનાઓ પ્રગટાવતા અને માનવ વ્યવહારોને ચર્ચાની એરણે ચકાસતા.

બે વર્ષ પહેલાં પોતાના જીવનના સાંઠમાં વર્ષ પ્રવેશની ઉજવણી તેમણે ૬૦ શાળાઓમાં જઈને ૭૫ હજારથી વધુ બાળકોને વાર્તા કહીને કરી હતી. બાળકોને વાર્તા કહેવાની સાથે તેઓ વાર્તા લખાવતા, બાળકો વાર્તા કહેતાં થાય, તેની ચર્ચા અને પ્રશ્નોત્તરી કરતા થાય તે માટે તેઓ પ્રવૃત્ત રહેતા. શિક્ષણ શાસ્ત્રી ડૉ. ચંપકલાલ શાહ તેમને ‘આજના બાળકોના ગીજુભાઈ બધેકા’ રૂપે વધાવતા હતા. અનેક વાર્તા સ્પર્ધાઓનું તેમણે આયોજન કર્યું છે અને સાહિત્ય સંગમમાં નિયમિત નવોદિત કવિઓ-લેખકો માટે કાવ્ય-વાર્તા શિબિરો તેઓ યોજતા રહ્યા હતા. તે ઉપરાંત સાહિત્યની ગોષ્ઠીઓ, કવિ મિલન, લેખક મિલન, ગઝલ શિબિર, નાટ્ય શિબિર, નવલકથા સત્ર, હાસ્ય પુસ્તકોના સત્ર, જાણીતા સાહિત્યકારોના આખ્યાનો, પ્રશ્નોત્તરી, જન્મ જયંતિ ઉજવણી તેઓ યોજતા હતા.
જીવન વિકાસ, બાળસાહિત્ય, નવલકથા, સામન્ય જ્ઞાન, નવલિકા સંગ્રહો, ચિંતન-ચર્ચા, મનોવિજ્ઞાન, સ્વેટ માર્ડન પ્રકારના ગુજરાતી પુસ્તકો સહિતના આંતરિક સૌંદર્યને પ્રગટ કરતા સવાસોથી વધુ પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંના ઘણાં પુસ્તકોની અનેક આવૃતિઓ પણ થઇ છે. તેમના પુસ્તકો ઠાલો શબ્દ વિલાસ ન રહેતા અનેકોના જીવનને નવો, રચનાત્મક રાહ દેખાડનાર સાબિત થયાં છે. અનેક લોકોએ તેમના પુસ્તકો થકી પોતાનું જીવન સુધાર્યું હોવાનું જણાવ્યું છે. ‘માણસ ઉર્ફે માણસ’ પુસ્તકમાં સુરતના આજના સમાજના સંસ્કારપુરુષોના પરિચય જનકે રોચક શૈલીમાં કરાવ્યા છે.

જનક નાયકના અસંખ્ય પ્રશંસકો છે. તેમને સાહિત્ય જગત અને સામાજિક જગત તરફથી અનેક માન-સન્માન મળ્યાં છે. ૧૯૯૪માં તેમને નવચેતન ચંદ્રક, ‘વ્હોટ એન્ડ વ્હાય ગ્રંથાવલી’ માટે ૧૯૯૮નો ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદનો એવોર્ડ, ‘ચિ. ઇશાનને’ નવલકથા માટે વર્ષ ૨૦૦૦નો નંદશંકર ચંદ્રક, ‘નાનુબાપાની વિજ્ઞાન વાર્તાઓ’ માટે ૨૦૦૨નો ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગીજુબાઈ બધેકા પારિતોષિક, ‘એક હતો હકલો’ માટે ૨૦૦૧નો નવચેતન ચંદ્રક અને સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક, ૨૦૦૨માં ટાગોર ઇન્ટરનેશનલ કલ્ચર એન્ડ લિટરેચર એવોર્ડ, ૨૦૦૨માં ‘ઉજાસ’ સામયિક દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો એવોર્ડ, ૨૦૦૭માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બાળવાર્તા રજત ચંદ્રક, ૨૦૦૮માં ‘જોડાક્ષર વગરની વાર્તાઓ’ના ૨૫ પુસ્તકોના સંપુટમાં પશુકથાઓના પાંચ પુસ્તકો માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળપુસ્તક માટેનો એવોર્ડ, ૨૦૦૮માં સેહરા ટાઈમ્સનો પ્રાંત એવોર્ડ, ૨૦૧૧માં નવલકથા ‘અવઢવ’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક માટેનું પારિતોષિક, ૨૦૧૨માં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ ‘ડર’ માટે હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો ધૂમકેતુ એવોર્ડ સહિતના સન્માનો જનક નાયકને મળ્યાં હતા. તેમના અનેક પુસ્તકોના હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદો થયાં છે.

………………………………………………………………………………………………………………………………………………………………..

Clipart Illustration of a Man and a Woman Holding Hands human-anatomy (૧)  છેલ્લી પોસ્ટ ” ડોક્ટર પૂકાર (૧) હતી …તો, શું એ પ્રમાણે “સવાલ-જવાબ” રૂપી પોસ્ટો મુકું ?

 (૨)   જ્યારે પહેલી વાર તંદુરતીની પોસ્ટો શરૂ કરેલી ત્યારે મેં માનવ દેહ વિષે ત્રણ પોસ્ટો પ્રગટ કરી હતી…તો, એવી “વર્ણન”રૂપી પોસ્ટો મુકી શરૂઆત કરૂં ?
હું જરા મુજવણમાં હતો…અને અંતે, મને થયું >>>>>
મારા બ્લોગના વાંચકોને પહેલા માનવ દેહ વિષે વધુ જ્ઞાન આપું એ જ યોગ્ય કહેવાય કારણ કે  જ્ઞાન/સમજ આપતા, ફરી જ્યારે ” સવાલ-જવાબ “રૂપી  “ડોક્ટર પૂકાર ” હશે ત્યારે, પોસ્ટની સમજણમાં સરળતા હશે !
બસ, ઉપરના વિચાર સાથે, નિર્ણય તો લઈ લીધો…પણ, પહેલી પોસ્ટ શું હશે ?
આવા વિચારે હું ફરી થોડી મુજવણોમાં હતો. …..અને, અંતે થયું કે “શરીરનો આકાર” “હાડપિંજર” પર નભે. આથી, એવી પોસ્ટ પ્રથમ હોવી જોઈએ…અને ત્યારબાદ, માનવ દેહ જે પ્રનાણે જુદી જુદી “સિસ્ટમો”માં બન્યો છે તેનું વર્ણન યોગ્ય હશે !…અને, પ્રથમ “હાડપિંજર”ની પોસ્ટ બાદ, મને યોગ્યતા લાગી તે પ્રમાણે, હવે પછી, નીચે મુજબ પોસ્ટો હશે.>>>>>>>>
(૧)…માનવ દેહ  હાડપિંજર યાને  “સ્કેલેટન ” ( SKELETON )
(૨)…મગજ અને નરવસ સીસ્ટમ (BRAIN & NERVOUS SYSTEM )
(૩)…હ્રદય અને લોહીનું ભ્રમણ (HEART & CIRCULATORY SYSTEM )
(૪)…ફેફસાઓ અને પ્રાણવાયુનું ભ્રમણ (LUNGS & RESPIRATORY SYSTEM )
(૫)…જઠર, આંતરડા, અને પ્રાચનક્રિયા (STOMACH & INTESTINES & DIGESTIVE SYSTEM )
ઉપર વર્ણન કર્યું તે ફક્ત પાંચ પ્રભુએ ગોઠવેલી રચનોનું વર્ણન છે…..હજુ, બીજી સીસ્ટમો વિષે કહેવાનું બાકી છે…જે ભવિષ્યમાં પોસ્ટો દ્વારા હશે ….માટે, તમે રાહ જોશોને ?…..પ્રભુની માનવ દેહ રૂપી રચના અદભુત છે……હાડકાઓનું બનેલું હાડપિંજર શરીરને આકાર આપે…અને અગત્યના ઓરગનો (ORGANS )ની રક્ષા કરે …અને તેમાં મગજ અને નરવસ સીસ્ટમના માર્ગદર્શને લોહીનું ભ્રમણ, પ્રાણવાયુની ભ્રમણ સાથે ખાધેલા ખોરાકમાંથી “શક્તિ” મેળવી “માનવ દેહ તંત્ર” જે પ્રમાણે ચાલે છે તેને માનવીએ જાણ્યું તે બધુ તો પોસ્ટરૂપે વર્ણન કરવું અશક્ય છે …..પણ, સરળ ભાષામાં કહેવા માટે મારો પ્રયાસ હશે !…આશા છે કે તમોનો ગમે !
ડીસક્લેઈમર (DISCLAIMER )
આ પહેલા પ્રગટ કરેલી “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો …અને હવે પછી આ પ્રગટ થતી પોસ્ટો  કે ભવિષ્યમા જે “માનવ તંદુરસ્તી” વિષેની પોસ્ટો પ્રગટ થાય તે ફક્ત માહિતી આપવાના હેતુથી પ્રગટ થઈ છે , અને થશે……તો, ડીસક્લેઈમર નીચે મુજબ છે>>>>>
DISCLAIMER.
આ બ્લોગ પર “માનવ તંદુરસ્તી” વિષેની પોસ્ટો ફક્ત માહિતી આપવાના હેતુથી પ્રગટ કરવામાં આવી છે. હું એક ડોકટર હોવા છતાં મારી સૌને વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ પોસ્ટ વાંચે તેઓ સૌ વાંચ્યા બાદ, કંઈ પણ અમલમાં મુકે તે પહેલા એમના પોતાના ડોકટરની સલાહો લઈ, યોગ્યતા પ્રમાણે કરે.
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS
Today it is 29th March 2010……and I am publishing a Series of Posts on “Manav Tandurati”….and, this is the 1st one today
It’s only the General Discussion today……and pre-informing the Readers of the Posts that will follow this Publication.
I hope you like this Post….and you will read the OTHER POSTS too !
All these Posts are published with the intention of “giving general informations” to the Public….and all are advised to consult their Personal Phyicians before they implement any suggestion in the Post.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized