માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

મગજ અને નર્વસ સિસ્ટમની નર્વસ બનેલા માનવ દેહને જો જીવતો જગતો જાણવો હોય તો એ માપ છે “હ્રદયના ધબકારાઓ”…..હ્રદયના ધબકારાઓ જો બંધ થાય તો ફક્ત ડોકટરો નહી પણ એક સાધરણ માનવી પણ કહે….” આ માનવી તો મ્રુત્યુ પામ્યો છે !” આ પ્રમાણે સરળ ભાષામાં મેં હ્રદય અને લોહી -ભ્રમણને મહત્વ આપ્યું છે…..માનવ દેહને જો આપણે એક “તંત્ર” સ્વરૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ એક “વિજળી ઘર કે કમાંડ સેનટર” ગણો…..જ્યાંથી હુકમો થાય કે અમલમાં મુકાય….અને એવા જ હુકમે આપણું હ્રદય કાર્ય કરે. અહી મારે એક બીજો ઉલ્લેખ કરવો છે….આ મગજને પણ પોષણ માટે લોહીની જરૂરત પડે છે….આથી, આપણે એમ કહી શકીએ કે “મગજ વગર હ્રદય નકામું ..અને હ્રદય વગર મગજ નકામું “
હવે, આપણે જરા ઉંડા વિચારથી આ હકીકતને જાણવા પ્રયાસ કરીએ. ….માનવી જ્યારે આરામ કરતો હોય ત્યારે જો એ એના હ્રદયના ધબકારા ગણે તો એ ૭૦ જેવા હોય છે…..પણ, જો કંઈક કાર્ય કરે તો, એના ધબકારા વધે…..હ્રદયના એક એક ધબકારે ૨૮૦cc લોહી હ્રદયની અંદર અને બહાર આવ-જાવ કરે…આ પ્રમાણે આખા શરીરમા કુલ્લે ૫ લીટર લોહી ફરતું રહે…..એક મીનીટના ૭0 ધબકારા પ્રમાણે આશરે ૨૦૦૦ ગેલન લોહી એક કલાકે ફરે
અહી, દેહના જુદા જુદા ભાગોમાંથી અશુધ્ધ લોહી વેઈનો (VEINS) મારફતે હ્રદયની જમણી બાજુએ ઉપર/નીચેની વેના-કાવા (VENA CAVA) દ્વારા પ્રવેશ કરે….ઉપરના આટ્રીઅમ (ATRIUM)માં આવી ફેફસાઓમાં જઈ શુધ્ધ બની ફરી હ્રદયમાં પ્રવેશ કરી, મોટી લોહી નળી  “એઓરટા”(AORTA) મારફતે આખા શરીરમા લોહીને ફેરવે…જેમાંથી શરીરને પોષણ મળે….શુધ્ધ લોહી લઈ જનાર નળીઓને “આરટરી”(ARTERY) કહેવામાં આવે છે…..તમે ડાયાગ્રમ નિહાળશો તો  “આરટરીઓ” લાલ રંગે, અને “વેઈનો” ભુરા રંગે છે.
 આટલું જાણી, તમે જ કહો…..” આટલી સુંદર વ્યવસ્થાભરી રચના માટે આપણે પ્રભુને કોટી કોટી પ્રણામો સહીત આભાર માનવો જ રહ્યો…..ખરૂંને ?
હવે, આપણે આ બધું જ જરા વધુ વિગતે જાણીએ….જાણવું છે ને ?
(૧) …હ્રદય (HEART)
લોહીના ભ્રમણનો મુખ્ય આધાર છે માનવીનું હ્રદય. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, એ છાતીના અંદરના ભાગે છે…..અને એના એક એક ધબકારા સાથે શરીરના દુરના ભાગોમાંથી આવ્તું અશુધ્ધ લોહી હ્રદયમાં આવે, અને શુધ્ધ લોહી દુર દુર શરીરના ભાગોમાં જાય.આ પ્રમાણે શુધ્ધ અને અશુધ્ધ લોહી કેવી રીતે રહી શકે ? …જવાબ જાણવા પહેલા ફરી ડાયાગ્રામને નિહાળો. હ્રદય જે વી રીતે બન્યું છે તેમાં એની અંદરની ભાગે વિભાજન છે, એક સેપ્ટમ (SEPTUM) દ્વારા જેથી જમણી બાજુએ આવતું અશુધ્ધ લોહી ડાબી બાજુએ આવતા શુધ્ધ લોહી સાથે ભળી ના શકે.
હવે, જરા વધુ નિહાળો…..ડાયાગ્રામમાં તમે નિહાળૉ કે જમણી અગર ડાબી બાજુ ઉપર નાના આટ્રીઅમ (ATRIUM), અને નીચેના ભાગે છે મોટા વેન્ટીકલ (VENTRICLE)….તમે નિહાળશો કે ઉપરના નાના ચેમ્બરમાંથી લોહી વચ્ચે આવેલા વાલ્વ (VALVE)ના કારણે લોહીને એક જ દિશામાં જવા દેય…..અને, આ પ્રમાણે, જમણી બાજુનું લોહી હ્રદયમાંથી ફેફસાઓમા જઈ શુધ્ધ થઈ ડાબી બાજુ આવી એ એઓરટા (AORTA)મારફતે આખા શરીરમા જાય.
(૨) ….એઓરટા અને આરટરીઓ તેમજ વેના કાવા અને વેઈનો (AORTA & ARTERIES & VENA CAVA & VEINS)
પ્રથમ ડાયાગ્રામો ફરી નિહાળૉ…..અને, ધારો કે તમે એલેક્ટ્રસીટીના લાલ અને ભુરા વાયરો જોતા છે…..લાલ વાયર એટલે આરટરી અને ભુરા વાયર એટલે વેઈન….તો તમને સમજવામાં સરળતા રહેશે.  એઓરટા હ્રદય બહાર આવી તરત ઉપર તેમજ નીચે એની બ્રાન્ચો (BRANCHES) દ્વારા લોહીના ભ્રમણને દિશાઓ આપે છે ….ઉપર હાથોને ગળાને અને મગજને…અને નીચે પગો સુધી પહોંચવા પહેલા જુદા જુદા અંગોને (જઠર, આંતરડાઓ, કીડની વિગેરે ) નાની નળીઓ દ્વારા લોહી પોષણ માટે આપે છે …જે જગ્યાએ લોહી મળે તે પરથી નામો હોય છે દાખલારૂપે…કીડનીઓને…રેનલ આરટરીઓ અને રેનલ વેઈનો (RENAL ARTERIES & RENAL VEINS)…..તમોને બધા નામો જાણવાની અત્યારે જરૂરત નથી….પાછળથી એ નામો યોગ્યતા પ્રમાણે પોસ્ટમાં મુકી ચર્ચાઓ કરીશું.
અંતે….મારી ભાંગી ટુટી ગુજરાતી ભાષામાં કંઈક સમજાવવા આ મારો પ્રયાસ હતો. ………જો, તમે જે વાંચ્યું તે તમે સમજી શક્યા તો મને ખુશી હશે….અને, જે સમજ્યું તેનાથી તમારૂં “હેલ્થ વિષેનું જ્ઞાન” થોડું વધ્યું હોય તો મારા હૈયે ખુબ જ ખુશી હશે….તો, આ પોસ્ટ વાંચી, જરૂરથી “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખશો………હું એ વાચી આનંદમાં હોઈશ, અને એવા અનંદ સાથે “નવી હેલ્થની પોસ્ટ” પ્રગટ કરવા આતુર હોઈશ.
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 Image result for heart circulation animation
FEW  WORDS
Today,it is another Post on “MANAV TANDURAST ( HUMAN HEALTH )…and the Topic is “HEART & the CIRCULATORY SYSTEM “.
I have tried ti impart “some basic knowledge” …..The DIAGRAMS and the SCRIPT describe the HEART, and then inform the READERS how the the BLOOD (which is essential to sustain Life) circulates in the entire HUMAN BIDY & suppy OXYGEN & OTHER NURIENTS to ALL the parts of the Body.
As I explain, I had shown how the Human Heart is divided into 4 Chambers, 2 Upper smaller ones & 2 Lower Larger ones…& that the Right & Left sides are separated from eachother by a Septum.
The blood from the Heart is distributed to the entire Body via AORTA & then the Blood from the Body is returned  via the smaller Veins & eventually to the Heart via the 2 VENA CAVA.
 Only this  Basic knowledge is intended to be given by this Post…and in the future more details can be posted.
I welcome ALL to read this Post…& hope you enjoy reading it !
Dr. Chandravadan Mistry

2 ટિપ્પણીઓ

Filed under મેડિકલ, વિજ્ઞાન

2 responses to “માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

 1. Saras samjan api chhe pan amuk babato amari pahochni baharni chhe.

  • pragnaju

   Pl enjoy fun

   A mechanic was removing a cylinder head from the
   motor of a Harley motorcycle when he spotted a
   well-known heart surgeon in his shop. The surgeon was
   there waiting for the service manager to come take a
   look
   at his bike when the mechanic shouted across the
   garage, Hey Doc, can I ask you a question?”

   The surgeon, a bit surprised, walked over to
   where the mechanic was working on the motorcycle. The
   mechanic straightened up, wiped his hands on a rag and
   asked, “So, Doc, look at this engine. I open its
   heart, take valves out, repair any damage, and then
   put them back in, and when I finish, it works just
   like new. So how come I get such a small salary and
   you get the really big bucks, when you and I are doing
   basically the same work?”

   The surgeon paused, smiled and leaned over, and
   whispered to the mechanic…

   “Try doing it with the engine running.”_

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s