Daily Archives: એપ્રિલ 21, 2017

મિત્ર પ્રસાદ માનવ તંદુરસ્તી 6 માનવ દેહ- હાડપિંજર.

 .
માનવ દેહ અનેક જુદા જુદા હાડકાઓથી બનેલો છે….જે પ્રમાણે એ બધા હાડકાઓ ગોઠવાયેલા છે તેને આપણે “એક ભાગ “રૂપે નિહાળીએ તો એને આપણે માનવના “હાડપિંજર “રૂપે ઓળખ આપીએ છીએ , જે થકી, માનવી શરીરને “આકાર” મળે છે. જે પ્રમાણે આ બધા હડકાઓની ગોઠવણી થઈ છે તેનાથી માનવી હાથોથી કામો કરી શકે છે, પગોથી ચાલી કે દોડી શકે છે , તેમજ ઉભા પણ રહી શકે છે.
માનવ દેહના “હાડપિંજર “યાને સ્કેલેટન (Skeleton)ના પીકચરને નિહાળો….આપણે આ હાડપિંજરને જુદા જુદા વિભાગે નિહાળી શકીએ છે…યાને કે….
(૧) …ખોપરી કે મસ્તકનો ભાગ (SKULL)
(2) …ગળાનો ભાગ (NECK) અને તેની સાથે અનેક હાડકીઓથી બનેલો પાછળનો સ્પાઈનનો ભાગ (SPINAL COLUMN )
(3) …ગળાની સાથે આગળથી જોડાયેલ છે છાતીનો ભાગ (THORAX) જે અનેક પાંસરીઓથી બનેલો છે.
(4) … વચ્ચે પેટના ભાગ નીચે પગોના આધારે છે પેલવીસ (PELVIS)
(5) …આ પ્રમાણે આ ઉપર વર્ણન કર્યું તેની ઉપર અને નીચે જાણે બ્રાન્ચો (BRANCHES) જેમ છે હાથો અને પગોના ભાગો (UPPER EXREMITIES with HANDS & LoWER EXREMITIES with FEET )
આ પ્રમાણે, જે વર્ણન થયું તે નિહાળતા, સૌને થશે કે પ્રભુએ અનેક જુદા જુદા આકારની નાના મોટા હાડકાઓ કેવી સુંદર રીતે ગોઠવ્યા છે કે “એક અદભુત ” આકારનો પ્રાણી બનાવ્યો, કે જેને નામ મળ્યું “માનવી”….હવે, આપણે વિચાર કરીએ કે આ ફક્ત આકાર માટે જ ગોઠવણી હતી કે પછી, ઉંડા વિચારો સાથે પ્રભુએ આ રચના કરી હતી…અને જે પ્રમાણે હું નિહાળુ, તે હું નીચે લખું છું >>>>
(૧) …ઉપરમા મસ્તકરૂપી હાડ્કાઓમાં સમાયેલું છે “મગજ” (BRAIN)…અને મગજમાંથી બનેલો તાંતણારૂપી નર્વો (NERVES)નો બનેલો સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)ને અનેક નાની હાડકીઓની અંદર મુકી એની રક્ષા કરી.
(૨) …પાંસરીઓનો (RIBS) બનેલો છાતીનો ભાગ અંદર રહેલા હ્રદય તેમજ ફેફસાઓની રક્ષા કરે છે.
(૩) ..છાતીના ભાગ નીચે છે પેટ…આગળના ભાગે હાડકાઓ નથી પણ પાછળના ભાગે સ્પાઈનો (SPINAL BONES or VERTEBRAE)ની રક્ષા છે….અને એની સાથે નીચેની પેલવીસ (PELVIS)રૂપી હાડકાઓથી અંદરના ઓરગનઓ યાને કીડની, ગર્ભસ્થાન વિગેરેની (KIDNEYS, UTERUS etc) ની રક્ષા હોય શકે છે.
(૫) આ મુખ્ય હાડકાઓ સાથે  હાથો તેમજ પગોના અનેક હાડકાઓ એવા પ્રકારના અને એવી રીતે ગોઠવ્યા છે કે હાથો પગો આપણે અનેક કાર્યો માટે વાપરી શકીએ, એને સર્વ હાડ્કીઓની સાથે માંસ તેમજ ટેન્ડનો ( MUSCLES & TENDONS)નો સપોર્ટ આપ્યો. આ હાથો અને પગોની હાદકીઓ વચ્ચે સાંધાઓ (JOINTS) રાખ્યા……હવે, તમે નિહાળો ફરી તમારા હાથો અને પગોને….ઉપર છાતી સાથે જોડાયેલ છે હાથો..ત્યાં છે શોલડરના સાંદારૂપી જોડાણ (SHOULDER JOINT) અને એની નીચે છે એલબો, રીસ્ટ્સ અને અનેક નાની નાની હડકીઓનો બનેલો હાથ ( ELBOW, WRIST & PALM with FINGERS ). અને, તમે નીચેના પગને નિહાળશો તો એ પણ હીપ, ગુઠણ, એન્કલ સાથે પગ-પાટલી (HIP, KNEE ANKLE with the FOOT wth the TOES)
હવે તમે એક એક હાડકી/હાડકાઓને ગણો તો એની સંખ્યા ઘણી જ છે…..જુદા જુદા હાડકાઓના જુદા જુદા નામો…… બધા નામો જાણવાની જરૂર નથી…ફક્ત મુખ્ય હાડકાઓના નામો જાણો ! દાખલારૂપે….ઉપરના હાથોમા છે હ્યુમરસ, રેડીઅસ, અને ઉલના (HUMERUS, RADIUS & ULNA), અને નીચે પગોમાં છે ફીમર, ટીબીઆ, ફીબ્યુલા (FEMUR, TIBIA & FIBULA).
જે પ્રમાણે મારું ગુજરાતી ભાષા જ્ઞાન છે તે આધારીત મેં થોડા અંગ્રેજી શબ્દોને ગુજરાતી લીપીમા લખી, કંઈક ગુજારાતીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે…ભુલો હોય તો માફ કરશો….અને અંતે મારે એટલું કહેવું છે કે મેં “વિગતવાર વર્ણન ” કરવાના હેતુથી આ પોસ્ટ પ્રગટ કરી નથી…..ફક્ત સરળ ભાષામાં સારરૂપે લખવાનો મારો ઈરાદો હતો ….હું એમાં સફળ થયો કે નહી એ નથી જાણતો…..પણ, તમે જો આ પોસ્ટ વાંચી, ખુશ થયા હોય તો હું એને મારી સફળતા માનીશ !>>>ડોકટર ચંદ્રવદન
FEW  WORDS…
Today, I have just published yet another Post on MANAV TANDURASTI (HUMAN HEALTH). The Topic for discussion is HUMAN SKELETON. I had shown the Diagrams of the Bony Skeleton to show how different bones make the shape of the Human Body. The unique way this human body is made, Humans can remain in the upright position or can lie down …and even perform actions with upper limbs & walk or run on the lower limbs.
The Readers are made familial with the names of a few bones, some joints, and informed that all skeletal bones are with the purpose of the PROTECTION of the Internal Organs and for the STRUCTURAL SUPPORT of the entire body.…Praising the God for a Wonderful Creation called HUMANS !
I hope you like this brief narration about Human Skeleton. One can get more informations by reading the Medical Books or by going on the Internet. But, my intent was to “inform the general Public in a simple, easily understandable Gujarati language “. If the Readers are pleased after reading this Post, then I may have succeeded in that Goal !
Your comments welome !
Dr. Chandravadan Mistry.

1 ટીકા

Filed under મેડિકલ, વિજ્ઞાન