Daily Archives: એપ્રિલ 25, 2017

માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

 

આગળની પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”……અને, આજે છે “માનવ તંદુરસ્તી….ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ”ની પોસ્ટ ! આ પોસ્ટ વાંચતા, તમે મને સવાલ કરી શકો કે….“હ્રદય અને લોહીનું ભ્રમણની પોસ્ટ બાદ આ પોસ્ટ શા માટે ?” તો. મારો જવાબ આ પ્રમાણે છે>>>>
                માનવ દેહને જો આપણે એક “તંત્ર”રૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ સિસ્ટમ એક માર્ગદર્શક કે કોન્ટ્રોલ સ્ટેશન (CONTROL STATION) જેવી રીતે ઈલેક્ટ્રીસીટી (ELECTRICITY) હોય…..એથી એ પ્રથમ ! શરીરને પોષણ લોહી દ્વારા મળે, અને એ વગર જીવવું અશક્ય છે, ….એથી,  બીજી પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”!…..અને હવે છે આ પોસ્ટ કારણ કે “ખોરાકના તત્વોરૂપી પોષણ સિવાય શરીરને પ્રાણવાયુની ખાસ જરૂરત છે “…અને ફેફસાઓ દ્વારા આ શક્ય થાય છે. એથી જ આજની ત્રીજા નંબરની પોસ્ટ !
હવે, તમે આ પોસ્ટ સાથે મુકેલા પીક્ચર/ડાયાગ્રામોને નિહાળો….તો, તમોને મારૂં લખાણ સમજવામાં સરળતા હશે.
ફેફસાઓ અને પ્રાણવાયુનું ભ્રમણ (LUNGS & RESPIRATORY SYSTEM )
(૧) …ફેફસાઓ (LUNGS)
શરીરના છાતીના ભાગે અંદર છે બે ફેફસાઓ (LUNGS), જેની વચ્ચે છે માનવીનું હ્રદય….છાતીનો ભાગ પ્રભુએ એવી રીતે બનાવ્યો છે કે એ જ્યારે ફેફસાઓ બહારની હવાને અંદર ખેંચે ત્યારે એ ફુલે, અને તે માટે પાંસરીઓની બનેલી છાતી પણ મોટી હોય શકે.
આ પ્રમાણે, બહારની હવા  ફેફસાઓમાં ! આ બહારની હવામાં પ્રાણવાયુ (OXYGEN) પણ હોય….એની શરીરને જરૂરત !….હવે , તમે ફરી ડાયાગ્રામો નિહાળો….ફેફસાઓનું બંધારણ એવું છે કે એ અનેક નાની નાની આલ્વેઓલાઈ (ALVEOLI) થી એનો આકાર લેય છે……અહી લોહી અને બહારથી આવેલી હવા નજીક આવે છે……એ હવામાંથી “પ્રાણવાયુ” જ લોહીમાં લેવાય, અને અશુધ્ધ લોહીમાંનો કર્બન ડયોક્સાઈડ (CARBON DIOXIDE) આલ્વેઓલાઈમા રહેલી હવા સાથે ભળી એ ફરી નાક દ્વારા બહાર આવે…..આ પ્રમાણે આ કાર્ય શરીર કરતું રહે….અને આપણને એની જાણ પણ ના રહે…કેવી છે પ્રભુની કળા..આ માનવ રચના !
(૨) …વાયુ નળીઓ (AIRWAYS..TRACHEA, BRONCHI & BRONCHIOLES)
હવે તમે ફરી ડાયાગ્રામો નિહાળો…..નાકના નસખોરાથી હવા આપાણા શારીરમાં પ્રવેશ કરે…ત્યાં એની શરૂઆત,,,,અને ત્યાંથી ગળા તરફ જતા એ લેરીન્ક્શ (LARYNX) બની, ટ્રાકીયા (TRACHEA) બની એમાંથી બે બ્રોન્ચાઈ (BRONCHI) બની, નાની નાની નળીઓ (BRONCHIOLES) થઈ ફેફસાઓની આલવીઓલાઈ (ALVEOLI) સુધી પહોંચે છે.
આ પ્રમાણે જે (૧) અને (૨)નું વર્ણન કર્યું તેને “રેસપીરેટારી સીસ્ટમ” ( RESPIRATORY SYSTEM) કહેવાય છે.
મેં ફક્ત ટુંકાણમાં આ વિષયે થોડી સમજ આપી છે…..મારો એક જ હેતુ હતો કે….”કેવી રીતે ફેફસાઓ માનવ દેહને જીવીત રાખવા માટે ફાળો આપે છે તે સૌ સમજી શકે “…..જો આમાં મને થોડી પણ સફળતા મળશે તો મારા હૈયે આનંદ હશે…..અહી વિગતો લખવાનો ઈરાદો ન હતો….પણ, આટલી જાણકારી દ્વારા ફેફસાઓના રોગો કે અન્ય રોગો સમજવા સરળતા રહેશે.
તો, આ પોસ્ટ તમોને ગમી ?  જે જાહ્યું તે ઉપયોગી હશે ? ..કે પછી તમે એ બધું જ જાણતા હતા ? …અને, તમે એ બધું જાણતા હોય તો પણ, તમારૂં જ્ઞાન આ પોસ્ટ વાંચી તાજું થયું હશે, એવું મારૂં માનવું છે ! ધીરજ રાખી, તમે આ પોસ્ટ વાંચી તે માટે “આભાર” !
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.

How The Heart Works Animation Video – How Does the Circulatory …

Mar 18, 2015 – Uploaded by Science Art

The lungs refresh the blood with a new supply of oxygen, making it turn red. … through a system of blood …

Heart & Lungs – How They Are Made To Perform – YouTube

Jan 30, 2011 – Uploaded by Loh Yoon Doong

The animations in this 5-minute short video is designed in a simple way to enable … The cardio part helps pump …

FEW  WORDS
Today, this is a New Post on MANAV TANDURASTI  ( HUMAN HEALTH ) and the Topic is “LUNGS & the RESPIRATORY SYSTEM “…If you see the Diagrams, you get the “general idea” of this System. Even without reading this Post you knew something about the System…..We all know the NEED of OXYGEN to sustain our LIFE as Humans. By this Post, I attempted to show you the ANATOMICAL PATHWAY for the suppy of this needed Oxygen, For the DOCTORS this can be a  trivial fact…..to many in the GENERAL PUBLIC this informations are already the “KNOWN FACTS” too….But, my intention here is to GIVE this BASIC UNDERSTANDING” in a “SIMPLE GUJARATI” …so that by reading this Post, one can be MORE AWARE of his/her OWN BODY.
As we all know the AIR we breath passes through our NOSTRIL & via the NASAL PASSAGES it enters the back side of the THROAT……From there it reaches the LARYNGO-PHARYNGEAL Junction & then the air id directed to the airtube called TRACHEA…..which eventually branches a TWO BRONCHI..one going to one LUNG & other going to other LUNG.
In each lung, the airpassages become smaller & smaller BRONCHIOLES…which eventually end in the airbags called ALVEOLI…..It is here that the blood vessels are in close proximity with the AIR brought in……the blood with more of CARBON DIOXIDE is exchanged for OXYGEN of the air….& this OXYGEN -RICH blood is brought to the HEART & then disributed to the BODY.
This is the UNDERSTANDING I want you to grasp….WITHOUT  going into the DETAILS. In fact, in this ENGLISH write-up I had even said MORE than what I had written in GUJARATI. Many of you can read BOTH (GUJARATI & ENGLISH) , and so, I request all to read the ENTIRE POST.
Here, I wish to say further that if you had NOT READ the other 8 POSTS, I request you to read these OLD POSTS….so you can have FULL UNDERSTANDING of the HUMAN BODY. And, if you have this BASIC KNOWLEDGE, it will be easy to understand the DISEASES ( which will be as Posts in the FUTURE )
Hope you enjoy reading this Post !
DR. CHANDRAVADAN MISTRY

Leave a comment

Filed under મેડિકલ, વિજ્ઞાન, Uncategorized