Daily Archives: એપ્રિલ 27, 2017

અલવિદા વિનોદ ખન્‍ના/મિત્રોનો પ્રસાદ/ જળકમળ છાંડી જાને બાળા,

હિરો-વિલન-સંન્‍યાસી-રાજકારણી અને આકર્ષક વ્‍યકિતત્‍વ ધરાવતા સદાબહાર અભિનેતાનું મુંબઇની હોસ્‍પિટલમાં દુઃખદ અવસાનઃ લાંબા સમયથી બિમાર હતા : ૭૦ વર્ષની ઉંમર હતીઃ ૧૪૦થી વધુ ફિલ્‍મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતાઃ ગુરદાસપુરથી સાંસદ પણ હતા

    પ્રખ્‍યાત બોલિવુડ એકટર વિનોદ ખન્‍નાનું ૭૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. લાંબા સમયથી કેન્‍સર પીડિત હતા. થોડાક સમય પહેલા સોશ્‍યલ મિડીયામાં તેઓની એક ફોટો વાયરલ થઇ હતી. જેમાં તેઓ અસ્‍વસ્‍થ દેખાઇ રહ્યા હતા. સૂત્રોના જણાવ્‍યા મુજબ વિનોદ ખન્‍નાની સારવાર મુંબઇની રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલમાં ચાલી રહી હતી.

   વિનોદ ખન્‍ના એકટીંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરૂદાસપુરથી સાંસદ રહેલા વિનોદ ખન્‍નાએ મુંબઇની રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલમાં અંતિમ શ્‍વાસ લીધા. વિનોદ ખન્‍નાને ૩૧ માર્ચે મુંબઇમાં આવેલી સરએચએન રિલાયન્‍સમાં ભરતી કરવામાં આવ્‍યા હતા. જોકે ડોકટરો દ્વારા પણ એ જ કહેવામાં આવ્‍યું હતું કે, વિનોદ ખન્‍નાના શરીરમાં પાણી ઓછું છે. વિનોદ ખન્‍ના બે પુત્રો અક્ષય ખન્‍ના અને રાહુલ ખન્‍ના છે જે બોલિવુડમાં સક્રિય છે.

   વિનોદ ખન્‍નાએ અભિનયની શરૂઆતમાં ૧૯૬૮માં ફિલ્‍મ ‘મન કા મીત’થી કરી. તેઓએ તેની સાથે જ ‘મેરે અપને’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ઇમ્‍તિહાન’, ‘ઇન્‍કાર’, ‘અમર અકબર એન્‍થની’, ‘લહુ કે દો રંગ’, ‘કુર્બાની’, ‘દયાવાન’ અને ‘જુર્મ’ જેવી ફિલ્‍મોમાં તેના અભિનય માટે જાણીતા છે. તેઓ છેલ્લીવાર ૨૦૧૫માં શાહરૂખખાનની ફિલ્‍મ ‘દિલવાલે’માં નજર આવ્‍યા હતા.

   વિનોદ ખન્‍ના પોતાના સમયના સૌથી હેન્‍ડસમ એકટર ગણાતા હતા. તેઓએ અનેક બ્‍લોક બસ્‍ટર ફિલ્‍મોમાં કામ કર્યું. તેઓનો જન્‍મ ૧૯૪૬માં પાકિસ્‍તાનના પેશાવરમાં થયો હતો. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત નકારાત્‍મક અભિનયથી કરી બાદમાં તેઓ મુખ્‍ય હિરો બન્‍યા. તેઓએ સુનીલ દત્તની ૧૯૬૮માં આવેલી ફિલ્‍મ ‘મન કા મીત’માં વિલનનો રોલ નિભાવ્‍યો. શરૂઆતના દિવસોમાં તેઓ  ‘પૂરબ ઔર પヘમિ’, ‘સચ્‍ચા જુઠ્ઠા’, ‘આન મિલો સજન’, ‘મસ્‍તાના’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘એલાન’ વગેરે ફિલ્‍મોમાં સહઅભિનેતા અથવા વિલનના રોલ નિભાવ્‍યો હતો.

   પાકિસ્‍તાનમાં વિનોદ ખન્‍નાનો જન્‍મ થયો હતો પરંતુ વિભાજન બાદ તેઓનો પરિવાર મુંબઇ આવીને વસી ગયો હતો. તેઓના પિતા કિશનચંદ્ર ખન્‍ના એક બિઝનેસમેન અને માતા કમલા ખન્‍ના હાઉસવાઇફ હતા.

   રાજમાતા વિજયારાજે સિંધિયાના જીવન પર બનેલી ફિલ્‍મ ‘એકથી રાની એસી ભી’માં હેમા માલીની સાથે વિનોદ ખન્‍નાની અંતિમ ફિલ્‍મ હતી. આ ફિલ્‍મ ૨૧ એપ્રિલ ૨૦૧૭ના દેશભરમાં રિલિઝ થઇ. આ ફિલ્‍મમાં અભિનેત્રી હેમામાલીનીએ વિજયારાજેની ભૂમિકા નિભાવી છે.Courtesy xkila  

#########################

મૂલાધાર ચક્રનાં જાગૃત થવાથી અન્ય ચક્રો પણ આપોઆપ જાગૃત થાય છે અને કુંડલિની નામક સુષુમ્ણા નાડીમાં રહેલી દિવ્યશક્તિ ઊર્ધ્વગામિની બને છે. આ સ્થિતિને જ કુંડલિની જાગરણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો આ કુંડલિની એવી દિવ્યશક્તિ છે, જે આખાયે શરીરમાં વ્યાપેલી છે.મૂલાધરાની નિશાની ચાર પાંદડીઓવાળું કમળ છે અને તેનો રંગ લાલ છે. માનસિક રીતે સ્થિરતાઆધ્યાત્મિક રીતે સલામતીની લાગણીને કાબૂમાં રાખે છે.

જાગરણ બાદ ભૂમિ સાથે અનુબંધ તથા સમસ્ત સાથે ઐક્ય .ઘર પરિવારનું સુખ પામે છે .લગ્ન જીવન અને સંબંધો પ્રત્યે સજગ રહે છે ..સાચવે છે .બાંધછોડ કરી શકે ..સ્વીકૃતિ ભાવ દાખવે ..તથા અન્ય લોકોસાથે કાયમી સારા સબંધો ,એકાત્મભાવ , સહાનુભુત અને વ્યવહારુ .*જાતનું સાચું મૂલ્યાંકન કરે .સલામતી અનુભવે .રીલેક્ષ થઈ શકે .*સ્વાભિમાની ,આત્મવિશ્વાસુ અને ધીરજવાન દેખાય છે .*જીવંતતા ,સ્થિરતા અને પવિત્રતા જોવા મળે .*જીવનમાં આવતા સારા –ખરાબ બદલાવોનો સામનો કરે છે .
*વર્તમાનમાં જીવે છે ..રહે છે .*વૈશ્વિક સત્તા –ઈશ્વરમા શ્રધા રાખે છે .*ભૂતકાળથી શીખે છે .*પ્રકૃતિ અને ધરતી માતાને પ્રેમ કરે છે .
મા.અશોકભાઇનું આ કાવ્ય અંગે જ્ઞાની મિત્રો ના રસાસ્વાદનું સુંદર સંકલન કર્યું છે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો …આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે.આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે ’મુલાધાર ચક્ર’ .આખો લેખ ચિંતનાત્મક છે

સૌજન્ય ચિરાગભાઇ

1 ટીકા

Filed under અધ્યાત્મ, કવિતા, ગીત, ઘટના