માનવ તંદુરસ્તી ૧૧ જુદા જુદા વીટામીન તત્વો અને શરીરને મળતા લાભો

આગળ પ્રગટ કરેલી પોસ્ટો દ્વારા મેં સૌને માનવ શરીર વિષે પુર્ણ માહિતી આપી છે.

અને. આગળ ઉલ્લેખ કર્યો હતો તે પ્રમાણે “માનવ તંદુરસ્તી” રૂપે હવે “ચંદ્રપૂકાર” રૂપી પોસ્ટો હશે..જેમાં વાંચકોએ કરેલા સવાલોના જવાબરૂપી એ પોસ્ટો હશે.

એનું માન રાખી….પુર્વીએ એક સવાલ કર્યો હતો એ નીચે મુજબ છે>>>

8.Purvi Malkan | મે 10, 2014 at 2:46 am

બહુ સુંદર. અંકલજી. પણ હવે એ સમજાવો કે ૫૦ ની ઉમર પછી વિટામિન લેવા જરૂરી બની જાય છે. તો આ વિટામિન શરીર માટે કેવી રીતે કર્યા કરે છે?

પૂર્વી

આ સવાલ હતો “લીવર”ની માહિતી આપતી પોસ્ટ ઉપર.

એ સમયે, મારો જવાબ હતો>>>>

 

9.chandravadan | મે 10, 2014 at 2:01 pm

પુર્વી,

આવી પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર.

તારો સવાલ ઃ ૫૦ વર્ષની ઉમર પછી વાઈટામીન લેવાની જરૂરત ?

આનો જવાબ એટલો કે ઉમર થાય તેના કારણે વાઈટામીન લેવા જ એ ખોટી વાત.

આજના ખોરાક દ્વારા બધા જ વાઈટામીનો જરૂરત પ્રમાણે મળી રહે છે.

જે કોઈને ભુખ ના લાગતી હોય કે પ્રમાણસર ખોરાક લઈ શકતા ના હોય ત્યારે લેવા યોગ્ય હોય.

જો કોઈને વાઈટામીન ડેફીસીયન્સી યાને શરીરમાં ઓછા પ્રમાણે હોય ત્યારે સારવારરૂપે લેવાની સલાહ હોય

શરીરને જરૂરીત વાઈટામીનોના નામો “એ, બી, સી ડી ઈ હોય છે

શરીરને એક તંત્રરૂપે કામ કરવા માટે જરૂરીત છે….દાખલારૂપે જુદા જુદા વાઈટામીન “બી” દ્વારા શરીરનું “મેટાબોલીઝમ” ચાલે…ખોરાકના પ્રદાર્થો લોહી અને અંગો સુધી પહોંચી શકે…એમાં “બી૧૨” લોહી માટે અગત્યનો છે…”ડી” કેલસીઅમ માટે જરૂરીત એટલે હાડકાઓ માટે અગત્યનો વિગેરે.

આ વિષે એક પોસ્ટ હોય ..ભવિષ્યમા હશે !

ડો. ચંદ્રવદન

તો આજે ચંદ્રપૂકાર નામે આ પોસ્ટમાં જુદા જુદા નામોના વીટામીનો વિષે ચર્ચા છે.

 

(૧) વીટામીનોના નામો

તમે જાણશો કે જુદા જુદા વીટામીનોના નામો અંગ્રેજી આલફાબેટના શબ્દો છે..જેમ કે “એ”, “બી”,”સી”, “ડી”,”ઈ”, અને અંતે “કે” ( A, B, C, D E  and K)

તો આ પ્રમાણે કેમ ?

“ઈ” પછી વચ્ચે કોઈ આલફાબેટ નહી અને અંતે “કે” શા કારણે ?

જ્યારે વીટામીનને એક શરીર માટે અગત્યના બહારથી મળતા પ્રદાર્થરૂપે જાહેર થયું ત્યારબાદ નવી શોધરૂપે વીટામીનો કહેલા અન્ય આલફાબેટના વીટામીન જાહેર કરેલા પ્રદાર્થો તો શરીર પોતાની જાતે બનાવી શકે એવું જાણ્યું, કે કોઈક “બી” જેવા જ લાગ્યા…આથી, અંતે કોઈકને વીટામીન ના ગણ્યા તો કોઈકને “બી” સાથે જોડી દીધા. તો “ઈ” પછી, અંતે “કે” સાથે લોહીનું કોએગ્યુલેશન (Coagulation )નો સબંધ હતો અને જર્મન ભાષામાં એ શબ્દ “કે”(K) પરથી શરૂ થતો હતો અને એટલા માટે યોગ્ય ગણી સ્વીકાર્યો.

(૨)જુદા જુદા વીટામીનો શરીરમાં શા માટે જરૂરીત ?

આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે આ સર્વ શરીરમાં ના બની શકે તેમ છતાં શરીરને એક તંત્ર તરીકે કામ કરે તે માટે એ સર્વની ખાસ જરૂરત.

બહારથી લેવાતા ખોરાક દ્વારા જ આ સર્વે શરીર અંદર પ્રવેશ કરી શરીરના કાર્યોમાં સહાય કરી તંદુરસ્તી જાળવી શકે છે.

(૩) જુદા જુદા વીટામીનો…નામોનું લીસ્ટ સાથે એમના કાર્યોનું વર્ણન

 

(1) વીટામીન “એ” (A )

(i) રસાયણ કે “કેમીકલ” (Chemical ) નામ …..”રેટીનોલ” (Retinol )

જેની સાથે ૪ કેરોટેનોઈડ્સ (Carotenoids ) નો સમાવેશ થાય.

(ii) જરૂરતનો દિવસનો ડોઝ (Dose ) ….૯૦૦ માઈક્રોગ્રામ.

(iii) પ્રમાણમાં ના હોય યાને ડેફીસ્યનસી (Deficiency ) હોય તો….રાત્રીએ બરાબર દેખાવું નહી યાને “નાઈટ બ્લાઈન્ડનેસ” (Night Blindness)….ચામડી જાડી કે ખરાબ થઈ જવી યાને “હાયપરકેરાટોસીસ”( Hyperkeratosis) અને “કેરાટોમલેસીયા” (Keratomalacia )

(iv) ક્યાંથી મેળવી શકાય?>>>મોસંબી અને પાકેલા ફળો, લીલા-પાન વાળી વેગીટેબલ્સ, કેરેટ અને પંપ્કીન ( ) દુધ, સોયાબીન્સ, અને લીવર, માછલી

(2) વીટામીન “બી” (B )

 

આ નામે જુદા જુદા પ્રદાર્થો છે.

આ બધા જ પ્રવાહી પાણી તત્વમાં હોય શકે યાને “વોટર સોલુબલ (Water Soluble ) છે.

(૧) વીટામીન “બી-૧” (B-1 )

(i )રસાયણ કે કેમીકલ (Chemical ) નામ છે>>>થાયામીન (Thiamin )

( ii)જરૂરતનો દિવસનો ડોઝ…૧.૨ મીલીગ્રામ

( iii) પ્રમાણમાં ના હોય કે ડેફીસીયન્સી (Deficiency ) હોય તો….બેરીબેરી (BERIBERI )નો રોગ થાય…અને પ્રમાણ કરતા વધે તો…ઉંઘ જેવું યાને ડ્રાઉઝીનેશ (Drowsiness ) અને નવર્સ ઢીલી થઈ જાય.

( iv) ક્યાંથી મેળવી શકાય ? >>>>લીલા વેજીટેબલો, બટાકા, બ્રાઉન ભાત, ઓટમીલ, તેમજ લીવર, પોર્ક-માંસ, ઈંડાઓ

 

(૨) વીટામીન “બી-૨”( B-2)

( i) રસાયણ યાને કેમીકલ (Chemical ) નામ છે>>>રાઈબોફ્લેવીન (Riboflavin )

( ii) જરૂરતનો દિવસનો ડોઝ….૧.૩ મીલીગ્રામ

( iii) પ્રમાણમાં ના હોય કે ડેફીસીયન્સી (Deficiency ) હોય તો…..જીબ પર સોજો યાને “ગ્લોસાઈટીસ” (Glossitis) અને મોની અંદર સોજો યાને સ્ટોમોટાઈટીસ (Stomatitis ) થાય

(iv) ક્યાંથી મેળવી શકાય ?>>>>દુધ અનેદુધમાંથી બનતી ચીજો, કેળા, બીન્સ યાને કઠોર, લીલા વેજીટેબલો, પોપકોર્ન કે ધાણી અને એસપારગસ (Asparagus )નામનું વેજીટેબલ.

 

 

(૩) વીટામીન “બી-૩” ( )

( i) રસાયણ યાને કેમીકલ (Chemical ) નામ છે>>>નાયાસીન ( Niacin)

(ii) જરૂરતનો દિવસનો ડોઝ……૧૬.૦૦ મીલીગ્રામ

(iii) પ્રમાણમાં ના હોય કે ડેફીસીયન્સી ( Deficiency) હોય તો…”પેલાગ્રા (Pellara )નામનો રોગ થાય

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>ઘણા વેજીટબલો, મુશરૂમ, જુદા જુદા નટ્સ (Nuts )… શીંગ, બદામ, અખરોટ, પીસ્તા વિગેરે,માંસ (Meat ), માછલી, ઈંડા

 

(૪) વીટામીન “બી-૫” (B-5 )

( i) રસાયણ કે કેમીકલ ( ) નામ છે>>>”પેન્ટોથેનીક એસીડ” (Pantothanic Acid )

( ii) જરૂરતનો ડોઝ દિવસનો ડોઝ>>>૫.૦૦ મીલીગ્રામ

(iii) પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” ( Deficiency) હોય તો….નર્વમાંથી બહેર મારી જવું યાને “નમનેસ” (Numbness ) વિગેરે ચિન્હો જેને “પારેસ્થેયા” ( Parasthesias) કહેવાય એવું થવું

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>બ્રોકલી (Broccali ) નામનું વેજીટેબલ તેમજ “આવાકારડોસ” ( Avacardo) નામનું ફળ, અને માંસ (Meat )

 

(૫) વીટામીન “બી-૬” (B-6 )

(i) રસાયણ કે કેમીકલ ( ) નામ છે>>>”પીરીડોક્ષીન” ( Pyridoxin)

( ii) જરૂરતનો દિવસનો ડોઝ>>>૧.૩-૧.૭ મીલીગ્રામ

(iii ) પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયસી” હોય તો….(૧) એનીમીઆ (Anemia ) (૨) પેરીફરલ ન્યુરોપથી (Perpheral Neuropathy )

(iv ) ક્યાંથી મેળવી શકાય ?>>>વેજીટેબલ યાને શાકભાજી, કેળા, જુદા જુદા “ન્ટ્સ” (Nuts ) જેવા કે બદામ, પીસ્તા વિગેરે, અને માંસ યાને મીટ (Meat )

 

(૬) વીટામીન “બી-૭” ( B-7)

(i) રસાયણ કે કેમીકલ (Chemical ) નામ છે>>>”બાયોટીન” (Biotin )

(ii ) જરૂરતનો દિવસનો ડોઝ>>>>૩૦.૦૦ મીક્રોગ્રામ

( iii) પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” (Deficiency ) હોય તો>>>(૧) ચામડીની ખજવાળ યાને “ડરમાટાઈટીસ” ( Dematitis) (૨) આંતરડાનો સોજો યાને “એનટ્રાઈટીસ” ( Enteritis)

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>લીલા પાનરૂપી વેજીટેબલ, શીંગા દાણા, લીવર અને કાચા ઈંડાનો યોક (Egg Yolk )

 

(૭) વીટામીન “બી-૯” (B-9 )

( i) રસાયણ કે કેમીકલ (Chemical ) નામ છે>>>>”ફોલીક એસીડ” (Folic Acid )

(ii) જરૂરતનો દિવસનો ડોઝ>>>>>૪૦૦ મીક્રોગ્રામ

( iii) પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” ( Deficiency) હોય તો>>>મેગાલોબ્લાસ્ટીક એનીમીઆ (Megaloblastic Anemia ), અને જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય અને આ તત્વ ઓછા પ્રમાણમાં હોય તો બાળકમાં બર્થ ડીફેક્ટ્સ (Birth Defects) જેવી કે ન્યુરલ ટ્યુબ ડીફેટ ( Neural Tube Defects) જોવા મળે છે

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>વેજીટેબલ્સ યાને શાકભાજી, પાસ્તા, બ્રેડ, સીરીયલ અને લીવર

 

( ૮) વીટામીન “બી-૧૨” ( B-12)

(i) રસાયણ યાને કેમીકલ (Chemical ) નામ….સાઈનોકોબાલોમીન (Cyanocobalamine )

(ii) જરૂરીત દિવસનો ડોઝ>>>>૨.૪ માઈક્રોગ્રામ

(iii) જો પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” હોય તો>>>મેગાલોબ્લાસ્ટીક એનીમીઆ (Megaloblastic Anemia )

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>મીટ યાને માંસ અને બીજા પ્રાણીના પ્રદાર્થો.

 

( ૩) વીટામીન “સી” (C )

(i) રસાયણ યાને કેમીકલ (Chemical ) નામ….”એસકોર્બીક એસીડ (Ascorbic Acid )

(ii ) જરૂરીત દિવસનો ડોઝ>>>૯૦.૦૦ માઈક્રોગ્રામ

( iii) જો પ્રમાણમાં ના હોય કે “ડીફીસીયન્સી” હોય તો>>>>”સ્કરવી” (Scurvy ) નામનો રોગ

( iv) ક્યાંથી મેળવી શકાય ? >>>>ફળો, વેજીટેબલ્સ, અને લીવર

 

( ૪)વીટામીન “ડી” ( D)

(i ) રસાયણ કે કેમીકલ (Chemical ) નામ….કોલેકસીફેરોલ (Cholecalceferol )

(ii ) જરૂરીત દિવસનો ડોઝ>>>>૧૦ માઈક્રોગ્રામ

(iii ) જો પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” હોય તો>>>>બાળકોમાં “રીકેટ્સ” (Rickets ) અને મોટાઓમાં “ઓસ્ટીઓમલેશીયા” (Osteomalacia) જેવા રોગો થાય

(iv) ક્યાંથી મેળવી શકાય ? >>>માછલી, ઈંડાઓ, લીવર અને મશરૂમ્સ (Mushrooms )

 

( ૫) વીટામીન “ઈ” ( E)

( i) રસાયણ કે કેમીકલ (Chemical ) નામ…..”ટોકોફેરોલ્સ” (Tocopherols )

(ii) જરૂરીત દિવસનો ડોઝ>>>>૧૫ મીલીગ્રામ

(iii ) જો પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” હોય તો>>>>નવા જન્મેલા બાળકમાં “હેમોલીટીક એનીમીઆ (Hemolytic Anemia ) કે પુરૂષોમાં સ્ટેરીલીટી ( Sterility) અને સ્ત્રીઓમાં “એબોર્શન” (Abortion ) હોય શકે….પણ આવી “ડેફીયન્સી” થવાની સંભવતા ઘણી જ ઓછી હોય છે.

( iv) ક્યાંથી મેળવી શકાય ?>>>ફળો, વેજીટેબલ્સ, નટ્સ જેવા કે બદામ પીસ્તા વિગેરે,તેમજ પંપકીન અને અન્ય દાણાઓ

 

( ૬ ) વીટામીન “કે” (K )

(i) રસાયણ કે કેમીકલ (Chemical ) નામ….ફાઈલોક્વીલોન્સ (Phylloquinones )

(ii ) જરૂરતનો દિવસનો ડોઝ…..૧૨૦ માઈક્રોગ્રામ

( iii) જો પ્રમાણમાં ના હોય કે “ડેફીસીયન્સી” હોય તો>>>લોહીના રોગો યાને “બ્લીડીંગ ડીસઓર્ડર” (Bleeding Disorder ) થાય

(iv ) ક્યાંથી મેળવી શકાય ?>>>>લીલા પાનવાળા વેજીટેબલ્સ જેવી કે સ્પીનીચની ભાજી, ઈંડાની અંદરનો પીળો યોર્ક, લીવર

તમે સર્વ વીટામીનો વિષે થોડી માહિતી વાંચી.

તમે એ પણ જાણ્યું કે શરીર આવા તત્વો બનાવી ના શકે અને એથી એ બધા ખોરાક દ્વારા જ શરીર મેળવી શકે…ક્યા ક્યા ખોરાકોમાંથી શું શું મળે તે પણ તમે જાણ્યું.

જો જરૂરત પ્રમાણે આ તત્વ ના હોય તો એની ખરાબ અસર કે કોઈ રોગ પણ હોય શકે.

તો…ઉલ્લેખ કર્યો તે પ્રમાણે થોડી બિમારીઓ વિષે ચર્ચાઓ કરીએ.

( ૧) નાઈટ બ્લાઈન્ડનેસ અને કેરાટોમલેસીયા (Night Blindness & Keratomalacia )

 

જ્યારે વીટામીન “એ” પ્રમાણમાં ના હોય ત્યારે રાત્રી કે સાંજના સમયે બરાબર જોઈ ના શકાય. અને, એની સાથે આંખોની અંદર ચીઝ જેવા ધોળા સ્પોટ્સ યાને “બેટોટ્સ સ્પોર્ટ્સ” (Betot Spots ) નજરે પડે. આંખોની “કોર્નીઆ” (Cornea ) સુકાય જાય.અને, સારવાર ના શરૂ થાય તો ચાંદા કે “અલસર” (Ulcer ) પડે અને અંતે “કેરાટોમલસીયા” (Karatomalacia ) યાને કોર્નીયા ફુટી જાય અને કાયમ માટે અંધાપો યાને “બ્લાઈન્ડનેસ” (Blindness) થઈ જાય.

 

(૨) બેરીબેરી (Beriberi )

 

જ્યારે વીટમીન “બી-૧” યાને “થાયામીન” (Thiamine ) પ્રમાણમાં ના હોય ત્યારે જે રોગ થાય તેને “બેરીબેરી” કહેવામાં આવે છે.

અસલ આ રોગની શોધ થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે જેઓ એકદમ ધોળા પોલીસ્ડ ( ) ભાત ખાય તેઓને “થાઈમીન”ના મળી શકે.

આવા રોગીઓની “નર્વસ” (Nerves )ને પોષણ ના મળે અને એ સર્વ એમનું કામ કરી ના શકે…આથી, “પેરાલસીસ” (Paralysis ) થાય, મસલો (Muscles ) એમનું કામ ના કરી શકે….માનસીક બિમારી તેમજ ઉલટી વિગેરે નજરે આવે…આને, સુકી બેરીબેરી (Beriberi ) કહેવાય છે.

જ્યારે માનવ શરીર “હાર્ટ ફેલીઅર” (Heart Failure )ના કારણે ફુલી જાય ત્યારે એને “વેટ બેરીબેરી”(Wet Beriberi ) કહેવાય.

જ્યારે નાના બાળકોમાં આ રોગ થાય ત્યારે બાળકોનું વજન વધે નહી, એકદમ દુબળા પાતળા દેખાય અને આવા રોગી બાળકો હાર્ટ ફેલીઅરને કારણે મૃત્યુ પામે.

 

(૩)પેલાગ્રા (Pelegra )

 

જ્યારે શરીરમાં “નાયાસીન” (Niacin ) ના હોય ત્યારે “સાઈકોલોજીકલ” ( Psychological) રોગના ચિન્હો જોવા મળે….એકદમ આજવાળા કે કોઈક સુગંધો સાથે ઉલટીઓ તેમજ ચક્કર જેવું યાને “ડીઝીનેસ” (Dizziness ) થાય. માનવી એની “ઈમોશનલ” (Emotional ) સ્થીરતા ગુમાવે છે. આફ્રીકા અન્ય દેશોમાં જ્યાં મકાઈ જ મુખ્ય ખોરાક હોય ત્યાં આવા રોગો જોવા મળે છે.

 

(૪) મેગાલોબ્લાસ્ટીક એનીમીયા (Megaloblasic Anemia )

 

જ્યારે શરીરમાં વીટામીન “બી-૧૨” અગર “ફોલીક એસીડ” (Folic Acid ) પ્રમાણમાં ના હોય ત્યારે લોહીના લાલ યાને રેડ સેલ્સ બરાબર બની ના શકે. મોટા અને પુરી કાર્ય-શક્તિ વગર હોય એથી પ્રાણવાયુને લઈ જવા માટે જોઈએ તેવી મદદ ના મળે. આથી આવા રોગને આ નામે “એનીમીયા”(Anemia ) કહેવાય છે. રેડ સેલ્સના “ડીએને” (DNA )ના બંધારણમાં ખામીઓ રહી જાય છે એટલે આ રોગ.

જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે બાળકના પોષણ માટે “ફોલીક એસીડ” ( Folic Acid) વધારે જોઈએ, અને ના મળે ત્યારે આવો એનીમીયા થાય…પણ ડોકટરો ત્યારે સૌ સ્ત્રીઓને ફોલીક એસીડ ટેબલેટરૂપે આપે છે.

“બી-૧૨”ની ડીફીસીયન્સી ઘણીવાર જઠરની અંદરના ભાગે બગાડ હોય અને ત્યારે આવો વીટામીન લોહીમાં પ્રવેશ ના કરી શકે ત્યારે આવા એનીમીયા થાય છે.

 

(૫) સ્કર્વી (Scurvy )

 

જ્યારે વીટામીન “સી” (C ) પ્રમાણમાં ના હોય ત્યારે પ્રથમ થાક લાગવું ..ત્યારબાદ, ચામડી પર ડાગાઓ યાને “સ્પોટ્સ” (Spots ) પડવા અને ત્યાંથી લોહી નીકળવું અને અંતે “ઈનફેક્શન” (Infection ) થઈ પાકવું….આ રોગને “સ્કર્વી” કહેવામાં આવે છે.

અહીં, વીટામીન “સી” ના હોવાના કારણે શરીરમાં “કોલાજન” (Collagen ) બની ના શકે.

અસલ જ્યારે લાંબી દરિયાની સફરો થતી ત્યારે ખોરાકમાં ફળો વિગેરે ના મળતું અને એથી આવો રોગ જોવા મળતો.

આજે તો ફળો (જેવા કે લીંબુ, મોસંબી વિગેરે ) મળે છે તેમજ ટેબલેટરૂપે પણ આ વીટમીન લઈ શકાય છે.

 

ફક્ત થોડા રોગો વિષે જ માહિતી આપી છે. તમારા ડોકટર પાસે વિગતે જાણી શકો છો.

સારરૂપી સલાહો >>>

(૧) આજના મળતા ખોરાકોમાં અનેક વીટામીનો આવે છે. એના કારણે વીટામીનો રોજની જરૂરતના મળી રહે છે. એ કારણે રોગો થવાની સંભવતા ઓછી થઈ ગઈ છે.

(૨) સ્ત્રીઓ ગર્ભવતી બને ત્યારે બાળકના પોષણ માટે “ફોલીક એસીડ” (Folic Acid ) ની વધારે જરૂરત પડે અને આવી જરૂરત ફક્ત ખોરાક પુરતી ના કરીન શકે..આથી, ડોકટરો આ વીટામીન ટેબલેટરૂપે આપે છે.

(૩) સ્ત્રીઓની ઉમર થાય…. ઈસ્ટ્રોજન હોર્મોન્સ (Estogen Hormone ) ઓછા થવાના કારણે શરીરમાં “કેલસીઅમ” (Calcium) પ્રમાણમાં ના મળી શકે. આથી, એ માટે કેલસીઅમ ટેબલેટરૂપે લેતા સાથે વીટામીન “ડી” લેવાની જરૂરત પડે છે. આ પ્રમાણે લેવાથી હાડકાઓ મજબુત રહી શકે છે.

(૪) ઈંગલેન્ડ કે યુરોપના દેશોમાં સુર્ય પ્રકાશ જોઈએ તેવો ના મળે. વીટામીન “ડી” ને શરીરમાં યોગ્ય રીતે જવા માટે સુર્ય પ્રકાશ્ની જરૂરત રહે છે..એથી, આ વીટામીન ટેબલેટરૂપે લેવા સલાહ રહે છે.

(૫) આજના જમાનામાં જુદી જુદી જાતના ફળો, શાકભાજી વિગેરે મળે જ છે…આવા ખોરાકમાંથી પ્રમાણમાં વીટામીનો મળતા જ રહે છે. વૃધાવસ્થામાં પણ ખોરાક પ્રમાણમાં લઈ શકાતો હોય તો રોજ વીટામીનો લેવાની જરૂરત ના હોય. કોઈને ખુખ ના લાગતી હોય, શક્તિ ઓછી હોય અને વૃધ્ધ હોય ત્યારે ડોકટરી સલાહ પ્રથમ લેવી રહે. કોઈ રોગના ચિન્હો ના હોય એવું ટેસ્ટો દ્વારા થયા બાદ, કદાચ વીટામીનો લેવાની સલાહ હોય શકે…આજે તો વીટામીન બલ્ડ લેવલ પણ કરી શકાય તો એવી ટેસ્ટો પણ કરી શકાય.

(૬) આજે વીટામીનો ખોરાક દ્વારા પ્રમાણમાં હોવા છતાં, જાહેરાતો અને અનેક વીટામીનો ટીકડીરૂપે હોવાથી અનેક દરરોજ લેય છે..આ કારણે વીટામીન “ટોક્ષિસીટી” (Toxicity) થવા સંભવતા રહે છે તે ધ્યાનમાં લેવાનું છે.

દાખલારૂપે….નાયાસીન ખુબ જ લેવાથી “લીવર”પર ખોટી અસર પડે છે….વીટામીન “ઈ” વધુ લેવાથી હાર્ટ ફેલીઅરના દર્દીઓ જોવા મળ્યા છે…..” પીરીડોક્ષીન” ખુબ લેવાથી નર્વને “ડેમેજ”(Damage ) કરી શકાય છે….વીટામીન “બી-૧૨”વધુ લેતા ખીલ જેવા ચામડી પર ડાગો પડે છે.

ઉપરનું બધુ ધ્યાનમાં લઈ….આજે વિજ્ઞાન દ્વારા માનવીઓ એ ઘણું સમજ્યું છે એ જ ખુશીની વાત છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

Leave a comment

Filed under મેડિકલ, વિજ્ઞાન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s