માનવ તંદુરસ્તી ૧૨ થાઈમસ ગ્લાન્ડ અને સેલુલર મેમોરી યાને યાદશક્તિ

anterior view of chest showing location and size of adult thymus
File:Illu thymus.jpg

 

 

 

 

 .માનવ તંદુરસ્તી (૩૭ )…… ડોકટરપૂકાર (૧૨)…થાઈમસ ગ્લાન્ડ અને સેલુલર મેમોરી યાને યાદશક્તિ

 

આજની “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ “ડોકટરપૂકાર”રૂપી જવાબરૂપે છે.

આગળ પ્રગટ કરેલી પોસ્ટમાં પ્રજ્ઞાજુબેને એક સવાલ કરી “સેલુલર મેમોરી” ( CELLULAR MEMORY) વિષે ઉલ્લેખ કર્યો હતો…એના ટુંકા જવાબે મેં થોડું લખ્યું હતું.

આજે એ વિષયે વધુ ચર્ચાઓ કરતા….આપણે વિગતવાર જાણવવા પ્રયાસ કરીશું>>>

(૧) થાઈમસ ગ્લાન્ડ (THYMUS GLAND )

 

(૨) સેલુલર મેમોરી ( CELLULAR MEMORY)

 

(૩) આ ઉપરની ચર્ચા સાથે મગજ યાને બ્રેઈન અને નર્વસ સીસ્ટમનો ઉલ્લેખ

તો…..પ્રથમ વાંચો સવાલ અને જવાબ જે આગળની પોસ્ટ પર પ્રગટ થી ચુક્યા હતા>>>

 

1.pragnaju | મે 12, 2014 at 1:02 pm

સામાન્ય સમજ માટે પુરતું છે
મન વિષે વધુ ચિંતનાત્મક લખવા વિનંતિ
ખાસ કરીને એના સેલ્યુલર મેમરી અને થાયમસની મિત્રોને દુશ્મન ગણવાની મેમરીમા ફેરફાર કરવા અંગે અને માનવશરીરમા રહેલા બેકટેરીઆ-વાયરસના મનમા ફેરફાર કરી તેમને મિત્રો બનાવી શકવાના ….

અને તે અંગે આપના આધ્યાત્મિક અનુભૂતિઓનું સંકલન કરવા વિનંતિ

2.chandravadan | મે 12, 2014 at 2:34 pm

પ્રજ્ઞાજુબેન,

તમે આવી પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર.

તમે પ્રતિભાવમાં મન, થાઈમસ અને સેલ્યુલર મેમોરી વિષે વધુ કહેવા માટે ભલામણ કરી.

આ વિષય માટે માહિતી ભેગી કરતા સમય થઈ જાય…પણ, ભવિષ્યમાં એવો પ્રયાસ કરીશ.

ત્યારે, એક પોસ્ટરૂપે હશે !

…ચંદ્રવદન
Dr. Chandravadan Mistry

 

થાઈમસ ગ્લાન્ડ (Thymus Gland )

થાઈમસ ગ્લાન્ડ એટલે શરીરની અંદરનો એક સ્પેસીઅલ ઓરગન.

આ ગ્લાન્ડ સાથે શરીરનું રક્ષણ-તંત્ર યાને “ઈમ્યુનીટી” ( Immunity) સાથે જોડાણ છે.

અહીં, માનવ શરીરના બનેલા “ટી-સેલ્સ” ( T cells) નામના લીમ્ફોસાઈટ્સ (Lymphocytes ) પેદા થાય અને શરીરના રક્ષણરૂપી “ઈમ્યુન સીસ્ટમ” (Immune System )નો આધાર બની જાય છે.

આ થાઈમસ ગ્લાન્ડ છાતીના વચ્ચેના હાડકા “સ્ટરનમ” ( Sternum)ની પાછળ છે અને હ્રદયની ઉપર છે.

આ જે આકારે છે તે બે લોબ (Lobes ) રૂપી ભાગોમાં છે.દરેક લોબમાં વચ્ચેનો ભાગ એટલે “મેડ્યુલા” (Medulla ) અને બહાર તરફનો ભાગ એટલે “કોર્ટેક્ષ” (Cortex) કહેવાય છે. અહીં, થાઈમસ સેલ્સ યાને “સ્ટોમલ” ( Stomal) સેલ્સ જે લોહીને લગતા “હેમોપોએટીક” (Heomopoietic ) સેલ્સથી બનેલા છે અને એમાંથી “ટી-સેલ્સ” (T-cells) બને છે.

માક્રોસ્કોપથી જોતા, જે સેલ્સથી એ બનેલો છે તેનું નામ છે “થાઈમોસાઈટ્સ” (Thymocytes)….અહીં, “ટી-સેલ્સ” જે બને તે બહારના તત્વોની ઓળખ સાથે એમની કાયામાં એવું પરિવર્તન લાવે કે એન્ટીજન (Antigen )રૂપી ઓળખ સાથે બહારથી પ્રવેશ કરતા તત્વો પર હુમલો કરે અને શરીરની અંદર એની ખરાબ અસર ના પડે એવું શક્ય કરે, અને આ પ્રમાણે શરીરનું રક્ષણ કરે.

આવી યોજના દ્વારા બાળક જન્મે ત્યારથી થાઈમસ તે યુવાનીના દિવસોમાં પણ એનું કાર્ય ચાલુ રાખે છે…પણ જેમ જેમ વર્ષો વધે તેમ આ ગ્લાન્ડ નાનું થતું જાય છે અને અંતે કાર્યહીન બની ગયું એવું લાગે છે….શરીરના રક્ષણ કરવાનું કાર્ય જાણે પુર્ણ થયું લાગે પણ ખરેખર તો રક્ષણનું કાર્ય ટી-સેલ્સ” સાથે જરૂરત પ્રમાણે ચાલુ રહે છે. આ પ્રમાણે થાઈમસના સેલ્સનું મરણ અને ત્યાં ચરબી કે “એડીપોસ” (Adipose ) થઈ જવું એમાં શરીરના “સેક્ષ હોર્મોન્સ”નો ફાળો છે….પણ આવા સમયે પણ શરીરમાં “ટી-સેલ્સ” (T-Cells ) બનતા રહે છે એ અગત્યની જાણકારી છે. શરીરના લોહી/લીમ્ફાટીક્સ ( Blood/Lymphatics) દ્વારા ફરતા “ટી-સેલ્સ”નામના “લીમ્ફોસાઈટ્સ” ( Lymphocytes) રક્ષણનું કાર્ય ચાલુ રાખે છે. આ પ્રમાણે, જીવીત રહેલી “ઈમ્યુયન સીસ્ટમ” શરીરના રક્ષણ માટે અગત્યનો ફાળો ભજવે છે.

 

(૨) સેલ્યુલર મેમોરી (Cellular Memory )

આ એક વિચારધારા છે….આ એક “સાઈકો- સાઈન્ટિફીક થીઅરી (Pshycho-Scientific Theory ) છે.

એનો સિધ્ધાંત છે કે….શરીરના દરેક સેલ્સ એક જીવીત યુનીટ (Unit ) છે, જેમાં માનવ જીવની “બ્લુ પ્રીન્ટ” ( Blue Print) છે જેવી રીતે કે કોમપ્યુટરમાં “ચીપ” (Chip ) હોય તે પ્રમાણે, દરેક સેલમાં “મેમોરી” ( Memory) યાને યાદશક્તિ છે….બસ, આ વિચાર એ જ “સેલ્યુલર મેમોરી” (Cellular Memory ).

આપણે, આગળ ચર્ચાઓ કરેલી તેમાં આપણે મગજ યાને “બ્રેઈન” (Brain ) અને એની સાથે જોડાયેલી “નર્વસ સીસ્ટમ” (Nervous System )ના ફાળાનું મહત્વ ગણી, એની સાથે “મન”ને જોડી “મેમોરી”યાને યાદશક્તિની સમજ મેળવી હતી. અહીં, શરીર સાથે “મન”નું જોડાણ અને ઉંડાણમાં જઈ આત્મા યાને “સોલ” (Soul ) નું જોડાણ કરી માનવીની શક્તિને સમજવાની કોશીષો કરી હતી.

હવે….શરીરના દરેક સેલ્સ જાણે જુદી જુદી મેમોરી ફેક્ટરીઓ ( Factories) હોય એવું અનુમાન કરી એક “નવી સમજ”નું જ્ઞાન આપવાનો આ માનવ પ્રયાસ છે.

દરેક સેલને તમે નિહાળો…દરેકમાં “ડીએનએ” ( DNA) રૂપી “જેનેટીક” ( Genetic) તત્વ છે એ એક હકિકત છે.

આવા જેનેટીક તત્વમાં વંશવેલાની યાદ છે…અને કદાચ ભુતકાળનો કર્મોની “પ્રીન્ટ” (Print) હોય શકે. તો જ, આપણી ‘સબકોન્સીયસ” ( Sub Conscious) મેમોરી ત્યાં હોય શકે….આ બધુ જ એક સેલના લેવલે આપણે મેમોરીરૂપી શક્તિ તરીકે અનુમાન કરી શકીએ.

આ વિચારધારાને કોમ્યુટરની ભાષામાં સમજાવી શકાય….કે પછી, અસલ ઋષીમુનીઓની વિચારધારારૂપે શરીરના ચક્રો (Chakro ) અને શરીરના સર્વ અંગો કે ત્યાંના દરેક સેલ્સ સાથે કોઈક જોડાણ હોય એવા દાવારૂપે સ્વીકાર કરી “સેલ્યુલર મેમોરી”ની સમજ આપી શકીએ.

આવી વિચારધારામાં રહી, આપણે “પોઝીટીવ” અને “નેગેટીવ” શક્તિનો સ્વીકાર કરીએ.જ્યારે પણ મન દ્વારા “પોઝીટીવ” વિચારો હોય ત્યારે માનવ શરીરને “બેલેન્સ”(Balance ) યાને સમતોલનતા મળે…અને માનવી તંદુરસ્તીના પંથે હોય.

જ્યારે ક્રોધ, ભય, શરમ વિગેરે “નેગેટીવ” વિચારોમાં માનવ હોય ત્યારે નેગેટીવ શક્તિ મનની શાંતીમાં ભંગ કરે છે, અને અંતે તંદુરસ્તી પર ખરાબ અસર લાવે છે.

આ વિચારધારામાં અનુમાનનો ફાળો છે…પણ, વિજ્ઞાનને તો પુરાવા જોઈએ.

આપણા શરીરમાં અનેક “એન્ડોર્ફીન્સ” (Endorphins ) નામના તત્વો પેદા થઈ ભ્રમણ કરે છે….આ માટે વિજ્ઞાન પુરાવો આપે છે.

આ બધા તત્વોની વધ ઘટ માનવીના “ઈમોશન્સ” ( Emotions) સાથે જોડાયેલ છે. આથી, “પોઝીટીવ” વિચારો તંદુરસ્તી તરફ વાળે છે…અને, “નેગેટીવ” વિચારો તંદુરસ્તી બગાડે છે.

જ્યારે, આવા તત્વો પ્રમાણસર ના હોય ત્યારે “વાઈરસ” (Virus ) જેવા જંતુઓ શરીરમાં પ્રવેશ કરી શરીરના “રીસેપ્ટર” પર કબજો કરી લેય છે, અને એ કારણે ખરાબ અસર યાને રોગ થાય છે. આવી જ વિચારધારા જુની આર્યુવેદીક સારવારમાં પણ નિહાળવા મળે છે…અને, આ જ વિચારધારા આધ્યત્મિક પંથે યાને “સ્પીરીચ્યુઅલ” (Spiritual ) પંથે લઈ જાય છે.

પણ….”સેલ્યુલર મેમોરી”ની ચર્ચાઓ કરતા, આપણે “ન્યુરોટ્રાન્સમીટર્સ” ( Neurotransmitors) ની વાતો તરફ ગયા…જે કારણે, આપણે મગજ, અને નર્વસ સીસ્ટમને જોડી, યાદશક્તિ કે “મેમોરી” ક્યાં છે તેની શોધમાં મગજના આગળના ભાગ યાને “ફ્રોન્ટલ લોબ” (Frontal lobe ) માં યાદશક્તિ છે એવી સમજ મેળવી….વધુ રીસર્ચ સાથે મગજના અંદરના ભાગે આવેલ “હીપોકેમ્પલ”માં મેમોરી સંગ્રહ સાથે જોડાયેલ છે એવું સમજ્યું…અને દ્રષ્ઠીના તાંતણે રહી મેમોરીને સાઈડના મગજના લોબ નામે “પેરાઈટલ લોબ” (Perietal Lobe ) સાથે પણ જોડાણ કર્યું. આ પ્રમાણે, નર્વસ સીસ્ટમનો ફાળો મેમોરી સાથે છે એવું જાણ્યું….પણ જ્યારે રક્ષણની મેમોરી કે પછી, અન્ય રીતે સચવાયેલ મેમોરીની ચર્ચા કરીએ ત્યારે જીન્સ કે ટી-સેલ્સરીરૂપી “સેલ્યુલર મેમોરી” ની વાત સાથે જોડાણ વગર ચર્ચાઓ કરવી એ અધુરી કહેવાય.

એક સારરૂપે મારે એટલું કહેવું છે >>>>

થાયમસ ગ્લાન્ડ શરીરને ટી સેલ્સ કે એવા સ્પેસીયલ “લીમ્ફોસાઈટ્સ” ( Lymphocytes) વિષે દોરી, શરીરના રક્ષણ માટે ફાળો આપે અને એની સાથે એવા સેલ્સ અને શરીરના સર્વ સેલ્સમાં રહેલ “ડીએનએ”(DNA )રૂપી તત્વ સાથે મેમોરીનો ઉલ્લેખ “સેલ્યુલર મેમોરી” (CELLULAR MEMORY ) ના વિષયે દોરે છે. અને મગજ અને એની સાથે જોડાયેલી નર્વસ સીસ્ટમ આપણને મગજમાં ક્યાં ક્યાં મેમોરીના તાંતણાની શોધમાં ફ્રોન્ટલ લોબ તેમજ મગજના અન્ય વિભાગે લઈ જાય છે.

આવી ચર્ચા સાથે શરીરમાં બનતા “એનડોર્ફીન્સ” (ENDOPHRINS ) જેવા તત્વોની શોધ આપી એક નવા પંથે લઈ થોડી વધુ સમજ આપે છે.

જે જાણ્યું એમાં ભવિષ્યમાં વધુ જ્ઞાન હશે, એવું મારૂં અનુમાન છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

Leave a comment

Filed under મેડિકલ, વિજ્ઞાન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s