માનવ તંદુરસ્તી જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”

 thPiercedLip2.jpg pain image by redheadedmommy0079-0506-1214-0411

માનવ તંદુરસ્તી(૧૩) …જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”


ગઝલમાં દર્દ અને દવાનો  ડોઝ
સૌજન્ય  લયસ્તરો
જેનું નામ જ મરીઝ છે એમનાથી શરૂઆત કરીએ તો? મરીઝને વાંચતા એટલો અહેસાસ જરૂર થાય છે કે આ માણસ નીલકંઠથી પણ આગળ છે. શંકરે તો માત્ર ગળા સુધી ઉતાર્યું હતું ઝેરને, મરીઝે તો આખા જીવનને!

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.

દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !

પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના

હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.

સુરતના કવિઓને પૂછીએ? ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:

એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

અને સુરતના જ ડૉ. મુકુલ ચોક્સી પ્રેમીઓની અંદર જ વસતા દવાખાનાઓને કેવી સહજતાથી પારખી શક્યાં છે?:

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !

સુરતના શ્રી ગનીચાચા પાસે જે ઈલાજ છે કદાચ એ લાજવાબ છે:

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં

દર્દની વાત હોય અને ઘાયલ માણસો ગેરહાજર રહે એ કેમ ચાલે? ‘ઘાયલ’ના ‘અમૃત’ને નાણી જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે.

એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !

ભયંકરમાં ભયંકર રોગ લાગે પ્રેમ છો સૌને,
મને અક્સીરમાં અક્સીર એ ઉપચાર લાગે છે.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

જલન માતરી સોમરસથી જલન બુઝાવવાની વાત કરે છે:

હું ચિંતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ,
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે.

જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

કલાપી જખ્મો પર ચુંબનોનો બેમિસાલ મલમ લઈને આવ્યાં છે:

જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.

તો નસીમને ઈલાજ તો દૂર, નિદાનની ય પરવાહ નથી:

થઈ રહ્યું છે હૃદયવ્રણ ફરીને મુજ તાજું;
નથી હું પૂછતો એનું નિદાન છે કે નહીં ?

બાગે-વફાના સંચાલક મોહમ્મદઅલી ભૈડુ”વફા” પણ એક વાત લઈને આવ્યાં છે:

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

‘શૂન્ય’ પાલનપુરીએ એટલી માંદગી વેઠી હતી કે એમની ગઝલોમાં તો તબીબ, દર્દ અને દવાનો જાણે સાક્ષાત્કાર થતો અનુભવાય છે:

મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો, સૌ ઈલાજોની એને ખબર છે;
રોગ થઈ જાય જેનો પુરાણો, શું ભલા એ તબીબોથી કમ છે?

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ
મુજને પડી દરદની તને સારવારની.

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?

કોઈ જઈને સમજાવો ઉપચારકોને, ચિકિત્સા નકામી છે ખોટા નિદાને;
મરણ થાય ના ક્યાંક રોગીનું એમાં, દરદ પણ અજાણ્યું દવા પણ અજાણી.

બરકત વિરાણી ‘બેફામ’ પણ દર્દને જીવન માનીને બેઠા છે:

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.

તબીબો કદી માંદા નથી પડતાં એવી મથરાવટી ધરાવતાં લોકોને મારે શું કહેવું?:

તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.

From: “Dr. Rajendra Trivedi, M.D.” rmtrivedi@comcast.net

ગઝલકારોની ગઝલોથી “દર્દ”નું જાણ્યું,

“ઈલાજો”હોય, ના હોય એવું પણ જાણ્યું,

 બધું જાણી, “ચંદ્ર”છે વિચારોમાં>>>>

દર્દ અને ઈલાજો !

દાકતરી પેન છોડી, લખ તું ગઝલરૂપે,
 
ના આવડે ગઝલ, તો સૌ સ્વીકારશે શબ્દોરૂપે !
 
દર્દ હોય જેને, એ જ જાણે, બીજા શું જાણે ?
 
ઈલાજ મળ્યો કે ના, એ તો ફક્ત દર્દી જાણે !
 
જ્યાં સૌ કહે,  “નથી દર્દની સારવાર,”
 
ત્યાં, દર્દીનું  હ્રદય કહે,  “છે સારવાર !”
 
જો પ્રભુની યાદ આવે, એવા સમયે,
 
તો, હોય દર્દ કમ, એવા સમયે !
 
જ્યારે ઈલાજોમાં શ્રધ્ધાની વાત થાય,
 
ત્યારે, પ્રભુ સિવાય મોટો કોઈ ના કહેવાય !
 
કાવ્ય રચના…તારીખ મે, ૨૫. ૨૦૧૦          ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આ પ્રમાણે “ચંદ્રપૂકાર” પર પહેલીવાર આવી પોસ્ટ છે….જેમાં મેં અનેક ગઝલકારોના ગઝલરૂપી વિચારોને એક “ઝલક”રૂપે પ્રથમ પ્રગટ કરી, મારી રચના “દર્દ અને ઈલાજો” પ્રગટ કરી.
 
વળી, આવી પોસ્ટ “માનવ તંદુરસ્તી”ના વિભાગે પહેલીવાર જ છે !
મને થયું કે ભલે, આ કાવ્ય રચના છે પણ એમાં “હેલ્થ” વિષે જ સંદેશો છે એથી એ કાર્ય યોગ્ય જ કહેવાય !
 
ગઝલકારો જેઓ પાસે તો “શબ્દોનો ખજાનો” છે..એઓ સૌ માનવ હૈયાના દર્દ કે એમા ઈલાજો વિષે જે વર્ણન કર્યું છે તે સૌના દીલો જીતી લેય છે. સૌ ગઝલકારોને મારા “વંદન”.
 
હવે, રહી છે વાત આ પોસ્ટ માટે. મને કેવી રીતે પ્રેરણા મળી?
અનેક ગઝલકારોની ગઝલ ઝલકો “લયસ્તરો”ના બ્લોગ પર હતી …જે મને ડો. રાજેન્દ્રભાઈના ઈમેઈલથી જાણી ( મે ૨૦૧૦)…આ વાંચ્યા બાદ, મને કંઈક લખવા પ્રેરણા મળી.
 
મારા પ્રથમ શબ્દોથી જ સૌ વાંચકોને ખ્યાલ આવશે કે આ કોઈ ગઝલકાર નથી…મેં  વાચ્યું કે સૌએ “દર્દ”નું વર્ણન કર્યું કે ઈલાજો વિષે કહ્યું ….પણ મારા માટે તો ફક્ત એક જ સંદેશો હતો..”પ્રભુશ્રધ્ધા જેવી ગોળી મળી જાય તો દર્દ જરૂર હલકું કે નાબુદ થાય જ !” એટલે સારવારની “ચાવી” ઉપરવાલા પાસે છે….મારા કાવ્યરૂપી રચનામાં આ જ સંદેશો છે !
 
આગળ “માનવ તંદુરસ્તી” નામે તમે અનેક પોસ્ટો વાંચી છે …અને આ પોસ્ટ દ્વારા એવી મારી સફર ચાલુ રહે છે……આ પોસ્ટ બાદ, તમે અનેક પોસ્ટો વાંચશો, જે નીચે મુજબ હશે>>>>>>
 
(૧)…કીડની અને પેશાબ ની સિસ્ટમ.(Kidneys & Urinary System)
 
(૨)… રીપ્રોડોક્ટીવ સિસ્ટમ( Reproductive System)  યાને “વંશવેલો” જીવીત રાખતી માનવ-શક્તિ.
 
(3)…એન્ડોક્રીનોલોગી (Endocrinology) યાને “હોરમોન્સ” વિષેનું વર્ણન.
 
(૪)…ઈમ્યુનોલોજી (Immunology)યાને માનવ દેહની સ્વ-રક્ષણ કરવાની શક્તિ.
     
(૫) ડરમાટોલોજી(Dermatology) યાને દેહની ચામડી વિષે.
 
(૬)… “ડોકટર પૂકાર” રૂપી એક પોસ્ટ
 
(૭)…”ડોકટર પૂકાર” રૂપી બીજી પોસ્ટ.
 
આટલી પોસ્ટો બાદ, આ નામકરણની પોસ્ટોને વિરામ મળશે…..ભવિષ્યમાં બીજી “હેલ્થ”ની પોસ્ટો હશે !
 
“માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચવા રસ છે ને ?…આવી માહિતી તમોને વઘુ વિગતમાં જરૂર મળી શકે. અહી વિગતો આપવાનો મારો ઈરાદો નથી..ફક્ત “સરળ ગુજરાતી ભાષા” માં સાધારણ માનવીઓમાં આ સમજ અર્પણ કરૂ, એ જ એક “હેતું” અને મારી હ્રદયભાવના !
ચંદ્રવદન.
 
FEW WORDS…
 
After a long break, you rea viewing again the Post on “Manav Tandurasti” meaning “Human Health”
Today’s Post is the “preview” of the Future Health related Posts that you will see. The introduction of the “Health Posts” by a Poem is for the 1st time.
The Title of this Poem “Dard ane Ilaajo” means “Pain & Treatment” is however appropriate to the subject of “Health”.
Hope you will visit this Blog & read the Future Posts !
Thanks !
Dr. Chandravadan Mistry
 

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “માનવ તંદુરસ્તી જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”

  1. दर्द मिन्नत-कश-ए-दवा न हुआ
    मैं न अच्छा हुआ बुरा न हुआ

    https://rekhta.org/ghazals/dard-minnat-kash-e-davaa-na-huaa-mirza-ghalib-ghazals?lang=hi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s