માનવ તંદુરસ્તી(૧૪) “કિડની અને યુરીનરી ટ્રેક”

 

 
  

કિડની (KIDNEY)ને ગુજરાતીમાં મૂત્રપિન્ડ કહેશો?…કે પછી હું વર્ણનમાં કિડની કે કિડનીસ ( KIDNEY or KIDNEYS) કહીશ તો તમે ખોટૂં લગાડશો નહી.
જેવી રીતે, હ્રદય, મગજ, ફેફસાઓ માનવ દેહ માટે અગત્યના છે , તેવી જ રીતે માનવ દેહની બે કિડનીઓ અગત્યનો ફાળો ભજવે છે…..કોઈ પણ તંત્ર ચાલતું હોય ત્યારે “કચરો” હોય શકે. તો, માનવરૂપી દેહતંત્રને પણ દેહમાંથી “પ્રદાર્થોને બહાર કાઢવાની વ્યવસ્થા એ જ  ” યુરીનરી સીસ્ટમ” (URINARY SYSTEM) જેમાં  આવે છે…>>( ૧) બે કિડનીઓ ( KIDNEYS)..(૨) એક યુરીનરી બ્લેડર, યાને મૂત્રાશય કોથરી (URINARY BLADDER)….અને આ બેને જોડનાર બે “યુરેટર્સ” (URETERS)…અને “પેશાબ”(URINE)રૂપે શરીર બહાર લઈ જતી નળી, “યુરેથ્રા” (URETHRA), જે બ્લેડરના નીચેના ભાગેથી શરૂ થાય છે ( ડયાગ્રામ નિહાળતા વધુ ખ્યાલ આવશે !)
 
કિડનીસ (KIDNEYS)
 
તમે જો છાતીની નીચેની પાંસરીઓ તપાસો તો એની નીચેના પેટના ભાગની અંદર બન્ને બાજે  એક એક કિડની છે….એની સાઈઝ આશરે ૪ ઈન્ચ લંબાઈ, અને ૨ ૧/૨ ઈન્ચ પોહળાય(4 inches Long & 2 and a half inches wide)
હવે આપણે કિડની અંદરથી કેવી છે તે જરા જાણીએ…..જો આપણે કાપ મુંકી બે ભાગો કરીએ તો, સમજાશે કે  બહારનો ભાગ તે “કોરટેક્સ” (CORTEX)કહેવાય, અને અંદરનો ભાગ તે “મેડ્યુલા” (MEDULLA) કહેવાય….અને અંતે ત્યાં જાણે મોટી “ટ્યુબ” (TUBE)રૂપી શરૂઆત જેને “રેનલ પેલ્વીસ” (RENAL PELVIS)કહેયાય, અને જેમાંથી “યુરેટર” (URETER)ની શરૂઆત થાય
મિકોસ્કોપથી નિહાળો તો, આખી કિડનીનું બંધારણ અનેક નાની નાની ટ્યુબોથી થયું છે , જેને “નેફ્રોન્સ” (NEPHRONS)કહેવાય છે.એક એક “નેફ્રોન”ની જ્યાં શરૂઆત થાય ત્યાં લોહીની નાની નાની “કેપીલરીસ”(CAPILARIES) બનીને ભેગી થાય એનું નામ છે “ગ્લોમેરૂલસ”(GLOMERULUS)…અહી લોહીમાથી પાણી તેમજ સમાયેલા “મીનરલ” તત્વો જેની દેહને જરૂર નથી તે લોહીમાંથી ટ્યુબમાં પ્રવેશ કરે…..પણ આ ટ્યુબનો આગળ વધતો ભાગની પાસે ફરી લોહીનું ભ્રમણ નજીક આવે, અને જે થકી, જરૂર પડતું પાણી/તત્વો ફરી લોહીમાં આવી શકે…અને અંતે આ નાની નાની “નેફ્રોન ” (NEPHRON)ટ્યુબો પેશાબરૂપે “પેલવીસ”ના ભાગે વહેતું પ્રવાહી તત્વ લાવે, જે અંતે “યુરેટર” દ્વારા કિડની બહાર આવી શકે.
 
યુરેટર્સ URETERS)
 
યુરેટર એટલે કિડનીમાંથી નીકળતી મૂત્ર કે પેશાબની નળી….બે કિડની એટલે ડાબી, અને જમણી એમ બે પેશાબની નળીઓ. ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રમાણે કિડનીથી એની શરૂઆત, અને દરેકનો અંત છે યુરીનરી બ્લડરના ઉપરના ભાગે. જ્યાં એ મળે ત્યાં એક સ્ફીન્ક્ટર (SPINCTURE)રૂપી વાલ્વ હોય જેથી પેશાબ પાછો યુરેટરમાં ના જઈ શકે.
 
યુરીનરી બ્લેડર (URINARY BLADDER)
 
“યુરીનરી બ્લેડર” યાને “મૂત્રાશય કોથળી” !…..કીડનીમાંથી જે પેશાબરૂપે સ્વરૂપ લેય તેને હવે શરીર બહાર જવું જોઈએ….જો આ કોથળીરૂપી વ્યવસ્થા કરી ના હોત તો માનવીની હાલત ખરાબ હોત !….પણ કુદરત તો “મહા-જ્ઞાની” છે  ! માનવ દેહમાં આ બ્લેડર એટલે પેશાબને થોડા સમય ટકાવી રાખવાનું “સંગ્રઃહ -સ્થાન”. ….જેટલું શક્ય હોય ત્યાં સુધી ..પણ જ્યારે પ્રેસર વધે ત્યારે માનવીને એ પેશાબ શરીર બહાર કાઢવો જ રહ્યો….જેને માટે માનવીને સમજ આપી જ છે !
યુરેથ્રા (URETHRA)
બ્લેડરના નીચેના ભાગે એક નળી છે …એ સાંકડી નળી છે ….અનું નામ છે “યુરેથ્રા” (URETHRA). આ નળી પેટની અંદરના ભાગે પસાર થઈ અંતે એના કાંણા(URETHRAL OPENING) દ્વારા પેશાબરૂપી તત્વને શરીર બહાર પહોંચાડે છે !
જ્યાંથી યુરેથ્રા શરીર અંદર કે બહાર પસાર થાય તે સ્ત્રી અને પુરૂષમાં જરા જુદું છે કારઅન કે સ્ત્રી અને પુરૂષનું બંધારણ જુંદુ છે ….જ્યારે બીજી પોસ્ટ “રીપ્રોડક્ટીવ સીસ્ટમ”માં જે વર્ણન વાંચશો ત્યારે તમોને પુરો ખ્યાલ આવશે .
આટલા લખાણ સાથે હું આ પોસ્ટરૂપી સમજને વિરામ આપું છું .
આશા છે કે આ પોસ્ટ તમોને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
KIDNEYS & URINARY TRACT SYSTEM
You are reading the Post on yet another System of the Human Body.
Kidneys plays an important role in the proper functioning of the Humans. There are 2 Kidneys which are within the abdominal cavity, each are acting as the “Excretory Organ”of the body & removing the waste materials out of the Human Body.
If one sees the cross-section of a kidney, the outer part is called the “cortex”and the inner part is called the “medulla”. There are tubules within to carry the excreted materials & they are called the “Nephrones”. These neprones eventually empty its content into the “renal pelvis” which narrows down into a tube called the “Ureter”.And, from each kidney, an ureter goes lower down to enter the centrally located “Urinary Bladder”.
The Urinary Bladder acts as the temporary storage site for the Excretion which is known as “Urine”. The urine is made up of the excess water of the body with unwanted dissolved minerals.
The urine from the Urinary Bladder is able to pass through a narrow tube called the “Urethra”which via its penile opening (in the Male) or the its opening within the vagina (in the Female) can discharge the urine out of the body.
In a nutshell, the Kidneys act as the “Filters” where the body keeps what is needed and throws our “what is not needed “by the body. Without this function of the Kidneys, Humans can not survive.
This function of the kidneys is under the infuence of the “Hormones”…the details of which can be via a different post .
I hope you like this “brief” description of a System….The idea is to give you the “Basic Understanding”. Did I do OK ??
Dr. Chandravadan Mistry MD  

બે શબ્દો…

આજની પોસ્ટ તમોને માનવ દેહ વિષે કંઈક જ્ઞાન/સમજ આપી.
તમે “ઈનટરનેટ” જાશો તો અંગ્રેજીમાં વધુ વિગતોમાં મહિતીઓ મળશે.
બધી જ માહિતી આપવાનો મારો ઈરાદો ના જ હતો…ફક્ત  હેતું એટલો જ કે  “સરળ ગુજરાતી ભાષા”માં કંઈક લખું કે એક “સાધારણ “માનવી આ વાંચે ત્યારે એ પોતાના દેહને જરા વધુ જાણી , એ એના દેહની “કાળજી” વધુ લેય, અને જ્યારે “ઈલાજો” કરવાનો સમય આવે ત્યારે એ ડોકટર કે “ડોકટરી સલાહો”ને વધુ સમજી શકે !
જો વાંચી તમે જો તમારા અભિપ્રાયરૂપે “બે શબ્દો” જો જણાવશો, અને જો અનેક્ને આ પોસ્ટ ગમી હોય તો હું એમ માનીશ એ મારી આશા પુરી થઈ કે મારા હેતું ને સફળતા મળી !
>>>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી
Few Words…
Today’s “Manav Tandurasti (14)” is a Post on Kidneys & the Urinary System of the Human Body.
In Gujarati, I had tried to explain that the Kidneys act as the Excretory Organs filtering out the unwanted water & the dissolved Minerals out of the Body as the Urine.
The inner structure of the Kidney is illustrated with the Diagram which shows the Nephron as the Filtering Units which are in close contact with the Blood circulating within each Kidney.
Along with the Kidneys are the tubes called Ureters, which empty the Urine in the Urinary Bladder,where the Urine is temporarily stored, before being discarded out of the body via a single passage called Utethra.
The proper functioning of this System needs the Hormonal Support…& this is done via Renin…Antidiuretic hormone Etc…..This is for the discussion via another Post.
I hope you like this Post !
Dr. Chandravadan Mistry

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s