ગઝલ કિંગ જગજીત સિંઘનો જોટો નથી

ભારતના મહાન ગઝલ ગાયક જગજીત સિંઘ અગર જીવતા હોત તો ૭૫ વર્ષના થાત. ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧ના રોજ શ્રી ગંગાનગર, રાજસ્થાનમાં તેમનો જન્મ. તેમના પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંઘ સાથે તેઓ સિત્તેર અને એંશીના દાયકામાં દેશ અને દુનિયામાં ખુબ લોકપ્રિય થયા હતા. તેમની બે ફિલ્મો ‘અર્થ’ અને ‘સાથ સાથ’ના ગીત-ગઝલોની ભેગી એક ૧૯૮૨ની રેકર્ડ એચએમવી દ્વારા સૌથી વધુ વેચાયેલી ફિલ્મી રેકોર્ડનો વિક્રમ ધરાવે છે. તો જગજીત સિંઘ અને લતા મંગેશકરનું સહિયારૂ ડબલ આલબમ ‘સજદા’ સૌથી વધારે વેચાયેલી નોન-ફિલ્મી રેકર્ડનો રેકોર્ડ ધરાવે છે. આ તેમની લોકપ્રિયતાનું પ્રમાણ છે. ૨૦૦૩માં જગજીત સિંઘને પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરાયો હતો. તો ત્રણ વર્ષ પહેલાં સરકારે જગજીત સિંઘના માનમાં ટપાલ ટિકિટ બહાર પડી હતી.ભારતની ગઝલની પરંપરાને પુનર્જીવિત કરીને તેને લોકપ્રિયતા અપાવનાર રૂપે જગજીત સિંઘને હંમેશા યાદ કરાશે. તેમણે શ્રોતાઓને સમજાય તેવી છતાં અર્થપૂર્ણ ગઝલો પસંદ કરીને તેને એવી રીતે રજૂ કરી કે જેથી એનું કાવ્ય તત્વ બહાર આવે. એક તરફ ફિલ્મી સંગીતમાં કાવ્ય તત્વ ઘટતું જતું હતું (જે હજુ પણ સતત ઉતરતું જાય છે.) ત્યારે જગજીતની ગઝલોએ શ્રોતાઓના દિલમાં સ્થાન બનાવી લીધું. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જગજીત સિંઘે અપનાવેલી શૈલીને ‘બોલપ્રધાન ગાયકી’ રૂપે વર્ણવાય છે. તેમણે જે ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાં પણ તેમની આજ નીતિ જોવા મળી. તેથી ‘પ્રેમ ગીત’ (૧૯૮૧), ‘અર્થ’, ‘સાથ સાથ’ને જબ્બર લોકપ્રિયતા મળી. ગુલઝાર નિર્દેશિત ટીવી શ્રેણી ‘મિર્ઝા ગાલિબ’ (૧૯૮૮) તથા ‘કેહકશા’માં જગજીત સિંઘના સંગીતને વ્યાપક લોકપ્રિયતા મળી હતી. આમ સમીક્ષકોની દ્રષ્ટિએ અને વ્યવસાયિક સફળતા, બંને દ્રષ્ટિએ જગજીત સિંઘ સર્વકાલીન સૌથી સફળ ગઝલ ગાયક ગણાય છે. પાંચ દાયકા સુધી ફેલાયેલી તેમની ગાયક-સંગીતકાર રૂપે કરિયરમાં તેમણે ૮૦ આલબમનો સંગ્રહ આપ્યો છે. ખરેખર તો તેમણે ગયેલી ગઝલોની એક આખી જગજીત સિંઘ ગાયન શૈલી ઊભી થઇ છે. માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ લખેલી કવિતાઓને તાર્જોમાં ઢાળી, ગાઈને રેકોર્ડ કરનાર જગજીત સિંઘ એકમાત્ર કલાકાર છે. એ આલબમ ‘નઈ દિશા’ (૧૯૯૯) અને ‘સંવેદના’ (૨૦૦૨) રૂપે આવ્યાં હતાં.
૧૯૮૭માં આવેલું જગજીત સિંઘનું આલબમ ‘બિયોન્ડ ટાઈમ’ એ ભારતમાં રજૂ થયેલું પહેલું ડિજીટલ આલબમ હતું. તેઓ ભારતના સૌથી વધુ અસરકર્તા કલાકારોમાંના એક હતા. સંગીત અને સાહિત્યના રાજકીયકરણ સામે અને ભારતની પારંપરિક કલાઓ અને ખાસ કરીને લોક કલાકારો અને લોક સંગીતકારો પ્રત્યે સેવાતા દુર્લક્ષ્ય સામે જગજીત સિંઘે અવાજ ઉઠાવ્યો હતો. અનેક દયા-દાનના સાહસોને જગજીત સિંઘે સક્રિય ટેકો આપ્યો હતો, જેમાં મુંબઈની સેન્ટ મેરી સ્કૂલ, બોમ્બે હોસ્પિટલ, ક્રાય, સેવ ધ ચિલ્ડ્રન કે અલમા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.૧૯૯૦માં જગજીત અને ચિત્રાના દીકરા વિવેકનું એક માર્ગ અકસ્માતમાં માત્ર વીસ વર્ષની વયે નિધન થયું હતું. મા-બાપ માટે આ અસહ્ય આઘાત હતો. તે આખું વર્ષ તેમણે ગાવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ, ધીમે ધીમે જગજીત સિંઘ સંગીત વિશ્વમાં પરત થયા પણ ચિત્રાજીએ તો નિવૃત્તિ જ જાહેર કરી દીધી હતી.
જગજીત સિંઘના યાદગાર આલબની યાદીની શરૂઆત તેમના પહેલાં આલબમ ‘ધ અનફરગોટેબલ્સ’થી થવી જોઈએ. એ તેમનું શ્રેષ્ઠ આલબમ પણ બની રહ્યું. તે ઉપરાંત, ‘મા’, ‘સહર’, ‘ઇકો’, ‘ઇનસાઈટ’, ‘મિરાજ’, ‘લવ ઇઝ બ્લઈન્ડ’, ‘ફેસ ટુ ફેસ’, ‘ટુ ગેધર વિથ જગજીત’, ‘ડીફરન્ટ સ્ટ્રોક્સ’, ‘ફોર એવર’, ‘દર્દ-એ-જીગર’, ‘જઝબાત’, ‘હે ગોવિંદ હે ગોપાલ’, ‘માઈલસ્ટોન’, ‘સોલીડ ગોલ્ડ’, ‘અમૃતાંજલિ’, ‘ટાઈમલેસ’, ‘રીશ્તો મેં દરાર’, ‘સિલસિલે’, ‘તેરા બયાન ગાલિબ’, ‘ખ્વાહિશે’, ‘ઓમ’, ‘કબીર’, ‘તુમ તો નહીં હો’, ‘ખામોશી’, ‘હરે કૃષ્ણ’, ‘આઈના’, ‘કરુણા’, ‘કૃષ્ણ ભજન્સ’, ‘આવાઝ’, ‘ક્રાય ફોર ક્રાય’ વગેરેને યાદ કરી શકાય. તેમના ‘હોઠો સે છૂ લો તુમ’ ગીત માટે ડો. ગુણવંત શાહે લખ્યું હતું, કે જેમ દેશોના રાષ્ટ્રગીત હોય, તેમ આ વિશ્વ ગીત હોવું જોઈએ.

જગજીત સિંઘની જાણીતી રચનાઓ: આહ કો ચાહિયે, આપ કો દેખ કર, અબ ખુશી હૈ ના કોઈ ગમ, અબ મૈ રાશન કિ કતારો મેં, આદમી આદમી કો ક્યાં દેગા, એય ખુદા રેત કે, અલ્લાહ જાનતા હૈ, અપના ગમ ભૂલ ગયે, અપને હોઠો પર, અપની મરજી સે કહાં, આપ જિનકે કરીબ હોતે હૈ, આયે હૈ સમજાને લોગ, બાત નિકલેગી તો, બાબુલ મોરા, બદલા ન અપને આપકો, બાગી ચા યે, બહૂત પહલે સે, ચાંદ સે ફૂલ સે, દર્દ સે મેરા દામન, દેખા જો આઈના, દિલ હી તો હૈ, (નિદા ફાઝલી કે) દોહે, દોસ્ત બન બન કે, દોસ્તી જબ કિસી સે, દુશ્મનો કો ભી, એક બરહામન ને કહા, ગમ બઢે આતે હૈ, ગરજ બરસ, હાથ છૂટે ભી, હોઠો સે છું લો, હજારો ખ્વાહિશે, હોશ વાલોં કો, જબ કિસી સે, ઝૂમ કે જબ, ઝૂકી ઝૂકી સી નઝર, કભી આંસુ કભી, કભી યું ભી તો હો, કૈસે કૈસે હાદસે, કલ ચૌદહવી કિ રાત, કાંટો સે દામન, ખામોશી ખુદ હી, કોઈ દોસ્ત હૈ ના, કિસી રંજીશ કો હવા દો, કોઈ યે કૈસે બતાયે, ક્યોં જિંદગી કિ રાહ મેં, મા સુનો તુમ, મીલ કર જુદા હુએ તો, મુઝે હોશ નહીં, મુજસે બિછડ કે, ન થા કુછ, પરેશાં રાત સારી, પત્તા પત્તા બુતા બુતા, પ્યાર કા પહલા ખત, પ્યાર મુજસે જો કિયા, રિશ્તો મેં દરાર, સદમા તો હૈ, સરકતી જાયે હૈ, શામ સે આંખ મેં, તન્હા તન્હા હમ રો લે, તેરા ચેહરા આઈના, તેરે બારે મેં જબ, તેરે ખુશ્બૂ મેં, તું નહીં તો ઝીંદગી મેં, તુમ ને સુલી પે, તુમકો દેખા, તુમ ઇતના જો, ઉસકી બાતે તો, વો જો મુજ મેં, વો ખત કે પુરજે, યે દૌલત ભી લે લો, યે જો જિંદગી કિ, યે ન થી હમારી, યે તેરા ઘર, યે ઝીંદગી, ઝૂકી ઝૂકી સી નઝર.

નરેશ કાપડીઆ

1 ટીકા

Filed under ગઝલ, ગીત, ઘટના

One response to “ગઝલ કિંગ જગજીત સિંઘનો જોટો નથી

  1. યે કાગઝકી કશ્તી, યે બારિશકા પાની…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s