દર્પણો ચહેરાઓ હાજર સ્ટોકમાં /યામિની વ્યાસ

 
તરહી ગઝલ (TARHI PANKTI # યામિનીબેન વ્યાસ)

દર્પણો ચહેરાઓ હાજર સ્ટોકમાં
કેટલી છલનાઓ હાજર સ્ટોકમાં !

એક પંખી બાગમાં પૂછતું હતું
હોય કે ટહૂકાઓ હાજર સ્ટોકમાં?

મૌન બોલે છે તે સમજાતું નથી
ને અહીં પડઘાઓ હાજર સ્ટોકમાં

તે તરફ તો નીંદ સાથે દુશ્મની
આ તરફ શમણાંઓ હાજર સ્ટોકમાં

વાંચતાં અખબાર એવું લાગતું
લાખ કૈં ધટનાઓ હાજર સ્ટોકમાં

ભાઈચારાની ભલે વાતો કરે
કિન્તુ છે સ્પર્ધાઓ હાજર સ્ટોકમાં

આ જગતને કેમ ઓળખવું કહો
છે બધે પરદાઓ હાજર સ્ટોકમાં

શક્યતાની આંગળી પકડો ભલે
આંખમાં શંકાઓ હાજર સ્ટોકમાં

ડૂબવાની છે મથામણ ‘યામિની ‘
ક્યાં મળે દરિયાઓ હાજર સ્ટોકમાં?

યામિની વ્યાસ

તરહી ગઝલ (TARHI PANKTI # યામિનીબેન વ્યાસ)

1 ટીકા

Filed under Uncategorized

One response to “દર્પણો ચહેરાઓ હાજર સ્ટોકમાં /યામિની વ્યાસ

  1. ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે.
    હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.
    – ર.પા.
    આ રહી કોમેન્ટ , હાજર સ્ટોકમાં !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s