મેં તને ગમતી લટોને સાચવી…કવિ સંમેલનો

કબિર જ્યંતિએ યાદ

જોગિયા ખેલો બચાયકે, નારી નયન-
જોગિયા ખેલો બચાયકે, નારી નયન ચલૈ બાન… ।।

શ્રંગીકો ભંગી કરિ ડારી, નારદ કો લપટાન,
કામદેવ મહાદેવ સતાવૈ, કહં કહં કરૌં બખાન… ।। ૧ ।।

આસન છોડિ મછન્દર ભાગે, જલમાં મીન સમાન,
કહૈ કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ ચરનન લિપટાન… ।। ૨ ।।

Related image

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “મેં તને ગમતી લટોને સાચવી…કવિ સંમેલનો

 1. pragnaju

  Sharad Shah કબીરસાહેબની એક એક રચના અદ્ભૂત છે. અથાક પરિશ્રમ માંગીલે તેવા ભિતરી સમુદ્રમંથનના પરિપાકરુપ જે અમૃત ભિતર પ્રગટ થયું છે તે ચંદ શબ્દોના કાવ્યાત્મક પ્રયોગે તેમણે લોકભોગ્ય બનાવ્યું છે. કબીરસાહેબની વાણી માં જે ધાર છે તે ભાગ્યે જ કોઈ અન્ય સંત કવિઓની વાણીમાં દેખાય છે.
  પણ સમસ્યા એ છે કે કબીરસાહેબ કહે છે કાંઈક અને આપણે સાંભળીએ છીએ કાંઈક, સમજીએ છીએ કાંઈક. શબ્દોતો કબીરના અને અર્થ આપણા છે. પછી પાછી ફરિયાદ પણ છે કે ભારતિય દર્શન અકર્મ્યતાને પોષે છે. સંસારને અસાર કહે છે.સાધના બિનઊત્પાદક પ્રવૃતિ છે.
  મારી સાસુએ એમ કહ્યું કે, “કોડ્યમાં દિવો મેલ”.
  મેં ભોળીએ એમ જાણ્યું કે, “સોડ્યમાં દિવો મેલ.” “સાસુની સોડ્યમાં દિવો મેલ.” જેવો ઘાટ છે.
  અત્યાર સુધી હું જેટલાં પણ સંતોના પરિચયમાં આવ્યો છું તેમને મેં ૧૪-૧૮ કલાક પરિશ્રમ કરતા જોયા છે. પહેલાં મને એમ થતું કે, “તમે બુધ્ધત્વને કે પરમજ્ઞાનને ઉપલબધ્ધ થઈ જાઓ એટલે તમને શાંતિ મળતી હશે”
  પણ આવા પરમજ્ઞાનને ઉપલબધ્ધ ૧૦થી ૧૨ સંતોના પરિચયમાં હું આવ્યો ત્યારે સમજાયું કે આપણે જેને સુખ અને શાંતિ સમજતા હોઈએ છીએ તેને આ સંતોની શાંતિ અને સુખ સાથે નહાવા નીચોવાનો પણ સંબંધ નથી.
  આપણી વ્યાખ્યા પ્રમાણે જો આ સંતોને મુલવીએ તો તેમના જેવાં દુખી અને અશાંત તમને દુનિયામાં શોધ્યા પણ ન જડે.
  આપણી સુખની વ્યાખ્યા પણ ઈંદ્રિયોના સુખ પુરતીજ મર્યાદિત હોય છે અને આપણી શાંતિની વ્યાખ્યા પણ આવીજ કામધંધાવગરની બેઠા બેઠા ખાવા અને અન્ય વસનાઓની પૂર્તિ કરવા સુધી જ સિમિત હોય છે. અસલ સુખ કે આનંદ કે શાંતિ શું છે તેની આપણને કોઈજ ખબર નથી. બસ એ પણ આપણી એક વાસના જ હોય છે અન્ય વાસનાઓની જેમ. આવી સઘન બેહોશી છે.
  “આજે જે લોકો પરદેશ જઈને સંપન્ન થયા છે તેમાથી ઘણા ખરાઓને દેશના ગરીબો અને કચડાયેલાઓ પ્રત્યે કશીએ હમદર્દી તો હોતી નથી પણ ઉલટાના દેશવાસીઓને ગાળો દેવામાં યે પાછા નથી પડતા. શું માત્ર સ્વાર્થ ખાતર પરદેશ જઈને દેશવાસીઓને ગાળો દેવાથી તેઓ વિશેષ સુધરેલા થઈ જાય છે?”

  ાતુલભાઈ, આપના ઉપરોક્ત વક્તવ્યો કદાચ કોઈ વ્યક્તિગત ખરાબ અનુભવમાંથી પેદા થયા હશે. પણ હકિકતે એવું નથી. પહેલી વાત તો આપણે જે લોકો પરદેશ જઈને વસ્યા છે તેમની ઉપર સ્વાર્થી હોવાનો આરોપ મુકીએ તે બરોબર નથી. તમે અને હું સારી રીતે જાણીએ છીએ કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહિવત છે પરિણામ સ્વરુપ આર્થિક વિકાસની તકો ખુબ જ ઓછી છે અને તેથીજ પછાત દેશોમાંથી લોકો વિકસિત દેશો તરફ આકર્ષાય છે. અને આર્થિક વિકાસ કોણ નથી ઈચ્છતું? દરેક ઈચ્છે છે પણ દરેકના સંજોગો અને અન્ય પરિબળો સમર્થક ન હોય તેથી મર્યાદિત લોકો જ વિદેશ જવાની કે ત્યાં સ્થાઈ થવાની તક ઝડપી શકે છે. પરંતુ જેમને આ તક નથી મળી તે દ્રાક્ષ ખાટી છે તેવું કહે તે અજુગતુ છે.
  બીજું કે આ વિદેશમાં વસતા લોકોને દેશ પ્રત્યે કે દેશવાસીઓ પ્રત્યે કે ભારતના ગરીબો અને કચડાયેલા લોકો પ્રત્યે પ્રેમ અને હમદર્દી નથી તેમ કહેવું પણ વ્યાજબી નથી. મારી સમજ મુજબ તો તમે જ્યારે વતન(દેશ)થી જુદા થાઓ ત્યારે જ દેશનુ મુલ્ય સમજાય છે અને વિયોગમાં પ્રેમ પ્રબળ બને છે. હું ખાત્રીપૂર્વક કહી શકું કે અહીં ભારતમાં વસતા લોકો કરતા પરદેશ જઈ વસેલાં લોકોમાં માતૃભુમિ પ્રત્યે વધારે પ્રેમ છે અને તેઓ સંપન્ન થયા પછી હંમેશ એ વિચારતા હોય છે કે કેમ કરી તેમનુ કમાયેલું ધન અને જ્ઞાન તેમના દેશબાંધવોને મદદરુપ થઈ શકે અને તે માટે તેઓ દાન પણ વધુ કરતા હોય છે. મોટાભાગના પરદેશમાં વસતા લોકોની સમસ્યા છે દાન માટે યોગ્ય સંસ્થા કે વ્યક્તિને શોધવો. ધર્મ અને સેવાના નામે ભારતમાં ચાલતી ફરેબી અને લુંટને કારણે તેઓ દાન આપતા અચકાતા હોય છે.

 2. pragnaju

  Atul Jani (Agantuk)

  શરદભાઈ આપની વાત સાચી છે.
  મુળ વાત તો તે છે કે કોઈને સાધનાનો શ્રમ કરવો નથી અને ઈંદ્રીયોના વિષયોમાં રમમાણ રહેવું છે.
  કબીરજી અકર્મણ્યતાને ક્યાં પોષે છે? તેમના હાથોથી કાપડ વણાઈ રહ્યું છે.
  આપણી વ્યાખ્યા પ્રમાણે જો આ સંતોને મુલવીએ તો તેમના જેવાં દુખી અને અશાંત તમને દુનિયામાં શોધ્યા પણ ન જડે.

  આપની વાત સાચી છે.

  કબીરજીનો એક દોહરો આ પ્રમાણે છે:

  સુખીયા સબ સંસાર હૈ, ખાયે ઔર સોયે;
  દુખિયા કબિર દાસ હૈ, જાગે ઔર રોય.

  સ્વામી વિવેકાનંદ અન્યની પીડા અને દુ:ખ જોઈને દિવસો સુધી ઉંઘી ન શકતા, પથારીમા વેદનાથી આળોટતા આળોટતા વિચારતા કે મારા ગરીબ, નિર્બળ અને દુ:ખી દેશ બાંધવો માટે હું શું કરી શકું?

  આજે જે લોકો પરદેશ જઈને સંપન્ન થયા છે તેમાથી ઘણા ખરાઓને દેશના ગરીબો અને કચડાયેલાઓ પ્રત્યે કશીએ હમદર્દી તો હોતી નથી પણ ઉલટાના દેશવાસીઓને ગાળો દેવામાં યે પાછા નથી પડતા. શું માત્ર સ્વાર્થ ખાતર પરદેશ જઈને દેશવાસીઓને ગાળો દેવાથી તેઓ વિશેષ સુધરેલા થઈ જાય છે?
  આપની વાત સાચી હોય તો ઘણું સારુ.

  મારી દૃષ્ટીએ તેમની પાસેથી દાન મેળવવા કરતાં તેમના જ્ઞાનનો ફાળો જો તે દેશને આપે તો લાંબા ગાળાનું સત્કાર્ય થાય. જેવી રીતે સામ પિત્રોડાએ પોતાના જ્ઞાનનો લાભ ભારતને આપ્યો તો ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતી આવી અને દેશ વિકાસમાં હરણ ફાળ ભરી શક્યો.

  દેશમાં ગરીબીનું કારણ સંસાધનોની અછત નથી પણ નીરક્ષરતા અને સંપત્તિની અસમાન વહેંચણી છે.

  ટેકનોલોજી અને જ્ઞાન દ્વારા તેઓ દેશને મદદરુપ થઈ શકે. આ માટે તેઓ માત્ર લેખો લખે અને આપણી ખામીઓ દર્શાવ્યા કરે તે પુરતું નથી પણ તેમણે અહીં આવીને ટેકનોલોજી તથા સંશોધનો માટેની સંસ્થાઓ સ્થાપવી જોઈએ અને ખરેખર તેમના જ્ઞાનથી દેશને લાભાન્વિત કરવો જોઈએ.

  ભારતના ધાર્મિક ટ્રસ્ટોને દાન આપવાને બદલે જો તે અહીં આવીને સારી સંસ્થાઓ સ્થાપીને લોકોને રોજગારી આપવાનું અને દેશના વિકાસમાં સીધા કે આડકતરા સહભાગી બનવાનું કાર્ય કરે તો તેમનો ફાળો અમૂલ્ય બની રહે.

  અલબત્ત અહીં આવીને કાર્ય કરવું સરળ નથી. આપણી ભ્રષ્ટ પ્રણાલીમાં સામા પૂરે તરવાની હિંમત સાથે તેમણે આવવું પડે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s