લિબરોસિસ: કોઇની કંઇ પડી છે જ ક્યાં? / પરેશ વ્યાસ

લિબરોસિસ: કોઇની કંઇ પડી છે જ ક્યાં? 

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !                                                                                                                             – શ્યામ સાધુ

પડી હોવી એટલે દરકાર હોવી. પરવા હોવી. મૂળે આપણે હતા જ લાગણીવાદી. અનેકતામાં એકતાનાં પાઠ આપણે ભણ્યા’તા. એટલે બીજાની રહનસહનને સહજ સ્વીકારીને ચાલ્યા. સહનશીલતા આપણાં રંગકણમાં. કાળા, ધોળા, કેસરી, લીલા, ભૂરાં અને લાલ. સર્વ રંગ ખુશ રંગ હતા આપણાં માટે. રેશમી દિવસો હતા. પણ હવે બધું ઠેબે ચડ્યું છે. સમય બદલાયો છે. આતંકવાદ પનપતો જાય છે. લોકો હવે  પોતાની માન્યતાઓને ઝનૂનથી માને છે. એને જાળવવા માટે મરવા અને મારવા તૈયાર છે. આપઘાતી આતંકવાદનાં લોહીઝાણ સમાચાર રોજ આવે છે. સરહદ પર બરફ ઓગળી ચૂક્યો છે. પાક પ્રેરિત ના-પાક આતંકવાદી રોજ હિંદુસ્તાનમાં ઘૂસવાની ફિરાકમાં રહે છે. કાશ્મીર વિષે બાદશાહ જહાંગીરે કહું’તું કે અગર પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો એ અહીં છે, અહીં છે, અહીં છે. પણ હવે એ અહીં નથી, અહીં નથી, અહીં નથી. સ્વર્ગની તો વ્યાખ્યા જ બદલાઇ ચૂકી છે. આતંકવાદીઓ કાશ્મીરીઓને ભડકાવે છે. સૈનિકો પૂરતી સહનશીલતાથી એની પ્રતિક્રિયા આપે છે. એમ કરવા જતા એમને શહાદત પણ વહોરવી પડે છે. આ તો રોજનું થયું. ત્યાં વળી ગૌરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકારે કતલ માટેનાં ઢોરનાં ખરીદવેચાણ પર પ્રતિબંધ કરતો હૂકમ કર્યો. એનો પણ વિરોધ થયો. લો બોલો! જાહેરમાં ગૌમાંસ ખાવાનાં કાર્યક્રમો થયા.  આ પ્રતિબંધનાં જાહેરનામાનો મામલો કોર્ટમાં ગયો. મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રનાં જાહેરનામાનો અમલ સ્થગિત કર્યો એમ કહીને કે આ બંધારણીય હક્કની વિરુદ્ધ છે.  કેરળ હાઇકોર્ટે મદ્રાસ હાઇકોર્ટનાં સ્ટે ઓર્ડરથી વિપરીત અવલોકન કર્યું કે આ પ્રતિબંધ તો પશુમેળાને લગત છે. તમે પોતાનાં ઘરેથી કત્લ કરવા માટે ઢોર વેચી શકો છો. ત્યાં રાજસ્થાન હાઇકોર્ટ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા જણાવે છે. કોર્ટનાં અર્થઘટન સાવ અલગ અલગ છે. એવામાં રામ જન્મ ભૂમિનો મુદ્દો ફરીથી સમાચારમાં છે. બાબરી મસ્જિદનાં વિવાદિત ઢાંચા તોડવાની ગુનાઇત સાઝિશ રચવા બદલ વરિષ્ઠ રાજકીય નેતાઓ પર કોર્ટમાં કામ ચાલશે. પચ્ચીસ વર્ષો બાદ આરોપનામું આવ્યું છે અને યુપીનાં મુખમંત્રી કહે છે કે વાતચીતથી વિવાદનો હલ લવાશે. અલબત્ત રોજનું કામ રોજ કરી પેટિયું રળતા કેટલાંય કામદારો કે ખેતરમાં વાવણીની તૈયારી કરતા કેટલાંય કિસાનોને આ સાથે કાંઇ સંબંધ નથી. પણ આ આપણી સાંપ્રત રાષ્ટ્રીય ચર્ચા છે. ડિક્સનરી ઓફ ઓબ્સક્યોર સોરોસ (ખાસ જાણીતી નહીં હોય એવી વ્યથાઓનો શબ્દકોશ )માં એક શબ્દ છે લિબરોસિસ  (Liberosis). આજે અમને લિબરોસિસ જેવું ફીલ થઇ રહ્યું છે. શું છે આ લિબરોસિસ?

લિબરોસિસ શબ્દનો પહેલો હિસ્સો છે લિબરલ.  ગુજરાતી લેક્સિકોન અનુસાર લિબરલ એટલે છૂટથી આપેલું, છૂટથી આપનારું, ઉદાર, સખી દિલનું, દાતાર, વિપુલ, પુષ્કળ, ઉદાત્ત, ઉચ્ચ, મોટા મનનું ભરપૂર, પૂર્વગ્રહ વિનાનું, કઠોર કે કટ્ટર નહિ એવું, (વિદ્યાભ્યાસ અંગે) મનને ઉદાર બતાવવાના ઉદ્દેશવાળું, લોકશાહી પદ્ધતિથી સુધારાને અનુકૂળ, ઉદારમતવાદ. લિબરેલિસ્ટ એટલે ઉદારમતવાદી. પણ લિબરોસિસનો મતલબ થોડોક જુદો છે. શબ્દનાં છેડે લગાડેલો  ‘–સિસ’ પ્રત્યય મૂળ ગ્રીક ભાષા પરથી આવ્યો છે જેનો અર્થ થાય  સ્થિતિ, પરિસ્થિતિ, પ્રક્રિયા વિગેરે. ઇંગ્લિશ ભાષામાં ઘણાં  શબ્દ પાછળ  ‘-સિસ’ લાગે છે. દા.ત. ટ્યુબરક્યુલોસિસ (ટીબી). ટ્યુબરક્યુલસ એટલે ફેફસાની અંદર થતી નાની ગાંઠ, ફોડકી કે ગૂમડું. અને –સિસ એટલે એવી સ્થિતિ. ફેફસાંની અંદર ફોડકીઓ થઇ જાય એ સ્થિતિ એટલે ટ્યુબરક્યુલોસિસ. લિબરોસિસ એટલે ઉદારમતવાળી સ્થિતિની ઇચ્છા. જિંદગી આજકાલ ટેન્સ છે. લોકોનાં દિમાગ ગરમ છે. ક્ષુલ્લક બાબતોમાં મારામારી થઇ જાય છે. ગોળીબારી ય થાય તો નવાઇ નથી. ગાળાગાળી તો હવે વર્ચ્યુઅલી પણ થાય છે. પણ હું નક્કી કરું છું કે જિંદગીને હળવાશથી લેવી. પહેલાં એવું હતું કે હું બે પગલાં ભરતો અને પછી આજુબાજુ જોઇ લેતો કે બધું બરાબર તો છે ને? કોઇ  ખલનાયક મારી ચીજવસ્તુઓ, મારી માલિકીની ચીજવસ્તુઓ મારી પાસે છીનવી લેવા આવી તો નથી રહ્યો ને? રાહત ઇન્દોરી સાહેબે એવું નહોતું કીધું કે ‘લોગ હર મોડપે રૂક રૂક કે સંભલતે ક્યું હૈ..’  બસ હું કાંઇ એવો જ હતો. જરા થડકો થતો અને હું સાવચેત થઇ જતો. પણ એ પળ પળની અગમચેતી હવે રહી નથી. હું બિન્દાસ છું. જિંદગીને મેં હવે જકડીને પકડી નથી. જિંદગી અને હું આજકાલ થપ્પો રમીએ છીએ. ક્યારેક એ છૂપાઇ જાય, ક્યારેક હું. ક્યારેક અમે આંધળો પાટો ય રમીએ. વોલીબોલની રમત જેવી છે મારી જિંદગી. આ બાજુથી પેલી બાજુ અને પેલી બાજુથી આ બાજુ. વોલીબોલ આમ લાંબો સમય હવામાં જ હોય. ફક્ત થોડી થોડી વારે એને હાથથી સામે ફેંકવાનો. બાકીનાં સમયમાં વોલીબોલ પોતાની રીતે ઊછળતો રહે.  ડીઅર જિદંગી ફિલ્મમાં  શાહરુખ આલિયાને દરિયાનાં મોજા સાથે કબડ્ડી કબડ્ડી રમતા શીખવાડે છે. હું એવી પ્રો-કબડ્ડીનો સ્ટાર પ્લેયર છું. જ્યાં સુધી કોઇ રીઅલ પ્લેયરનાં ટાંટિયા ન ખેંચવા પડે ત્યાં સુધી બધું હેમખેમ છે. મારી આ સ્થિતિ લિબરોસિસ છે. હું કોઇ ગૌમાંસ કે બાબરી મસ્જિદનાં સમાચારમાં ખેંચાતો નથી. અર્નબી બૂમાબૂમ હવે મારાં રૂંવાડાં ઊભા કરી શકતા નથી. ધરણાં, સૂત્રોચાર, તાળાબંધી, ઉપવાસ, હડતાળથી હું પર છું. હું મસ્ત છું. મારે મન  સઘળું સારું છે. પૈસા મળે તો ય નવીન જવાબદારીનો ભાર હું લેવા

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s