નાવડી ઓવારે નદીની સાક્ષીએ/ યામિની વ્યાસ

નાવડી ઓવારે નદીની સાક્ષીએ ઘણાં કાર્યક્રમ થઇ શકેપો તાના આગવા લય સાથે વહેતી તાપી નદી સાથે તાલ મિલાવવાનો કોઈએ પ્રયાસ કર્યો છે? તો જવાબ છે-હા..નદી, નાવ અને નાવિકનો અજબ હોય છે. સુરતનો નાવડી, ઓવારો યાદ કરીએ તો આપણને રંગેચંગે થતું ગણેશ વિસર્જન યાદ આવે અને ખાસ યાદ આવે ખડે પગે હાજર રહી મદદ કરતાં કાર્યકરો. પરંતુ વિસર્જન સાથે રંગેચંગે થતું સાંસ્કૃતિક સર્જન પણ નાવડી ઓવારે થઇ શકે એમ છે. આમ તો આપણે આવા કાર્યક્રમો વિવિધ ઓડિટોરીયમમાં માણીએ છીએે. પરંતુ બરાબર અડોઅડ વહેતી નદીના સંગીતમાં ઓતપ્રોત થઈ અહીં દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. નદી કિનારે રંગમંચ તૈયાર કરવામાં આવે છે. સાથે ગ્રીન રૂમ, લાઈટ્સ, સાઉન્ડ બધી સુવિધા પણ ઊભી કરવામાં આવે છે. જ્યાં ત્રણ-ચાર વર્ષ જેટલા નાના બાળકોથી લઈ ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધીનો યુવાવર્ગ ખૂબ મહેનતથી તૈયાર કરેલી કૃતિઓ રજુ કરે છે. નૃત્ય, ગરબા, નાટક વિગેરે. ઓડિયન્સથી આખો કિનારો છલોછલ હોય છે. ખાસ વાત તો રસ્તેથી પસાર થતા સુરતીઓ પણ વ્હીકલ ઊભા રાખીને અથવા તો રસ પડે ત્યારે બાજુમાં પાર્ક કરીને કૃતિઓ માણે છે. સાથે સ્કોલર બાળકોને પોંખી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે નદી પણ નાચી ઉઠતી હશે. ઓવારણા લેવાનું મન થાય એવો નાવડી ઓવારો નયનરમ્ય લાગે છે. અહીં અમૃતા પ્રીતમ યાદ આવ્યા વગર ના રહે. એમણે જેમાં ભાગ લીધેલો કવિ સંમેલન કે જેમાં કવિઓ નોકામાં બેસી કાવ્યપાઠ કરતાં હોય અને શ્રોતાઓ કિનારા પર બેસી કવિતા માણતા હોય.

યામિની વ્યાસ

Leave a comment

Filed under ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s