ડામચિયા પર…/યામિની વ્યાસ

ડામચિયા પર

વરસોના વરસો દોડે છે ડામચિયા પર
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર

રાતે આંખોના ફળિયામાં લ્યો આળોટી
શમણા ભેગા થઈ પોઢે છે ડામચિયા પર

કાળ! સમયની ગોદડીઓને ઢાંકી રાખી
જાણે બચપણને શોધે છે ડામચિયા પર

સાફસફાઈ ક્યાં પૂરી થઈ આખા ઘરની?
એક હજી જાળું ડોલે છે ડામચિયા પર

પોતપોતાની રીતે શૈયા થાય ભલેને
સાથે કેવા સહુ શોભે છે ડામચિયા પર !

આ ઓશિકા ને ચાદર ત્યાં નવરા બેઠાં
સંબંધોના પડ ખોલે છે ડામચિયા પર

ઉજાગરાના ટોળેટોળાં જાગી જાગી
પરંપરાઓને જોડે છે ડામચિયા પર

યામિની વ્યાસ…………………….ઢોલિયો, છાશનું વલોણું, શણગારેલું બળદગાડું, પિત્તળનાં વાસણો, પાણીયારું, ડામચિયા ને પટારા સહિ‌તનું આપણું ઘર હતું. નાનપણમાં ઘણી વાર રડવું આવે. બા કહે, ‘અહીં નહીં રડવાનું. ડામચિયામાં મોઢું સંતાડીને રડો.’ અને હું ખરેખર ડામચિયાની ઓરડીમાં ભરાઈ ગાદલાં ગોદડાંમાં મોઢું સંતાડી રડતી. પછી તો એ ટેવ જ પડી ગઈ. આજેય રડવું આવે ત્યારે ડામચિયો જ યાદ આવે ! આજે ડામચિયા પર જોયું કે બાએ મને લગ્ન પછી આપેલી પેલી પોચી ગોદડી ઉપર દાદીનાં જ લૂગડાંની ખોળ છે. દાદી મરણ પામ્યાં પછી થોડાં જ વખત બાદ બાએ એમનું આ સારું લૂગડું આપ્યું, તેની મેં ખોળ કરી હતી. એ ઓઢીને પહેલી વાર સૂતી ત્યારે જાણે દાદીના ખોળાનો ભાસ થયો. બાળપણમાં ઘણીવાર ગોદડીનાં પોલાં થયેલાં ટાંકા કે ફાટેલી ખોળમાં અંદર કપડું ખેંચી જોતી કે આમાં કયું લૂગડું કે કયું કપડું છે. ત્યારે ઘણીવાર પારવાર આશ્ચર્ય થતું કે અરે ! આમાં તો આ લૂગડું છે ! આ માં તો આ કપડું છે ! આના પહેલાં આ ખોળ હતી ?
જુદાજુદા અવસર મનમાં મહોરે છે.આમે ય કોઇએ કહ્યું છે ને?

”અવસરના ટુકડા જોડી જો ચન્દરવો નહીં કરો,
ડામચિયો આયખાનો સજાવી નહીં શકો”
હવે તો અમારે આ – રાજેન્દ્ર શુક્લ નો
અગધપગધ રચિયો ડામચિયો

તે પર મેલ્યો દીવો રે!

અજવાળે અજવાળું ખેલે

ઝલમલ ઝલમલ જીવો રે!

લઘરવઘર લહેરાઈ રહ્યાં

આ દૃશ્યો સહુ પહેરાઈ રહ્યાં

પરોવો શ્વાસ, શબ્દની શૂળ લઈને

મોજ પડંતું સીવો રે!

ઘટ ઘટમાં ઘૂંટાઈ રહ્યા

ઘર બાહિર પણ લૂંટાઈ રહ્યા;

ઘટ ફોડીને આ ઠીબઠીકરે

પરગટનો રસ પીવો રે!
નો રા………હ

No automatic alt text available.

3 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, કાવ્ય

3 responses to “ડામચિયા પર…/યામિની વ્યાસ

  1. નવી પેઢીને ડામચિયા શબ્દનો જલ્દી ખ્યાલ નહી આવે પણ જૂની પેઢી તો એની સાથે જ મોટી થયેલી છે.
    જીવનનાં કેટ કેટલાં સ્મરણો સચવાયાં છે
    ગાદલાં, ગોદડાં જે પડ્યાં ડામચિયા પર.!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s