જય જગન્નાથ / પરેશ વ્યાસ

જય જગન્નાથ  (જુન ૨૫નો લેખ આજે )
રથયાત્રા.  ભગવાન એમનાં ભાઇ અને બહેન સાથે નગરયાત્રાએ નીકળે. આ તો ભગવાન જગન્નાથ. જગતનાં નાથ.
પથ્થર કે ધાતુનાં નહીં પણ આ એક માત્ર ભગવાન જે કાષ્ટમાંથી બન્યા છે. એમની મૂર્તિ અપૂર્ણ. હાથનાં નામે લાકડાનો દંડિકો અને પગ તો છે જ નહીં. માત્ર મુખારવિંદ અને મોટી મોટી મંત્રમુગ્ધ કરી દેતી આંખો. એ કોઇ અવતાર નથી. એની કોઇ લીલા નથી. એ તો ખુદ વિષ્ણુ છે. જગતનાં પાલનહાર.
સતયુગની વાત છે. મધ્ય ભારતનાં માલવા દેશનાં ચંદ્રવંશી રાજા ઇન્દ્રયુમ્નને જાણ થઇ કે નીલાચંલ પર્વત ઉપર રહેતા આદિવાસીઓ વિષ્ણુનાં પૂર્ણ રૂપ નીલ માધવને પૂજે છે. ઇન્દ્રયુમ્નને પૂર્ણ સ્વરૂપ વિષ્ણુ ભગવાનનાં દર્શનની અદમ્ય ઇચ્છા હતી. એ ઇચ્છાવશ ભગવાનની ભાળ કાઢવા રાજા રાજ્યનાં રાજપુરોહિતનાં ભાઇ વિદ્યાપતિને ગાઢ જંગલમાં વસતા સાવરા આદિવાસીઓ વચ્ચે મોકલે છે. સાવરાનાં મુખિયા વિશ્વવાસુ વિદ્યાપતિનું સ્વાગત તો કરે છે પણ નીલમાધવનાં દર્શન કરાવવાની ઘસીને ના પાડે છે. વિદ્યાપતિ આદિવાસીઓ સાથે જ મહિનાઓ સુધી રહે છે એ આશામાં કે નીલ માધવનાં દર્શન થઇ શકે. એટલે સુધી કે પોતે વિશ્વવાસુની પુત્રી લલિતા સાથે લગ્ન પણ કરે છે. વિશ્વવાસુ વહાલસોયી દીકરી લલિતાની વિનવણીને સામે ઝુકીને આખે રસ્તે જમાઇની આંખે પાટા બાંધીને લઇ જાય છે અને દુર્ગમ પર્વતની ગુફામાં સ્થિત દુર્લભ નીલમાધવનાં દર્શન કરાવે છે. વિદ્યાપતિ સ્માર્ટ છે . રીટર્ન જર્ની દરમ્યાન કોઇને ખબર ન પડે એ રીતે રસ્તા પર રાઇનાં દાણા વેરતો રહે છે. વરસાદમાં રાઇનાં છોડ ઊગી નીકળે છે અને વિદ્યાપતિને નીલમાધવનાં સીક્રેટ લોકેશન ખબર પડી જાય છે. ત્યાર બાદ વિદ્યાપતિ માલવા આવીને રાજા ઇન્દ્રયુમ્નને બધી વાત કરે છે. ઇન્દ્રયુમ્ન ધર્મયાત્રાએ નીકળે છે પણ જઇને જુએ છે તો નીલ માધવની મૂર્તિ અદ્રશ્ય થઇ ગઇ હોય છે. નાસીપાસ થયેલા રાજાને દેવવાણી સંભળાય છે. ઓરિસ્સાનાં પુરીનાં દરિયા કિનારે તણાઇને આવેલા વૃક્ષનાં થડમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા આજ્ઞા મળે છે. મૂર્તિનાં ઘડવૈયા તરીકે ખુદ વિશ્વકર્મા છે. વિશ્વકર્માની શરત એ હોય છે એ મૂર્તિ ઘડે ત્યારે એમને કોઇ ડીસ્ટર્બ ન કરે. પંદર દિવસ વીતે છે. રાજાની ધર્મપ્રિય રાણી ગુંદિકાને પ્રભુનાં દર્શનની તાલાવેલી છે. એ વિશ્વકર્માનાં કક્ષનાં દ્વાર ખોલી નાંખે છે. વિશ્વકર્મા અદ્રશ્ય થઇ જાય છે. અને રહી જાય છે જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્રની અધૂરી કાષ્ટની મૂર્તિઓ. આખરે રાજા એ અધૂરી મૂર્તિઓનું સ્થાપન કરે છે.
મૂર્તિ ભલે અધૂરી રહી. પણ સૌને એમાં પૂર્ણ શ્રદ્ધા. વૃક્ષને પૂજનારા સાવરા આદિવાસીઓનાં દેવ છે જગન્નાથ. આર્ય પણ જગન્નાથને માને. વૈષ્ણવપંથીઓ જગન્નાથને વિષ્ણુસ્વરૂપ માને. શૈવપંથીઓ બલરામને શિવ સ્વરૂપ માને. જગન્નાથ શ્રીયંત્ર પર બિરાજમાન હોય એટલે શક્તિનાં આરાધકો પણ જગન્નાથને માને. દેવી સુભદ્રાની પૂજા ભુવનેશ્વરી મંત્રથી થાય. જૈનો માને છે કે જગન્નાથનો શ્યામ રંગ શૂન્યતા, સુભદ્રાનો સુવર્ણ રંગ સૃજનશક્તિ અને બલભદ્રનો શ્વેત રંગ અપાર અનંત દર્શાવે છે. જગન્નાથ સાથે કૈવલ્ય (મુક્તિ) શબ્દ સંકળાયો છે જે જૈન ધર્મ પરથી છે. જૈન ધર્મનાં ઘણાં તીર્થંકરનાં અંતે નાથ આવે છે. જગન્નાથ પણ જીનનાથ છે. જગન્નાથ બુદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જયદેવનાં ગીતગોવિંદમાં બુદ્ધને વિષ્ણુનાં દસાવતાર પૈકી એક અવતાર ગણવામાં આવ્યા છે. ઇ.સ. 1505માં શીખ ધર્મનાં સ્થાપક ગુરુ નાનક જગન્નાથ પુરી આવ્યા ત્યારે એનો દેખાવ મુસ્લિમ જેવો હોવાથી એને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. ગુરુ નાનકે દરિયા કિનારે જઇને જગન્નાથની આરાધના કરી ત્યારે ખુદ ભગવાન ત્યાં હાજર થયા. રાજાને ખબર પડી ત્યારે તેઓ અહીં આવી ગુરુ નાનકને માનભેર મંદિરમાં તેડી ગયા. જ્યાં ગુરુ નાનકે ધનાશ્રી રાગમાં મંત્રોચ્ચાર કરીને કહ્યું કે સકળ સૃષ્ટિ જગન્નાથની આરતી ગાઇ રહી છે. જાણીતા ઇતિહાસવિદ જદુનાથ સરકારનાં મતે દરેક સમયનાં સઘળાં ધર્મ અને સંપ્રદાય અંતે તો ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થયા છે.
સાંપ્રત સમય વાડાબંધીનો નથી. સૌ સાથે મળવાનો, ભળવાનો અને આગળ વધવાનો સમય છે આ. ઐક્ય જરૂરી છે. તો જ બાહરી પરિબળોનો મુકાબલો કરી શકીશું. અને એ રાહ બતાવે છે ભગવાન જગન્નાથ… જય હો

No automatic alt text available.
LikeShow more reactions

Comment

1 ટીકા

Filed under Uncategorized

One response to “જય જગન્નાથ / પરેશ વ્યાસ

  1. Jagannthji visheni aa mahiti to aajej janava mali.thanks .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s