આષાઢસ્ય અંતિમ દિવસે…/પરેશ વ્યાસ

આષાઢસ્ય અંતિમ દિવસે…

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

ધનનાં રાજા કુબેરનાં સામ્રાજ્યમાં માનસરોવરનાં સુવર્ણકમળની રક્ષાની જિમ્મેદારી યક્ષની હતી પણ યક્ષ તો એની પત્નીનાં પ્રેમમાં પાગલ હતો. પત્નીને પ્રેમ કરવા એણે નોકરીમાંથી ગૂટલી મારી અને એની એબસન્સમાં એક હાથીએ સુવર્ણકમલને કચડી નાંખ્યું. ફરજમાં બેદરકાર કોઇ સરકારી કર્મચારી પત્નીનાં પ્રેમમાં પરવશ થઇને ‘ઘેર’હાજર મળી આવે તો એનો સાહેબ શું કરે? કર્મચારીને પનિશમેન્ટ આપે. ખરું ને? બસ, કુબેરે યક્ષને એક વર્ષ માટે દેશનિકાલની સજા કરી. હવે બેવતન યક્ષ રામગિરિમાં અને એની વ્હાલસોયી પ્રોષિતભૃતિકા પત્ની માદરેવતન અલકાગિરિમાં. રામગિરિ એટલે મધ્ય ભારતનું રામટેક. અને અલકાગિરિ ક્યાંક હિમાલય પર્વતમાળાનો હિસ્સો. એ સમયે દૂરસંચારનાં સાધનો નહોતા. કહી ના શકાય, સહી ના શકાય એટલી સચરાચર વિરહ વેદનાથી પીડિત યક્ષ આકુળ વ્યાકુળ હતો અને તેમાં આવ્યો દુકાળમાં અધિક માસ જેવો અષાઢનો પહેલો દિવસ. યક્ષે જોયું કે રામગિરિની ટોચ ઉપર મેઘાડંબર
છવાયો છે. યક્ષને વિચાર આવ્યો કે આ વાદળને દૂત બનાવીને પત્નીને મેસેજ પહોંચાડી શકાય. અને કાલિદાસે મેઘદૂત મહાકાવ્યની રચના કરી. પણ આ તો પૂરાતન સ્થિતિ હતી. એનું આજે શું?
આજે અષાઢનો આખરી દિવસ છે. અલ-નીનોની ધમકી છતાં નૈઋત્યનાં મોસમી પવનોએ રાબેતા મુજબ વરસાદ વરસાવ્યો છે. થેંક યૂ, સાઉથવેસ્ટ મોન્સૂન! ક્લાઇમેટ ચેન્જની ઐસીતૈસી કરીને ચોમાસું જોરદાર વરસી પડ્યુ છે. ક્યાંક ક્યાંક તો અવકાશી ત્સુનામી કરી નાંખી છે. કાલિદાસનાં સમય જેવો ઝાકમઝોળ આષાઢી માહોલ ઓણસાલ છે. યક્ષને તો રજા નહોતી મળી પણ અત્યારે સરકારી કર્મચારીને ઘેરહાજર રહેવા માટે સીએલ મળે છે. એ વાત અલગ છે કે પત્નીને પ્રેમ કરવા સીએલ જોઇએ છે એવું કારણ વ્યાજબી ગણાતું નથી. પણ જૂઠ્ઠું બોલી શકાય છે. જો કે વરસાદી પરિસ્થિતિ વણસે તો એને પહોંચી વળવા બધાની બધી રજાઓ કેન્સલ થઇ જાય. એ સંજોગોમાં અષાઢી સાંજનું વાતાવરણ સરકારી યક્ષોને દોડતાં કરી મુકે, એમ પણ બને. એવા સંજોગોમાં મોબાઇલફોન નામનું દૂરસંચારનું અદભૂત ગતકડું હવે હાથવગું છે. વરસાદી વાતાવરણમાં શોર્ટ ટર્મ વિરહી પત્ની સાથે વાતો કરવી હવે સુલભ છે. અને કવિતાનો સ્ટોક તો કદી ખૂટતો જ નથી. જૂની વરસાદી કવિતા પુરાણી થતી નથી અને નવી વરસાદી કવિતા લખાતી જાય છે. હરખઘેલાં પામર પતિઓ વરસાદી કવિતાઓને ફોરવર્ડ કરવાનું ટચિંગ અંગૂલીકર્મ કરતા રહે છે. કવિનું નામ લખવાની કર્ટસી કે કવિતાનો અર્થ સમજવો એમને જરી ય જરૂરી લાગતો નથી. કવિતામાં ફક્ત વર્ષા, વરસાદ, ફોરાં, ઝાપટાં, ચોમાસું, ટીંપા, છત્રી, રેઇનકોટ વગેરે શબ્દો હોય એટલે ચાલે. વિયોગનાં પ્રમાણભૂત આધારપુરાવા તરીકે પોતે પલળી ગયા હોય તેવા શીઘ્ર સ્વયંફોટા પણ તેઓ અપલોડ કરતા રહે છે. આ અર્વાચીન સ્થિતિ છે.
આખરે આખી વાત સંદેશા વ્યવહારની છે. ફરક એટલો કે યક્ષનો સંદેશો મોનોલોગ હતો. આપણો સંદેશો ડાયલોગ છે. મેઘદૂત અને મોબાઇલ ફોનમાં આ તાત્વિક ભેદ છે. એટલે શું કહેવું? કેવી રીતે કહેવું?- એની આવડત તો આપણે શીખવી જ રહી. પહેલી વાત એ કે સામેવાળાની વાત સાંભળવી. તમે ફોન જોડ્યો હોય તો પણ. સામેવાળાનો મૂડ વાંચીને પોતાનાં બોલ મઠારી લેવા. વિડિયો ફોન ન હોય તો પણ સામેવાળાનાં અવાજનાં કંપન માત્રથી એની આબેહૂબ છબી પ્રગટ થઇ જાય એવી કલાનો રિયાઝ આપણે કરતા રહેવું જોઇએ. અને ફોન પર વાત કરીએ ત્યારે ટીકાટિપ્પણ ટાળવી. જો કે સતત સ્વબચાવની કોશિશ કર્યા કરવી પણ જરૂરી નથી. ન્યૂટ્રલ રહેવું. શાંત ચિત્તથી થતી વાતો પ્રેમનું સિંચન કરે છે. વિચાર્યા વિના બોલવું નહીં. બોલ્યા પછી ફગવું નહીં. પણ આ તો ચોપડીઓમાં લખ્યું છે. વરસાદ હોય ત્યારે ચોપડીઓમાં લખેલું કામ ના આવે. વરસાદી વિયોગ લોન્ગ ટર્મ હોય કે શોર્ટ ટર્મ, સંવાદ એવો હોવો જોઇએ કે આપણી લાગણીની ભીનાશ વાયા ઇસરો સેટેલાઇટ સામે છેડે પહોંચે. કન્ડિશન્સ નોટ એપ્લાઇડ! સફળ બિઝનેસમેન બો બેનેટનાં મતે કમ્યુનિકેશન ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઇએ. એ હંમેશા પ્રોપર (યોગ્ય) હોય એ જરૂરી નથી.
Kalidas wrote Meghdoot on first day of Ashaadh. It’s all about communication. Cloud messenger or whatsapp messenger, we need to talked to our beloved..

Image may contain: 1 person

1 ટીકા

Filed under ઘટના

One response to “આષાઢસ્ય અંતિમ દિવસે…/પરેશ વ્યાસ

  1. Saras lekh. Havena vidyarthione Kalidas olkhavava pade. Ane Meghdoot vishe vat karie to hasi nakhe. Agal vaxhava ke samjavani koshish pan na kare.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s