(A) RAKSHAA BANDHAN – રક્ષા બંધન/સ્વામી સચ્ચિદાનંદજી

EDUCATED PEOPLE LISTEN THE MOST
 
 
Inline image

(A) RAKSHAA BANDHAN – રક્ષા બંધન
 
A – RAKSHAA BANDHAN – FIRSARA – રક્ષા બંધન – ફીરસરા – આજે રક્ષા બંધનનું પર્વ છે અને એ આપણા જે મહાન પર્વો છે, એમાનું આ એક પર્વ છે. આપણે ત્યાં પર્વોના ત્રણ ભેદ કર્યા છે. શાસ્ત્રીય પર્વ, લૌકિક પર્વ અને રાષ્ટ્રીય પર્વ. રાષ્ટ્રને સંબંધ કરીને એટલેકે ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવા જે ઉત્સવો ઉજવાય એ રાષ્ટ્રીય પર્વ છે. જેમાં લોકો પોતાનો ઉત્સાહ એક સાથે ભેગો કરીને આનંદ મનાવતા હોય એને લૌકિક પર્વ કહેવાય. જેમાં કોઈ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ રાખીને ક્રિયા થતી હોય એને શાસ્ત્રીય પર્વ કહેવાય. રક્ષાબંધન શાસ્ત્રીય અને લૌકિક પર્વ છે. આજના દિવસે જનોઈ ધારણ કરનારાઓ જનોઈ બદલે છે. આર્ય પ્રજા જેમાં ઈરાનની પ્રજા (પારસીઓ) પણ આવી ગઈ, પોતાની સંસ્કૃતિમાં જનોઈને મહત્વ આપતી. પારસીઓ આજે જેને કસડો કહે છે, આપણે એને યજ્ઞોપવિત કહીએ છીએ, ઉપવિત કહીએ છીએ, જનોઈ કહીએ છીએ. બહુ પ્રાચીન કાળમાં બધ્ધા આર્યો જનોઈ પહેરતા. આગળ જતા એ આર્યોના ત્રણ ભાગમાં વર્ગીકરણ થયું, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. પ્રાચીન કાળમાં સૌથી વધારેમાં વધારે ગુણ કૃતજ્ઞતા હતો, એટલે ઉપકારને ન ભૂલવું તે. કૃતઘ્નતાએટલે ઉપકારને ભૂલી જવું. જીવ માત્રની પ્રકૃતિ જુદી છે. એનો જે મેળ છે એનું નામજ સંમેલન છે. વિષ્ણુને બહુ જલ્દી પ્રસન્ન ના કરી શકાય પણ શિવ તો આસુતોષ છે. @5.00min. આસુતોષ એટલે ઝટ દઈને રાજી થઈ જાય. ભષ્માસૂર (અસૂર) અને વિષ્ણુનું મોહિની સ્વરૂપનું ઉદાહરણ સાંભળો. જે દુનિયાનો વિનાશ માગે, દુનિયા માટે દુઃખ માગે એનું નામ અસૂર અને જે દુનિયા માટે સુખ માગે એ દેવ છે. ભષ્માસૂર પોતાના ઉપર કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતઘ્ન છે. નીતિકારે લખ્યું છે કે સવારના પહોરમાં ઓટલા ઉપર દાતણ કરતા હોઈએ અને આવો કૃતઘ્ન માણસ જો નીકળે તો મોઢું ફેરવી લેવું, એનું મોઢું ના જોવું. विष्णोर माया भगवती यया सम्मोहितं जगत  @10.00min. જેને જોઈને મોહ ઉત્પન્ન થાય એવું મોહિની સ્વરૂપ ધરીને વિષ્ણુ ભષ્માસૂરના રસ્તામાં ઊભા છે. એણે કહ્યું  હું તો પતિની શોધ માટે નીકળી છું કારણકે મારી ઉંમર થઇ ગઈ છે. પછીની કથામાં વિષ્ણુ ભગવાનના મોહિની સ્વરૂપે ભષ્માસૂરનો કેવી રીતે નાશ કર્યો તે સાંભળી લેવું. સમાજ ઘડતરનો પહેલો ગુણ કૃતજ્ઞતા તમારા જીવનમાં વણાઈ જાય એટલે આ જનોઈ બનાવી છે. એમાં ત્રણ તાંતણા છે અને પ્રત્યેક તાંતણાની અંદર ફરી પાછા ત્રણ તાંતણા છે. આ ૯૬ મુષ્ટિ પરિમિતી એની લંબાઈ છે અને એના ઉપર ત્રણ બ્રહ્મગાંઠો છે. ત્રણ તાંતણાજ કેમ રાખ્યા? એટલા માટે ત્રણ રાખ્યા કે  માણસ માત્રના ઉપર ત્રણ ઋણ છે. @15.00min. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણ ઋણ બધાના ઉપર છે. જે દે એનું નામ દેવ છે. સૂર્ય પ્રકાશ આપે છે, એટલે આપણે સૂર્યને દેવ માનીએ છીએ અને સામે એ એક નવા પૈસાનું બિલ મોકલતો નથી. વાયુ દેવ છે. પંખાનું બિલ આવે પણ પવનનું બિલ આવતું નથી. એજ પ્રમાણે જળ દેવ છે, કારણકે વરસાદ આવે છે. પૃથ્વી દેવ છે. તમારા જીવનમાં જે કંઈ દેનારો છે, એ દેવ છે. તો આ દેવ ઋણ તમે કેવી રીતે ચુકાવશો? તમે સૂર્ય તો ન બનાવી શકો પણ તમારા મહોલ્લામાં એક લાઈટ મૂકી શકશો. એક સજ્જનને ત્યાં જમવા જવાનો અનુભવ સાંભળો. તમારા રૂમમાં તમે કેટલા ગોળા બાળો એની કોઈ કિંમત નથી પણ લોકોના માટે તમે સ્ટ્રિટમાં એક નાનો ગોળો મૂકી શકો છો? તો ઘરડા, આંખે બરાબર ન દેખાતું હોય એવા લોકો કોઈ ખાડામાં પડે નહીં. જ્યાં જરૂર હોય ત્યાં એક પંખો મુકી દો. એક ડોશીની ઠાકોરજીની ઉપર પંખો મુકવા વિશેની વાત સાંભળી. @20.23min. સ્વામીજીએ એક પંખો ડોશીના ઠાકોરજીની ઉપર અને બીજો પંખો હોસ્પિટલમાં સ્વામીજીએ પોતાના ઠાકોરજી(દાઝી ગયેલા દર્દીઓ) ઉપર મુકાવ્યો. તમારી ભક્તિને ભગવાનના માધ્યમથી માનવતા તરફ વાળવી જોઈએ. એક જગ્યાએ ઠાકોરજીના ભોગમાં રોજનું ૨૦ મણ ઘી વપરાય છે. સ્વામીજીને સોનાની ઘંટી, ચાંદીની ઘંટી વિગેરે ફરી ફરીને એ મંદિરમાં બતાવ્યું.સ્વામીજીએ પૂછ્યું હવે મને એવી ઘંટી બતાવો, ભલે પથ્થરની હોય  પણ જયાંથી જે લોટ નીકળતો હોય એ માત્ર ગરીબના પેટમાં જતો હોય એવી ઘંટી બતાવો. કહ્યું, એવી ઘંટી તો અમારા પાસે નથી. ઠાકોરજીનો ભોગ પૈસેથી અહીંયા વેચાય છે. કાશીનો એક અનુભવ અન્નકુટના દિવસે ઠાકોરજીના તરફ ઇંટો મુકેલી હતી. આપણે ત્યાં તો મંદિરમાં પણ ક્લાસ પડેલા છે. જે વધારે પૈસા આપે એને ફર્સ્ટ ક્લાસમાંથી સારા દર્શન થાય. મસ્જિદમાં કે ચર્ચમાં આવા કલાસ પાડવામાં આવતા નથી. બાદશાહ પાછળથી આવ્યો તો એ પાછળ ઉભો રહે, પીંજારો પહેલો આવ્યો તો પીંજારો એ પહેલો ઉભો રહે. એટલે એમની શક્તિ એકસાથે વધી. કાશીનો એક અનુભવ અન્નકુટના દિવસે ઠાકોરજીના તરફ ઇંટો મુકેલી હતી. @24.58min. આ જે મોહનથાળ અને બધા પાકો છે એના તો ૧૧ના, ૨૧ના, ૫૧ના પડીકાંજ વળાવાના. राम ज़रुखे बैठके सबका मुजरा लेत, जैसी जाकी दक्षिणा वैसा वाको देत. જેવો આપનારો હશે, એવાં આ પડીકાં વહેંચવાના છે, એક ટુકડો ગરીબના મોઢામાં એક ટુકડો જવાનો નથી. એટલે આ દેશમાં આટલા બધા મંદિરો અને મઠો હોવા છતાં એકેયમાં ચેતના નથી. તમે એક પંખો કોઈ હોસ્પિટલમાં, ધર્મશાળામાં, કોઈ સંસ્થામાં લગાવી દો. એ પંખો કોઈને હવા આપશે એટલે વાયુદેવનું ઋણ અદા થઇ ગયું સમજો. કોઈ એક જગ્યાએ જ્યા ઠંડી ખુબ પડતી હોય,  માણસો ટાઢે થરથરતાં હોય, મરતાં હોય, ત્યાં પાંચ મણ લાકડા લાવી પ્રગટાવી દો. એમની રાત પાર થઇ જશે અને કોઈને જીવન મળી જશે. સ્મશાનમાં જેને બળવાન પૈસા ન હોય એને લાકડાં લઇ આપી દો. બસ આ અગ્નિદેવનું ઋણ અદા થઇ ગયું. પેટલાદના સ્મશાનમાં ૧ રૂપિયામાં ૧૧ મણ લાકડાની વ્યવસ્થા છે.કોઈ જગ્યાએ પાણીની પરબ બનાવડાવી દો. એક વિધવાબાઈને આજીવિકા મળશે. એક ગામમાં પાણીનું બીલ એકજ વ્યક્તિએ એના બાપના નામ ઉપર  ભરી દીધું. @30.00min. એટલે એ આ જળ દેવતાનું ઋણ અદા કર્યું કહેવાય. એવી રીતે તમારી પાસે પૃથ્વી છે. એ પૃથ્વી તમે સ્કૂલ બાંધવા માટે આપો, વાડી બાંધવા માટે આપો, કૂવો ખોદવા માટે આપો, વિસામો બનાવો. તમારા માતા-પિતાના નામ ઉપર દાન કરો એટલે પૃથ્વીનું ઋણ અદા થઇ ગયું કહેવાય. એટલે આ પાંચ દેવોના ઋણ અદા કરવાનું ભાન કરાવવા માટે જનોઈમાં એક તાંતણો મુકવામાં આવ્યો છે. પછી ઋષિ ઋણ. જે સમાજને હંમેશા મૌલિક ચિંતન આપે, જેથી સમાજ ચેતનાવાળો થાય કારણકે સમાજમાં એક બહુ મોટો દોષ રૂઢિઓની જડતાનો છે. દીકરાના લગ્ન પહેલાં એક બિલાડીના બચ્ચાને ટોપલામાં ઢાંકવાની જડતાનું ઉદાહરણ સાંભળો. વૈદિક પિરિયડમાં તમારો વૈજ્ઞાનિક અપ્રોચ હતો. પછી પૌરાણિક યુગ આવ્યો અને એમાં બધી કાલ્પનિક વાતોથી લોકોના મગજ ખરાબ થઇ ગયા. ગ્રહણ કેવી રીતે થાય એની કાલ્પનિક વાત સાંભળો. @35.00min. .વધુ આગળ આ કાલ્પનિક વાત સાંભળી. એક લેખકે બહુ સરસ પાઠ લખ્યો છે કે બ્રાહ્મણોની રસોઈ બનાવેલી અને ૫૦ મણ જેટલો શીરો બનાવેલો એમાં ભૂખનું માર્યું એક કૂતરું આવીને શીરામાં પડયું અને મરી ગયું, તો એમાંથી જેટલા ભાગમાં એ કૂતરું પડયું એટલો ભાગ કાઢી નાખ્યો અને ગ્રહણ વખતે ઘરમાં પીવાનું પાણી ભરેલું હોય તો એને ઢોળી નાખવાનું કારણકે પાણીની કંઈ કિંમત નથી. એવી માન્યતા (રૂઢિ) છે કે ગ્રહણ વખતે રાહુ અને કેતુ માણસોને પકડતો હોય છે એટલે એને છોડાવવા માટે હરિજન ભાઈઓ દાન લેવા શેરીઓમાં નીકળતા હોય છે. આ પૌરાણિક માન્યતા છે. હવે વિજ્ઞાનવાળા કહે છે કે કોઈ રાહુએ નથી પકડતો અને કોઈ કેતુએ નથી પકડતો. સૂર્ય વચ્ચે પૃથ્વી અને સામે એક લીટીમાં આવે ત્યારે પૃથ્વીની જે છાયા છે એ ચંદ્ર ઉપર પડે એટલે એ ભાગ દેખાતો બંધ થાય. એ ખસી જાય એટલે દેખાતો શરુ થઇ જાય. આખો અભિગમ બદલાઈ ગયો, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. એટલે આ પાંચ દેવો છે. એના પછી ઋષિ ઋણ છે. ઋષિનો અર્થ થાય છે, તાજું ચિંતન જે સમાજને આપે એનું નામ ઋષિ છે. તાજા ચિંતનમાંજ તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ હોય છે. માનો આજે તમારા ઘરમાં વીજળી ન હતી અને પાણી ન હોતું આવ્યું તો શું તમે કૂવો ખોદવા જશો? આ વાસી ચિંતન થઇ ગયું. તમારે તાજું ચિંતન કરવું પડશે કે જનરેટર વસાવો કારણકે વીજળીનો ભરોસો નથી. આ મૌલિક ચિંતન છે અને એમાં તમારા પ્રશ્નોનો ઉકેલ છે. ઋષિ ઋણ એટલે જે તમને વિદ્યા ભણાવે છે. જ્ઞાન આપે છે એ ઋષિ છે. @40.09min. આપણે ત્યાં પ્રાચીન કાળમાં ગુરુ પ્રથા નથી પણ અને આચાર્ય પ્રથા છે. એટલે આપણે ત્યાં आचार्य देवो भव લખ્યું છે, ગુરુ દેવો ભવ નથી લખ્યું. જે જે આચાર્યોએ તમને નિષ્કામ ભાવથી પુત્રવત સમજીને ભણાવ્યા હોય એ બધા આચાર્યો છે, એ દેવો છે, એજ ગુરુ છે. પછી તો જ્યાંથી વિદ્યા મળે એ પ્રાપ્ત કરવાની. પાટીદારના ગામની એક વાત સાંભળો. તમારે ગુરુજ જોઈતા હોય તો ભાગવતના ગુરુ લેજો કે જેવી રીતે દત્તાત્રયે ૨૪ ગુરુઓ કર્યા હતા. ચારે તરફ ગુરુજ ગુરુ છે, જો તમને જ્ઞાન લેતાં આવડે તો.ઋષિ એટલે હંમેશા નવમા નવું જ્ઞાન આપે. आचार्याय प्रियं धनमाहृत्य प्रजातंतुममा  व्यवतछित्सी…..उपनिषद. જે આચાર્યોએ તમારામાં વિદ્યા ઠાલવી તેને સમયે સમયે કંઈ આપી ઋષિ ઋણ અદા કરતા રહેજો.@45.34min. એટલે એ ઋષિ ઋણ એનો બીજો તાંતણો છે. પછી પિતૃ ઋણ, માં જે બાળકને ઉછેરવા શું નથી કરતી? ભલે એ અભણ હોય પણ એનું ઋણ માથા ઉપર છે. એમના નામનો એક રુમ બાંધવાનો, એમના નામની એક સ્કોલરશીપ જાહેર કરવાની, એક પરબ ખોલવાની, એમના નામથી કંઇકને કંઈક કરવાનું જેમણે તમને વારસો   આપ્યો, જ્ઞાન આપ્યું, તમારો વિકાસ કર્યો એનું ઋણ અદા કરવાનું ભૂલશો નહીં. આમ આ ત્રણ તાંતણા થયા. જેવું પુરુષને ઋણ છે, એવું સ્ત્રીને પણ છે, એટલે આમ છ તાંતણા ભેગા થયા એટલે દામ્પત્ય થયું, બેય ભેગાં થઈને કર્મ કરે. ખોળિયાં બે છે પણ આત્મા એક છે એટલે બેય એકબીજાને પ્રોત્સાહન આપે છે. પત્ની ડાહી હોય તો એના પુરુષને પ્રોત્સાહન આપે, સારાં કામ કરો, પૈસા વાપરો, સાથે કઈ આવવાનું નથી. હાઈસ્કૂલના ઉદ્ઘાટનની એક વાત સાંભળો. આખી હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બનાવેલી. એમાંનો એક જૂનો વિદ્યાર્થી આજે એક બહુ મોટો કોન્ટ્રાક્ટર છે, એની વાત સાંભળો.
 

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “(A) RAKSHAA BANDHAN – રક્ષા બંધન/સ્વામી સચ્ચિદાનંદજી

  1. કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,
    દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે.

    પુરાણોમાં પણ રક્ષા બંધનનો મહિમા હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s