ગાંઘીજી અને શ્રીમદ રાજચંદ્ર.

 

A – GURU-POONAM RAKTA –TULAA – UNJHAA – ગુરુપૂનમ રકતતુલા – ઊંઝા – ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્વામીજીની રકતતુલા અને પ્રવચન – ચાર સમૂહ શક્તિઓ છે. એક ધર્મમાંથી, એક સમાજમાંથી, એક રાષ્ટ્રમાંથી અને એક સંપૂર્ણ માનવતામાંથી આવે છે. ધર્મ કદી પણ શક્તિ વિનાનો હોતોજ નથી. પણ મોટો પ્રશ્ન એ છે કે ધર્મની શક્તિનો ઉપયોગ શું થાય છે? ધર્મની શક્તિ શ્રદ્ધામાંથી ઉત્પન્ન થતી હોય છે. અત્યાર સુધી લાખ પ્રયત્નો કર્યાં છતાં પણ માનવ સમુહને શ્રદ્ધા વિનાનો બનાવી શકાયો નથી. ચાર્વાકથી માર્ક્સ સુધી અને એના પછી પણ ઘણા લોકો થયા, બુમો પાડી પાડી ને કહેછે કે ઈશ્વર જેવી, આત્મા જેવી કે પરલોક જેવી કોઈ વસ્તુ નથી પણ લોકોને નાસ્તિક બનાવી શકાયા નથી. પ્રેમ અને શ્રદ્ધા આ બંનેનો કદી પણ નાશ કરી શકતો નથી. સ્ટાલીને લોકોને નાસ્તિક બનાવવા બદ્ધા ચર્ચો પાડી નાંખેલા આ બધાજ પાછા આકાર લઇ રહ્યા છે. 

@6.00min. આ દેશમાં શ્રદ્ધાના નામે, ગુરુના નામે, ભગવાનના નામે પારાવાર શ્રદ્ધાનો દુરુપયોગ કર્યો છે અને એ દુરુપયોગને કારણે નાસ્તિકતા આવી. નાસ્તિકતા કદી પણ બૌધિક રીતે નથી આવતી અને આવે તો એ લાંબે સુધી ચાલતી નથી. આ શ્રદ્ધાની વિકનેસમાંથી નાસ્તિકતા આવતી હોય છે. અને એ શ્રદ્ધાની વિકનેસ એના ગુરુમાંથી આવતી હોય છે. એક રબારી સંત ચરણગીરીની વાત સાંભળો. પૂજન તો થવુંજ જોઈએ, પરંતુ એમાંથી ઊભી થયેલી શક્તિનો વિનિયોગ સમૂહમાં થવો જોઈએ. આપણે ત્યાં ઉત્સવો ઉજવાય છે એમાંથી પણ શક્તિ ઊભી થાય છે. ગણેશ ચતુર્થીની વિશાળ જન-શક્તિને બાળ ગંગાધર તિલકે રાષ્ટ્ર તરફ વાળી. અને એજ શક્તિ દિલ્હી સુધી પડકાર કરતી થઇ ગઈ. આજ કામ પંજાબમાં ગુરુ ગોવિંદ સિંહે કર્યું. ગુરુ પુનમના ઉત્સવનો અમે ગુરુઓએ જરા અતિરેક કર્યો છે, એ અર્થમાં કે ઈશ્વરની જગ્યામાં ગુરુને બેસાડી દીધો અને ઘણા પોતેજ ઈશ્વર થઈને બેસી ગયા. તમે ઈશ્વરને છોડાવે એવા નહિ પણ ઈશ્વરને પકડાવે એવા ગુરુને પકડજો. આ અમાપ શક્તિનો ઉપયોગ માવતા તરફ કરવો જોઈએ. @11.54min. વાલમ ગામની વાત. લોકોની શ્રદ્ધા-શક્તિને તોડવી નથી પણ વાળવી છે. ઈશ્વરે મને બુદ્ધિ આપી અને રક્ત તુલાનું કામ શરુ કર્યું. લગભગ ૨૦૦-૨૫૦ બોટલોની જરૂર છે, તેના બદલે ૩૫૦ બોટલો થઇ ગઈ છે. આ લોહીના દ્વારા કેટલાયે લોકોને જીવન-દાન મળશે, આ ક્રાંતિ છે. આવનારા દિવસોમાં જો બધા ધર્મગુરુઓ આ પ્રમાણે કરે તો ભારતમાં એટલું બધું લોહી ભેગું થઇ જાય કે બહારના લોકોને લોહી આપી શકાય. આ એક ધર્મના ઉત્સવને વણાંક આપવાનો એક પ્રયોગ છે. ધર્મની શક્તિ શ્રદ્ધામાંથી આવતી હોય છે, સમાજની શક્તિ સંગઠનમાંથી આવતી હોય છે. શ્રી કૃષ્ણ કૌરવોથી ન હાર્યા પણ ઘરમાં હારી ગયા. એવા હાર્યા કે દ્વારિકા છોડીને રાંચી પીપડામાં ઉત્સર્ગ કરવો પડ્યો. હતો. રાષ્ટ્રની શક્તિ “લો એન્ડ ઓર્ડર” માંથી ઊભી થતી હોય છે. @19.12min. ન્યુઝીલેન્ડમાં એક જગ્યાએ સ્ટીમ નીકળે છે, આ લોકોએ એમાંથી વિજળી ઉત્પન્ન કરી. આપણે એક માતા બેસાડી દઈએ છીએ. દેણપ ગામમાં કાલિકા માતાનું મદિર મોટું કરવા વિશે. @24.11min. 

 

સજ્જનો, આજે ગુરુ પૂનમનો દિવસ છે, પણ જેમ પહેલા કહ્યું તેમ હું કોઈને શિષ્ય નથી બનાવતો, કારણકે હું પોતેજ સરખી રીતે શિષ્ય થયો નથી, એટલે હું ગુરુ થવાને લાયક નથી. તમે બધા પંજાબમાંથી આવેલા સિંહ છો, તમને ઘેટાં બનાવવામાં આવ્યા છે. મારે પાછા તમને સિંહ બનાવવા છે. અહિંસા પરમો ધર્મ ખરો પણ “વીરતા પરમો ધર્મ” હોય તોજ. વીરતા સાથે અહિંસા હોય તો એ રામની છે, કૃષ્ણની છે, શિવાજીની, પ્રતાપની છે અને ભામાષાની પણ છે. હું નથી માનતો કે ભામાષાથી વધીને કોઈ બીજો ત્યાગી હોય. આ સમાજ ફળે ફૂલે એવી માં ઊમિયાને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત્. આભાર વિધિ અને સ્વામીજીની રકતતુલા. @29.48min. પ્રશ્નોત્તરી.  @47.29min.  ગાંઘીજી અને શ્રીમદ રાજચંદ્ર. 

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s