મિત્રતા/પરેશ વ્યાસ

મિત્રતાનું પર્વ હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા. – મનોજ ખંડેરિયા
કોઇ પણ સમસ્યા, કોઇ પણ ગૂંચવણ, કોઇ પણ મુશ્કેલી, કોઇ પણ તકલીફ પણ એનો ઉકેલ માત્ર એક… અને એ છે મિત્રતા. આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે. તમે કહેશો કે મૈત્રીદિવસ તો ઓગસ્ટનાં પહેલાં રવિવારે આવે છે. તમારી વાત સાચી પણ મારી વાત પણ સાચી. યુનાઇટેડ નેશન્સ ઠરાવ નં. એ/આરઇએસ /૬૫/ ૨૭૫/-૨૦૧૧ અન્વયે મિત્રતા માટે આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તો પછી પેલો ઓગસ્ટવાળો ફ્રેન્ડશિપ ડે? એ પ્રથા તો છેક ૧૯૩૫થી ચાલી આવે છે જ્યારે અમેરિકન કોંગ્રેસે નક્કી કર્યું કે ઓગસ્ટનો પહેલો રવિવાર મિત્રતાનાં દિવસ તરીકે ઉજવવો. અમેરિકામાં તહેવારની ફિક્સ તારીખ નથી હોતી પણ તહેવારો મહિનાનાં પહેલાં, બીજા, ત્રીજા કે ચોથા રવિવારે ઉજવાય છે. બાકીનાં દિવસો તો વર્કિંગ ડે હોય. એ દિવસોએ વળી રજા શાની? અને એટલે જ રવિવારનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. કવિ, સંવાદલેખક, અભિનેતા પિયુષ મિશ્રા કહે છે તેમ.. એક ઇતવાર હી હૈ રિશ્તે સંભાલનેકે લિયે, બાકી દિન કિશ્તોકો સંભાલનેમેં ખર્ચ હો જાતે હૈ! લોનનાં હપ્તા ભરવા હોય તો વીક ડેઈઝમાં કામ તો કરવું જ રહ્યું. એટલે એક રવિવાર રહી જાય છે સંબંધોનાં નિભાવ અને મરામત માટે. મિત્રતાનો મુખ્ય દિવસ આમ તો ઓગસ્ટનાં પહેલાં રવિવારે પણ મહિલાઓનો મિત્રતા દિવસ ઓગસ્ટનાં ત્રીજા રવિવારે ઉજવાય. આમ આગામી રવિવારોનું મહાત્મ્ય કાંઈ અલગ જ છે. આ ઉપરાંત જૂના મિત્રો મે મહિનાનું ત્રીજું અઠવાડિયું આખું ફ્રેન્ડશિપ વીક તરીકે ઉજવે છે અને નવા મિત્રો તો આખો ફેબ્રુઆરી મહિનો ફ્રેન્ડશિપ મન્થ ઉજવે છે. પણ આ બધી પશ્ચિમી પરંપરા છે. શું સુદામા એનાં સખા શ્રી કૃષ્ણને ઓગસ્ટ મહિનાનાં પહેલાં રવિવારે મળવા ગયા હતા? મિત્રતા કાંઇ એક દિવસ, અઠવાડિયું કે મહિનાની મોહતાજ નથી. મિત્રતા તો અહર્નિશ ઉજવાવી જોઇએ જ્યાં કેટલાંય બંધ દ્વાર ખૂલી જાય જ્યારે સંધાય હાથ અને સાંકળ સમી સકળ મિત્રતા..
ફેસબુક, વોટ્સ એપ પર મિત્રતા વિષયક સુવિચારોનાં અકરાંતિયાવેડા થતા રહે છે. એટલે મિત્રતા વિષે કાંઈ પણ કહેવું પ્લેજિયારિઝમ ઉર્ફે અભિવ્યક્તિની તફડંચી ગણાશે. પણ જ્ઞાનીઓ કહી ગયા છે કે મિત્રતાની વાતમાં પુનરોક્તિનો દોષ ક્ષમ્ય છે એટલે મિત્રતામાં શું કરવું? અને શું ના કરવું? એનું અર્વાચીન ચિંતન રજૂ કરું છું. તમે મિત્રનાં ગુરુ નથી એટલે એને શીખવાડવાની કે સલાહ આપવાની કોશિશ કરવી નહીં. મિત્રોની મૂલવણી કર્યા કરવાની પણ આવશ્યકતા નથી. ટીકા નહીં, ટિપ્પણ નહીં, દોષારોપણ તો જરાય નહીં. એમની પસંદ નાપસંદને પૂરતી તવજ્જોહ આપવી. એમની ભૂલ ભૂલી જવી. ને સાંભળવો. સંભાળવો. સન્મુખ હોય ત્યારે પણ અને દૂર હોય ત્યારે પણ. એ તકલીફમાં હોય તો ચોક્કસ એને બનતી બધી જ મદદ કરો. તન, મન અને ધનથી સઘળું કરી છૂટો. અલબત્ત તમારી ક્ષમતાની પણ એક મર્યાદા છે. એમાં રહીને મદદ કરવી. મદદ કરવામાં વૈદું (માર મારીને સીધું કરવું), ઊંટવૈદું (લેભાગું ઉપચાર) નિષેધ છે. તમે માનો એ જ કહો અને કહો એ કરો. ઉધાર લો તો સમયસર પરત કરો. મિત્રતા વાડકી વહેવાર છે. તમારે ત્યાં કોઈ વાનગી આવે પછી વાડકી પરત કરો ત્યારે બીજું કાંઈ ન હોય તો વાડકી ખાલી ન રાખતા ખાંડનાં દાણા સમેત પરત કરો. મિત્રતામાં હિસાબ કિતાબ ન હોય એ વાત સાચી પણ સાવ એકતરફી વહેવારનું નડતર પણ હોય છે અને કળતર પણ હોય છે. અને હા, મિત્રતા હોય એ તો છેવટ સુધી નિભાવવી જ પડે. મિત્રતાની કોઈ એકસપાઇરી ડેઇટ હોતી નથી પણ શક્ય છે કે બેસ્ટ બીફોર ડેઇટ હોઈ શકે. એમ લાગે કે હવે ઓછું કરી દેવા જેવું છે તો કરી દેવું. મિત્રતાને ઢસડવી નહીં. અનફ્રેન્ડ કરી શકાય. મન ખાટું થાય એવી મનની વાત સારી નહીં.
તત્ત્વચિંતક હેન્રી ડેવિડ થોરો અમને થોડો થોડો સમજાય છે. મિત્રતાની ભાષામાં શબ્દો હોતા નથી. પણ એનાં અર્થ જરૂર હોય છે.
Article on international friendship day..As published today in Gujarat Samachar..

Image may contain: one or more people, people standing, sky, twilight, outdoor and nature

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “મિત્રતા/પરેશ વ્યાસ

  1. આ ગમ્યું.
    ફેસબુક, વોટ્સ એપ પર મિત્રતા વિષયક સુવિચારોનાં અકરાંતિયાવેડા થતા રહે છે.
    સહિ પકડે હૈ.

  2. એક ઇતવાર હી હૈ રિશ્તે સંભાલનેકે લિયે, બાકી દિન કિશ્તોકો સંભાલનેમેં ખર્ચ હો જાતે હૈ!
    સાચી વાત છે. દરેકનો અનુભવ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s