વર્ણ વ્યવસ્થા

 
 
A – VARNA-VYAVASTHAA-NEE CHURCHAA – SURAT – વર્ણ વ્યવસ્થાની ચર્ચા – સુરત – સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ અને શ્રી કરસનદાસ ચોવટિયા વચ્ચે જુદા જુદા વિષયો પર ચર્ચા. (નોંધ: સવાલના જવાબો સાંભળો ત્યારે પ્રવચન ક્યારે થયેલું તે તારીખ ધ્યાનમાં રાખીને તે સમયની પરિસ્થિતિને અનુલક્ષીને સમજવું.પૂર્વગ્રહ વિના સત્યની શોધ. – @3.43min. ભાઈ શ્રી કરસનદાસને શરૂ કરવાની વિનંતી. પ્રથમ વર્ણ વ્યવસ્થાની ચર્ચા – કરસનદાસ એવું માને  છે કે વર્ણ વ્યવસ્થા આપણી શરૂઆતની સમાજ વ્યવસ્થા છે એટલે માનવા ન માનવાનો સવાલાજ નથી. જન્મથી કે કર્મથી? જવાબ: @6.29min. એક પિતાને ચાર છોકરાઓ છે, એક પ્રોફેસર, એક સૈનિક, એક બેન્કમાં ક્લાર્ક અને બીજો પટાવાળો હોય તો આ ચારને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર માનશો? આ ચારે માટે કન્યાઓ ક્યાંથી લાવશો? ધારોકે પેલો પ્રોફેસર દશ વર્ષ પછી દુકાને બેઠો તો તે વૈશ્ય થઇ ગયો? તો એની પત્નીને બ્રાહમણીમાંથી વૈશ્ય બનાવી દેશો? આજે જાતજાતના નવા ધંધા નીકળ્યા તો એને કયા વર્ણમાં નાખશો? જન્મથી કે કર્મથીપણ વર્ણ વ્યવસ્થા ન થાય તો વર્ણ વ્યવસ્થા રહી ક્યાં?  @14.02min. સ્વામીજી: જો વર્ણ વ્યવસ્થા હોયજ નહિ તો શું વાંધો આવે? જવાબમાં કંઈ વાંધો નહિ, તો પછી વર્ણ વ્યવસ્થાનો શા માટે પક્ષ લો છો? વર્ણ વ્યવસ્થાથી પણ ભયંકર સતી પ્રથા વિશે. કરસનદાસજી કહે છે કે વર્ણ વ્યવસ્થા શાસ્ત્રોક્ત છે, તો સ્વામીજી કહે છે કે તો કરો વ્યવસ્થા.બાકીનો વાર્તાલાપ સાંભળી લેવો. માનો કે તમે હરિજન હોવ, ચાંડાલ હોવ, તમને ગામ બહાર વસાવવામાં આવે, તમને અડવામાં ન આવે, તમારો પડછાયો લેવામાં ન આવે, તમને દૂરથી રાખવામાં આવે તો તમને ગમે ખરું? અસ્પૃશ્યતા આવી ક્યાંથી?  @17.56min. રામાયણ કાળમાં શુદ્ર એવા શમ્બુકનો વધ કેમ કરવામાં આવ્યો? શુદ્ર હતો અને તપ કરતો હતો, ચોરી તો ન હોતો કરતો? એકલવ્યનો અંગુઠો કેમ કાપ્યો? કર્ણને મત્સ્યવધ કેમ ન કરવા દીધો? આખા બે-પાંચ હજાર વર્ષના સંસ્કૃત વાંગમયમાં કેટલા પટેલો કવિઓ કે મહાકવિઓ થયા? હવે કેમ થાય છે. પટેલો મોટા મોટા બેરીસ્ટરો, ડોકટરો કેમ થાય છે? @23.38minચાલીસ વર્ષમાં પટેલોએ શૈક્ષણિક ક્ષેત્રમાં જે પ્રગતિ કરી છે એ ૪૦૦૦ વર્ષમાં બ્રાહ્મણો નથી કરી શક્યા. @30.38min. વાસ્કો-ડી-ગામા, અલ્બાકર્કી અને શિવાજીની ક્રુરતા વિશેની ચર્ચા. વાસ્કો-ડી-ગામાએ દક્ષિણના રાજા સાથે વિરોધ કર્યો, એ કંઈ ભારત દાન-પૂણ્ય કમાવા માટે કે ગંગા સ્નાન કરવા માટે ન હોતો આવ્યો. એની ક્રુરતા તમે કેમ સહન કરી? એમની પાસે તોપો હતી અને આપણે ભાલા લઈને લડતા હતા.
524891771 (487x650, 1291Kb)
આપણે જ્ઞાન-વિજ્ઞાનમાં પાછળ હતા.શું કારણ કે પરદેશના મુઠ્ઠીભર માણસો તમારો દરિયો પકડીને બેસી ગયા કે દિલ્હીના બાદશાહના જહાજો પણ એની પરમીટ વિના હજ કરવા ન હોતા જી શકતા? @37.06min. આપણે ત્યાંથી કોઈ વાસ્કો-ડી-ગામા ન નીકળ્યો કેમકે આપણાં અહી સમુદ્ર યાત્રાનો પ્રતિબંધ હતો. કેરળમાં અંગ્રેજો આવ્યા પહેલા આરબોના થાણાં  હતા અને તેઓ ઝાંઝીબાર સાથે વેપાર કરતા. @41.33min. અશોકે કેટલાયે આક્રમણો કરેલા, એ શાંતિ પ્રિય ન હતો. બૌદ્ધોના ઉપદેશથી અશોકે તલવાર મ્યાન કરી એનાથી દેશને ઘણું નુકશાન થયું. રામે લંકા ઉપર આક્રમણ કર્યું હતું. અનાક્રમક પ્રજા કાયર હોય છે. @44.30min. ફીલસુફીની ચર્ચા. કરસનદાસ આપે લખ્યું છે કે ભારતની ફીલસુફી લોકોને નિષ્ક્રિય બનાવી દે છે. હજારો લાખોની સંખ્યામાં આપણાં સાધુઓ પાદરી જેવું કામ કરતા નથી, આપણી ફીલસુફી પલાયનવાદી છે. બૌદ્ધોનો અને મહાવીરનો કર્મવાદ કે પલાયનવાદ? @48.39min. અત્યારે જે વર્ણ વ્યવસ્થા નથી રહી તો સારું થયું કે ખરાબ? કરસનદાસજી કહે છે કે સારું થયું, તો પછી વર્ણ વ્યવસ્થાનો સવાલજ ક્યા છે? શંકરાચાર્યની પીઠ ઉપર અત્યાર સુધી કોઈ અબ્રાહમણ બેઠો નથી. વડતાલના નીજ મંદિરમાં માત્ર બ્રાહ્મણજ જઇ શકે.   

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s