બુદ્ધના સત્યો – દુઃખ સત્ય છે. દુઃખ એક વાસ્તવિકતા છે.

 
B – UNJHAA AASHRAM – બુદ્ધના સત્યો – દુઃખ સત્ય છે. દુઃખ એક વાસ્તવિકતા છે. આ પહેલું સત્ય છે. બીજું સત્ય, દુઃખના કારણો સત્ય છે. દુઃખ અકસ્માત નથી આવતું, એના નિશ્ચિત કારણો હોય છે. તમે અકસ્માત માંદા નથી પડતા પણ તમારા અસંયમમાંથી માંદા પાડો છો. ત્રીજું માર્ગ સત્ય છે એટલેકે એના ઉપાયો સત્ય છે. ચોથું નિર્વાણ સત્ય છે. અને દુઃખ રહિત જે ભૂમિકા એ પણ સત્ય છે. બુદ્ધના આખા જીવનની ગાથાનો સંદેશો છે કે પ્રાણીઓ દુઃખી છે. ચારે તરફ દુઃખ સિવાય બીજું કશું નથી. દુઃખીઓના દુઃખ દૂર કરે તેનું નામ સાધુતા છે અને તેમાંથી માનવતા આવી. આશ્રમમાં સ્વામીજીએ ચંદ બારોટનું સ્ટેચ્યુ મૂક્યું છે. જેણે સમષ્ટિ જીવન જીવવું હોય એણે વ્યક્તિગત જીવનનું બલિદાન આપવું પડે. વ્યક્તિગત જીવનનું બલિદાન ના આપે તો એ સમષ્ટિને ન્યાય ના આપી શકે. ગાંધીજીએ વ્યક્તિગત જીવનનું બલિદાન આપેલું, એટલે એ સમષ્ટિના નેતા થયા. ચંદ બારોટે પૃથ્વીરાજને દોહા લલકારી જગાડવાનો પ્રયત્ન કર્યો પણ એ સંયુક્તાના ઘેનમાં પડેલો તે ન જાગ્યો તે નજ જાગ્યો. રાજ ગુમાવ્યું અને પોતે મરાયો. @5.00min. ઘણીવાર એવું થતું હોય કે પહેલી પેઢીએ બહુ તપ કરી જમાવેલું હોય. બીજી પેઢીએ થોડું કર્યું હોય અને ત્રીજી પેઢી આવે તે પેઢીએ જાયજ નહીં. એ એમના રંગ-રાજમાંથી ઊંચા ન આવે એટલે એમ સમજવાનું કે પૃથ્વીરાજ જેવી એમની દશા થવાની. પૃથ્વીરાજને જેલમાં નાંખેલો અને એની આંખો ફોડી નાંખેલી ત્યારે ચંદ એણે મળવા ગયો હતો. પૃથ્વીરાજે કહ્યું, ચંદ હું તને ઓળખી ન શક્યો. તેં  મને ખુબ જગાડ્યો પણ ત્યારે મને ઊંઘ વહાલી હતી. મેં તારું કહ્યું ના માન્યું એટલે આ પરિણામ હું ભોગવી રહ્યો છું. ચંદ, પૃથ્વીરાજ માટે વતનની માટી લઇ ગયેલો તે એણે આંખે અડાડી હતી. અગિયારમી સદીએ દિલ્હી ઉપર વાવટો બદલાય ગયો. પછી તો ઘણા વંશો આવ્યા અને એ પા ટકા પ્રજાએ 700 વર્ષો સુધી તમારા ઉપર રાજ કર્યું. પછી તો બાબર આવ્યો. બાબર મોગલ છે, આ મોંગોલમાંથી મોગલ છે. મૂળમાં આ બધી ચાઈનાની પ્રજા છે. ઉત્તર ભારતમાં એકેય મંદિર સારું રહ્યું નથી. કોઈ મૂર્તિ સારી રહી નથી. આજે આ જમીનમાંથી મૂર્તિઓ કેમ નીકળે છે? એ તો પેલા ધાડાં આવતા હોય, બીકના માર્યા દાટી દીધી હતી. આ સ્થિતિમાં પ્રજા રસાતળમાં ચાલી ગઈ. આમાંથી ઉદ્ધાર કરનાર કોણ થાય? આખા દેશ ઉપર નજર કરો, ક્યાંય નજર ટકતી નથી. કરોડો માણસો છે, પણ કીડા-મકોળા જેવા, રેંજીપેંજી. આવી સ્થીતિમાં બેજ જગ્યાઓ પર નજર ઠરતી હતી. પંજાબમાં શીખો અને દક્ષિણમાં મરાઠાઓ. એવો સમય હતો કે લશ્કર હિન્દુઓનું અને રાજ કરે મુસ્લિમો. @10.00min. શિવનીરીના કિલ્લામાં શિવજીનો જન્મ થયો. દાદા કૌંડદેવને સંસ્કાર નાંખવા મુકેલો. જીજીબાઈ બહુ બાહોશ બાઈ. જીજીબાઈએ કૌંડદેવને કહ્યું, મારા દીકરાને તમે રામ જેવો બનાવો, અર્જુન જેવો બનાવો, ભીમ જેવો બનાવો. જોજોતામાં એના યુવાવસ્થાની શરૂઆતમાંજ એણે કિલ્લાઓ સર કરવા માંડયા. એક પછી એક એમ 200 કિલ્લાઓ જીત્યા. એનું પ્રેરક બળ છે, સમર્થ સ્વામી રામદાસ. રામદાસે કહ્યું, બેટા હું માળા ફેરવીશ, તું તલવાર ફેરવ. શિવજીને પકડવા બીજાપુરના નવાબે અફઝલ ખાનને મોકલ્યો. શિવજીને પકડવા આવ્યો એ પહેલા એણે એની 63 બેગમોને મારી નાંખી હતી અને એક લાખનું લશ્કર લઈને નીકળ્યો હતો. તમે આંખમાં આંસુ લાવીને રોજો કે એ એક લાખમાં 50 હજાર તો હિંદુઓ હતા. એમાં નાના સેનાપતિઓ હિંદુઓ હતા અને મુત્સદ્દીગીરી કરનારાઓ બ્રાહ્મણો હતા. પહેલું કામ શિવજીની કુળદેવી ભાવની માંની મૂર્તિ તોડી નાંખી. જરાક તો વિચાર કરો જયારે મંદિર તોડાતું હતું ત્યારે લશ્કરના અડધે અડધા હિંદુઓ બેસી કેમ રહયા? તમારા ઘડતરમાં કંઈ ખામી છે. આજેય તમે બેસીજ રહો છો. @15.00min. શિવાજીએ અફઝલખાનની મુત્સદ્દી કરનાર બ્રાહ્મણને કહ્યું, તમે હિંદુત્વનો નાશ કરનારાઓને સાથ આપો છો? ત્રણ કલાક સુધી શિવાજીએ મંત્રણા કરી અને અફઝલખાનને કેવી રીતે માર્યો, તે સાંભળો. આ એક હિંદુ શક્તિનો ઉદય છે. શિવજીને એમ લાગ્યું કે મને લોકો ચોર, લૂંટારો, ઉંદરડો કહે છે, કોઈ મને રાજા નથી કહેતું. પછીતો એમણે છત્રપતિ થવા માટેની વિધિ તૈયાર કરાવડાવી, પણ દેશનું દુર્ભાગ્ય કે જેણે હિંદુ પ્રજાને બચાવવા માટે આટ-આટલી મહેનત કરી તો પણ પુરોહિતોએ કહી દીધું કે તમે ક્ષત્રિય નથી. તમારો છત્રપતિનો વિધિ ન થઇ શકે. એમણે કાશીમાંથી ગાગા ભટ્ટને બોલાવી કેવી રીતે વિધિ પતાવી છત્રપતિ કેવી રીતે બન્યા તે સાંભળો. @20.03min. ગાગા ભટ્ટને બોલાવવા માટે ત્રણ વાર જવું પડયું અને એક લાખ સુવર્ણ મુદ્રામાં તૈયાર થયા. ગાગા ભટ્ટે આવીને એમની વિધિ કરાવી ત્યારે છત્રપતિ થયા. ઇતિહાસ વાંચજો, આંખમાંથી આંસુ લાવજો, જે જનોઈ માટે લડતો હતો, જે મૂર્તિઓ માટે લડતો હતો, જે ગીતા અને રામાયણ માટે લડતો હતો એનીજ કદર હિંદુઓ ન હોતા કરી શકતા. નેતાજી પાલકર જે શિવજીના ખાસ માણસોમાંથી હતા તે એક વાર યુદ્ધમાં ઘેરાઈ ગયા અને પછી પ્રાણ બચાવવા એમને મુસ્લિમ થઇ જવું પડયું હતું, તેને ઔરંગઝેબે 10 વર્ષ સુધી લડવા અફઘાનિસ્તાન મોકલાવી દીધા હતા. એ નેતાજી પાલકરને જીજાબાઈએ ફરી હિન્દૂ બનાવ્યા હતા. જે કામ ધર્મગુરુએ કરવું જોઈતું હતું પણ ના કર્યું તે જીજાબાઈએ કર્યું. મુસલમાથી હિન્દૂ તો બનાવ્યા પણ એની સાથે દીકરીની લેવડ-દેવડ પણ કરી. જીજાબાઈમા જે બુદ્ધિ હતી તે આપણામાં કેમ ન હતી? અને હજીએ કેમ નથી? આ દેશે, તમે અને તમારા પૂર્વજોએ પારાવાર કષ્ટો વેઠયાં છે, અત્યાચારો, પીડા, અપમાન સહન કર્યા છે, શું નથી સહન કર્યું? પણ હું એમ માનું છું કે દેશના સારા નશીબે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ જ્યા હતું ત્યાં બધું સ્થગિત કરી દીધું. એમણે મંદિરો ના તોડયા, ધર્મગ્રંથો ના બળ્યા પણ આ દેશની પ્રત્યેક ભાષાનું પહેલું વ્યાકરણ એમણે લખ્યું. અંગ્રેજો એ વિજયી પ્રજા હતી પણ બર્બર એટલે તોડફોડમાં માનનારી પ્રજા ન હતી. કાશીમાં સંસ્કૃતનું રક્ષણ કરવા પ્રિન્સ કોલેજની સ્થાપના કરી. અંગ્રેજો અને જર્મનોમાંથી એટલા મોટા મોટા વિદ્વાનો થયા જે ત્યાંના કોલેજના પ્રિન્સિપાલો થયા. જર્મન જેકોબીએ તો જૈન ગ્રંથો માટે જીવન આપી દીધું. મેક્સ મુલરે વેદ માટે જીવન આપી દીધું. અહીંયા તો ત્યારે કોઈ વેદ જાણતુંયે ન હતું. અંગ્રેજોએ પોણા બસો વર્ષ રાજ કર્યું પણ એ પોણા બસો વર્ષ આખા અઢી હજાર વર્ષના ઇતિહાસનો વધારેમાં વધારે શાંતિકાળ હતો. પીંઢારાઓનો નાશ કર્યો, અંદરોઅંદરની લડાઈઓ મટી ગઈ અને ભારતની હદ તિબેટ, બર્મા અને કાબુલ સુધી લંબાવી. આંદામાન-નિકોબાર બધું ભારતમાં સમાવી દીધું. પણ પછી આઝાદીનો પવન ફૂંકાયો કે જે લોકો અહીંથી પ્રદેશ ગયા તે બધા બદલાઈને આવ્યા અને કોંગ્રેસની સ્થાપના કરનાર પણ એક અંગ્રેજ છે અને એક પારસી દાદાભાઈ નવરોજજી છે. તમારા હક્કો માગવાની સંસ્થા ઊભી કરનાર પણ અંગ્રેજ છે. @25.01min. હિન્દૂ પ્રજા તો એક ઊંઘતી પ્રજા છે. એને તો એટલુંજ છે કે મારું પાણિયારું અભડાયું નથીને? એને રાષ્ટ્ર શું? રાષ્ટ્રવાદ શું? સ્વાધીનતા શું? એ કંઈ ખબરજ નથી. નહેરુ જયારે અયોધ્યા ગયેલા ત્યારે સાધુઓએ દેખાવ કરેલો કે અમને કોંગ્રેસ નહિ જોઈએ, અંગ્રેજ જ જોઈએ. અંગ્રેજ આપણો ધર્મ રાખે છે. ગાંધીજી આઝાદીની ચળવળ સાથે અસ્પૃશ્યતાની ચળવળ પણ ઉપાડેલી. એમને ખુબ મોટી હવા ઊભી કરેલી. અંતે 1947 ના 15 મી ઓગષ્ટે રાત્રે 12 વાગ્યે ઝંડો બદલાય ગયો, દેશ આઝાદ થયો. હું તમને ભલામણ કરું છું એક પુસ્તક  FREEDOM AT MIDNIGHT અંગ્રેજે લખેલું આ પુસ્તક છે એ જરુર વાંચજો. એ લખવા માટે એણે સાત વાર ભારતનો પ્રવાસ કર્યો હતો. એમાં ઝીણામાં ઝીણી બાબતો લખેલી છે. જેવી વલ્લભભાઈ પાસે દ્રષ્ટિ હતી એવી નહેરુ પાસે ન હતી. 1947માં આપણે આઝાદ થયા. આપણો ઝંડો, આપણો દેશ, આપણી કરન્સી આપણી વિદેશ નીતિ, આપણું બધ્ધું ખરું પણ જે આઝાદી મળી છે, એ યાવદચન્દ્ર દિવા કરો ટકી રહેશે એની કોઈ ખાતરી છે ખરી? એમાં જો આંચ આવશે તો એ આંચના કારણો શું છે? એટલા માટે આ અઢી હાજર વર્ષનો ઇતિહાસ બનાવ્યો છે. સજ્જનો પરમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ, ઘણા બલિદાનો પછી, આપણા પૂર્વજોએ ઘણા કષ્ટો વેઠીને જે આઝાદી આપણને અપાવી છે, એને લાયક આપણે બનીએ. અને લાયક બનવા માટે આપણા ધર્મને રાષ્ટ્રીય ધર્મ બનાવીએ. ભગવાન આપણી આઝાદીનું રક્ષણ કરે અને આપણે યુગને ઓળખીએ, સમયને ઓળખીએ, કૃષ્ણ કનૈયા લાલકી જય. @32.20Min. ઇઝારાઈલનું સાહસ – યહુદીઓને ED Amin ના તાબામાંથી કેવી રીતે છોડાવ્યા તે સાંભળો. @36.47min. ગુરુ ગોવિંદસિંહનો સંઘર્ષ @41.09min. ગાંધીજી અને શ્રી રાજ ચંદ્ર @43.45min. हिंदी फ़िल्मी गीत – अब तुम्हारे हवाले वतन साथिओ. 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s