Monthly Archives: નવેમ્બર 2018

 English word ‘Avuncular’ અવન્ક્યુલર:મદદગાર, માર્ગદર્શક, માયાળુ અંકલ/ પરેશ વ્યાસ

 English word ‘Avuncular’ અવન્ક્યુલર:મદદગાર, માર્ગદર્શક, માયાળુ અંકલ

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કુંટુંબ હવે વિભક્ત હોય છે. માતા, પિતા અને બાળક (અથવા બાળકો). ધેટ્સ ઓલ. ઘર ચલાવવાની, ઘર સજાવવાની, ઘર નભાવવાની સઘળી જવાબદારી એમનાં માથે છે. ઘરમાં વડીલો હવે હોતા નથી. એમની હૂંફ અને હાજરી પણ હવે હોતી નથી. વડીલો ઘરમાં ન હોય તો આમ એક રીતે સારું કે કોઈ બીજી ખટખટ નહીં. પણ મુશ્કેલી ય પડે. ઘરમાં એકલવાયા અથવા તો કદાચ બેકલવાયા બાળક કે બાળકો હોય. બાળકો સતત શીખતા રહે છે. ટીવી અને ઈન્ટરનેટ હવે પૂરી ઠાવકાઈથી ઘરનાં વડીલની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. સ્કૂલમાં વેકેશન પડે એટલે મામાને ઘરે જવાનો મહિમા હવે રહ્યો નથી. મામાનું ઘર પહેલાં દીવો બળે એટલે હતું. ઇન ફેક્ટ, પહેલાં તો વેકેશનનો મે મહિનો મામા મહિનો કહેવાતો. હવે બાળકો ગૂગલ પર વેકેશન વિતાવે છે. અમેરિકા આગળ પડતો દેશ છે. અહીં તો આવો પ્રોબ્લેમ વર્ષોથી છે. ઈન્ટરનેટ નહોતું ત્યારે બાળકો માત્ર ટીવી જોતાં. ટીવી ઉપર હ્યુમર સાથે ફેમિલી વેલ્યુઝ દેખાડતો એક પ્રોગ્રામ ઘણો જ લોકપ્રિય થયો હતો. એ હતો ‘કોસ્બી શો’. બિલ કોસ્બી નામનો ખૂબ જાણીતો આફ્રોઅમેરિકન હ્યુમરિસ્ટ એમાં સ્ત્રીરોગ તજજ્ઞ ડો. ક્લિફ હક્સટેબલની ભૂમિકામાં હતો. એની પત્ની ક્લેરા વકીલ હતી. ચાર બાળકો હતા. એક એપિસોડમાં ટીનેજર દીકરાનો રૂમ સાવ અસ્તવ્યસ્ત દેખાડાયો હોય છે. એનાથી નાની દિકરી કાનમાં કડી પહેરેલાં કોઈ છોકરાને ડેઈટ કરી રહી છે. બાકીનાં બે બાળકો નાના છે. પત્ની કામ પરથી આવીને ડીનરની તૈયારી કરી રહી છે. ઘરમાં ધમાલ ધમાલ છે. પત્ની ગુસ્સામાં પૂછે છે કે આપણે ચાર ચાર બાળકો શા માટે પેદા કર્યા? પતિ જવાબ આપે છે ‘કારણ કે આપણને પાંચ થયા નહીં!’ પત્ની એનાં દીકરાનો રીપોર્ટ કાર્ડ દેખાડે છે. બધા વિષયમાં ‘ડી’ છે. પત્ની ગુસ્સામાં પતિને કહે છે ‘તમે આનું ધ્યાન રાખો નહીં તો હું એને મારી નાંખીશ’. પતિ કહે છે કે ‘તું ખરેખર એમ કરવા માંગે છે? તો પહેલાં એને ડીનર ખાઈ લેવા દે.’ પત્ની ગુસ્સાથી જુએ છે. તો પતિ હસતાં હસતાં જવાબ આપે છે કે ‘ભૂખ્યા પેટે મારી નાંખવો ઘાતકી ગણાશે!’ વર્ષ ૧૯૮૪થી ૧૯૯૨ સુધી સતત આ ફેમિલી શોએ આખી દુનિયાને બાળઉછેર અને એને સંલગ્ન કૌટુંબિક ભાવનાનાં પ્રશ્નો તેમજ એનો ઉકેલ પીરસ્યો હતો. બિલ કોસ્બી ‘અમેરિકાઝ ડેડ’ (અમેરિકાનાં આદર્શ પિતા) તરીકે જાણીતા થયા હતા. ગયા અઠવાડિયે એ જ બિલ કોસ્બીને ત્રણથી દસ વર્ષ જેલની સજા થયાનાં સમાચાર આવ્યા. એનબીસીએ લખ્યું કે ‘એ માની નથી શકાતું કે એક જમાનાનો અવન્ક્યુલર સિટકોમ ડેડ, કડકાઈથી પ્રેમ કરનારો, કૌટુંબિક ભાવનાને ઉજાગર કરનારો શખ્સ ઘણી મહિલાઓને બેહોશની દવા આપી બળાત્કાર કરનારો સાબિત થયો.’ કલાકારની પડદા પરની ભૂમિકા અને એની રીઅલ લાઈફ બે અલગ જ હોય છે. પણ અમને આ સમાચારનો ‘અવન્ક્યુલર’ (Avuncular) શબ્દ ગમી ગયો.
ગુજરાતી લેક્સિકોન અનુસાર અવન્ક્યુલર એટલે કાકા-મામા ઇ.નું કે તેમના જેવું, ભત્રીજા/ભાણિયા સાથે રાખે છે તેવું, યુવાનો તરફ માયાળું અને મિત્રતાભર્યું વર્તન. આ શબ્દ ઇંગ્લિશ ભાષામાં ઈ.સ. ૧૭૮૯થી છે. એનું મૂળ લેટિન છે. લેટિન શબ્દ ‘અવનક્યુલસ’ એટલે માતાનાં ભાઈ ઉર્ફે મામા. પિતાના ભાઈ ઉર્ફે કાકા માટે લેટિન શબ્દ છે ‘પેત્રુસ’. પણ ઈ.સ. ૧૦૩૦થી કાકા કે મામા જેવાં કોઈ પણ વડીલ માટે અવન્ક્યુલર શબ્દ વપરાય છે. ઇંગ્લિશ શબ્દ અંકલ પણ અવન્ક્યુલર શબ્દ પરથી આવ્યો છે. અંકલનો અર્થ આમ તો મામા જ થાય. જો કાકા કહેવું હોય તો લેટિન પેત્રુસ પરથી પેત્રસ કહેવું જોઈએ. પણ એવું છે નહીં. મામા કે કાકા બધાં જ અંકલ. અવન્ક્યુલર શબ્દ જો કે એવાં તમામ વડીલો માટે વાપરી શકાય, જે જુવાન છોકરાં છોકરીઓ સાથે મિત્રતાભર્યુ વર્તન રાખે. આપણા પુરાણોમાં મામા બદનામ છે. કાં એ કંસ છે, કાં એ શકુનિ છે. જે હંમેશા કાંઈ ને કાંઈ ગરબડ કરવાની વેતરણમાં હોય છે. આ બધા ‘ઇવિલ’ અંકલ છે. અવન્ક્યુલર કશું ખરાબ કે ખોટું કરતાં નથી. તેઓ ‘કૂલ’ અંકલ હોય છે. ભાણિયાઓને સાચું માર્ગદર્શન આપે છે. તેઓ અનુભવી હોય છે. કંઈ કેટલાં ઘાટનાં પાણી પીધાં હોય. કંઈ કેટલી ઘંટીનાં લોટ ખાધા હોય. મુશ્કેલી પડે એટલે યુવાનો એમની તરફ જુએ. પિતા સાથેનાં સંબંધમાં એક અંતર હોય છે. ખુલી કે ખીલીને વાત થઇ ન શકે. એમની આમન્યા રાખવી પડે. પિતા મર્યાદા પુરુષોત્તમ રામ જેવાં હોય. પણ અવન્ક્યુલર માણસ પ્રેમથી રસ્તો દેખાડતાં કૃષ્ણ જેવાં હોય. અવન્ક્યુલર સાથે દિલ ખોલીને બધી ચર્ચા થઇ શકે. અવન્ક્યુલર પ્રેક્ટિકલ હોય. છોકરાની લાગણીનો ઉછાળ સમજી શકે. દિલ ખોલીને એની સાથે વાત કરી શકાય. યુવાનો કામ કરતાં હોય એ ઓફિસનો બોસ પણ સ્ટાફ સાથે ઉષ્માભર્યું વર્તન રાખે તો એને અવન્ક્યુલર બોસ કહી શકાય. આમ તો એવી કોઈ પણ અનુભવી વ્યક્તિ જે કાચી વયનાં યુવાનોને પાકી સમજ આપે એ અવન્ક્યુલર.
બિલ કોસ્બી અત્યારે ૮૧ વર્ષની વયે આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે. આખી જિંદગી ઘણી ખ્યાતિ, ઘણી સિદ્ધિ એમણે મેળવી. પણ તે સમયકાળમાં અનેક સ્ત્રીઓનું જબરજસ્તી શારીરિક શોષણ પણ એમણે કર્યુ. શરૂઆતમાં છોકરી સાથે ઓળખાણ કરે. પછી હર્બલ કેપ્સ્યુલ કહીને એવી દવા આપે કે એ ખાધા પછી સ્ત્રીનું શરીર જકડાઈ જાય. પછી બિલ કોસ્બી એની પર બળાત્કાર કરે. લોકો આજે એમની પર થૂં થૂં કરી રહ્યાં છે. આવનારી પેઢી માટે બિલ કોસ્બી યાદ રાખવા જેવાં માણસ નથી. પણ હા, પણ આવનારી પેઢી અવન્ક્યુલર ડો. ક્લિફ હક્સટેબલને જરૂર યાદ રાખશે.
શબ્દ શેષ:
બિલ કોસ્બિની એક અવન્ક્યુલર એડવાઈઝ: “સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન કદાચ સારો આઈડિયા છે. પણ મને નથી લાગતું કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવું જોઈએ.” –બિલ કોસ્બીfamoso arte pintura gif animado

Image may contain: 6 people, people smiling, people sitting

Leave a comment

Filed under Uncategorized

બ્લડશુગરને નિયંત્રિત કરે છે લીમડો!

Azadirachta indica
Neem (Azadirachta indica) in Hyderabad W IMG 6976.jpg
Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.બ્લડશુગરને નિયંત્રિત કરે છે લીમડો!  

તમે ભોજનની થાળીમાં આહારમાં આવતાં લીમડાનાં પાન એક બાજુ પર મૂકી દો છો? જો એમ બાજુએ મૂકી દેતા હો તો ફરીથી એમ કરવાની ભૂલ ન કરશો, કારણ કે ખાવાના લીમડાનાં એ પાનમાં એવાં પૌષ્ટિક તત્ત્વો હોય છે કે જે ફક્ત તમારા વાળ અને ત્વચાને નીરોગી અને આરોગ્યપ્રદ રાખે છે એટલું જ નહીં અનેક માંદગીને પણ દૂર કરવામાં મદદ કરે છે.

જરનલ ઑફ પ્લાન્ટ ફૂડ ફોર ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, ખાવાના આ લીમડામાં જે ફાઈબર હોય છે તે બ્લડશુગરના વધી ગયેલા લેવલને ઘટાડવામાં મદદ કરે છે. ડાયબિટીઝથી પીડાતા લોકોએ તેમના ભોજનમાં લીમડાનો ઉપયોગ ચોક્કસ જ કરવો જોઈએ. એના કેટલાક ફાયદા વિશે જાણીએ.

લીમડાનાં પાન કોલેસ્ટ્રોલના સ્તરને નીચો રાખવામાં પણ કારગર છે.

લીમડાનાં પાંદડાં શરીરમાં રહેલા સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હૃદય સંબંધી માંદગીના જોખમને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

એ વજન ઘટાડવામાં મદદ કરે છે. લીમડાનાં પાનમાં વિટામિન અને વિટામિન સીહોય છે, જે લિવરને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં લાભદાયક બને છે.

વળી, લીમડાનાં પત્તાંમાં આયર્ન-લોહ અને ફોલિક એસિડ પ્રચુર પ્રમાણમાં હોય છે, જે એનિમિયાની ઉણપને પૂર્ણ કરે છે.

tarjetas postales

Leave a comment

Filed under Uncategorized

અચારની આચારસંહિતા/પરેશ વ્યાસ

અચારની આચારસંહિતા
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.
– મનીષા જોષી
‘અથાણું અને અંધકાર’ શીર્ષકથી લખાયેલી આ કવિતા અથાણું અને જીવન વિષે, જીવવાની પળોજણ વિષે અને તેલની ગળાડૂબ સાચવણ વિષે વાત કરે છે. આપણાં રક્ષામંત્રી નિર્મલા સીતારામને હજી ગયા અઠવાડિયે જ અથાણાંનાં ગુણગાન ગાયા, અથાણાંની વિધિની વાત કહી, અચારની આચારસંહિતા ઉજાગર કરી. એમણે કહ્યું કે હવે તો અઘરું છે પણ થોડાં વર્ષો પહેલાં એમનાં વતનમાં અથાણું બનાવવાનાં દર વર્ષે ઉજવાતા ઉત્સવમાં તેઓ નિયમિત ભાગ લેતા હતા. તે સમયે તત્કાલીન ભાજપ પ્રમુખ નીતિન ગડકરી પાસે વતન જવા માટે એમણે થોડાં દિવસ રજાની માંગણી કરી. નીતિન ગડકરીએ કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે અથાણું બનાવવા રજા જોઈએ છે. આશ્ચર્યથી ગડકરીએ કહ્યું કે આપ ભી ક્યા નિર્મલાજી…!
અથાણું બનાવવું- એ વિધિ છે જે આંધપ્રદેશનાં દરેક આમ ઘરમાં પ્રચલિત છે. સીઝનમાં અથાણું બનાવીને દીકરીનાં સાસરે મોકલવું જોઈએ. પરણીને સાસરે ગયેલી દીકરીને આખું વર્ષ અથાણાંનો સધિયારો રહે. પિયરની યાદ આવતી રહે. નિર્મલા સીતારામન એક વહુ તરીકે, એમનાં સાસુ સાથે અથાણું બનાવવાની વિધિમાં શામેલ થતાં અને એ અથાણું એમની નણંદને ત્યાં મોકલતા. એમનું બનાવેલું અથાણું પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહ રાવને ખૂબ ભાવતું. આ બધું જાણી સમજીને અમને થયું કે અથાણું ખાવું જોઈએ. પણ તબીબો ના પાડે છે. કહે છે કે એમાં ભારોભાર તેલ છે. મીઠું તો અપરંપાર છે. મરીમસાલા બેશુમાર છે. કલેસ્ટરૉલ વધી જાય,,બ્લડપ્રેસર વધી જાય. પેટમાં અલ્સર પડી જાય. હાર્ટએટેક આવે, કેન્સર થાય તો એની સામે રક્ષણ શી રીતે મેળવવું? રક્ષામંત્રી એ વિષે તો કાંઈ કહેતા નથી કારણ કે કદાચ આ વિષય આરોગ્યમંત્રીનો છે. તો અમને થયું કે ચાલો…. અમે એનું અર્વાચીન ચિંતન કરીએ.
અથાણું આપણાં ભોજનનો અનન્ય ઘટક છે. વિકિપીડિયા લખે છે કે અથાણાઓ એટલે મોટાભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું (લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક સ્વાદિષ્ટ પ્રક્રિયા. કેરી, લીંબુ, મરચાં, ગુંદા, ગરમર, કેરડાં, આમળાં વગેરેનાં અથાણાં બને છે. શાકભાજીમાં ગાજર, ટીંડોરાં, ગુવાર વગેરેનાં ય અથાણાં બને. વિદેશમાં અથાણું એટલે મુખ્યત્વે કાકડીનું અથાણું. પિત્ઝા વિથ પિકલ્સ એવું વાંચીએ તો એ કાકડીનાં અથાણાં અને ચીઝનાં લપેડાયુક્ત પિત્ઝા છે એવું જાણવું.
સવાલ એ છે કે અથાણું ખાવું કે ન ખાવું? રોજ ખાઈ શકાય કે ક્યારેક ક્યારેક ખાઈ શકાય? ડોકટરી સલાહને અવગણીને ક્યારેક ક્યારેક ખાઈ લેવું એવું અમે માનીએ છીએ. સ્ટાર ડાયેટીશ્યન ઋજુતા દિવેકર તો કહે છે કે રોજ ખાઈ શકાય. અથાણામાં તેલ અને મીઠું હોય તો એનાં કારણે પેટમાં ખોરાક પચાવવામાં મદદ કરતાં બેક્ટેરિયા વધે છે. તેલ પોતે નુકસાનકારક નથી. પણ સાચું અને સારું તેલ વાપરવું જોઈએ. ડબલ ફિલ્ટર્ડ તેલની જગ્યાએ કચ્ચી ઘાણીનું તેલ વાપરવું જોઈએ. ચરબી તો શરીરને માટે જરૂરી છે. તેલમાં જરૂરી એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે હૃદય માટે જરૂરી છે. પણ મીઠું? મીઠું તો બ્લડપ્રેસર વધારે પણ ઋજુતાબહેન કહે છે કે કસરત નહીં કરો, ઊંઘ અનિયમિત હોય અને બહારનું આચરકૂચર ખા ખા કરો તો બ્લડ પ્રેસર વધે. બ્લડપ્રેસર વધવા માટે મીઠું એ એક માત્ર આરોપી નથી. મીઠુંમાં ય સિંધવ કે કાળું મીઠું ઉપયોગ કરો. અથાણામાં સફેદ મીઠું ત્યાગો. અને હા, ખરેખર તો અથાણું પાંડુરોગ નિવારક છે. અથાણું વિટામિન બી-12 અને વિટામીન ડી સંવર્ધક છે. ક્યારેક કબજીયાત તો ક્યારેક ઝાડાં થઇ જાય, પેટમાં વાયુ ઉથલપાથલ કર્યા કરે ત્યારે રોજનું એકથી બે ચમચી અથાણું આ રોગ મટાડવામાં મદદ કરે છે. ટૂંકમાં અથાણું બે-ઝિઝક ખાવું પણ બેફામ ખાવાની મનાઈ છે. પાછું તેલ અમુક હોવું જોઈએ. મીઠુંનાં સ્થાને સિંધવ કે કાળું મીઠું હિતાવહ. અથાણું ઘરનું બનેલું હોવું જોઈએ. ટૂંકમાં અથાણું ખાઈ શકાય પણ શરતો લાગુ! હવે એ કહો કે આજકાલ અથાણું ઘરે કોણ બનાવે? ટાઈમ કોને છે?
અમેરિકન વાર્તાકાર, કવિ અને મારી પ્રિય ડેવિલ્સ ડિક્સનરીનાં સર્જક એમ્બ્રોસ બિયર્સ કહેતા કે જીવન એવું આધ્યાત્મિક અથાણું છે શરીરને સડી જતું અટકાવે છે. અથાણું એ જ જીવન છે. માટે જીવી લો, એકાદી ચમચી નિર્મળ અથાણું માણી લો. કોને ખબર? કલ હો ન હો…

Image may contain: 1 person, closeup and food

………..

Watch: – Indian food wisdom by Rujuta Diwekar …
https://www.pinterest.com/pin/84512930481753004/😊 
Rujuta points out that we are ready to eat all the salt that the food industry sells us, but are not okay with the salt in homemade pickles.
Do you love pickles but stay away because of their high salt or oil content? It would be better for you to indulge, says nutrition and exercise science expert Rujuta Diwekar.In a recent video, Rujuta says that eating pickle, something that has been part of Indian cuisine for a very long time, is actually good for health.
Over the last 40 years, she points out, Indians have constantly been told to lower our salt intake and yet they, particularly Indian women, today are more prone to high BP than before.
“What we are now doing is we won’t eat stuff like pickles, but we are okay to eat Marie biscuits with our tea everyday. Because we are okay with the salt in Marie biscuits. We are okay with the salt that the food industry wants to sell to us. But the salt that we put in pickles that we make at home, we are not okay with that,” she says.
She then goes on explain why pickles need higher levels of oil and salt.
Pickles, she says, go through a process called lacto-fermentation, for which oil and salt are essential. This process is what prevents the growth of bad bacteria, and without it, pickles will spoil easily.
Despite this, she says, pickles do have a role to play in good health.
“Pickle really is our wine,” she says, explaining that they are a good source of vitamin K2 which necessary for the absorption of vitamin D that is critical for thyroid, insulin and brain development.
Rujuta, who consults for several A-listers including actor Kareena Kapoor Khan and industrialist Anil Ambani and has also authored several books, believes in “using our common sense and un-complicating the act of eating”.
She has often spoken about the need to consume more local and seasonal crops and to not be swayed away by dieting trends that change regularly.
“Quinoa doesn’t sit well in your stomach nor does it blend with anything. And until two years ago, we didn’t even know what kale was. Now, we have it in every form. We are copying the poor man’s food from a different continent. There is such diversity in the food of our own country — grains, legumes, pulses — but are overlooking it,” she said in an interview to Hindustan Times.
She also told HT that the way nutrition facts are often presented has confused people more than helping them.
“The demarcation of carbohydrates, proteins and fats was meant to help people make sensible decisions. But it has just left people confused. These days, selling anything by terming it ‘transfat-free’ or ‘sugar-free’ is lucrative. The only people benefitting are those in the food and weight-loss industries,” she said.

Manage

Image may contain: food

1 ટીકા

Filed under પરેશ વ્યાસ, મેડિકલ, સમાચાર

South Korea Autumn Foliage

  Yellow leaves, red leaves in the most beautiful autumn season in Korea
                                  South Korea Autumn Foliage
                                          https://youtube.com/embed/88k8HxjMdhQ 
From mid-October to December, cold air in Northeast Asia makes the maple, cherry, fanny, cherry turn red, yellow brilliant.  
Photo captionsArriving in Korea at the end of October, visitors are easy to see the red and yellow cover.   According to the representative of the Korea Tourism Office in Vietnam, this is the time when the leaf color is brightest before winter snow.
  Photo captions  One of the alternative destinations is Nami Island.

  Photo captionsThis tour is attracted by the maple trees, which are planned to grow directly, especially here associated   with the scene of the movie “Winter Sonata” famous in 2002.
  Photo captions
Visitors can distinguish the tree based on the color of the leaves.   Accordingly, maple leaves are bright red, yellow   leaves yellow leaves, while cherry leaves are dark yellow, while leaves are fanny red two red.
Photo captions
Photo captions        The background of golden leaves in the movie “Winter Sonata” is always taken by visitors to check-in
Photo captions
Photo captions      Traditional houses in the forest of yellow leaves, creating an impressive landscape with many people want to learn about Korean cultural traditions.
  Photo captionsAccording to representatives of Vietravel, yellow leaves, autumn leaves will last until the end of November, then fall leaves gradually as the temperature drops.
  Photo captionsMany young people choose to rent a bicycle or walk in the movie

Leave a comment

Filed under Uncategorized

લેટ બી….ભલે થાય, જે થાય તે…Paresh Vyas

Think of a chief minister singing a popular Beatles song…

Beautiful…and also the message of all the positivity that could have only come from a person from mountain terrain state of NE India..

લેટ બી….ભલે થાય, જે થાય તે…

ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ ૨૦૧૮ કોલકત્તામાં યોજાઈ. ઉત્તરપૂર્વ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ આવ્યા અને પોતાનાં રાજ્યોની વિકાસની ભૂમિકા બાંધતા ગયા. દુર્ગમ પહાડોમાં આવેલાં આ રાજ્યો અને એમની મુશ્કેલીઓ કંઈક જુદી. અરુણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી પ્રેમ ખંડુએ કહ્યું કે એક તો ત્યાં પહોંચવાનું કઠિન. માણસો માટે અને સામાનની હેરફેર માટે. કનેક્ટીવિટીનો પ્રોબ્લેમ. વાત તો સાચી. ચીનને અડીને આવેલું રાજ્ય. ક્યારે ઘૂસણખોરી થઇ જાય, કાંઈ ખબર જ ન પડે. ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવ ત્રિપુરાને ડ્રગ્સનાં બંધાણમાંથી મુક્તિ આપવા કામ કરી રહ્યાં છે. મ્યાનમાર દેશને અડીને આવેલાં મણિપુરમાં બળવાખોરી અને હિંસા હવે ઘટી રહી છે. મેઘાલયનાં મુખ્યમંત્રી કોનાર્ડ સંગમા ગેરકાયદેસર કોલસાની ખાણ સામે જંગે ચઢ્યા છે. શિલોંગ એરપોર્ટનાં વિકાસની વાત પણ એમને હૈયે છે. પણ અમને મઝા એ વાતની આવી કે તેઓએ સ્ટેજ પર પૂલ-અપ્સ કર્યા, ગીતો ગાયા, ફૂટબોલનાં કૌશલ્યનું પ્રદર્શન કર્યું. પોલિટિક્સ સાવ શુષ્ક વિષય નથી. નરી નરદમ લુચ્ચાઈ કે નફ્ફટાઈ એમાં નથી, એનો અહેસાસ કરાવ્યો એમણે. અમને ગમ્યું. ‘જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા’ ગીત ગાયું અને વાહ! ક્યા બાત હૈ. તો ‘બીટલ્સ’નું એ પ્રસિદ્ધ ‘લેટ ઈટ બી..’ પણ ગીત ગાયું.
બીટલ્સ ઇંગ્લિશ રોકબેન્ડ છે. જ્હોન લેનન, પૌલ મેક્કાર્ટીની, જ્યોર્જ હેરીસન અને રીંગો સ્ટાર ચાર સંગીતકારો. પોતે જ ગીતો લખે અને પોતે જ ગાય. આજે પણ એટલાં જ લોકપ્રિય. મેઘાલયનાં મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમાએ ગાયેલાં બીટલ્સ ગીતનું ચિંતન અમે કર્યું. જ્યારે હું મુશ્કેલીમાં આવી પડું ત્યારે મધર મેરી મારી પાસે આવે છે; જ્ઞાનનાં શબ્દો કહે છે એ મને. મારાં અંધકારનાં કલાકોમાં મધર મેરી મારી સાથે જ છે, જ્ઞાનના શબ્દો કહે છે એ મને. કહે છે કે લેટ ઈટ બી …ભલે જે થાય.. આ અંધકાર હટશે. જેમનાં હૈયા ભાંગી પડ્યા છે એમને પણ અહેસાસ થશે કે અજવાળું થઇ રહ્યું છે. પૌલ મેક્કાર્ટીનીની માતાનું નામ મેરી હતું. પૌલ દસ વર્ષનાં હતા ત્યારે મૃત્યુ પામેલી એમની માતા એમનાં સપનાંમાં આવીને સધિયારો આપે છે, એની વાત એ ગીતમાં લખી છે. જિસસ ક્રાઈસ્ટની માતાનું નામ વર્જિન મેરી હતું, એવો ય અર્થ નીકળી શકે. આ ગીત લખાયું ત્યારે વિયેટનામનું યુદ્ધ તેમજ ઉત્તર આયરલેન્ડનો આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. તે સમયે સૌ સારાવાનાં થશે એવી પોઝિટીવ વાત કરવાનું ટાણું હતું. આજે પણ એ સ્થિતિ છે. આજે જો કે એક અલગ આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રોજે રોજ કાંઈ કેટલાં સમાચાર ઠલવાઈ રહ્યાં છે. એ વાંચીને મન ડહોળાઈ જાય છે. પાણીની ડહોળાશ માપવાનું એકમ ટીડીએસ (ટોટલ ડીસોલવ્ડ સોલિડ્સ) છે. ટીડીએસ ૮૦ થી ૧૫૦ મિ.ગ્રા. પ્રતિ લીટર હોય તો સારું. નહીંતર નુકસાન કરે. અત્યારે માણસોનાં મન ડહોળાઈ ચૂક્યા છે. કોઈ તો મનનો આર. ઓ. (રીવર્સ ઓસ્મોસિસ) પ્લાન્ટ તો નાંખો, મારાં વહાલાં…
ચૂંટણી આવે એટલે ન્યાત, જાત અને ધર્મનાં નામે માનસિક બંટવારો વધારે ઘેરો બને. એ થશે જ. સોશિયલ મીડિયા પર ફેક અને ફેંકુ સમાચારની ભરમાર છે તો છે. એકની એક વાત વારંવાર કાને અથડાય તો ખોટી વાત સાચી થઇ જાય છે. છળ છલોછલ છે સાહેબ. પણ આશાનું કિરણ પણ તો છે. કહે છે કે આ અઘરાં સમયમાં આચરણ કરવાનાં દસ નિયમો છે. ૧. ઈન્સ્ટન્ટ ચિંતા ન કરો. ચિંતા કરવામાં ય રાહ જુઓ. ૨. સારી વાત થાય તો આભારવશ રહો. ૩. તંદુરસ્તી જેવી સંપત્તિ કોઈ નથી. ૪. પેટ પકડીને હસો. એનાં ગંભીર ફાયદાઓ છે. ૫. આનંદ આપો. આનંદ બૂમરેંગ થતો હોય છે. ૬. હારી રહ્યા છો તો લખો. કાંઈક તો રસ્તો મળી જશે. ૭. શ્રદ્ધા રાખો. ૮. ના પાડવામાં ઉદારતા રાખો. ૯. શિસ્તની શક્તિને સમજો. અને ૧૦. પોઝિટીવ લોકોથી ઘેરાયેલાં રહો. અને અગિયારમો નિયમ..પોઝિટીવ કોલમ વાંચતા રહો! રુમી કહેતા કે વૃક્ષ જેવાં બનો. પાંદડાને ખરી જવા દો. નેગેટિવને ડીલીટ કરતાં રહો..

Image may contain: 3 people, people smiling, text

Leave a comment

Filed under Uncategorized

 Water Slides in Brazil

 :funonthenet@yahoogroups.com

Leave a comment

Filed under Uncategorized

ઓનલાઈન દારૂ વેચાણ યાને ખુશીઓકી હોમડીલીવરી.. શું વાંધો છે?પરેશ વ્યાસ

A minister of current Maharashtra Government was mulling of an innovative solution to the problems created by drink and drive. Can liquor be sold online?

ઓનલાઈન દારૂ વેચાણ યાને ખુશીઓકી હોમડીલીવરી.. શું વાંધો છે?

गली गली गोरस फिरै, मदिरा बैठ बिकाय। -कबीर
મંત્રીસાહેબનાં દારૂ વિતરણનાં એક બ્રિલિયન્ટ આઈડિયા પર મુખ્યમંત્રીએ પાણી ઢોળ્યું. વાત મહારાષ્ટ્રની છે જ્યાં દારૂનાં ખરીદ, વેચાણ અને પીવાણની છૂટ છે. પણ દારૂ જોઈતો હોય તો દુકાનમાં ખરીદવા જવું પડે અથવા દારૂનાં પીઠા ઉર્ફે બારમાં સદેહે જવું પડે. આવાં પીધેલાં લોકો પછી વાહન બેફામ હંકારે, અકસ્માત થાય. તેઓ પોતે મરે કાં બીજાને મારે. અસ્થિભંગનો અવસર પણ હાથવગો કે પગવગો થઇ જાય. શું એવું ન થઇ શકે કે દારૂ ઓનલાઈન મળી જાય? ખુશીઓકી હોમ ડીલીવરી..! વાહન અકસ્માતનાં ચાન્સ ઘટે. મંત્રીશ્રીએ આ આઈડિયાનાં અમલીકરણ માટે ઘણું વિચાર્યું’તું. બોટલ ઉપર જીઓ-ટેગિંગ થાય. જીપીએસ ઉપર જોઈ શકાય કે બોટલ ક્યાંથી નીકળી ‘ને ક્યાં જઈ પહોંચી. ના, કોણે પીધી? એનું ટેગિંગ હજી થતું નથી. કાશ, એવું દારૂમાં ઓગળી જતું ટેગિંગ હોત, જે પોલિસને એમનાં સ્માર્ટફોન પર બતાવી દેત કે ફલાણી જગ્યાએથી વેચાયેલો ફલાણો દારૂ, ફલાણાનાં પેટમાં હિલ્લોળા લઇ રહ્યો છે. પણ એ જવા દો. મંત્રીશ્રીનાં આ આખા ઓનલાઇન દારૂ ખરીદ વેચાણ આયોજનનો વિરોધ થયાનાં સમાચાર છે. આપણે મૂળમાં દંભી છીએ. બધું કરતાં હોઈએ. પણ દેખાવ તો એવો કે જાણે હમસે ભલાં ન કોઈ! મુખમે રામ ઔર બગલમેં બોટલ. અને આખરે મુખ્યમંત્રી ફડનવીસે તડ ને ફડ ખુલાસો કરવો પડ્યો કે આવો કોઈ નિર્ણય હજી લેવાયો નથી.
અરે, આમાં કાંઈ નવું નથી. હવે કોમ્પીટીશન એટલી વધી ગઈ છે કે જેમ દવાની દુકાનવાળાં ઘર બેઠાં દવા પહોંચાડે છે તેમ દારૂની દુકાનવાળા પણ દારૂ ઘર બેઠાં પહોંચાડે છે. આ હકીકત છે. આ તો ફક્ત ઓનલાઇન કોમર્શિયલ પ્લેટફોર્મ પરથી દારૂ વેચાણ કરવાની વાત છે. વિદેશમાં તો મિનિબાર, ડ્રીઝ્લી, સોશી, થર્સ્ટી, કિલંક જેવાં એપ દ્વારા એક કલાકમાં સાકો ઉર્ફે ડીલીવરી બોય મનગમતી મદિરા ઘર આંગણે દઈ જાય છે. આવા એપ આપણા દેશમાં કેમ નથી? જો કે અમેરિકામાં પણ એ ટૂ ઝેડ વસ્તુઓ વેચતું એમેઝોન દારૂ વેચતું નથી. કારણ કે ત્યાં પણ એકવીસથી નીચેની વયનાં લોકોને દારૂ વેચી શકાતો નથી. બાપાનાં નામે છોકરાઓ દારૂ પી જાય એવી દહેશત ત્યાંની સરકારને સતાવે છે. મારું અર્વાચીન ચિંતન એ છે કે આ દારૂને ઓનલાઇન કરવાનું રહેવા દો. ભલે તમે મને દંભી કહો પણ સાહેબ, દારૂનાં વ્યસન કરતાં ય ખતરનાક વ્યસન છે આ ઓનલાઈન ખરીદીનું વ્યસન. પૈસાની અને સમયની બરબાદી. સસ્તું મળે એટલે ખરીદી લેવાનું. સુપર સેલ, ફેસ્ટીવલ સેલ વગેરે. ખ્યાલ છે શું છે આજની સૌથી નાની હોરર સ્ટોરી? આઉટ ઓફ સ્ટોક! હવે નહીં મળે. અમે રહી ગયાનો ડર. એટલે પછી ખરીદાઈ જાય. અને ખરીદાઈ જાય એટલે પછી પીવું પડે. ઘરનાં કોઈ એકાંત ખૂણે છાનું છપનું ય પીઓ પણ બાળકો બોઘાં હોતા નથી. તેઓને વાલી વિચારધારાની ઝટ ખબર પડી જાય છે. અને આ આપણું ગુજરાત તો ઓહોહોહો…દારૂ વર્જિત ક્ષેત્ર. આમ મળે બધું જ. પણ કાયદેસર રીતથી નહીં. દારૂની દુકાન આમ છડેચોક નથી. દેખવું નહીં એટલે દાઝવું નહીં. આ બધું જોયાનું ઝેર છે સાહેબ. અને દેખાદેખી તો આપણો સ્વભાવ છે. હવે વિચારો કે ઓનલાઇન મળે તો? ફોન કે કમ્પ્યુટર ખોલો કે જાહેરાતોનો મારો થવા માંડે. વેબસાઈટ્સ તો રીતસર તમારી પાછળ જ પડી જાય. પછી તમે ન કરવાનું કરી બેસો. પીવા સાથે અનેક ગુના સંકળાયેલાં છે. આ મી ટૂ#નાં નિવેદનો સાંભળો છો? લગભગ બધા કિસ્સામાં પુરુષો પીધેલાં હોય ત્યારે સ્ત્રીઓની છેડતી કર્યાનાં નિવેદનો આવી રહ્યાં છે. દારૂ શૈતાન છે. ઓનલાઇન ઉપલબ્ધ થાય તો આ શૈતાની માઝા મુકી શકે છે. માટે દારૂનું ઓનલાઇન વેચાણ યોગ્ય નથી.
ઓસ્કાર વાઈલ્ડ કહી ગયા’તા કે લાઈફમાં બે પ્રકારની ટ્રેજડી થઇ શકે શકે છે. એક ત્યારે જ્યારે તમે ઈચ્છો તે તમને મળે નહીં. અને બીજું ત્યારે જ્યારે એ તમને મળી જાય. ઓનલાઇન આલ્કોહોલ પ્રેરિત ટ્રેજડી આવી રહી છે. સાબદાં રહેજો સાહેબો…
Arvachintnam article as published in Gujarat Samachar today.

Image may contain: text

 मुंशी रहमान खान …..
महा पाप सुरापान है देखहु वेद कुरान।
मनह कीन्ह दोनहुँ धरम चेतहु परम सुजान।।
चेतहु परम सुजान सुरा तोहि नरक दिखावै।
करै धर्म धन नाश तोहि मल मूत्र खवावै।।
कहैं रहमान मूल्य मदिरा करहुँ दान जो वेद कहा।
उसका पुन्य स्वर्ग लै जावै बचहु लिखा जो पाप महा।।

Manage

Image may contain: text

Leave a comment

Filed under ઘટના

પાનખર પેરીસમા

famoso arte pintura gif animado

Leave a comment

Filed under ઘટના

Happy Thanksgiving 2018 Nov 22

animated_photos_02 (640x360, 230Kb)

1 ટીકા

Filed under ઘટના, Uncategorized

7 Ways to Securely Browse the Internet

7 Ways to Securely Browse the Internet
The internet is such a central part of our lives now, with all of our correspondence via email and the ability to purchase anything we need online. However, the ease that the internet has introduce to our lives does not come without a cost, which is our privacy. Here are a few simple tips that could make it a lot harder for servers or individuals to access your information, and keep your life private from the eyes of the internet.

1. When Checking Email, Use The Browser’s ‘Incognito’ Mode

incognito

When you browse the web, information is stored on your browsing history, images, videos and text in a folder called a ‘cache’. The cache stores all the information about a certain webpage so that it loads faster the next time you visit.

By using the ‘incognito’ mode (available on Safari, Chrome, Internet Explorer and Firefox), the information about your searching habits aren’t stored and every time you visit the website will be the first time. While there are certain upsides of allowing the web to suit itself to you, there may be information, your credit card or banking details, that you don’t want the website to remember. This is the time to switch on the ‘incognito’ function in your browser’s tools.

2. Use a Passcode on Your Computer and Smartphone

iphone

It is a good idea to secure your devices with a password. Although you may find this a nuance, especially if you struggle to remember passwords, it is important that only you have access to your devices just in case they end up in the wrong hands. If your computer or phone has a password, no one but you can access the information, even if you lose it. So think of a simple password that will be easy enough for you to remember and use it on your computer and phone. This simple step could save you a lot of worry and headahces in the case that your device is lost or stolen.

3. Know What People Are Saying About You Online

If you are worried about what others may be writing about you online, or want to look out for a child or friend on the web, you can use a function called Google alert. By adding a Google alert to your name, every time something is said about you online, you will be sent an alert to your inbox. It is simple to set up by going to http://www.google.com/alerts. There, type in your name or any variations of it, making sure that you put quotations around your name so the search engine knows exactly what to look for.

4. Get in the Habit of Signing Out

When you are using a social media site, or just in your email account, it is important that you remember to sign out after you’ve finished using them. This will ensure that no one else can enter your account when you leave the site or that your settings are not saved on the computer for the next user. This is an especially important step for those that share their computer with others or leave their computer at work or home. If you are worried about forgetting your passwords and usernames, write them down in a safe and memorable place.

5. Check Your Privacy Settings

While they may be a bit confusing, it is important to check the privacy settings of your social media and email accounts to make sure that you aren’t sharing private information. This is important because many of these sites change their privacy settings regularly (sometimes without notifying you). If there is a setting you don’t understand, make sure to look it up. You should know about all the privacy options available so you can apply them when you need it most.

6. Use Complex Passwords

passwords

Probably the most important tip on the list. Believe it or not, if someone gets a hold of your username, it may be easier than you think to get a hold of your password. Make sure that your passwords are different for every site and that they aren’t too simple, ‘1234’. Instead, use a name that only you would know ( the name of your dog or the street you were born on) along with some numbers that are significant to you.

7. Clear Browser History

As mentioned above, when you browse the web, information about the sites you visited is saved in a ‘cache’, or file of all your internet information. If you share a computer with your family or use it in a public place (including your work), make sure you clean up your browser history each month to make sure that no one can see what you see on the web. This can include your credit card information, identification numbers and so on, so this is an important step not to forget if you are concerned about internet security.

While the internet is an amazing tool and fun opportunity to expand your knowledge, it is important to be aware of how secure your information is online while you browse.+

1:34:03

Network Security 101: (464x499, 151Kb) Full Workshop

SecureSet

 

1 ટીકા

Filed under Uncategorized