Daily Archives: ડિસેમ્બર 7, 2018

હેઝ લેગ્સ વિરુદ્ધ નો લેગ્સ : પગાયણની કહાણી/પરેશ વ્યાસ

છે એને હાથના જેવા કુટિલ ભાયાતો

એટલે ધૂળનાં શરણે આ પગ ગયેલા છે

– રમેશ પારેખ

પ્રિ યા રમાણીએ ઈં મી ટુનો શંખનાદ કર્યો અને આખરે એમ. જે. અકબરની વિકેટ પડી, વાર લાગી પણ પડી. તેઓ એલબીડબલ્યુ જાહેર થયા. અકબરનો તાજ છીનવાયો. રાજીનામું દેવું પડયું, મંત્રીપદ ગયું એમની ઉપર મહિલા કર્મચારીઓ પર બૂરી નજરથી જોયાનો અને એમનું શોષણ કર્યાનો આક્ષેપ થયો છે. એ હકીકત છે કે જ્યારે જ્યારે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને કામ કરવાની કોશિષ કરે છે ત્યારે એને કોઈ ને કોઈ પુરુષ દ્વારા અલગ અલગ માત્રાના શારીરિક અત્યાચારનો ભોગ બનવું પડે છે એટલું જ નહીં પણ ચૂપ પણ રહેવું પડે છે. અને પછી વાત વીસરાઈ જાય છે.

પણ વર્ષો પછી કોઈ એક સ્ત્રી પોતાની કરમ કહાણી સુણાવવાનો દૌર શરૃ કરે છે ત્યારે એક પછી એક અનેક વિકેટો પડતી જાય છે. આ એ જ એમ.જે. અકબર છે, જે એક શક્તિશાળી અખબાર ‘એશિયન એજ’ના કર્તાહર્તા, સમાહર્તા હતા. પછી મંત્રી બની ગયા. એમની કાર્યકુશળતા અને હોંશિયારી વિશે કોઈ શંકા નથી. પણ એમની સ્ત્રી પ્રત્યેની વર્તણૂક વિષે ૨૦ સ્ત્રી પત્રકારોએ મોરચો માંડયો છે. જેમાં ત્રણ સ્ત્રીઓ તો આજે વરિષ્ઠ પત્રકાર છે. જ્યારે પ્રથમવાર અકબર સામે સોશિયલ મીડિયા પર આંગળી ચીંધાઈ ત્યારે એમણે પ્રતિક્રિયા આપતા કહ્યું’તુ કે, ‘જૂઠને કોઈ પગ હોતા નથી. પણ આ એક એવું વેર છે .

જે ઝનૂન બની જતું હોય છે.’ પછી એમણે આરોપ મૂકનાર મહિલા પત્રકાર ઉપર ૯૭ વકીલોનાં અસીલ બનીને બદનક્ષીનો દાવો માંડવાની જાહેરાત કરી. દરમ્યાન અકબર પર રાજીનામું આપવા દબાણ વધતું ગયું અને આખરે એમણે મજબૂર બનીને ‘દુ:ખી મન મેરે, સૂન મેરા કહેના, જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ ગીત ગાવું પડયું. એક સમાચાર પત્રએ લખ્યું કે, ઈં મી ટ્રુ હેઝ લેગ્સ. અમને આ પગનું હોવું અને પગનું ન હોવું મુહાવરા ગમ્યા. અને અમે રચી ‘હેઝ લેગ્સ વિ. નો લેગ્સ’  (લ્લચજ ન્ીયજ ફ/જ ર્શ ન્ીયજ) શબ્દોની સંહિતા.

‘નો લેગ્સ’ શબ્દો અખબારી જગતના છે. જ્યારે હાલ બહુચર્ચિત કિસ્સામાં વાદી અને પ્રતિવાદી બંને અખબાર જગત સાથે સંકળાયેલા હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાચારમાં અખબારી મુહાવરા આવતા રહે છે. એવી ન્યૂઝ સ્ટોરી જે ટકી જાય. કોઈ કૌભાંડ હોય કે પછી સ્કેન્ડલ હોય; જેમાં કાંઈ તથ્ય હોય તો એને સ્ટોરી વિથ લેગ્સ કહેવાય પણ કોઈ પાયાવિહોણી વાત હોય તો એ ન્યૂઝ સ્ટોરી વિથ નો લેગ્સ કહેવાય. પગ વિષે પિષ્ટપેષણ કરીએ તો ખ્યાલ આવે કે પગ શરીરનો પાયો છે.

પગ શરીરને ટેકો આપે છે. સમતુલા જાળવવામાં સહાય કરે છે. અને આપણે ચાલીએ પણ તો પગથી છીએ. ઇંગ્લિશ શબ્દ ‘લેગ’ એટલે પગ પણ મુસાફરીના કોઈ પડાવ સુધીનો હિસ્સો પણ ‘લેગ’ કહેવાય. પહેલો લેગ હોય ત્યારે આપણે આરંભે શૂરા હોઈએ પણ આખરી લેગ વખતે થાકી ગયા હોઈએ. પગનું હોવું એટલે પાયાનું હોવું. કોઈ વાતમાં રસ પડે તો એ કાંઈ પાયા વિનાની વાત ન કહેવાય. કોઈ એવું આળ, નિંદા કે બદનક્ષી જે લાંબા સમય સુધી સમાચારમાં ચાલતી રહે તો એને કહી શકાય કે એને પગ છે.

પણ દેખીતી રીતે ખોટી અને ખોરી નિંદા થાય તો એ સ્ટોરી વિથ નો લેગ્સ કહેવાય. નો લેગ્સ શબ્દો રાજકારણ અને અખબારી જગતના છે. કોઈને રસ ન પડે એવી તળ વિનાની વાત નો લેગ્સ કહેવાય. આ શબ્દ પ્રયોગ આશરે પાંચસો વર્ષ જૂના છે.

લેગ વિષે થોડી બીજી પણ મઝાની વાતો છે. વોઇસ ઓફ અમેરિકામાં એન્ના માટ્ટો લેગ વિષે ભાષા પ્રયોગો સમજાવે છે. લેગ પછી જો ‘અપ’ શબ્દ લગાડો તો તમે અન્યથી આગળ છો. ચૂંટણી આવે એટલે રાજકારણીઓ લોકો પાસે જાય એને ‘લેગવર્ક’ કહેવાય. રાજકારણીઓની પ્રિય રમત કબડ્ડી હોય છે. ‘પુલિંગ લેગ’ એટલે ટાંટિયા ખેંચ. મસ્તી મજાક પણ હોય અથવા એકબીજાને પછાડવાનો પેંતરો હોઈ શકે. ક્યાંક જલદી જવું હોય તો ‘શેઇક એ લેગ’ કહેવાય.

એક થોડો વિચિત્ર લેગ શબ્દપ્રયોગ છે. કલાકાર સ્ટેજ ઉપર જતા હોય ત્યારે એને કહે છે : ‘બ્રેક અ લેગ.’ આ ગૂડ લકની નિશાની છે. શુભેચ્છા સંદેશ છે. જો કે નૃત્ય કલાકારને આવું ન કહેવાય ! હવે હાલક ડોલક હોડીમાં દરિયો પાર કરવાની કોશિષ કરી રહ્યા હોઈએ ત્યારે હોડીમાં સખણાં ઊભા રહેવું ય અઘરું થઈ પડે. તેને કહેવાય કે તમારા ‘સી લેગ્સ’ મળ્યા નથી. એમ. જે. અકબર માટે આ બધા જ લેગ ક્યાંકને ક્યાંક મુહાવરા લાગુ પડતા લાગી રહ્યા છે.

ઈં મી ટૂ ચળવળનો અતિરેક થઈ રહ્યો છે એવી વાત તદ્દન ખોટી છે. એ વિષે જે જોક્સ આજકાલ સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે એ બધાં ખરાબ જોક્સ છે. પુરુષની વાસના જ્યારે કોઈ પણ ભોગે સાથે કામ કરતી સ્ત્રીને પગ વચાળે પામવાની થતી રહે ત્યારે એવા શોષણનો વિરોધ કરવા કોઈ એક સ્ત્રી પહેલ કરે અને પછી એક સે અનેક સ્ત્રીઓનું. આવા વિવિધ સેલેબ્રિટી તથાકથિત લંપટ પુરુષોસામે સમૂહગાન જોર શોરથી ગવાતું જાય તો એને ગવાવા દો. બેટીને માત્ર ભૃણહત્યાથી બચાવવી પૂરતી નથી.

એ મોટી થાય ત્યારે અનેક પુરુષોના વ્યવહારથી બચાવવાની પણ તાતી જરૃર છે. બેટી બચાવો એટલું પૂરતું નથી. બેટી કામ કરતી હોય ત્યાં રહેલા સાથી કે સાહેબ હોય એવા કામલોલૂપ પુરુષોથી એમને રક્ષણ આપવાની જરૃર છે. વિખ્યાત લેખક પૌલો કોએલ્હો કહે છે કે… છોડતા નહીં જ્યારે તમારું હૃદય થાકી જાય ત્યારે પગથી ચાલતા રહો- પણ આગળ વધતા રહો.

શબ્દ શેષ :

ચાલતા પગો પાસે શીખવાનું એ છે કે જે પગ આગળ છે એને અભિમાન ન હોવું જોઈએ અને જે બીજો પગ પાછળ છે એને કોઈ શરમ ન હોવી જોઈએ. કારણ કે બંને પગ જાણે છે કે પરિસ્થિતિ બદલાશે…!

– અજ્ઞાત

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized