Daily Archives: જાન્યુઆરી 18, 2019

ઈશ્વરનું ધામ

 
B –AMDAVAD – તમારો આત્મા અને પરલોક એ બધું બરાબર છે, અમે ક્યાં ણા પાડીએ છીએ. પણ આ બધા ભૂખે મરે છે, દુખી થાય છે, દેશ ગુલામ છે, ચારે તરફ જે ભયંકરતા છે, તમે એના માટે તો કંઈ કરો, એક શબ્દ નહિ લખવાનો. આપણે ત્યાં ઋષિ યુગ સુધી અધ્યાત્મ, સમાજ, રાષ્ટ્ર બધું મિશ્રિત છે. તમે જનકને જોશો તો જનક રાજ ભોગવે છે, યુદ્ધ કરે છે અને અધ્યાત્મની પરકાષ્ટા પણ ભોગવે છે. એજ પ્રમાણે રામ અને કૃષ્ણ યુદ્ધ કરે છે, વનમાં જાય છે છતાં અધ્યાત્મની પરકાષ્ટાએ છે. પછી એવો ટાઇમ આવ્યો કે અધ્યાત્મ ખસતું ખસતું આત્મા અને પરલોક સુધી આવીને ત્યાં અટકી ગયું. એટલે આ જે બ્રહ્મસુત્ર છે એ અધ્યાત્મનો ગ્રંથ છે, એમાં તર્કો છે, યુક્તિઓ છે અને માણસ જો રાગ દ્વેષથી મુક્ત થઈને, રાગ દ્વેષથી મુક્ત હોય એવા માણસ પાસે એનું અધ્યયન કરે તો આજના સમયમાં પણ એમાંથી ઘણું જ્ઞાન મળી શકે છે. અધ્યાત્મને સક્રિય બનાવો. જે કૃષ્ણ કહે છે તું કર્મ કર, એજ કૃષ્ણ પૂરા અધ્યાત્મની વ્યાખ્યા કરે છે, ત્યારે આપણે પણ એ વ્યાખ્યા પ્રમાણે ચાલીએ. મૂળમાં એક તત્વ છે એવી ધારણા કરી, બધામાં એકતાનો અનુભવ કરી, એક ભાવથી રહેવું એજ વધારે ઉત્તમ છે. જય ભિખ્ખુ સાહિત્ય સંસ્થા અને એની પરંપરામાં કુમારપાળ ભાઈ દર વર્ષે આવી બે-ચાર સભાઓનું આયોજન કરે છે. મારો એવો અનુભવ છે કે મહાપુરુષ હોવા માત્રથી નામ નથી રહેતું. નામ રાખનારા હોય તો નામ રહે છે. ભાઈ શ્રી કુમારપાળ ભાઈ પિતૃ શ્રાદ્ધ કરી રહ્યા છે અને આ જે વિષય રાખ્યો છે, તે મને પૂછીને ન હોતો રાખ્યો એટલે જે કંઈ બે શબ્દો કહ્યા એમાં કંઈક પણ મારા તરફથી કોઈને દુઃખ થયું હોય, કલેશ થયો તો મને ક્ષમા કરશો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @4.26min. અમરેલી પાસે બાબાપુરમાં શ્રી ગુણવંતભાઈ પુરોહોતનું બહુમાન નિમિત્તે પ્રવચન. મનુષ્યોનું જો વર્ગીકરણ કરવામાં આવે તો મારી દ્રષ્ટીએ એના પાંચ વર્ગ પાડી શકાય. જે સૌથી પહેલો વર્ગ  પ્રશ્નો ઊભા કરનારો વર્ગ છે. એને તમે ગમે ત્યાં મુકો, એ જ્યાં જશે, જ્યાં રહેશે ત્યાં સતત પ્રશ્નો ઉભા કરશે. પ્રશ્નો હોયજ નહિ અને વગર જોતા પ્રશ્નો ઉભા કર્યા કરે એવો એક આ વર્ગ છે અને આ વર્ગથી આખી દુનિયા ત્રાસી ગઈ છે, કોઈ એવું ગામ નથી કે કોઈ એવી સંસ્થા નથી કે જ્યાં આ પ્રકારના માણસો એકાદ-બે ન રહેતા હોય અને જ્યાં નહિ રહેતા હોય ત્યાં જીવન ધન્ય ધન્ય થઇ જતું હશે. મંથરા અને શકુની બંનેનું કામ પ્રશ્નો ઉભા કરવાનું છે. સારામાં સારો વહીવટ એજ કરી શકે જે પ્રશ્નોને, ચગાવનારાઓને રોકી શકે, અટકાવી શકે. એનાથી એક બીજો વર્ગ છે, જેનું કામ છે, પ્રશ્નોને અડવુંજ નહીં. પ્રશ્નોની ઉપેક્ષા કરવી. પ્રશ્નોને નહિ અડનારો જે વર્ગ છે, એ આ દેશમાં સાધુ સંત થઈને પૂજાય છે. મહારાજ તો ભોંયરામાં રહે છે, સંસારની એમને કંઈજ પડી નથી. કોઈ જીવે તો એ વાહવાહ અને મરે તોએ વાહવાહ, દેશ આઝાદ થાય તોએ ભલે અને ગુલામ થાય તોએ ભલે. પ્રશ્નોને ન અડીને બહુ સરળતાથી આ દેશમાં મહાપુરુષ-ભગવાન થઇ જવાય છે@10.00min.સ્વામીજીની ચીનની મુસાફરીમાં એક સજ્જન ન કેમેરો લાવ્યા, ન દૂરબીન લાવ્યા હતા એની વાત સાંભળો. ભારતમાં રીઅલ મહાપુરુષો અને ડમી મહાપુરુષો એ બેયનું જો કોષ્ટક કરવામાં આવે, તો એક હજાર ડમી મહાપુરુષોએ કદાચ એકાદ રીઅલ મહાપુરુષ પેદા થયો છે. આપણે ૯૯૯ ડમી મહાપુરુષોને પૂજીએ છીએ, જેમને કશુજ કર્યું નથી. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્રનું દ્રષ્ટાંત સાંભળો. શ્રી મદ રાજચંદ્રનું જો ચિત્ર તમે જોયું હોય તો હાડકે-હાડકું દેખાય. એ એમ કહેતા કે આ પૂર્વની વેદની હું ભોગવી રહ્યો છું. ગાંધીજી એમાં સંમત ન થતા. પૂર્વના કર્મોના કારણે આ દેશમાં અનેક અનર્થો થયા છે અને થઇ રહ્યા છે એની તમે કલ્પના ન કરી શકો. હિટલરે ૬૦ લાખ યહુદીઓને માર્યા તે પૂર્વના કર્મોને લીધે? બીજા દ્રષ્ટાંતો સાંભળો. શ્રવણના શ્રાપને લીધે દશરથ મૃત્યુ પામ્યા, પણ તમે કદી વિચાર કર્યો કે આ જે પુત્ર વિયોગે દશરથ મૃત્યુ પામ્યા, એ દુઃખ માત્ર દશરથ સુધીજ રહ્યું? કૌશલ્યને એનાથી વધારે દુઃખ છે, અયોધ્યાની પ્રજાને પણ એનાથી વધારે દુઃખ છે. એનું પરિણામ સીતાને ભોગવવું પડે છે, લક્ષ્મણને, ભરતને અને આખા પરિવારને ભોગવવું પડે છે, કેવી રીતે કર્મની વ્યવસ્થા કરશો? જો એ પુત્ર વિયોગનો શ્રાપ માત્ર દશરથ સુધીજ અટક્યો હોત તો, તો બરાબર છે. તમે કોઈ કર્મની કોઈ સચોટ વ્યવસ્થા નહિ કરી શકો. @14.55min. એક ઓળખીતા શેઠની વાત સાંભળો જે ૬૨ વર્ષે ૧૪ વર્ષની કન્યાને પરણેલા. સ્વામીજીની સલાહ લઈને પછી સ્વમીજીનેજ હાથો બનાવે એવી આ વાત છે. બીજા એક કરોડપતિ વેપારીની વાત સાંભળો જે પોતાની પત્ની દેવ થઇ ગયા પછી પોતાનાજ ઘરમાં અનાથ થઇ ગયા છે.પૂર્વમાં અને પશ્ચિમમાં આ ફર્ક છે કે પેલાં છોકરાં માં-બાપના માટે પ્રયત્ન કરે કે મારી મમ્મી એકલી બિચારી કેવી રીતે રહેશે? મારા પપ્પા એકલા કેવી રીતે રહેશે? અને અહિયાં છોકરાને એમ થાય કે જો નવો વારસદાર થયો તો અડધું એ લઇ જશે. હું એકજ વાત કરવા માંગુ છું કે ભલા થાજો, ડગલે અને પગલે પૂર્વના કર્મોને ન લાવશો. @20.11min. વૃંદાવનમાં એક ઈજા પામેલી ગાય ને સ્વામીજીએ માટી પલાળીને પટ્ટો બાંધ્યો, જેથી કાગડા માંસ ચૂંથી ન શકે. એક બ્રહ્મચારી મદદ કરવાના બદલે કહેવા લાગ્યો, जाने दो, ये सब अपने अपने कर्मोंका भोग, भोग रहे हैं. पूर्व जनमका भोग, भोग रहे हैं. સ્વામીજીના ગળે આ વાત ઉતરી નહીં. ૧૦-૧૫ દિવસ થયા હશેને એજ બ્રહ્મચારી માંદા પડયા. તાવ ચઢ્યો, સાંજનો ટાઇમ અને એમના રૂમમાં સુતા સુતા બુમ પડે, दैयारे दैया मर गया, दैयारे दैया मर गया. સ્વામીજી એના ઉંબરે ગયા તો બોલવા લાગ્યો, देख क्या रहे हो, मेरा जी जा रहा है, पानी पिला दो, पानी पिला दो, पानी पिला दो.સ્વામીજી ત્યાં ઉંબરા ઉપર ઉભો ઉભો શાંતિથી કહું છું, महाराज, पूर्वके कर्म आये हैं अच्छी तरहसे इसे भोगलो. मजाक मत करो, पानी पिला दो, पानी पिला दो. જયારે તાવ ચઢે છે, ત્યારે એને પાણી પીવું છે અને બીજા માંદા થાય ત્યારે પૂર્વના કર્મની વાત કરે છે. કદી આવા ચક્કરમાં ના પડશો. ગાંધીજી એકે એક પ્રશ્નને અડ્યા હું ઘણી બાબતમાં ગાંધીજી સાથે સંમત નથી પણ હું એમ માનું છું કે ગાંધીજી એકે એક પ્રશ્નને ટચ કરે છે, બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, હું જયારે ગાંધીજીને મળવા ગયો ત્યારે ગાંધીજી પેપરમાંથી રજાઈઓ બનાવતા હતા. કે શિયાળામાં લોકોને ટાઢ ના વાય. બિરલા કહે આ તમારું કામ નથી અને રજાઈ તો રૂની બને. ગાંધીજી કહે રૂના તો પૈસા થાય અને વગર પૈસાની રૂ કરતાં ગરમ સારી બને છે. શ્રી મદ રાજચંદ્રજીએ આઝાદીની લડતમાં કેટલી ગોળીઓ ખાધી? કેટલી લાઠીઓ ખાધી? કેટલા દિવસ જેલ ગયા? એકેય પ્રશ્નને અડ્યા નહિ. માત્ર રાજચંદ્રનીજ વાત નથી, રમણ મહર્ષિ, ઉત્તરવર્તી કાળમાં શ્રી અરવિંદ આવા તો કેટલાયે લોકો છે જે ભગવાન તરીકે પૂજાય છે. અધ્યાત્મ અને પ્રશ્નોને અલગ કરી દીધા. અધ્યાત્મનો અર્થ છે, સંસારથી ભાગો.અને સંસારથી ભાગવાનો અર્થ છે, પ્રશ્નોથી ભાગો. @25.07min. બુદ્ધ ભાગ્યા, ભગવાન થઇ ગયા પણ કોઈએ યશોધરાનો પક્ષ ન લીધો. એક બીજા ઘણા મોટા મહાપુરુષ લગ્નની ચોરીમાંથી ભાગ્યા પણ પેલી બ્રહામણીનું શું થયું? એના પુનર્લગ્ન તો થવાના નથી. જ્યાં સુધી તમે રીઅલ મહાપુરુષને નહિ સમજો, તમારા પ્રશ્નો નહિ ઉકેલાય. ચાણક્ય રીઅલ મહાપુરુષ છે. ચાણક્યની મુત્સદ્દીગીરીથી ચંદ્રગુપ્તે વિશાળ સામ્રાજ્ય બનાવ્યું.તમે કોઈ પણ ધર્મને માનતા હોવ પણ ભર્તુહરિ અને ચાણક્યને જરૂર વાંચજો. એના પછી દૂર દૂર સુધી જોઈએ તો એક શિવાજી મહારાજ, પછી ગાંધીજી અને સરદાર પટેલ ધરતી ઉપરના મહાપુરુષો દેખાય છે. ઇન્દોરથી ચાર-પાંચ સજ્જનો આવ્યા, તેની વાત સાંભળો. રસ્તામાં એક રૂપાળી બહેનને ગુંડાઓ ઉપાડી ગયા અને એ બનાવ જાતે જોનારા વિષે સાંભળો. એ લોકોએ કશું કર્યું નહિ અને કશુંજ બન્યું નથી એવું નક્કી કરીને ઘર ભેગા થઇ ગયા. તમે જાણો છો કે આ વૃત્તિના કારણે દેશમાં એક બહુ નમાલો વર્ગ પેદા થઇ રહ્યો છે. ગાંધીજીના સમયમાં એક બળવાન શક્તિશાળી વર્ગ ઉભો થયો હતો, અંગ્રેજોના ઘોડા સામે આપણી બહેનો ઉભી થઇ જતી કે ચલાવ તારા ઘોડા. એક ત્રીજો વર્ગ જે પોતાનાજ પ્રશ્નો ઉકેલે છે, બીજાના પ્રશ્નોને અડવાનુજ નહિ તે ઉદાહરણથી સાંભળો. @30.01min. એક સજ્જનની વાત સાંભળો. આ સજ્જન જમણવારમાં પહેલીજ લાઈનમાં બેસી જાય છે, કેમ? તે સાંભળો. આ માણસ પોતાનોજ પ્રશ્ન ઉકેલે છે. એક ચોથો વર્ગ હોય છે એ પોતાના તો ખરા પણ બીજાનાયે પ્રશ્નો ઉકેલે છે. એવા ઘણા માણસો છે. સ્કુલમાં જે ભણાવે છે એ પોતાના પ્રશ્નો તો ઉકેલે છે પણ સાથે સાથે બીજાના એટલેકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને પણ ઉકેલે છે, દેશના પ્રશ્નોને પણ ઉકેલે છે. એક છેલ્લો અને પાંચમો વર્ગ છે જે લોકોનાજ પ્રશ્નો ઉકેલે છે, પોતાનું જે થવાનું હોય તે થાય. મહાત્મા ગાંધીજી આ કક્ષામાં હતા. એમણે ના પોતાનો વિચાર કર્યો, ના પોતાના છોકરાનો વિચાર કર્યો કે ના આવનારા પોતાના સંતાનોનો વિચાર કર્યો પણ માત્ર લોકોના પ્રશ્નોનોજ વિચાર કર્યો. સાચા અર્થમાં એને સંત કહેવાય. કે જે માત્ર લોકોના પ્રશ્નો ઉકેલવા માટેજ જીવતો હોય, એજ કામમાં રચ્યો-પચ્યો રહેતો હોય. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.@34.26min. બ્રહ્મકુમારી અને ઈશ્વરનું ધામ વિષે સાંભળો. @40.45min. મહાપુરુષ કોને કહેવાય? @42.31min. ભજન – પૃથ્વી પાખાંડે ખાધી – શ્રી નારાયણ સ્વામી.
 

Leave a comment

Filed under Uncategorized