Daily Archives: જાન્યુઆરી 19, 2019

શાસ્ત્ર પરિચય

 
A – VEDO-NEE PRERANAA – NJ, USA – વેદોની પ્રેરણા, વેદ મંદિર, અમેરિકા – નાવના બે અંગો બહુ મહત્વના છે. સુકાન અને સુકાની. નાવ ગમે એટલી સારી હોય પણ સુકાન કે સુકાની બંને ન હોય કે બેમાંથી એક પણ ન હોય તો તમે લક્ષ્ય પર પહોંચી ન શકો. એમ જીવન એક નાવ છે અને આપણે બધા કોઈને કોઈ કિનારા ઉપર જવા નીકળ્યા છીએ. પણ દિશા નક્કી કરી આપતું સુકાન ન હોય તો તમે ખોટી દિશામાં પહોંચી જાવ. સુકાનનો અર્થ થાય છે શાસ્ત્ર. સુકાનીનો અર્થ થાય છે, એ શાસ્ત્રને જાણનારો, સારી રીતે સમજનારો, શાસ્ત્રનો પારંગત અને ઉંચી ભૂમિકાવાળો એવો એક વ્યક્તિ જે ગમે તેવી પરિસ્થિતિમાં સુકાનને સાચી દિશા તરફ વાળે. હિંદુ પ્રજાનું એક બહુ મોટું ગુર્ભાગ્ય છે કે એને, એના પોતાના શાસ્ત્રો વિષે નિશ્ચિતતા નથી. મુસલમાન અને ખ્રિસ્તી લોકોને એના શાસ્રની ખબર છે. જ્યાં તમે તમારા શાસ્રો વિષે સ્પષ્ટ ન હોવ તો એના લક્ષ્યો વિષે અસ્પષ્ટતા આવીજ જશે. જિંદગીનો સૌથી મોટામાં મોટો દુશ્મન અસ્પષ્ટતા છે. @5.07min. સ્પષ્ટતા એક બહુ મોટો મિત્ર છે.જો તમે સ્પષ્ટ હોવ તો તમારે એ રસ્તે ચાલવાનું છે. જે વ્યક્તિ અસ્પષ્ટ હોય તે ગુરુઓ અને ભગવાન બદલતો રહે છે. કોઈ પૂછે કે તમારા શાસ્રોનું નામ શું છે? તો આંખ મીંચીને કહી દેવાનું કે “વેદો” અમારું શાસ્ત્ર છે. પણ વેદો લોકો સુધી પહોંચી નથી શક્યા, એને લોકો સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા છે. આજે વેદો ન પહોંચ્યા એનું પરિણામ હિંદુ પ્રજા ભોગવી રહી છે. એક નિયમ છે, કોઈ પણ પ્રકારનું વેક્યુમ દુઃખદાયી છે. હૃદય અને મસ્તિષ્કમાં પછી જે કાંઈ હાથમાં આવે તે એમાં ભરી દઈએ છીએ, જેવી રીતે પેટનું વેક્યુમ હોય અને જે મળે તે ખાઈ લઈએ છીએ. બીજું એક તિજોરીનું વેક્યુમ છે, માણસ એને કોઇપણ હિસાબે ભરવાનો પ્રયત્ન કરશે. અમેરિકા એવો દેશ છે, જ્યાં કામની સાથે અપ્રતિષ્ઠા જોડાયેલી નથી. જયારે ભારતમાં કામની સાથે પ્રતિષ્ઠા જોડાયેલી છે. @10.02min. રાજસ્થાનના લોકો ગુજરાતમાં, દિવસના ચાર-પાંચ કલાક કામ કરીને ૧૦૦ જેટલા રૂપિયા કમાય લે છે. અહીં ગામના છોકરા મહેતાજીનું કામ કરીને મહીને ૨૫૦-૩૫૦ રૂપિયા કમાય છે. છોકરાઓને પૂછ્યું કે આવું ટાઈલ જડવાનું કામ કરે તો રોજના ૧૦૦ રૂપિયા મળે, તો પટેલના છોકરાએ જવાબ આપ્યો કે પછી કન્યા કોઈ નહિ આપે. એટલે આપણા અહીં કામની સાથે પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠા જોડાયેલી છે. આપણા સમાજ રચનાના પાયામાંજ દંભ બેઠેલો છે, ખોટી મોટાઈ બેઠેલી છે. જયારે આ દેશમાં આવું નથી. વાળંદનું કામ કરે તો પણ ડીગ્રેડ ના થાય.પ્રજા મરતી હોય છે, એના સુકાનની ખોટી દિશાથી. આપણા મૂળ ધર્મ શાસ્ત્રનું નામ છે, વેદો પણ તે પ્રજા સુધી પહોંચ્યા નહીં. એક સમય એવો આવ્યો કે જેના(બ્રાહ્મણોના) હાથમાં સત્તા હતી, તાકાત હતી એમણે વેદો પર હક્ક કરી લીધો. મંદિરમાં ભગવાનની પૂજાનો અમારા સિવાય બીજા કોઈને અધિકાર નથી. એક એવો સમય આવ્યો “स्त्री शूद्रो नाधियताम्” સ્ત્રીઓને ભણાવશો નહિ, શૂદ્રોને ભણાવશો નહિ, કેમ? શૂદ્રો અને સ્ત્રીઓ ભણશે તો માથે ચઢી જશે. એમને તો કચડીને-દબાવીનેજ રાખો. આ આખી દુનિયાનો નિયમ છે કે જયારે પણ કોઈ પ્રજા સુપર પ્રજા બનતી હોય છે ત્યારે એ લાચાર પ્રજાના ભોગે બનતી હોય છે. ઉપરનો વર્ગ આ દબાયેલી પ્રજાના વર્ગ દ્વારા પોતાની આજીવિકા, પોતાની પ્રતિષ્ઠા અને પોતાનો જયજયકાર કરાવતો હોય છે. સિદ્ધપુરમાં ઔદિચ્ય બ્રાહ્મણોના ૨૫૦૦ ઘરો છે ત્યાં ગંગાવાડીમાં સ્વામીજીનું પ્રવચન થયેલું એ વિષે સાંભળો. સ્વામીજીએ શરત રાખેલી કે પહેલો આવે એ પહેલો બેસે અને છેલ્લે આવે એ છેલ્લો બેસે પછી એ બ્રાહ્મણ હોય કે હરિજન હોય. બ્રાહ્મણોએ શરત મંજુર રાખેલી. @15.11min.બ્રાહ્મણોએ કહ્યું ઇતિહાસમાં પહેલીવાર હરિજન અમારી વાડીમાં પગ મુકશે. રવીન્દ્રનાથ ટાગોરે એક બહુ સરસ વાત ગીતાંજલિમાં લખી છે કે તમે જેને લાત મારશો, એ તમને સામી લાત મારશે. તમે જેને કુવામાં ધકેલશો એ તમારા પગ પકડીને તમને કુવામાં લઇ જશે. તમે જેને ઉંચે ચઢાવશો એ તમને હાથ પકડીને ઉંચે લઇ જશે. આપણે લોકોને કુવામાં ધકેલવાનો પ્રયત્ન કર્યો, પણ જો ઉંચે લઇ જવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે આપણે ઘણાં  ઊંચા હોત. બ્રાહ્મણોની સભામાં પૂછ્યું તો એક પણ બ્રાહ્મણના ઘરમાં વેદ નથી. બ્રાહ્મણની આ દશા હોય તો બીજા લોકોની શું દશા હોય. જો પહેલેથીજ છૂટ મૂકી હોત તો ભારતમાં જે અનામતના પ્રશ્નો ઉભા થયા છે, તે ન થયા હોત. તમને કદી જીજ્ઞાસા થાય છે કે આ વેદોની અંદર શું છે? શું સંદેશ છે? સામાન્ય પ્રજાના ઉપર બીજા ગ્રંથો ફરી વળ્યા, એ મહાન છે, એનો કોઈ વિરોધ નથી. રામાયણ અને મહાભારત એ મહાકાવ્યો છે. પછી ભાગવત અને બીજા પુરાણો આવ્યા પણ એ બધાના કારણે તમારો મૂળ ગ્રંથ તો ક્યારનોય ઢંકાય ગયો. જો તમારે એની સામાન્ય વાતો જાણવી હોય તો હું તમને ચાર ઉપવેદોની થોડી વાતો કરીશ. ચાર વેદ છે તે ઋગવેદ, અજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ. એના ચાર ઉપવેદ છે તે અનુક્રમે ધનુર્વેદ, અજુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થવેદ. આ જે ચાર ઉપવેદ છે એ જીવનની ચાર મોટી સમસ્યાઓને ઉકેલવા માટે છે. તમારે પાસે બધું હોય, પણ તમારી રક્ષા ન થતી હોય તો? પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો હિન્દુસ્તાન પોતાના રક્ષણ માટે આવ્યા. તો તમારું રક્ષણ થશે તો કેવી રીતે થશે? ધનુર્વેદના આચાર્ય વિશ્વામિત્ર ઋષિ છે. ધનુર્વેદ એ સમયનો વેદ છે, જયારે સારામાં સારા શસ્ત્રો તરીકે ધનુષ-બાણ પ્રચલિત હતા. વિશ્વામિત્રે લખ્યું છે, જો તમારે તમારા દુશ્મનો સાથે લડાઈ કર્યા વિના તમારી પોતાની સુરક્ષા રાખવી હોય તો તમારા દુશ્મનો કરતાં બમણું લશ્કર રાખો અને ચઢીયાતા હથિયાર અને સેનાપતિઓ તૈયાર કરો. @20.02min. તમારે કદી લડાઈ કરવી પડે. અમેરિકા સાથે કોઈ લડતું નથી, એનું કારણ એ છે કે અમેરિકા પાસે સારામાં સારા શસ્ત્રો અને લશ્કર છે. દુર્બળતા એક બહુ મોટો દોષ છે. એટલે ધનુર્વેદના આચાર્ય વિશ્વામિત્રે કહ્યું કે પહેલું કામ છે, પ્રજાને રક્ષણ આપવાનું અને એને માટે ત્રણ કામ કરવાના. પહેલું કામ છે, તમે કેટલા સેનાપતિઓ પેદા કર્યા? કેટલા સૈનિકો પેદા કર્યા? તમે સિકંદર, નેપોલિયન કેટલા પેદા કર્યા? તમે વાસ્કો-ડી-ગામા, કોલંબસ કેમ પેદા ન કર્યા? આપણે કેમ કશું કરી ન શક્યા? કારણકે તમે ધનુર્વેદનો ત્યાગ કર્યો, એટલે ઇતિહાસે તમારો ત્યાગ કર્યો. પ્રત્યેક ઈતિહાસ શાસ્ત્રના માધ્યમથી નીકળતો હોય છે. આખી દુનિયામાં સુપર પાવર અમેરિકા છે, કારણકે ત્યાં ધનુર્વેદની રોજ આરતી ઉતારાય છે. મિસાઇલ્સ, રોકેટ વિગેરે ધનુર્વેદનું પરિણામ છે. @25.15min. મને ઘણીવાર લોકો આવીને કહે કે મહારાજ, માળા હોય તો આપો. સ્વામીજી કહે, માળા તો નહિ પણ દંડો જોઈતો હોય તો આપું. આ શીખ પ્રજા કેમ મહાન બની? એ તો બધા વાણીયા છે, પણ એમને એક સુકાની ગુરુ ગોવિંદસિંહ મળ્યા અને આખી પ્રજાને બદલી નાંખી. એનું એક વ્યક્તિત્વ છે કે એના ઉપર કોઈ હાથ નથી નાંખી શકતું. હિંદુ પ્રજા હિંસાવાદી નથી અને અહિંસાવાદી પણ નથી. જો તમે એમ કહો કે તમે અહિંસાવાદી છે, તો તમે વેદોને સમજી નથી શક્યા, ગીતાને સમજી નથી શક્યા. આખી ગીતાની ઉત્થાનિકા છે, “યુધ્ધ” શા માટે? શ્રી કૃષ્ણે બહુ પ્રયત્નો કર્યા, દુર્યોધને એકજ વાત કરી કે “सुच्च्ग्रेनैवहास्मि विनायुद्धेन केशव” હે કેશવ, તમે તો પાંચ ગામ માંગો છો પણ એક સોયની અણી જેટલી ભૂમિ પણ યુધ્ધ વિના હું નહિ આપું. તમારા બધા ઉપાયો નિષ્ફળ જાય તો બે રસ્તા છે, એક છે શરણાગતિ અને બીજો રસ્તો છે, અન્યાયનો પ્રતિકાર. યુધ્ધથી ભાગનારને યુધ્ધ વળગતું હોય છે. હડકાયું કુતરુંને જોઇને તમે દોડવા જશો તો એ કુતરું તમારી પાછળ પડી જશે. પણ તમે ઉભા રહ્યા અને સામે થયા તો એ પોતે ભાગવાનું. આપણે પ્રજાને ભાગતી કરી, આજે પણ આપણે ભાગી રહ્યા છીએ. અમદાવાદમાં અને બીજે મહોલ્લાના મહોલ્લા ખાલી થઇ રહ્યા છે. એક-બે વિધર્મીઓ આવે અને ઘર રાખે એટલે એની સાથે આખો મહોલ્લો અડધી કિંમતે ખાલી. કારણકે તમે વેદ ભગવાનનો સંદેશો જીવનમાં ઉતાર્યો નથી, એનું આ પરિણામ છે. શસ્ત્ર તમારી પાસે હોય અને મસ્તિષ્કનું બેલેન્સ હોય તો તમારે એનો ઉપયોગ કરવોજ ન પડે. લોકો આપોઆપ ડાહ્યા થઇ જાય. @30.02min. પણ લોકોને એમ થાય કે એની પાસે કશું નથી એટલે બધાને પાનો ચઢે. આપણે વાસ્તવવાદી છીએ. સરદાર પટેલ વાસ્તવવાદી છે એટલે એમણે બધા પ્રશ્નો ઉકેલ્યા. કાશ્મીરનો પ્રશ્ન ધ્રુજતા હાથમાં રહી ગયો તે રહી ગયો. વેદોની અંદર સુકતો છે અને એ સુકતોની અંદર ઋષિ સવારના પહોરમાં પૂર્વ દિશામાં બેસી, સૂર્યનારાયણને લક્ષ્ય કરીને પ્રાર્થના કરે છે કે મારા સેનાપતિઓ મહાન હોય, મારા સૈનિકો, ઘોડાઓ, ધનુષ્યબાણ ધારણ કરનારાઓ મહાન, તેજસ્વી હોય. બહેન જયારે વડીલને પગે લાગવા આવે છે ત્યારે વડીલ આશીર્વાદ આપે છે કે “वीर प्रसुभव” તું વીર પુત્રને પેદા કરનારી માતા બન. સ્વામીજીનો કાશ્મીરમાં મહારાણીને ત્યાં જમવા જવાનો અનુભવ સાંભળો. સ્વામીજી કહે કે મને સંકોચ થાય કે મહારાણીએ નીચે પડીને નમસ્કાર કર્યા. ખાનદાનીનું માપ પૈસાથી નથી અંકાતું પણ ખાનદાનીનું માપ વિવેક, વિનય અને નમ્રતાથી મપાય છે. રાણીએ કહ્યું, મારી એકજ ઈચ્છા છે કે મારો કરણ ભક્ત પ્રહલ્લાદ જેવો બને, ધ્રુવ જેવો બને એવો આશીર્વાદ આપો. @35.16min. કેટલી ઊંચી ભાવના છે? આપણી પ્રાચીન પધ્ધતિ છે કે બહેનોને આપણે પહેલેથીજ આશીર્વાદ આપીએ છીએ કે “वीर प्रसुभव” વીર પુરુષ એટલે ફક્ત શસ્ત્રોની વીરતા નહિ પણ બધા પ્રકારની વીરતા એટલેકે સમાજનો સુધારો અને બીજાં કામો કરવા ડગલેને પગલે વીરતા જોઈએ. મારે આટલીજ તમને વાત કરવાની છે કે પ્રજાને જો વેદનો સંદેશો પહોંચાડવો હોય તો એનો પહેલો સંદેશ છે, તમે પહેલા સુરક્ષિત બનો અને બીજાને સુરક્ષા આપો. તમે સુરક્ષિત ન હશો તો તમારી દ્રૌપદીની લોકો સાડી ખેંચશે અને તમે ટગર ટગર જોયા કરશો. દુર્બળતા એક મોટું પાપ છે. ઉપદેશો બે જાતના હોય છે. ધરતી ઉપરના અને આકાશના. ઉપદેશો આકાશના હશે તો પ્રજા તરંગી થઇ જશે. સરદાર પટેલ ધરતી ઉપરનો માણસ હતો એટલે એણે પ્રશ્નો ઉકેલ્યા. વિવેકાનંદ, રામકૃષ્ણ પાસે ગયા અને કહ્યું મને વેદાંતની વાત સમજાવો. રામકૃષ્ણે કહ્યું, વેદાંતના ત્રણ રૂપ છે. કોઈ ભૂખ્યા માણસને રોટલો આપ. પેટ એક વાસ્તવિકતા છે. જો તમે વાસ્તવિકતાની ઉપેક્ષા કરશો કે આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી તો તમારું વેદાંત શુષ્ક, લુખ્ખું થઇ જશે. બીજું વેદાંત છે, કોઈ રોગી માણસને દવા આપ, હોસ્પિટલો ઉભી કર. ખ્રિસ્તીઓએ ગામડે-ગામડે આવી સેવાની વ્યવસ્થા કરી. ત્રીજું વેદાંત છે, અજ્ઞાનીને જ્ઞાન આપ. અજ્ઞાન એ માણસનો બહુ મોટો દુશ્મન છે. “न हि ज्ञानेन सदशं पावित्रमिः …..कालेनात्मनि विन्दन्ति”…..(गीता 4-38). અર્જુન જ્ઞાનથી વધારે કોઈ પવિત્ર નથી. ગાંઠોને ખોલી આપે એનું નામ જ્ઞાન. તમારી પાંચ ગાંઠો જો ઉકલે તો આ મંદિર ધન્ય થઇ ગયું. @40.00min. પણ હું તમને બે કલાકમાં ગાંઠો પાડીને ઉભો થાઉં તો આ વ્યાસ પીઠ પર બેસીને હું અજ્ઞાનનો પ્રચાર કરનાર બનું. ગાંઠો, વહેમ, શંકા, કુશંકાના દ્વારા પડે છે. એક શેઠની ગાડીનું પૈંડું કાદવમાં ફસાઈ ગયું. દૂર પાંચ-છ માણસો બેઠેલા એમણે ગાડી બહાર કાઢી આપી. આ લોકો કાદવમાં ફસાયેલી ગાડી કાઢી આપવાનુંજ કામ કરે છે, કાદવ એમણેજ ઉભો કર્યો છે. ધર્મગુરુ પણ જયારે આ કામ કરવા લાગે ત્યારે ગાંઠો પાડનારો બને અને એટલે પ્રજા કદી સુખી ન થઇ શકે. વેદ ભગવાન ગાંઠો ઉકેલે છે. “भिध्यते ह्रदयग्रन्थिस् छिद्यन्ते सर्वसंशया:, क्षियन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे” (उपनिषद). હૃદયની અંદર મનની પડેલી ગાંઠ ખુલી ગઈ, બધી શંકાઓ નિર્મૂળ થઇ ગઈ. પ્રવચનનો અર્થ થાય છે, જ્યાં તમે બેઠા પછી તમારી શંકાઓ, ગાંઠો નિર્મૂળ થાય. પણ જો ઉપરથી ગાંઠો પડી, વહેમો વધ્યા, અંધશ્રદ્ધા વધી તો તમે દુઃખી-દુખી થઇ જશો. @45.00min. એટલે વેદ નારાયણ બહુ સ્પષ્ટ છે. એ કહે છે, તમે જીવન સારી રીતે જીવો. રામ, લક્ષ્મણ અને રૂપ રૂપનો અંબર એવા સીતા ભયંકર જંગલોની અંદર 14 વર્ષ સુધી ફર્યા, જ્યાં અસુરો રહેતા હતા, પણ કોઈની તાકાત નહિ કે સીતાના સામે આંખ ઉપાડી શકે. રાવણે સીતાનું હરણ કર્યું તે એને ગેર સમજને થઇ ત્યારે થયું. મૃગને માટે સીતાજી રડ્યાં, એટલે રામને ઝૂકવું પડ્યું, તો તમારી તો દશાજ શું? જયારે રામ અને લક્ષ્મણ ન હતા ત્યારે સીતાનું હરણ થયું. દ્રૌપદીના ચીર ખેંચાયા તે પાંડવોના રૂબરૂ ખેંચાયા. એનું કારણ કે ધર્મરાજે જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી કે જુગાર રમવા બેસી ગયા. રામ હિંસાવાદી નથી એમ અહિંસાવાદી પણ નથી. કદી કોઈ નિર્દોષ પર શસ્ત્ર નથી ઉપાડ્યું પણ કોઈ અસુર હશે તો તરત શસ્ત્ર ઉપાડશે. આ વેદનો પહેલો સંદેશ છે. પણ માનો કે તમારે આખી પ્રજાને શસ્ત્રધારી, બહાદુર બનાવવી છે તો તરતજ બીજો પ્રશ્ન થાય કે શસ્ત્રને પકડનારા બાવડાં છે, તમારી પાસે? એટલે બીજો વેદ આવ્યો અજુર્વેદ અને એનો ઉપવેદ છે, આયુર્વેદ. ગુજરાતની પ્રજા પંજાબથી આવેલી છે. પંજાબના જાટ લોકો ગુજરાતમાં પટેલો બન્યા છે. પણ પંજાબના લોકો જેટલા ગુજરાતીઓ કદાવર નથી, કેમ? તે સાંભળો. 

Leave a comment

Filed under અધ્યાત્મ, Uncategorized