A – UPNISHADO-NU PRADAAN – LOK BHARTI – BHAVNAGAR – ઉપનિષદોનું પ્રદાન – લોક ભારતી – ભાવનગર – પ્રવચનની શરૂઆત કરું એના પહેલા થોડો સંકોચ થાય છે, એની વાત કરી દઉં. ઉપનિષદ અત્યંત સ્થૂળ ભૂમિકાનો કોઈ લૌકિક વિષય નથી. ઉપનિષદ ક્લાસિકલ ગ્રંથો છે. એમાં અગાધ ઊંડાણ છે અને એ ઊંડાણનો ત્યાગ એજ મેળવી શકે, જેણે ડૂબકી મારતા આવડી હોય. મારામાં એવી શક્તિ કે ક્ષમતા નથી એનું મને ભાન છે, છતાં આ ય ઉપર ચર્ચા કરવાની હામ ભીડી રહ્યો છું, ત્યારે મને થોડો સંકોચ થાય છે, એટલે હું આપ સૌને મને સહાયતા કરો એ માટે પ્રાથમિક વિનંતી કરું છું. હિંદુ પ્રજાની પાસે મુખ્યત: ત્રણ ગ્રંથો છે. વેદો, ઉપનિષદો અને પુરાણો. ગીતા એ સ્વતંત્ર ગ્રંથ નથી, એટલા માટે અહીં સ્થાન નથી આપ્યું. આ ત્રણ ગ્રંથોએ હિંદુ પ્રજાને ત્રણ પ્રદાનો કરેલાં છે. આ ત્રણ માર્ગોમાં હિંદુ પ્રજા વહેંચાયેલી છે. વૈદિક પીરીયડમાં એટલે કે વેદોમાં મુખ્યત: દેવ વાદ છે. યમ, વરુણ, ઇન્દ્ર, કુબેર વિગેરે ઘણા દેવો છે અને એ દેવોને રીઝવવાના સાધનો છે. આપણે બધાએ વેદોના નામ તો સાંભળ્યા હોય છે, પણ એનું અધ્યયન નથી કર્યું હોતું. સિધ્ધપુરમાં ૨૫૦૦ બ્રાહ્મણોના ઘરો છે. સભામાં સ્વામીજીએ વેદોની બાબતમાં પૂછ્યું તો કોઈને કશો ખબર ન હતી. @5.20min. આખા વિશ્વમાં એક હિંદુ પ્રજાજ એવી છે કે જે પોતાના મૂળ ગ્રંથોનું અધ્યયન તો નથી કરતી, દર્શન પણ નથી કરતી. એક રીતે સારું પણ છે. એટલા માટે સારું છે કે અનુભૂતિ કરતાં કલ્પના બહુ રસાળ હોય છે. તમે મથુરા, અયોધ્યા નથી જોયું એજ સારું છે, પણ જાવ તો ખબર પડે કે તમારું પાકીટ પાંચ મિનીટમાં ઉડી જાય. એના ઘણાં ઉત્તરવર્તી કાળમાં હિંદુ પ્રજાને પુરાણો મળ્યા અને પુરાણોમાં અવતારવાદ છે. દેવો કાંતો વિલીન થયા છે કે દેવો અવતારના રૂપમાં બદલાયા છે, કાંતો દેવો અવતારમાં અનુશ્યુત થઇ ગયા છે. પણ પુરાણોમાં આવો એટલે તમને આખો અવતારવાદ શરુ થાય છે અને પ્રજાના લક્ષ્યની અંદર પણ સતત શ્રાપ અને આશીર્વાદની કથાઓ મુકવામાં આવે છે. ફલાણા રાજાને સંતાન ન હતું, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો, એના ઘરે પારણું બંધાયું. દુર્વાસાએ શ્રાપ આપ્યો, પરસુરામે શ્રાપ આપ્યો અને ફલાણાનું ફલાણું થઇ ગયું. શ્રાપ અને આશીર્વાદની કથાઓ જો પુરાણોમાંથી બાદ કરવામાં આવે તો પુરાણો શૂન્ય થઇ જાય, એનું અસ્તિત્વજ ના રહે. આ શ્રાપ-આશીર્વાદની કથાઓએ પ્રજાના જીવનના ઘડતરમાં પુરુષાર્થ કરતાં કલ્પનાને પ્રચુર રીતે ઠાંસી-ઠાંસીને ભરી દીધી. એટલા માટે તમે જોજો અહિયાં, પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરવું એના કરતાં કોઈ મહાત્મા મળી જાય, માથા ઉપર હાથ મુકે અને બેડો પર થઇ જાય. દીકરી પરણાવવી હોય, પરીક્ષામાં પાસ થવું હોય, દુકાન ચલાવવી હોય કે મોક્ષ જોઈતો હોય કે શક્તિપાત કરાવવો હોય તો એ કોઈ મહારાજ કરી શકે. એટલે આમ શક્તિ વિનાની પ્રજાને શક્તિપાત કરનારાઓના ટોળાં પાછળ પડયા છે. તમે કોઈ દિવસ યુંરોપીઅનોના જોડે તુલના કરી? એમના શરીરો, મસ્તિશ્કો, શસ્ત્રો, વાહનો, ભવ્ય માર્ગો જેવા તમારી પાસે છે? એમની પ્રામાણિકતા જેવી તમારી પાસે પ્રામાણિકતા છે? એટલે હું કહું છું કે આ શક્તિ વિનાની પ્રજા છે. અત્યારે મારા ઓળખીતા બે શક્તિપાત કરનારા બીમાર પડયા છે અને એને સાચવવા ત્રણ-ચાર ડોકટરો ઉભાને ઉભા રહે છે, પણ પ્રજાને શક્તિપાત ગમે છે. શક્તિનો ઉદય નહિ પણ શક્તિપાત. એમને કોણ સમજાવે કે શક્તિ આપેલી આવતી નથી. શક્તિ તો ઉગાડેલી ઉગતી હોય છે અને ઉગાડેલી શક્તિનો જલ્દી ઉચ્છેદ નથી કરી શકાતો હોતો. ગાંધીજી પાસે એની ઉગાડેલી શક્તિ હતી. @10.00min. એટલે ઝાડ જેટલું ઉપર હતું, એથી વધારે જમીનમાં હતું. એવા ઝાડો આંધીઓ, તોફાનો અને વાવાઝોડાના વેગને સહન કરી શકે. ગાંધીજી જયારે કરાંચી સંમેલનમાં ગયેલા ત્યારે, બરાબર એજ સમયે ભગતસિંહને ફાંસી આપવાની હતી. આખો દેશ ભગતસિંહના પક્ષમાં, ગાંધીજીને લોકોએ અંગ્રેજોને ફાંસી ન આપવા માટે ભલામણ કરવાનું કહ્યું. ત્યારે ગાંધીજીએ કહેલું કે ફાંસી ન આપતા હોય તો મને આનંદ છે, પણ જેણે હિંસા કરી એના પક્ષમાં હું અપીલ નહીં કરું. લોકો એવા છંછેડાઈ ગયા કે જયારે ગાંધીજીનો ડાબો, કરાંચીના સ્ટેશને પહોંચ્યો તો એટલો પથ્થરમારો કર્યો કે ગાંધીજી બહાર ન નીકળી શકેલા. ડબામાં બેસી રહ્યા અને રેંટીયો કાંતતા હતા. स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥(गीता २-५४). માણસના ખમીરને માપવાની જગ્યા છે, પરાજયના દિવસો, ફેંકાઈ જવાના દિવસો, હારી જવાના દિવસો અને એ ટાઈમમાં એનું ખમીર મપાતું હોય છે. જેને કદી પરાજય ના આવે, એને કદી ચડતી હોયજ નહીં. કારણકે જીવનનો માર્ગજ છે, ચડવું અને ઉતરવું. મને ઘણીવાર ઈચ્છા થાય કે આપણા દેશમાં જે આવા શક્તિપાત કરનારા લોકો છે, એમની પાસે શક્તિપાત કરાવીને ઓલમ્પિકમાં મોકલવા અને હારીને પાછા આવે તો ખેલાડીઓને નહિ પણ શક્તિપાત કરનારને દંડ દેવો. પુરાણોમાં સતત શ્રાપ અને આશીર્વાદની કથાઓ સંભળાવી, એમાં બિલકુલ પુરુષાર્થ નહિ, પણ કોઈના શ્રાપથી બરબાદ થાવ અને કોઈના આશીર્વાદથી ચમકો. તમારો પુરુષાર્થ ક્યાં? તમારું આયોજન ક્યાં? તમારી બુધ્ધિ ક્યાં? તમારી પોતાની શક્તિ ક્યાં? પ્રજાનું પતન એમણે એમ નથી થતું હોતું. પ્રજાનું પતન તો સાહિત્યના દ્વારા થતું હોય છે. એકધારું સાહિત્ય પ્રજાના મગજમાં સતત ઠાંસી-ઠાંસીને ભર્યા કરો એટલે @15.00min.પ્રજા આપોઆપ નિર્માલ્ય થઇ જશે. ત્યારે વચ્ચે ઉપનિષદ છે. ઉપનિષદમાં તમને દેવોની વધારે પડતી ઉપાસના જોવા નહિ મળે, એમાં અવતારોની વાતો નહિ આવે. ચમકશો નહિ, મારી દ્રષ્ટિએવેદો, ઉપનિષદો શાસ્ત્ર ગેંથો નથી. શાસ્ત્ર પછી થયા. તુલસીદાસે અને વાલ્મીકીએ રામાયણ રચ્યું ત્યારે એ શાસ્ત્ર ન હતું પણ મહાકાવ્ય હતું. પણ પછી એને લોકો શાસ્ત્ર બનાવતા હોય છે. અને જયારે કોઈ ગ્રંથ શાસ્ત્રનું રૂપ ધારણ કરે , પછી એ પ્રજાનું ઘડતર કરવાની ક્ષમતાને એકાંગી બનાવી દેતું હોય છે. જ્યાં સુધી એ શાસ્ત્ર નથી હોતું ત્યાં સુધી એ જેટલું માર્ગ દર્શન કરી શકતું હોય છે એટલું શાસ્ત્ર બન્યા પછી માર્ગ દર્શન કરવાની જગ્યાએ, વાદ-વિવાદનું કેન્દ્ર બની જતું હોય છે. પક્ષા-પક્ષીનું એ કેન્દ્ર બની જતું હોય છે. પછી એમાંથી પ્રેરણા મેળવવા કરતાં, એમાંથી પક્ષ મેળવવાની પ્રવૃત્તિ થતી હોય છે. પક્ષ મેળવીને તમે વિજય મેળવી શકો પણ પ્રેરણા ન મેળવી શકો. એટલે મારી દ્રષ્ટિએ ઉપનિષદો પછીથી એ શાસ્ત્રો થયા અને અત્યારે એ શાસ્ત્ર છે. પણ જયારે રચાયાં હશે ત્યારે એ સહજ વાણી હતી. નરસિંહની કવિતા, કબીરના દોહાઓ, મીરાંબાઈના પદો જયારે રચાયાં ત્યારે કેમ રચાયાં, એ પ્રશ્નજ નથી. એતો શ્વાસ-ઉચ્છવાસ છે. કવિ કવિતા બનાવતો નથી એ સહજ રીતે ઉદભવે છે. જયારે કોઈને રાજી કરવા કે પૈસો મેળવવા કરેલી કવિતાઓ મારી જતી હોય છે. કોઈ કોઈ કવિતાઓજ કાગળ ઉપર ઉતરી શકતી હોય છે. એનું મુલ્ય તો પાછળથી થતું હોય છે. એમ ઉપનિષદો એક નિશ્ચિત પ્રજાને સામે રાખીને, નિશ્ચિત પ્રકારનું લક્ષ્ય કરીને, નિશ્ચિત ઘરેડમાં ઢાળવા માટે રચાયેલા ગ્રંથો નથી પણ એ સ્વયં સ્ફૂર છે. જેણે આપણે ઋષિ કહીએ, મુની કહીએ, જ્ઞાની કહીએ, સંત કહીએ, પ્રજ્ઞાવાળા પ્રાજ્ઞ કહીએ એવા પુરુષોના અંદરથી નીકળેલી એ વાણી છે અને એ વાણી મારી સમજણ પ્રમાણે એકજ વ્યક્તિની નથી કે એકજ સ્થળની કે એકજ સમયની નથી. છાંદોગ્ય અને બૃહદારણ્યક જે ઉપનિષદોમાં સૌથી જુના છે અને પ્રાચીન છે, ત્યારથી જો શરૂઆત કરીએ તો ઉપનિષદનો કાળ લગભગ ૨૫૦૦ વર્ષનો પીરીયડ છે. બુદ્ધના પહેલેથી ઉપનિષદો શરુ થાય છે અને અકબરના દરબાર સુધી એ રચાતા જાય છે. @20.00min. તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, એક ઉપનિષદનું નામ છે अल्लो उपनिषद, અલ્લાહ ઉપનિષદ. એક पाटिदार उपनिषद પણ છે. આ એલ લાંબો વ્યાપ છે. એટલે એનો કાળ, એક નિશ્ચિત કાળમાં રચાયેલા ગ્રંથો નથી કે એકજ વ્યક્તિના રચાયેલા ગ્રંથો નથી. સૌથી વધારેમાં વધારે મુશીબત તો એ આવે છે કે, માનો કે इशावाष्य उपनिषद કોણે રચ્યું છે? ખબરજ નથી. પછી અમે કંઈ બંધ-બેસતું ગોઠવી દઈએ એ વાત જુદી છે. એવી ઘણી કૃતિઓ આજે પણ મળે છે, પણ એનો કરતાં કોણ છે? એની ખબરજ નથી હોતી. ઉપનિષદ કોઈ એક નિશ્ચિત જગ્યાએ કે એકજ જગ્યાએ રચાયેલા ગ્રંથો નથી. એ કાશ્મીરમાંએ રચાયા હોય કે અફઘાનિસ્તાનમાં એ રચાયા હોય કે પંજાબમાં કે ઠેઠ સૌરાષ્ટ્રમાંએ રચાયા હોય. ખાસ કરીને એક સૌથી મુજવણની વસ્તુ ઐતિહાસિક દ્રષ્ટીએ કે તમારી પાસે વારંવાર એના એજ ઋષિઓના પાત્રો આવે છે. મેં ૧૬૭ ઋષિઓ નોંધ્યા છે. આ ઋષિઓને તમે ધ્યાનમાં રાખીને શિવ પુરણ વાંચો, પદ્મ પુરણ વાંચો, ભાગવત પુરાણ વાંચો કે સત્યનારાયણની કથા વાંચો, ફરી ફરીને બધા એજ ઋષિઓ ફર્યા કરે છે. વિશ્વામિત્ર દરેક જગ્યાએ હોય, દુર્વાસા વિના કામ ચાલે નહીં. વશિષ્ઠ હોય, યાજ્ઞવલ્ક્ય હોય, દત્તાત્રય હોય, આ બધાં પત્રો બધે ફર્યા કરે છે. રામાયણ અને મહાભાત વચ્ચે ધાર્મિક દ્રષ્ટિએ લાખો વર્ષોનું અંતર છે પણ ઐતિહાસિક દ્રષ્ટિએ નથી. એક દ્વાપરની ઘટના છે અને એક ત્રેતાની ઘટના છે અને આ બે યુગોના વચ્ચે લાખો વર્ષો વીતી જાય છે. એટલે પરશુરામ રામાયણમાં છે અને મહાભારતમાંએ છે. વિશ્વામિત્ર પણ આ બંને ગ્રંથોમાં છે. દુર્વાસા પણ એ બંનેમાં છે. ધાર્મિક રીતે સમાધાન કરવું સહેલું છે કે ઋષિઓ તો બધા અમર હતા અને હજારો-લાખો વર્ષ જીવતા હતા. પણ કોઈ વૈજ્ઞાનિક, કોઈ સંશોધનકાર કે કોઈ જિજ્ઞાસુ માણસનું આમાં સમાધાન ના થઇ શકે.એટલે સુધી કે જયારે જયારે ચારે ભાઈઓને ચાર દિશાઓનો દિગ્વિજય કરવા માટે મોકલ્યા, તો દક્ષિણ દિશામાં જે ભાઈ ગયો એ વિભીષણ સાથે યુધ્ધ કરીને આવ્યો. હવે તમે કલ્પના કરો કે રામાયણનો વિભીષણ જીવ્યો કેટલું? હનુમાન રામાયણમાં છે અને મહાભારતમાંએ છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કે ગ્રંથોની સામે ધાર્મિક દ્રષ્ટિનો વિકાસ અલગ વસ્તુ છે અને ઐતિહાસિક દ્રષ્ટિનો વિકાસ અલગ વસ્તુ છે. ઐતિહાસિક દ્રષ્ટિમાં તત્વ છે અને ધાર્મિક દ્રષ્ટિમાં કલ્પના છે. એટલે ઉપનિષદ છે એ કોઈ એક કાળમાં, એક જગ્યાએ અને એક વ્યક્તિના દ્વારા લખાયેલો ગ્રંથ નથી અને એ એક રીતે સારું પણ છે કે એક વ્યક્તિ કરતાં અનેક વ્યક્તિ લખ્યું હોય તો એમાં વિવિધતા આવે. સંગીતકારોના સંગીત સાંભળો અને @25.00min. લાંબા ટાઈમ સાંભળ્યા પછી તમે કહી શકશો કે આ સંગીત કોનું છે. પણ જ્યાં ઘણા લેખકો, ચિંતકો, વિચારકો, જે વાત પીરસતા હોય છે, એમાં વિવિધતા હોય છે. એટલે ઉપનિષદમાં વિવિધતા છે. વિચારોનું સામંજસ્ય, વિચારોનું મિશ્રણ, વિચારોની સહિષ્ણુતા જોવી હોય તો ઉપનિષદો વાંચજો. ઉત્તરવર્તી કાળમાં આ ઉપનિષદો માંથી, એકજ વાત સિદ્ધ કરવાનું વિચાર્યું છે. માનો કે શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નીમ્બકાચાર્ય, વલ્લભાચાર્ય છે, એ ઉત્તરવર્તી આચાર્યોએ નિશ્ચિત રીતે કહ્યું કે ઉપનિષદોમાં આજ છે. એટલે એમણે ઉપનિષદો સાથે બળજબરી કરી છે. એના એજ વાક્યોને આગળ મુકીને કહેવાનું કે ઉપનિષદમાં અદ્વૈતજ છે. ત્યારે આ દ્વૈતના द्वा, सपर्णा, संयुजा, सखाया, समानम्, वृक्षम्, परिशस्वजाते આવા જે દ્વૈતના મંત્રો છે, એ શું? તો કહે, એ અજ્ઞાનીઓ માટે છે. નીચી ભૂમિકાવાળા માટે છે. દા.ત. ईशावास्य નો મંત્ર છે, कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतँ समाः. एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ।।2 બહુ પ્રસિધ્ધ મંત્ર છે. કર્મ કરતા કરતા તું સો વર્ષ જીવવાની ઈચ્છા રાખ. પેલું ईशावास्य મેં જે ઉપર કહ્યું, એ પ્રમાણે જો તું જીવીશ તો તને કર્મ લેપાયમાન નહિ થાય. ભગવદ ગીતમાં અનાસક્તિ યોગનું આ મૂળ છે. કર્મ કરતા કરતા તું ૧૦૦ વર્ષ જીવજે અને એ કાર્ય કરતા કરતા તારું મૃત્યુ થજો. તરફડિયાં મારતા-મારતા નહિ, પણ કામ કરતા-કરતા, આ ઉપનિષદોનો આદર્શ છે. પણ શંકરાચાર્યે ઉપરની ભૂમિકામાં લખ્યું છે, एषांप्तुज्ञानेनिष्ठा नास्ति જે લોકોની અદ્વૈતમાં નિષ્ઠા નથી થઇ શકતી तेषांअज्ञानिनांकृते अयंमन्त्र: એવા જે અજ્ઞાની લોકો છે એમના માટે આ કર્મનો મંત્ર છે. એટલે કે મને ગમે એ જ્ઞાની અને મને ના ગમે એ અજ્ઞાની. એટલે આઠમી શતાબ્દિના ઉત્તરકાળમાં તમે જોશો તો, ઉપદેશનો આ એકજ સંદેશો છે, એટલે એવો દુરાગ્રહ શરુ થયો કે એમાંથી સંપ્રદાયો જુદા પડયા. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટા અદ્વૈત, શુદ્ધાદ્વૈત, ફલાણા, ફલાણા….પણ ઉપનિષદ રચનારને પોતાને ખ્યાલ નથી કે મારું ઉપનિષદ દ્વૈતનું છે કે અદ્વૈતનું છે કે શુદ્ધાદ્વૈતનું છે, વિગેરે. એ તો એક સ્ફૂર્તિમાં જે વાણી નીકળી એ વાણીને વહાવી અને વહાવતા રહ્યા. એટલે મારી તમને ખાસ ભલામણ છે કે કદી પણ વિચારોની અંદર દ્રઢતા પૂર્વક, દુરાગ્રહ પૂર્વક, એકતા લાવવાનો પ્રયત્ન ના કરશો. @30.03min. વિચારોને પુષ્પનો ગુચ્છો બનાવો. અને જ્યાં વિચારોની એકતા લાવવાનો પ્રયત્ન થયો ત્યાં જુલમ અને ઝનુન આવ્યા વિના રહેતાજ નથી. ખ્રિસ્તીઓએ આ કામ કર્યું કે, જે બાઈબલ છે, એનાથી જરાયે વિરુદ્ધ કોઈ વિચાર ચાલી ન શકે. એમાં બ્રુનોને બાળવામાં આવ્યો અને ગેલીલિયોને સજા થઇ. એમના ઉપર જુલ્મો થયા, કારણકે વિચારો જુદા પડે છે. એવુંજ ઈસ્લામે કર્યું. એનું પરિણામ પણ ત્યારે અને અત્યારે જોઈ શકો છો. એવુંજ સામ્યવાદીઓએ કર્યું કે માર્ક્સના વિચારોથી જુદા ન પડી શકાય. જો એનાથી તમે જરાયે જુદા પાડો તો અમે સહન ન કરી શકીએ. સહન ન કરનારો વર્ગ જયારે શક્તિશાળી બની જતો હોય છે ત્યારે એમાંથી ધાર્મિક જુલ્મો, રાજનૈતિક જુલ્મો અને અત્યાચારો થતા હોય છે. એટલે ઉપનિષદો પાસેથી જો પ્રદાન એટલે કે પ્રેરણા ગ્રહણ કરવી હોય તો એ પ્રેરણા છે, કે એમાં ઘણાં વિચારો છે, ઘણી પ્રકારના વિચારો છે. એ બધા એક સાથે રહી શક્યા છે, માત્ર જરૂરત છે એને ગોઠવવાની. ઉપનિષદના જુદા જુદા પ્રકાર છે. રાજા કારણો વિના પ્રજાને આદેશ કરે છે કે પ્રજાએ સાંજે, ઘર બહાર નહિ નીકળવું. કેમ નહિ નીકળવાનું? એ પુછાય નહીં. આદેશ એટલે આદેશ.આજ્ઞા એટલે આજ્ઞા. શાસ્ત્ર જયારે સત પ્રતિશક આજ્ઞાકારી બનતું હોય છે, ત્યારે પ્રજાના બૌદ્ધિક વિકાસને, પ્રજાના જીવનના વિકાસને સ્થગિત થઇ જવાનું હોય છે. પ્રજા સ્થગિત થઇ જતી હોય છે. પત્ની છે, એ પતિને હુકમ કે આદેશ નથી કરતી પણ પતિને એની ઈચ્છા પૂરી કરવાનો ઉમળકો જાગે એવી માત્ર ભૂમિકા તૈયાર કરે છે. પત્ની કહેતી નથી કે મારા માટે કંઈ લઇ આવજો પણ પેલો હોંસે હોંસે પત્ની માટે ગમતી વસ્તુ લઇ આવે છે. એ કાંતા સંમિત છે. ઉપનિષદોનો મોટો ભાગ મિત્ર સંમિત છે. મિત્ર સંમિત એટલે મિત્રને માત્ર સલાહ આપવાની, પ્રેરણા આપવાની. પત્નીની માફક કોઈ ભૂમિકા નહિ કરવાની કે રાજાની માફક આજ્ઞા નહિ કરવાની. પણ જયારે વાત કરવાની યોગ્ય તક મળે ત્યારે. તમારી વાતની કિંમત તકને આધીન છે. @35.04min. તમારી વાત લાખ રૂપિયાની છે, પણ તક કોડીની છે, તો વાત તમારી કોડીની થઇ જશે. પણ લાખ રૂપિયાની વાત હોય અને જયારે લાખ રૂપિયાની તક આવે ત્યારે વાત કરો તો તમારી વાત લાખ રૂપિયાની થઇ જશે. એટલે અમે એમ માનીએ છીએ કે એક શાસ્ત્રજ્ઞ હોય, એક દેશજ્ઞ કોય અને એક કાલજ્ઞ હોય અને એક યુગજ્ઞ હોય. જો શાસ્ત્રજ્ઞ કાળ, યુગ, દેશને ના સમજતો હોય અને ભલે એને ચારે વેદ અને ષડશાસ્ત્રો એને મોઢે હોય તો પણ એ વેદિયો છે. એટલે ઉપનિષદ છે એ તો મિત્ર જેવા છે કે મિત્ર તક જોઇને તમને વાત કરે છે. એક માણસ બીડી પીવે છે. એનો મિત્ર ઈચ્છે છે કે આ બીડી છોડે તો સારી વાત છે. પણ વગર તકે વાત કરશો તો તમારી વાત કોડીની થઇ જશે. પણ ધીરજ રાખતા-રાખતા એક સમય એવો આવે છે, ત્યારે એક ક્ષણ ઉભી થાય છે, બરાબર એ ટાઈમે પેલા લોખંડ ઉપર ઘણ મારો, જે આકાર આપવો હશે તે અપાઈ જશે. એટલે ઉપનિષદ છે, એ મિત્ર સંમિત ગ્રંથો છે. એ તમને પ્રેરણા આપે છે, સલાહ આપે છે. આજ્ઞા આપનાર કરતાં એની ભૂમિકા બહુ ઊંચી હોય છે. એક તો એનો દુરાગ્રહ નથી હોતો. મેં તમને કહ્યું, તમને ઠીક લાગે એમ કરજો. હું તમારી નિંદા નહિ કરું કે સબંધ નહિ તોડું. આનું નામ નિષ્પૃહતા છે. ઉપનિષદની ખાસિયત છે, એમાં દુરાગ્રહ નથી. ઉપનિષદો એ ચિંતન ગ્રંથો છે. માત્ર આચાર ગ્રંથો નથી. આચાર ગ્રંથો રચવા કઠીન નથી પણ આચરવું કઠીન છે. પણ ચિંતન મસ્તિષ્કનું ઘડતર કરે છે. બધા માણસો ચિંતક ના થઇ શકે એટલે આપણે ત્યાં ચિંતક શબ્દ માટે ખાસ શબ્દ ઋષિ વપરાયો છે. પણ આપણે એનો અર્થ ભૌતિક રીતેજ સમજ્યા કે જે વલ્કલ પહેરે, જટાઓ બાંધે, હાથમાં તુમડું હોય વિગેરે પણ અહી ઋષ ધાતુ ગતિ અર્થમાં છે. ऋषति – गच्छति જે સતત ગતિ કરે. ગતિના ત્રણ અર્થ કર્યા છે, જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. ઉપનિષદમાં પણ षद ધાતુ છે. उप-नि-षद – અહીંથી વ્યાકરણની દ્રષ્ટિએ ઋષિનો અર્થ સમજી લેવો. જે પ્રજાને ગતિશીલ રાખે એનું નામ ઋષિ. એટલે પ્રજા સ્થગિત થઇ જડતામાં ના આવી જાય. પ્રજા અટકી ના જાય. જીવનનો અર્થજ ગતિ છે એટલે ઋષિનો અર્થ પણ ગતિશીલતા છે. પણ આ જે ચિંતન છે, એ ચિંતનના બે રૂપ છે. પહેલું વ્યક્તિનું ચિંતન અને બીજું સમૂહનું ચિંતન. @40.02min. વ્યક્તિનું ચિંતન એય દુર્લભ છે અને સમૂહનું ચિંતન એથી પણ દુર્લભ છે. ઉપનિષદમાં તમને આ બેય ચિંતન જોવા મળશે. વ્યક્તિના ચિંતનમાં મોટે ભાગે દુરાગ્રહ આવી જતો હોય છે. ત્યારે સમૂહ ચિંતનમાં એ દુરાગ્રહતાનું પરિમાર્જન થતું હોય છે. શર્ત એટલીજ છે કે સમૂહમાં ચિંતકો હોવા જોઈએ. અનુયાયી એ ચિંતક નથી, એ તો પાછળ-પાછળ ચાલનારા છે. કોઇપણ પ્રબળમાં પ્રબળ ચિંતનનો સૌથી મોટામાં મોટો દુશ્મન, એનો વિરોધી નથી. વિરોધના કારણે ચિંતાન મરતું નથી. સૌથી મોટામાં મોટો એનો આંધળો અનુયાયી વર્ગ છે. આંધળો અનુયાયી વર્ગ એના ચિંતનમાં તાજગી નહિ આવવા દે, એમાં નવીનતા નહિ આવવા દે, એટલે જે સ્ફૂર્તિ આવવી જોઈએ એ સ્ફૂર્તિ નહિ આવે અને જડની જેમ વળગી રહે. એટલે ઉપનિષદમાં જે ચિંતન છે, એ ઘણી વાર વ્યક્તિનું ચિંતન છે તો કેટલીક વાર સમૂહનું ચિંતન છે. અને વિશેષતા એ છે કે કોઈ જગ્યાએ દુરાગ્રહ નથી કે હઠાગ્રહ નથી. ચિંતનના ત્રણ રૂપ છે, વ્યક્તિ બધ્ધ ચિંતન, ગ્રંથ બધ્ધ ચિંતન અને મુક્ત ચિંતન. વ્યક્તિ બધ્ધ ચિંતન એટલે તમે કોઈ વ્યક્તિ સાથે બંધાઈને ચિંતન કરો. એમાં તાજગી ન હોય. એમાં સંપ્રદાય હોય, એમાં પક્ષ હોય, એમાં વાદ હોય વિગેરે. બીજું ગ્રંથ બધ્ધ ચિંતન છે. પૂર્વનો કોઈ ગ્રંથ સાક્ષાત ઈશ્વરે લખેલો છે, વેદ પરમેશ્વરે રચ્યા છે. તો પછી બાઈબલ, કુરાન કોણે રચ્યા છે? મારે એક સંમેલનમાં જવાનું થયેલું, હું કશું જાણું નહિ, પણ મને અધ્યક્ષ બનાવ્યો. પછી એક ભાઈએ બહુ ઝનુન પૂર્વક માઈકમાં પ્રવચન કર્યું કે ભગવાન ચરક, ભગવાન સુશ્રુતે ૩૩૩ દવાઓ બતાવી છે. ચોત્રીસમી કોઈ દવાજ નથી, બાકીનું બધું તોડી-ફોડીને ફેંકી દો. દુનિયાનો એવો કોઈ રોગ નથી જે આ ૩૩૩ દવાઓમાં ન આવી જતો હોય અને એવું કોઈ વૈદક જ્ઞાન નથી, જે ભગવાન સુશ્રુતે બાકી રાખ્યું હોય. પછી મારો વારો આવ્યો. મેં કહ્યું સુશ્રુતને અને ચરકને હું માનું છું, પણ ભલા થાઓ, કોઈ માણસને ભગવાન ન બનાવો. કોઈ માણસને તમે ભગવાન બનાવો તો એની તમે ભૂલ ના કાઢી શકો. તો તમે ઉમેરો નહિ કરી શકો. એટલે તમે ભગવાનના વારસાનો નાશ કરી નાંખો. હું ઈચ્છું કે મારા પછી જો મારો શિષ્ય હોય તો એ મારી ભૂલો કાઢે અને ભૂલો કાઢે તો મારા આત્માને શાંતિ મળે, કે મેં એક ચેતના પાછળ મૂકી છે. પણ ભૂલ કાઢનારા ના હોય અને અમારા ગુરુ પૂર્ણ હતા એવું કહે અને મારી પૂર્ણતાને સિદ્ધ કરવા માટે આખી જિંદગી એના મસ્તિષ્કનો ઉપયોગ કાર્ય કરે ત્યારે હું નિ:શાસા નાંખ્યા કરું કે મેં એક કુપાત્રને શિષ્ય બનાવ્યો. @45.09min. ભારતનું પતન કેમ થયું? ખાસ કરીને બૌદ્ધિક, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કેમ એ ઉણો ઉતાર્યો? કારણકે આપણે પ્રત્યેક મહા પુરુષને ભગવાન બનાવી દીધા. એનું પરિણામ એ આવે કે પછી તમે એની ભૂલો નથી કાઢી શકતા. ભગવાનની ભૂલ ના કઢાય અને ભગવાનમાં ઉમેરો પણ ના કરાય. એક ઓળખીતા મુની હતા, આજે તો દેવ થઇ ગયા છે. એણે વૈજ્ઞાનિકોના સામે એટલી જબરજસ્તીથી વાતો કરેલી કે આ પૃથ્વી તો રકાબી જેવી છે, એ ગોળ દડા જેવી બિલકુલ નથી. એના વચ્ચોવચ સુમેરુ પર્વત છે અને સૂર્ય ચારે તરફ ફરે છે, પૃથ્વી નથી ફરતી. મેં એક વાર પૂછ્યું કે તમે આ બધું શા માટે કહો છો? એમણે કહ્યું, ધર્મગ્રંથોમાં કદી ખોટું લખેલું ના હોય. એ લખનારા તો પૂર્ણ જ્ઞાની હતા, સર્વજ્ઞ હતા. વૈજ્ઞાનિકો તો કાચી બુધ્ધિ વાળા અને પાંચ-દશ વર્ષે બધું બદલ્યા કરે છે. આપણે તો મૂળ વાતોને પકડી રાખવાનું. ઉપનિષદમાં આ વૃત્તિ નથી. ઉપનિષદનો ઋષિ કોઈ પૂર્ણતાનો દાવો નથી કરતો. એની પાસે કોઈ જઈ પ્રાર્થના કરે કે અમને બ્રહ્મ વિદ્યા ભણાવો તો એ ઋષિ બ્રહ્મ વિદ્યા જાણતો ન હશે તો કહેશે કે મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી અને જો તારે બ્રહ્મ વિદ્યા ભણવી હોય તો ફલાણા ઋષિ પાસે જા, એ ઋષિ બ્રહ્મ વિદ્યા જાણે છે. ઉપનિષદોનું કોઈ મોટામાં મોટું પ્રદાન હોય તો સાક્ષરો માટે, વિદ્વાનો માટે સતત અલ્પતાની સભાનતા અને અલ્પતાનો સ્વીકાર. એક બહુ મોટા ઋષિ પાસે એક રાજા જાય છે અને કહે છે કે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. રાજાએ કહ્યું, મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી, પણ તારે જો બ્રહ્મ વિદ્યા શીખવી હોય તો તારા રાજ્યમાં રૈક્વ નામનો એક ખેડૂત છે, ખેતી કરે છે, એની પાસે જા. રાજા ત્યાં પહોંચે છે, પણ એવા સમયે પહોંચ્યો કે ત્યારે એ ખેડૂત થાકેલો હતો અને ખેતરના એક શેઢા ઉપર બેઠેલો, એને ધાધર થયેલી એટલે એ લવુર-લવુર કરતો હતો. રાજાને એને જોઈનેજ અશ્રદ્ધા થઇ ગઈ કે આ બ્રહ્મ જ્ઞાની? આ બ્રહ્મ વેત્તા? બ્રહ્મ વેત્તા તો કેવા વાઘંબર ઉપર બેઠેલા હોય, અડધી આંખો બંધ હોય, કે કોણ માણસ કામનો આવ્યો કે વગર કામનો આવ્યો? રાજાને થયું કે આ બ્રહ્મવેત્તા હોય? આ વાતને યાદ રાખજો, દુનિયા પ્રદર્શનના દર્શન કરવા જાય છે અને પ્રદર્શન અને દર્શન બેય કદી સાથે રહી શકતા નથી. પ્રદર્શન ઉપરની આંખેથી દેખાય છે, દર્શન અંદરની આંખે દેખાય છે. એટલે આપણે દર્શન નહિ પણ પ્રદર્શનજ જોનારા છીએ.