Daily Archives: જાન્યુઆરી 21, 2019

અંધશ્રદ્ધાનું મૂળ પુરાણો

 
B – BHAVNAGAR – દર્શનને ડોળ નથી હોતો. આડંબર નથી હોતો. જે પરમેશ્વર છે, એને વાઘા, મુગટ પહેરાવવા નથી પડતા. એને શણગારવા નથી પડતા. એ બ્રહ્મ જેવો છે, એવો ને એવોજ છે અને બહુ સુંદર છે. પણ જયારે આપણે વાઘા પહેરાવીએ છીએ, મુગટ પહેરાવીએ છીએ ત્યારે પ્રદર્શનના ઉપર પહેરાવીએ છીએ, પ્રદર્શન કરીએ છીએ લોકોને શું ગમશે? એટલે પેપરમાં જાહેરાત કરીએ છીએ  કે આવતી પૂનમે, ભગવાનને સાડા નવ લાખ રૂપિયાનો મુગટ ધરાવવામાં આવશે, એટલે લોકો દર્શન કરવા ઉપડે છે. ભગવાન તો એ સાડા નવ લાખનો મુગટ ન હતો ત્યારેય એ નો એજ ભગવાન હતો. આ દર્શન નથી પ્રદર્શન છે. એટલે રાજાને પેલા રૈક્વને જોઈ અશ્રદ્ધા થઇ ગઈ. રૈક્વને તરતજ ખબર પડી ગઈ એટલે રાજા પાસે ગયો અને એને પોતાને બ્રહ્મ વિદ્યા ભણાવવાની વાત કરી એટલે એણે મણની ગાળ દીધી, अह्हाहारेत्व शूद्र – એ શુદ્ર ચાલ અહીંથી નીકળ, તું બ્રહ્મ વિદ્યાને લાયક નથી, અધિકારી નથી. રાજા અપમાનિત થઈને પાછો ઋષિ પાસે ગયો ને કહ્યું, તમે મને કોના પાસે મોકલ્યો? હું રાજા, એણે મને માન આપવું જોઈએ, આસન આપવું જોઈએ પણ એ તો લવુર લવુર કરતો હતો અને મને ગાળ દઈને કાઢી મુક્યો. ઋષિ સમજી ગયા અને કહ્યું, તને ખબર નથી, તેં એના ઉપરના રૂપને જોયું, પણ અંદર નથી જોયું. તું શિષ્ય થઈને, નમ્ર થઈને, શ્રદ્ધાળુ થઈને જા. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्।। (गीता २-७) હું આપણો શિષ્ય છું; આપણે શરણે આવેલા મને ઉપદેશ આપો. એમ આગ્રહ કરીને બીજી વાર મોકલ્યો. જયારે શ્રધ્ધાથી અમિતપાણી થઈને ગયો ત્યારે રૈક્વે એને બ્રહ્મવિદ્યા શીખવાડી.મારો કહેવાનો ભાવ શું છે કે, ઋષિએ એમ ના કહ્યું, હું તને ભણાવી દઉં, તું બીજે કશે જઈશ નહિ, મને બધું આવડે છે. ઉપનિષદનું મોટામાં મોટું આ પ્રદાન છે. ઋષિને પોતાની અલ્પતાનું ભાન છે. અને એનો સ્વીકાર હોવાના કરને એનો વિકાસ છે. પૂર્ણ વિરામ પછી વિકાસ અટકી જતો હોય છે. એમાં પણ જ્ઞાનનું કદી પૂર્ણ વિરામ હોયજ નહીં. એટલે ઉપ્નીશાદ્માં એક ખાસ પ્રસિધ્ધ મંત્ર આવે છે, ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते | पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते || ( ईशावास्योपनिषद् ) એની વ્યાખ્યા નહિ કરું. પરમેશ્વર પૂર્ણ છે અને બાકી બધું અપૂર્ણ છે અને એટલેજ જીવન છે. પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન જોઈએજ. વિજ્ઞાન વિનાનું જ્ઞાન આપોઆપ મરી જતું હોય છે. વિજ્ઞાનજ ભૂતકાળનું જ્ઞાન બની જતું હોય છે, માઈકનું ઉદાહરણ સાંભળો. તમારીજ વાત કરું, લોક ભારતીએ બીજોના સંશોધન શરુ કર્યા. LOK – 1એ વિજ્ઞાન છે. @5.00min. કોઈ ટાઈમે ઘઉં વિજ્ઞાન હતું. ઘઉં કરતાં જવ જુના છે. ઘણા ધન, ઘણા ફળો ક્રમે ક્રમે વિકસ્યા છે, થયાં છે. ૧૦ વર્ષ પછી વિજ્ઞાન ઉમેરાયું, એનું નામ પડ્યું  LOK – 1 પણ આ LOK – 1ના વિજ્ઞાન ઉપર પૂર્ણ વિરામ મૂકી દો કે કે હવે કોઈ નવા ઘઉંની વાત નહિ થાય, તો એ ઘઉંનું વિજ્ઞાન, જ્ઞાન થઈને મરી જશે. પછી LOK – 2 પણ છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન નથી. અને પછી એ ચાલુજ રહેવાનું છે. એ અનંત છે. सत्यं ज्ञानं अनन्तं ब्रह्म । (योग वशिष्ठ:)જ્ઞાન અનંત છે અને એ વાતનો ઉપનિષદ સ્વીકાર કરે છે. આપણા માટે ઉપનિષદ કદી પણ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ નથી મૂકતું. જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ નથી મુકાતું ત્યાં આપોઆપ ઉદારતા આવે છે, સહિષ્ણુતા આવે છે. લડાઈ થતી હોય છે, જકારમાં. આવુંજ, આટલુંજ એટલે જ્યાં તમે જ બોલતા થયા કે લડાઈ શરુ. એટલે આપણે ત્યાં જૈનોએ એક બહુ સુંદર સિધ્ધાંત શોધી કાઢ્યો છે, પણ એને વાદ(સ્યાદ વાદ) બનાવી દીધો છે. એનું નામ છે, सप्तभङ्गीनय એટલે એક વસ્તુને સાત રીતે બતાવશે કે આવું પણ થઇ શકે, કદાચ આવું પણ હોઈ શકે. કદાચ अस्तिस्यात्, કદાચ नास्तिस्यात्, કદાચ अस्तिनास्तिस्यात्, કદાચ अस्तिस्यात् अवक्तव्य, કદાચ नास्तिस्यात् अवक्तव्य’, કદાચ  अस्तिनास्तिस्यात् अवक्तव्य. એમાં જકારની જગ્યાએ આવું પણ નો ઉપયોગ થયો છે. એટલે મને ખબર નથી પણ વ્યહવારમાં વાણિયા મરીનું નામ ચોક્કસ રીતે મરી નથી કહેતા, પણ કહેશે કે એ મગ પણ હોઈ શકે. એ કહેશે કે કંઈક છે ખરું, કંઈક હશે ખરું, કંઈક હોવું જોઈએ. આ એક બહુ મોટું જમા પાસું છે. એને આપણે પ્રેરક બળ ના માન્યું પણ એને વાદ બનાવી દીધો. એટલે વિવાદ થવાનો. એટલે પક્ષ વિપક્ષ, ઝગડા, રાગદ્વેષ એ બધું ચાલુજ રહેવાનું. ત્યારે ઉપનિષદમાં જે ચિંતન છે, એ વ્યક્તિબધ્ધ ચિંતન નથી. આ વાત તમે માનીજ લો એવો આગ્રહ નથી. જયારે બીજી જગ્યાએ, બીજા ધર્મોમાં આગ્રહ આવે કે આ વાતને તમારે માનવીજ પડશે. કારણકે ફલાણા સંતે કે ફલાણા પયગંબરે આ વાત કહી છે, માટે તમારે માનવીજ પડશે. ઉપનિષદમાં આવું નથી. એટલે ઉપનિષદ, વ્યક્તિબધ્ધ ચિંતનવાળા ગ્રંથો નથી. આશ્રમમાં એક ડોક્ટર સજ્જન આવેલા, ડોકટરે પૂછ્યું, પુનર્જન્મ થાય છે કે નથી થતો. એક સ્વામીજી પણ ત્યાં આવેલા એણે ડોક્ટરને પૂછ્યું, तुम हिन्दू हो?  @10.01min. तुम हिन्दू हो तो पुनर्जन्म मानना ही पडेगा. આ કોઈ લોજીક છે? તર્ક છે? કોઈ યુક્તિ છે? કોઈ સમાધાન છે?  એમના આ ઉત્તરથી બધા શાંત થઇ ગયા. એક બીજા સ્વામીજીની વાત સાંભળો. એને સભામાં કહ્યું,जिसके मथ्थेपे चोटी नहीं है, वो हिन्दू नहीं है. પછી એમણે ચોટી ઉપરજ ચલાવ્યું અને માંડ અમે બંધ કરાવ્યા. ઉપનિષદની આ વિશેષતા છે અને તમે બધા ઉપનિષદોમાં જોશો, એમાં કોઈ જગ્યાએ ચોટી રાખવી જોઈએ, જનોઈજ પહેરવી જોઈએ, વલ્કલજ પહેરવા જોઈએ એવું નથી. એવું હોત તો ઉપનિષદો ક્યારનાએ મટી ચૂક્યા હોત. ત્યારે ઉપનિષદોમાં શું છે? ઉપનિષદો ગ્રંથ બધ્ધ નથી કે વ્યક્તિ બધ્ધ નથી. ઉપનિષદોનું ચિંતન મુક્ત ચિંતન છે. ક્રમે ક્રમે વિકસિત થતું ચિંતન છે. એમાં સમૂહ ચિંતન પણ ભળ્યું છે, એટલે ઉપનિષદોમાં એક શક્તિ છે અને એના કારણે ઉપનિષદોનો કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાયવાળા એનો ઉપયોગ કરે એ વાત જુદી છે. ઉપનિષદો ક્રિશ્ચિઅનો વાંચી શકે, મુસ્લિમોએ વાંચી શકે, આસ્તિકો-નાસ્તિકો વાંચી શકે, જૈનો, બૌદ્ધો સૌ વાંચી શકે. કારણકે એ મુક્ત ગ્રંથ છે. ત્યારે ઉપનિષદોમાં છે શું? ત્યારે ઉપનિષદોમાં એક તંતુ છે, જે તંતુ તમારા પગના અંગુઠાથી શરુ થાય છે અને એ તંતુનું વિતાંત થતું-થતું-થતું ઠેઠ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચે છે. ભારતની ફિલોસોફી પર એક બહુ મોટો આક્ષેપ છે કે આ ધરાતલ ઉપરની ફિલોસોફી નથી, એ તો આકાશની તરંગી ફિલોસોફી છે. અને આ વાત કેટલાક અંશમાં સાચી પણ છે. એ એટલા અર્થમાં છે કે પ્રજા એ પાયાના પ્રશ્નોમાંજ મગજ લગાવે છે? કે વગર પ્રશ્નોના પ્રશ્નો બનાવીને એમાં મગજ લગાવે છે? અને આ માત્ર ભારતીય એટલે હિંદુ પ્રજનેજ લાગુ પડતું નથી, મુસ્લિમ પ્રજાને પણ લાગુ પડે છર. થોડા સમય પહેલા, મારે એક મુસ્લિમ સભામાં જવાનું થયેલું. મોટે ભાગે મુસ્લીમો હતા અને એમણેજ આ સભા આયોજિત કરેલી અને મને બોલાવેલો. મેં પહેલી શર્ત કરેલી અને કહ્યું હતું કે હું હિંદુ ધર્મની ટીકા કરું છું, એટલે તમે રાજી ના થઇ જતા. તમે ખુશ ના થઇ જતા કે હું આવીને તમારા વખાણ કરીશ. હું તમારીએ ટીકા કરીશ અને ટીકા સહન કરવાની શક્તિ હોય તો મને બોલાવજો. @15.00min. શસ્ત્ર શુર કરતા વાક શુરની મહત્તા વધારે છે. શસ્ત્ર શુર તો જોઈએજ. રાવણનો દરબાર અને કૌરવોના દરબારમાં આ બેય નો ફરક તમે જોઈ શકશો. કૌરવોના દરબારમાં બધા શસ્ત્ર શુર છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય વિગેરે બધા મહારથીઓ છે, બહાદુર છે, વીર છે. પણ એમાં એક પણ વાક શુર નથી. એટલે દ્રૌપદીની લાજ લુંટાય છે, ચીર ખેંચાય છે. બધા નીચે માથું ઘાલીને બેઠા છે. ત્યારે રાવણની સભામાં વાક શુર લોકો છે. સીતાનું હરણ કરીને રાવણ લઇ ગયો, પણ લંકાના એક બાળકે પણ એમ ના કહ્યું કે તમે સારું કર્યું. કોઈ મૌન પણ ના રહ્યા. મંદોદરીએ કહ્યું, તમે આવું કામ કર્યું? ધિક્કાર છે તમને. કુંભકર્ણ, મેઘનાથ બધાએ એના આ કાર્યને વખોડ્યું. વિભીષણે કહ્યું જો આજ કામ કરવું હોય તો હું અહીંથી ચાલ્યો જાઉ છું. એનું પરિણામ એ હતું કે શત્રુની પત્નીને દશ મહિના રાખી પણ સીતાને એક આંગળીએ અડાડી નથી. કારણકે લંકામાં બધાં વાક શુર પુરુષો હતા. વિરોધ પક્ષ જાગતો હતો. જયારે વાક શુર મરી જતા હોય છે ત્યારે પ્રજાનું મોરલ મારી જતું હોય છે, પ્રજા મારી જતી હોય છે. એટલા માટે ઉપનિષદની અંદર એક પ્રાર્થનાનો મંત્ર છે,  ॠतं वदिष्यामिसत्यं वदिष्यामि। तन्मामवतु। तद्वक्तारमवतु। अवतु माम्। अवतु वक्तारम्। ”ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ (शान्ति पाठ) ઉપનિષદ શરુ કરે છે, ત્યારે એ પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે  ॠतं वदिष्यामि હું સત્ય બોલીશ. सत्यं वदिष्यामि હું સત્ય બોલીશ. तन्मामवतु મારું રક્ષણ કરો. હું લોભમાં, લાલચમાં, ભયમાં, લાગણીઓમાં દબાવીને મારું રક્ષણ કરો. એટલે ઉપનિષદનો બીજો એક ખાસ મંત્ર છે, हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपातृणु सत्यधर्माय दृष्टये॥ (ईशा. १५). એ ભાઈ આ જે સત્ય છે તે ઉપર સોનાનું પાત્ર(પતરું) ઢાંકી દીધું છે. હે સૂર્ય, હું સત્ય ધર્મમાં છું માટે સોનાનું પાત્ર દૂર કરી દે અને મને સત્યના દર્શન કરાવ.સ્વામી દયાનંદ સરસ્વાનીના જીવનની આ ઘટના છે. વૃંદાવનમાં પ્રવચનો કરે, એક મારવાડી શેઠ સાંભળવા આવેલા, બહુ પ્રભાવિત થયા. શેઠ રૂપિયાની થેલી લઈને આવેલા, એ થેલી એમના પાસે ધરી દીધી. પ્રવચન ચાલુ છે, ઉભા-ઉભા પ્રવચન કરે અને જ્યાં મૂર્તિ પૂજાનો વિષય આવ્યો અને સ્વામીજી મૂર્તિનું ખંડન કરવા માંડ્યા, એટલે પેલા શેઠને ના ગમ્યું, એટલે ધીરે રહીને હાથ લાંબો કરીને થેલી પોતાની પાસે ખેંચી લીધી. @20.00min.  સ્વામીજીએ આ જોયું એ વખતે ત્યારે ભર્તુહરિનો બહુ પ્રસિધ્ધ સ્લોક બોલ્યા,  निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम्। अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥  ( नीतिशतकम् ) કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ માળાઓ પહેરાવે, કોઈ ખાસડા મારે, કોઈ આજને આજ મારી નાંખે કે કોઈ યુગાંતર સુધીનું લાંબુ જીવન આપે પણ જે ન્યાયના માર્ગથી વિચલિત ના થાય એનું નામ છે, ધીર પુરુષ. મારી તમને ખાસ સલાહ છે, તમે ભર્તુહરિના શતક જરૂર વાંચજો. જેની નિંદા ના થાય, જેની ઈર્ષ્યા ના થાય એ કદી મહા પુરુષ થઈજ ના શકે. મહા પુરુષ થવાની આ પ્રાથમિક કસોટીઓ છે કે તમે કેટલી નિંદા સહન કરી શકો છો? કેટલી ઈર્ષ્યા પચાવી શકો છો? કે તમે ઉશ્કેરાઈ જાવ છો? આવેશમાં આવી જાવ છો? ગાંધીજીના એક અંતેવાસીએ કહેલું કે રોજ ગાંધીજીની ૭ લારીઓ ભરીને ટપાલ આવે. એમાં ૬ લારીઓમાં તો ગાળોજ લખી હોય. જેમના માટે કામ કરતા હોય એ પણ વિરુધ્ધમાં. ટાંકણી કાઢી-કાઢીને બાકીની ટપાલ ફેંકી દેવાની. જો એ ૬ લારીની ટપાલ મગજમાં રાખે તો ગાંધી જીવી ના શકે, ગાંધીને ઊંઘ ના આવે, ખાઈ ના શકે અને મહાન થઇ ના શકે. એટલે આ મુદ્દાને યાદ રાખજો કે તમારી નિંદા થતી હોય, તો તમે ભાગ્યશાળી માનજો કે તમે કંઈક છો. ભિખારીની કોઈ નિંદાએ નથી કરતું અને ભિખારીની કોઈ ઈર્ષ્યાએ નથી કરતું. એટલે પુરુષોની સભામાં બધા મુસ્લીમોજ બેઠેલા હતા. સ્વામીજીએ કહ્યું, તમારી એક અબજની વસ્તી છે અને એ પણ સરવાળો છે અને અમે હિંદુઓ તો ૬૦-૬૫ કરોડ હોઈશું, તેય બાદબાકી વાળા. સરવાળો તો કોઈએ ભાણાવ્યોજ નથી. @25.50min. મને તમારા ઉપર પ્રેમ છે કે તમે સરવાળો બનાવ્યો. અરબસ્તાનમાં એક પયગંબર થયા અને એ પયગંબરે અરબસ્તાનમાં વેર-વિખેર પડેલી, અંદર અંદરનું લોહી પીનારી જંગલી જેવી જાતિઓનો ટોટલ સરવાળો કરી નાંખ્યો. આજે આખી દુનિયામાં તમારો સરવાળો છે. કંઈક કોઈ જગ્યાએ કંઈ થાય તો આખી દુનિયા હચમચી ઉઠે છે. અમારી પાસે તો સરવાળો નથી છતાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે એક અબજની તમારી વસ્તીમાંથી“NOBEL PRIZE” લેનારા કેટલા નીકળ્યા? અમે ૬૦-૬૫ કરોડની વસ્તીમાંથી ત્રણ-ચાર પેદા કર્યા છે. ઘણા ઓછા કહેવાય પણ છતાંયે કંઈક છે. પણ તમે એક અબજમાંથી નોબેલ પ્રાઈઝ લેનારા કેટલા પેદા કર્યા? ન કર્યા તો કેમ ન કર્યા? કોઈ વાર એનો વિચાર કર્યો? એનું એકજ કારણ છે, તમે અને અમે એમાં અમે ઓછા પ્રમાણમાં, તમે મોટા પ્રમાણમાં ધર્મ ઝનુનની ચગડોળ ઉપર ચઢેલા છીએ. ધર્મ પ્રેમ તો ગાંધીજીએ, કબીરે, સુફી ફકીરોએ શીખવાડ્યો. તમારું ચગડોળ ઉપર ચઢેલું જે મસ્તિષ્ક છે, એ તમને પ્રયોગ શાળામાં નથી જવા દેતું. તમારું ચિંતન પ્રયોગ શાળામાં નથી જતું એટલે તમને ઈલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનમાં કંઈ ગતાગમ નહિ હોય અને તમારે જાણવુંએ નથી. તમે દુનિયાની ત્રીજા કે ચોથા નંબરનીજ પ્રજા રહેવાની. પહેલાં નંબરની પ્રજા થવા માટેની અનિર્વાર્ય શર્ત છે કે તમારું ચિંતન, મુક્ત ચિંતન છે? યુરોપની મુઠ્ઠીભર પ્રજા એટલા માટે પહેલાં નંબરની પ્રજા થઇ. એમણે કહ્યું અમે બાઈબલના આધારે કે કોઈ ગ્રંથના આધારે ચિંતન ના કરીએ. જે પૂર્વે વ્યક્તિઓ થઇ ગઈ છે, એ મહાન છે. રાઈટર બંધુઓ મહાન છે, પણ એના મોડેલમાં પૂર્ણ વિરામ નહિ મુકીએ અને અમારી શોધ આગળ ચલાવી જમ્બો જેટ બનાવીશું, કોનકર્ડ બનાવીશું, મિસાઈલ બનાવીશું એટલે અમારું સતત વિજ્ઞાન વિકસ્યા કરશે. વિજ્ઞાન ઉપર પૂર્ણ વિરામ અમે નહિ મુકીએ. એટલે મુઠ્ઠીભર પ્રજા દુનિયાની સુપર પ્રજા થઇ જશે. પૂર્વમાંથી જે પ્રજા છટકી જાપાન, કોરિયા એ પણ સુપર પ્રજા થઇ. આજે પણ આપણે રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જીદ માટે લડી રહ્યા છીએ. ત્યારે ઉપનિષદમાં તમે જોશો, આ પ્રકારનું ઝનુન નથી કારણકે એ ગ્રંથ વ્યક્તિબધ્ધ ચિંતનનો નથી પણ મુક્ત ચિંતનનો છે. આપણે ત્યાં ઉપનિષદો ઘણા છે, આજે તો ૨૫૦-૩૫૦ ઉપર પહોંચ્યા છે. પણ પ્રમાણરૂપ મનાનારા ઉપનિષદો ૧૧ છે. નામો સાંભળી લેવા. આ ઉપનિષદોને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એની એક વિચિત્રતા એ પણ છે કે જ્યાં ईशावास्य અને माण्डुक्य કલેવરની દ્રષ્ટિએ નાનામાં નાના ઉપનિષદો છે. @30.02minछांदोग्य અને बृह्दारण्यक કલેવરની દ્રષ્ટિએ વિશાળ મોટા ઉપનિષદો છે. સમજણની દ્રષ્ટિએ પણ એવાજ મોટાં છે. બાકીના ઉપનિષદોનો વિષય એકદમ સરળ છે. बृह्दारण्यक અને छांदोग्यમાં વિષય ગહન છે, એના કરતાં અટપટો છે એમ કહેવું વધારે સારું છે. કોઈ વાત જલ્દી સમજમાં ન આવે એટલે તમારે એમ નહિ સમજી લેવું કે આ ખુબ ઊંડાણનો વિષય છે. ગાંધીજી જયારે લખે છે, ત્યારે તમે વાંચતા જાવ અને તમને બોધ થતો જાય, તમારે અટકવું ન પડે. કારણકે એ સરળ, સુબોધ શૈલીમાં વાતને રજુ કરે છે એટલે એમાં કોઈ આડંબર નથી. બાણને વાંચજો, કાદંબરીને વાંચજો, એમાં ભાષાનો આડંબર છે. “એ તપસ્વી પુત્ર હતો” એટલું લખવા માટે ૧૦ પાનાં વિશેષણ ભરી દીધાં. ગાંધીજી પાસે વિષય સ્પષ્ટ છે અને તમારી રજુતા છે, ભાષાનો આડંબર કરવાની જરૂરજ નથી. જયારે તમે પોતે સ્પષ્ટ ન હોવ, તમે પોતે ગૂંચવાયેલા હોવ ત્યારે તમારે આડંબર કરવો પડતો હોય છે. ખાલી તુલના માટે કહું છું, કોઈ બીજો અર્થ ન સમજી લેતા કે તમે શ્રી અરવિંદને વાંચજો. આખું ચેપ્ટર વાંચી ગયા પછી તમને એમ લાગશે કે આનો ભાવાર્થ શું છે? કહેવા શું માંગે છે? મગજમાં ઉતરતું નથી ત્યારે ગાંધીજી અને રામકૃષ્ણ પરમહંસનો શબ્દે શબ્દ, વાક્યે વાક્ય એની સાથે બોધ કરાવે છે. એનો અર્થ એ નથી કે એમનું ચિંતન છીછરું છે, એવું ન સમજી લેતા કે ભાષાનું ઊંડાણ નથી એટલે ચિંતનનું ઊંડાણ નથી. લોકો તો એવું સમજતા હોય છે કે જે વાત સમજમાં ન આવે તો કહેશે કે મહારાજનું જ્ઞાન અગાધ છે, એમ કહેવું પડે. શું સમજ્યા? તો કહેશે, અરે ઘણું કહી નાંખ્યું. પણ એમાંથી કંઈક તો કહો. ના, પણ બહુ અગાધ જ્ઞાન છે એમ એના એજ શબ્દો બોલ્યા કરશે કારણકે એના હાથમાં કશું આવ્યું નથી. એટલે बृह्दारण्यक અને छांदोग्य આ બંનેની જે શૈલી છે, એ થોડી અઘરી શૈલી છે. બાકી ईशावास्य 
વિગેરે ઉપનિષદો છે, એ તો બહુ સરળ છે. એટલુંજ નહિ પણ તમારા જીવનના પ્રશ્નોની સાથે-સાથે ચાલે છે. એ કદી ધરતાલને છોડતા નથી. જીવનની વાસ્તવિકતાને છોડતા નથી, પણ એની સાથે-સાથે ચાલે છે. પણ એની ચર્ચા હવે આજે નહિ કરીએ. કાળે હજી એક દિવસ બાકી છે, ઈશ્વર જેવી શક્તિ, પ્રેરણા આપશે એવી ચર્ચા કાળે કરીશું. મારી તમને સૌને ભલામણ છે કે તમારે હિન્દુઇઝમના ગૌરવને જો સમજવું હોય, માપવું હોય, ઊંડાણ ખેડવું હોય તો ઉપનિષદોમાં ડૂબકી લગાવો. આભાર, ધન્યવાદ, હરિ  તત્સત. @34.01min. વાલમ ગામના વારિગૃહના ઉદઘાટન પ્રસંગે આપેલું પ્રવચન. આ કાર્યક્રમને શરુ થવામાં પોણા કલાકનું મોડું થયું હતું એટલે સ્વામીજી કહે મારે એક કુટેવ છે કે સમયસર કાર્યક્રમ શરુ થવો જોઈએ. સમય થઇ ગયો હતો એટલે સ્વામીજીએ પ્રવચન કર્યું નથી. @38.19min. સ્વામીજીની એક અંગ્રેજ સાથે ઉપનિષદ વિષે, નવાઈ પમાડે એવી કરેલી વાતચીત, જરૂર સાંભળો. @42.03min. શાહજહાંનો મોટો દીકરો દારા શુકોહે સૌ પ્રથમ ઉપનિષદોનો પ્રચાર યુરોપમાં કરેલો એ વિષે સાંભળો. ઔરંગઝેબે એને મરાવી નાંખ્યો હતો. @44.19min. અંધશ્રદ્ધાનું મૂળ પુરાણો વિષે સાંભળો.
 

Leave a comment

Filed under અધ્યાત્મ