Daily Archives: જાન્યુઆરી 22, 2019

ગીતાનું પ્રદાન

 
A – GEETAA-NU PRADAAN – LOK BHARTI – BHAVNAGAR – ગીતાનું પ્રદાન – લોક ભારતી – ભાવનગર – આપણો વિષય છે, ઉપનિષદો, યોગસુત્ર, ભગવદ ગીતાનું પ્રદાન શું છે? ઉપનિષદોનું ઘણું મોટું પ્રદાન છે. આજે પણ બિમાર એવા હિંદુ ધર્મને, કોઈને ખોટું ન લાગે, મરણ પથારીએ પડેલા હિંદુ ધર્મને બચાવવાની કોઈ મોટામાં મોટી ઓથ હોય તો એ ઉપનિષદો પાસે છે. શર્ત એટલીજ છે કે ઉપનિષદોને પ્રધાન બનાવો તો. એની પાસે ઘણું મોટું ભાથું છે. બૌધ્ધિકો માટે, ભાવનાશીલ લોકો માટે, વ્યહવાર માટે , બધા ,માટે. ઉપનિષદમાં એકજ બ્રહ્મ છે, એકજ પરમેશ્વર છે. નિરાકાર છે પણ સાકાર સાથે કોઈ વિરોધ નથી, એવી ઘણી બધી વાતો છે. ઉપનિષદ પછી ભારતને કોઈ બીજું મોટું પ્રદાન કરનારો ગ્રંથ હોય તો એ યોગ સુત્ર છે.તમને કદાચ ખબર હોય કે ન હોય, યોદ સુત્ર બુદ્ધના ઉત્તર કાળમાં રચાયેલો ગ્રંથ છે. બુધ્ધથી ૨૦૦ વર્ષ પછી એટલે ઇ.સ. પૂર્વે ત્રીતીય શતાબ્દીમાં તક્ષશીલાના આચાર્ય પતંજલિ અને એ પતંજલિએ આ ગ્રંથ રચ્યો છે. @5.02min. પતંજલિ માટે એક બહુ પ્રસિધ્ધ સ્લોક છે,  योगेन चित्तस्य पदेन वाचां, मलं शरीरस्य च वैद्यकेन। योऽपाकरोत् तं प्रवरं मुनीनां, पतंजलि प्रांजलिरानतोऽस्मि। એમણે ત્રણ મોટા ગ્રંથો રચ્યા. એ ત્રણે ત્રણ ગ્રંથો મેલ દૂર કરનારા છે. योगेन चित्तस्य – યોગ દ્વારા ચિત્તનો મેલ,  पदेन वाचां – વ્યાકરણના દ્વારા વાણીનો મેલ અને मलं शरीरस्य च वैद्यकेन। અને આયુર્વેદ, વૈદકના દ્વારા શરીરનો મેલ, આ ત્રણે મેલો દૂર કરવા માટે પતંજલિએ ત્રણ ગ્રંથોની રચના કરી. ત્રણે અદભૂત ગ્રંથ છે. પતંજલિ બહુ મોટા મહાન ઋષિ છે. એ અર્થમાં મહાન છે કે એ ચિંતક નથી. તમે યોગસુત્ર જોશો  એમાં ચિંતનનું પ્રમાણ ન્યૂન છે, પણ સાધનાનું પ્રમાણ પ્રચુર છે. એટલે યોગસુત્ર એ સાધના પ્રધાન ગ્રંથ છે. સાધનાનું પ્રમાણ એટલું પ્રચુર છે કે યોગસુત્ર આસ્તિકો માટે ઉપયોગી છે, નાસ્તિકો માટે પણ ઉપયોગી છે, જૈનો, બૌદ્ધો, મુસલમાનો, ક્રિશ્ચિઅનો એમ બધા માટે ઉપયોગી ગ્રંથ છે. આજે તો યોગનો પ્રચાર સાયન્ટીફીક રીતે અમેરિકામાં થાય છે, એ વિષે સાંભળો. વિવેકાનંદે એક જગ્યાએ એક બહુ સરસ વાત લખી છે. એમણે લખ્યું છે કે સન્યાસીઓ માત્ર ગુફામાં ના બેસી રહેશો. સાંજ પડે એટલે બહાર નીકળજો અને વોલીબોલ રમો, ક્રિકેટ રમો. સૌથી વધારેમાં વધારે, બિમારી સાધુઓની હોય છે. એનું કારણ કૃત્રિમ જીવન, બનાવટી જીવન, બેઠાળુ જીવન છે. વિવેકાનંદે તો લખી દીધું પણ બહુ મોટી ભાવના લઈને તમે, મળવા આવ્યા હોવ અને હું આશ્રમમાં વોલીબોલ રમતો હોઉં તો તમે કહેશો કે વોલીબોલજ રમવું હોય તો સાધુ શું કામ થયા? પશ્ચિમની પાસે એક જીવન છે, ૮૦ વર્ષનો ડોસો પણ રમતો હોય છે. એમની પાસે આરોગ્ય છે, બાઉડાનું જોર છે, મસ્તિષ્કમાં જોર છે. આપણે એની પાસેથી શીખવાનું છે. એટલે योगेन चित्तस्य पदेन वाचां વાણીની અશુધ્ધિ છે, અશુધ્ધ ઉચ્ચાર, એ વ્યાકરણના દ્વારા દૂર થાય. શરીરનો મેલ એ બિમારી છે, પરસેવો મેલ નથી, પરસેવો થવો જરૂરી છે. @10.02min. શરીરમાં જો કોઈ બિમારી ના હોય એવા શરીરમાંથી આપોઆપ એક ચમક નીકળશે, એક સુગંધ નીકળશે.પ્રયત્ન કરીને સુંઘી જોશો તો દોઢ બે વર્ષના બાળકના શરીરમાંથી સુગંધ નીકળતી હોય છે. કુદરતે આ સુગંધ મુકેલી છે. આરોગ્યની સાથે બે વસ્તુઓ આપોઆપ સંકળાયેલી છે, તમારા શરીરમાંથી એક સુગંધ અને તમારી ચામડી ઉપર એક ચમક. એટલે કવિ કાલિદાસે શાકુંતલમાં લખવું પડ્યું,  किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम्‌॥ એણે વલ્કલ પહેર્યા છે, પેલાં પાંદડાં ખોસ્યાં છે, છતાંએ શકુંતલા રૂપાળી લાગે છે. આ ત્રણ મેલો છે, એ ત્રણે ત્રણ મેલોને દૂર કરવા માટે પતંજલિએ ત્રણ ગ્રંથો લખ્યાં. આ ત્રણેય સાધનાના ગ્રંથો છે, એટલે એમાં વાદ-વિવાદનો પ્રશ્નજ નથી. ઈશ્વરને માનો, ન માનો, તમારી ઈચ્છા છે. પણ હું તમને એકજ વાત કહેવા માંગું છું, કે તમારું ચિત્ત છે, એ તમને દુઃખ દે છે? તમારું મન તમને દુઃખ દે છે? તમારા મનથી તમે ત્રાસી ગયા છો? એવું હોય તો એના માટે મારી પાસે એક સાધના છે, એટલી સરસ સાયન્ટીફીક છે કે તમને ભાગ્યેજ એનો વિરોધ કરવાનું મન થાય. એ યોગને એમણે આઠ ભાગમાં વહેંચી નાંખ્યો છે, એટલે એને અષ્ટાંગ યોગ કહેવાય છે. એ આઠ ભાગ છે, यम, नियम, आसन, प्राणायम, प्रत्याहार, धारणा, ध्यान અને  समाधि. એમાં પહેલાં જે બે ભાગ છે, એ ફાઉન્ડેસન છે. એના ઉપર બુદ્ધની અસર છે, મહાવીરની અસર છે. બુદ્ધ અને મહાવીર આ બંનેએ જે ધર્મ લોકોના આગળ મુક્યો એની એક ખાસ ખાસિયત છે. દા.ત. બુદ્ધે કહ્યું ધર્મ એટલે શું? શીલ, ઇ અને પ્રજ્ઞા. શીલથી સમાજનું ચરિત્ર બને છે, સમાધિથી તમારી આંતરિક  શુધ્ધ થાય છે અને પ્રજ્ઞાથી તમારી બુધ્ધિ ખીલે છે. આ ત્રણ જ્યાં દ્રઢ થતા હોય, સ્થિર થતા હોય એનું નામ ધર્મ. આમાં કોઈ વિરોધ કરવા જેવી કે ન ગમવા જેવી કોઈ વાત નથી. ચોટી રાખો તો ધર્મ, દાઢી રાખો તો ધર્મ, એવી કોઈ વાત નથી. એમ વેદ કહે એનું નામ ધર્મ, ગીતા કહે એનું નામ ધર્મ, ફલાણો ગ્રંથ કહે એનું નામ ધર્મ એવું નથી. એમણે એકજ વાત કરી, શીલ સમાધિ અને પ્રજ્ઞા. આવીજ રીતે જૈનોનું  तत्वर्थाभिगम સુત્ર છે, એનું પહેલુંજ સુત્ર છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણ જ્યાં હોય એનું નામ ધર્મ. બુદ્ધ  અને મહાવીરની અસર પતંજલિ ઉપર છે, કારણકે પતંજલિ એ બંનેથી ૨૦૦ વર્ષ પછી થયા છે. તમે સ્વીકાર કરી શકો તો બુદ્ધ અને મહાવીર  કપિલની અસર છે. @15.00min. આપણે ત્યાં જે ષડ દર્શનો  છે, એ ષડ દર્શનોમાં એક કપિલનું દર્શન એવું છે, જે પહેલેથી અહિંસાવાદી છે. કર્મકાંડનો વિરોધી અને અનિશ્વરવાદી છે. જયારે બુદ્ધ-મહાવીર ન હતા ત્યારે પણ તમે કપિલ શાસ્ત્રને જોશો તો કર્મવાદ, આત્મવાદ, કર્મફળવાદ ખરો પણ કર્મકાંડ નથી, એટલે કપિલની અસર બુદ્ધ અને મહાવીર ઉપર છે. બુદ્ધ એ કપિલ સંપ્રદાયના બહુ મોટા આચાર્ય, ગુરુ આલાન કાલામને ત્યાં વર્ષો સુધી રહેલા અને એમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરેલું, એટલે આ એક પરંપરા છે. કપિલે લખેલું કે આ યજ્ઞો, આ હોમ-હવાનો, એની જીવન વિકાસમાં કોઈ જરૂર નથી. એની કશી આવશ્યકતા નથી. એટલે પતંજલિના ઉપર બૌદ્ધ અને જૈન ધર્મની સચોટ અસર છે. પણ સાથે-સાથે પતંજલિમાં એક વિશેષતા છે કે પતંજલિ ઈશ્વરવાદી છે, અનિશ્વરવાદી નથી. આ જે ધ્યાન કરવાની, યોગ કરવાની પ્રક્રિયા છે, એ ઈશ્વરવાદની દેન છે એટલે એમણે એ બંને પ્રક્રિયાનું ઈશ્વરવાદમાં રૂપાંતર કરી નાખ્યું. અનિશ્વરવાદની દેન એટલા માટે છે કે જો ઈશ્વર નથી, તો હવે ઉપાસના કોની કરવી? બૌદ્ધ અને જૈન ધર્મો, વર્ષો સુધી મૂર્તિ પૂજા ન હતા કરતા, ચૈત્ય વંદના કરતા હતા. મૂર્તિ પાછળથી આવી. થાઈલેન્ડમાં, જાપાનમાં અને કોરિયામાં સ્વામીજીએ ફક્ત બુદ્ધનીજ મૂર્તિ જોઈ. બુદ્ધ સિવાય બીજું કોઈ નહીં. જૈનોમાં ૨૪ તીર્થંકર આવ્યા એટલે ૨૪ મૂર્તિ હોય. સાશન દેવીની મૂર્તિ હોય, વીરોની પણ પૂજા થાય. ત્યારે  પતંજલિએ જે પહેલા બે મુક્યા છે, યમ અને નિયમ  अहिंसासत्यअस्तेय, ब्रह्मचर्या परिग्रहा यमा: આ યમ છે, ફાઉન્ડેસન છે અને शौच, संतोष, सत्प, स्वध्याय ईश्वर प्रणिधानानि नियमा:યોગસુત્રે કોઈ જગ્યાએ ઉપવાસ કરવાની વાત નથી કરી. કારણકે આ રાજયોગ છે. હા, युक्ताहार લખ્યું છે. યોગ્ય આહાર એટલે જેણે તમે સરળતાથી પચાવી શકો અને જે આરોગ્યદાયી પણ હોય. સ્વામીજી કોઈ દિવસ ઉપવાસ નથી કરતાयुक्ताहार છે, એ ઉપવાસ કરતાંએ મોટી વસ્તુ છે. જે લોકો ઘણા ઉપવાસ કરે છે અને ઉપવાસ છોડ્યા પછી જે ખા-ખા કરે છે, એવા લોકોના આરોગ્ય બગડી જતા હોય છે. લાંબા ઉપવાસો અને ખા-ખા કરવું એ કુદરતી વ્યવસ્થા નથી. યોગ સુત્રની એક ખાસિયત છે, એણે નિયમો આપ્યા કે शौच એટલે શરીરથી પવિત્ર રહેવું. संतोष – તપની વ્યાખ્યા કરી. યોગસુત્ર ઉપર વ્યાસ ભાષ્ય છે. વ્યાસજીએ એટલે પ્રસિધ્ધ વ્યાસજી નહિ, પણ બીજા વ્યાસજીએ બહુ સુંદર વ્યાખ્યા કરી. તપ એટલે ભૂખ્યા રહેવું, એક પગે ઉભા રહેવું એવું નહિ પણ ધર્માચરણ કરતી વખતે જે કષ્ટો આવે એ કષ્ટોને હસતાં-હસતાં સહન કરવું એનું નામ તપ. @20.00min. આ લોક ભારતી ઉભી કરવી હોય અને કષ્ટો ના આવે એવું કદી બનેજ નહીં. એ કષ્ટોને તમે હસતાં-હસતાં શન કરી લો છો તો તમે તપસ્વી છો. વાસ્કો-ડી-ગામા તપસ્વી છે, કોલંબસ તપસ્વી છે, કારણકે એના રાષ્ટ્રીય તપનું ફળ એના દેશને મળે છે. આ સંસ્થા માટે જેણે તપ કર્યું અને આજે પણ તપ કરવું પડતું હશે અને કોણે કોણે સલામો નહિ ભરવી પડતી હોય? એ વાંઝીયું તપ નથી. આપણા દેશનું તો દુર્ભાગ્ય છે કે આ દેશમાં જેટલો ત્યાગ અને વૈરાગ્ય છે અને જેટલું તપ છે, દુનિયાના કોઈ દેશમાં આટલું નથી. કેટલા ત્યાગીઓ, કેટલા વૈરાગીઓ, કેટલા તપસ્વીઓ આ દેશમાં રહ્યા, પણ બધું વાંઝીયું, બધું સંતાન વિનાનું એનું કશું પરિણામ નથી. ત્યારે આ લોક ભારતીનું તપ પરિણામ આપે છે, એમાંથી સેંકડો વિદ્યાર્થીઓને નવું જીવન મળે છે. જે અશાંતિ તમે સહન કરો છો, હજારોને એમાંથી શાંતિ મળે છે. તો તમારી અશાંતિ એ તપ છે. એટલેકે ધર્માચરણ કરતી વખતે, સત્યાચરણ કરતી વખતે, જે તમને કષ્ટ પડે એ તપ છે. રાણ પ્રતાપ, ગાંધીજી, એમનું રાષ્ટ્રીય તપ છે. ગાંધીજી ધાર્યું હોત તો ચોપાટી ઉપર મોટો બંગલો બાંધી શક્ય હોત, ફિરોઝ શાહ જેવા મોટા બેરિસ્ટર થઇ શક્ય હોત પણ પછી બાપુ ના થઇ શક્ય હોત. કેટલાક સાધુઓ એક પગે ઉભા રહી તપ કરે છે અને લોકો પાસે રામેશ્વર જવા પૈસા ઉઘરાવે છે તો કેટલાક ઉનાળાના દિવસોમાં પંચ ધૂણી તપતા હોય છે, તો એમાંથી રાષ્ટ્રને શું મળ્યું? સમાજને શું મળ્યું? એ તો બધા વાંઝીયા તપ છે. ભગવદ ગીતાએ એનો બહુ વિરોધ કર્યો છે. कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: | मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् || गीता १७-६). એ અજ્ઞાનીઓ જે ઘોર તપ તપે છે ને, એ તો મનેજ સુકવી રહ્યા છે. એટલે એ વાંઝીયા તપ છે.એક માણસે કહ્યું કે મહારાજ, તમારે તો લીલા લહેર છે. અમારા સાધુઓ તો વાળ ખેંચે છે. (લુંચન કરે છે.) સ્વામીજીએ કહ્યું, હું ચામડું ખેંચવા તૈયાર છું, પણ તમે મને એનું પરિણામ બતાવો, એનાથી થશે શું? જો તમે મને કહેશો કે આ કરવાથી રાષ્ટ્રને આ મળ્યું કે સમાજને આ મળ્યું કે અંતરાત્માને આ મળ્યું તો હું મારું ચામડું ખેંચી આપવા તૈયાર છું. યોગ સુત્ર એ તમને મને છે કે ધર્માચરણ કરતાં જે કષ્ટો પડે, જે વિગ્નો હસતાં સહન કરે એ સાચું તપ છે. તમે બે કોલેજમાંથી એક સાથે ભણીને બહાર નીકળ્યા. એમાં એક માણસ છે, એણે નિયમોને ઊંચા મૂકી દીધા, બંગલો બનાવી દીધો, ફેકટરીઓ બનાવી દીધી, આંગણે ચાર-પાંચ ગાડીઓ ઉભી છે. @25.05min. અને તમે તપમાં રહી ગયા, સત્યમાં રહી ગયા, તમે સિધ્ધાંતોમાં રહી ગયા. હવે સાયકલનુંએ ઠેકાણું નથી. તમારા મનમાં રહી રહીને વેદના થાય છે કે સાળુ, એના જેવું કર્યું હોત તો આપણે પણ આગળ વધી ગયા હોત. ત્યારે તમે તપસ્વી નહિ થઇ શકો. પેલી ગાડીઓ કરતા તમારી સાઈકલનું તેજ વધારે છે. એટલે शौच, संतोष, सत्प, स्वध्याय ईश्वर प्रणिधानानि नियमा: સ્વાધ્યાયનો અર્થ થાય છે, એવું આધ્યાત્મિક પુસ્તક, સમૂહમાં મળીને ચિંતન, મનન સાથે અડધો કલાક, કલાક વાંચવું, જાણવું, સમજવું, એનું નામ સ્વાધ્યાય. એ તમારા અંતરને એક રીતે પકડી રાખશે. ईश्वर प्रणिधानानि नियमा: જે તમારો ઇષ્ટ દેવ હોય, એના આગળ સંપૂર્ણ ભાવથી શરણાગતિ, આત્મનિવેદન કરી દેવું, આ નિયમ બતાવે છે. પછી બે ક્રિયાઓ બતાવી છે, આસન અને પ્રાણાયામ. યોગ શબ્દને એટલો ભારે બનાવી દીધો છે કે યોગ તો આપનાથી ના થાય. અહિયાં, नेति, धोती, बस्ति, कुञ्जर क्रिया નથી. એ હઠયોગ છે અને એ અકુદરતી છે. હું તમને ભલામણ કરું છું, કદી એ ચક્કરમાં પસ્ધો નહીં. નહિ તો એવા બીમાર થશો કે ડોક્ટર પણ તમારા રોગને મટાડી શકશે નહીં. આ પતંજલિનો રાજયોગ છે. રાજયોગમાં બેજ ક્રિયાઓ છે. આ બે અત્યંત સરળ આસન અને પ્રાણાયામ. તમને જે ઠીક લાગે, યોગ્ય લાગે એ પ્રકારનું કોઈ એક આસન અને એ આસન ની સ્થિતિ ધીરે ધીરે ધીરે, થતાં થતાં અડધો કલાક, કલાક, બે કલાક, ત્રણ કલાક આપોઆપ તમને બેસતાં ફાવે એ તમારું આસન છે. પછી શ્વાસની ઉપરની જે પ્રક્રિયા છે, એનું નામ યોગ છે અને એ પણ બહુ સરળ છે. શ્વાસની ગતિને મંદ કરીને પ્રાણ + આયામ = પ્રાણાયામ, આયામનો અર્થ છે, વિસ્તાર, વિસ્તારવું, ફેલાવું. જે તમે ૧૫ સેકંડમાં લો છો, એને પછી ૨૦ સેકંડમાં, ૪૦ પછી ૧ મિનીટમાં એમ એનો વિસ્તાર કરો. શ્વાસ લેતાં અને મુકતાં તમે એનો જેટલો વિસ્તાર કરી શકો એટલો વિસ્તાર કરો છો, એનું નામ છે પ્રાણાયામ. અને પ્રાણાયામ શા માટે છે? प्राण बन्धन महि सौम्य मन: (उपनिषद) હે સૌમ્ય આ જે મન છે એનું બંધન પ્રાણ છે. તમારે અનુભવ કરો હોય તો કરજો. તમારું મન સૌથી વધારેમાં વધારે છટકેલું ક્યારે રહે છે? મન ઉપરનું નિયંત્રણ સૌથી વધારેમાં વધારે ક્યારે ખોઈ બેસો છો? જયારે તમે સુઈ જાવ છો પછી, મન એના સંસ્કારો પ્રમાણે, વાસના પ્રમાણે એના વિચારોનો આયામ ઉભો કરી દેશે. તમે એને રોકી નહિ શકો. તો સૂતી વખતે મન ઉપર કાબુ કેમ નથી રહેતો? કારણકે મનના ઉપર કાબુ રાખવાની જે પ્રક્રિયા છે, એ કરોડરજ્જુમાં છે. અને કરોડરજ્જુ સીધી રાખો એ યોગ છે. शुचौ देशे प्रतिष्ठाप्य…….स्वं दिशः च अनवलोकयन् ॥ (गीता ६ – ११,१२,१३)  @30.09min. આ કરોડરજ્જુ છે, એમાં તમારું મન છે અને એ કરોડરજ્જુ જેટલું સીધું હશે એટલુંજ તમે તમારા વિચારો ઉપર, તમારા ઉપર કંટ્રોલ રાખી શકશો. જ્યાં એ ઢીલું થયું કે આડા પડ્યા નહિ કે કરોડરજ્જુ સાથે સંકળાયેલું જે મનનો તંતુ છે, એના ઉપરથી તમારો કંટ્રોલ છૂટી જશે. એટલે પ્રાણાયામ માટેની અનિર્વાર્ય શર્ત છે કે પ્રાણાયામ હંમેશાં કરોડરજ્જુને સીધું રાખીનેજ કરી શકાય. એટલે આ એજ ક્રિયા છે, પછી બાકીના જે ચાર છે એ प्रत्याहार, धारणा, ध्यान અને  समाधि એ ક્રિયા નથી, પરિણામ છે. તો प्रत्याहार શું છે? आह्रियन्ते इति आहाराः જેનું આહ્ર્ણ કરવામાં આવે એ આહાર છે. આહાર એટલે આંખનો આહાર, નાકનો આહાર, કાનનો આહાર વિગેરે પાંચે-પાંચ ઇન્દ્રિયોનો આહાર. આંખનો આહાર રૂપ છે, નાકનો આહાર ગંધ છે, કાનનો આહાર શબ્દ છે, જીભનો આહાર રસ છે, વિગેરે, વિગેરે. આહારોના પ્રત્યે જીવ માત્રનું સહજ આકર્ષણ હોય છે. એ આકર્ષણની જગ્યાએ પ્રત્યાહાર થાય એટલે પેલી મીરાંને લખવું પડ્યું, उलट गई मेरी नैन पुतलियाँ મારી આંખની પૂતળીઓ હતી એ ઊંધી થઇ ગઈ. હવે એને સામે જોવાનું કરતાં અંદર જોવાનું ગમે છે. આ જે ઊંધી પૂતળીઓ છે, એ प्रत्याहार છે. તમે અત્યાર સુધી જે સાધના કરી એનું પહેલું પરિણામ છે. નીચે દોડવું એ આહાર છે, ઉપર ચઢવું એ प्रत्याहार છે. પછી धारणा, ध्यान અને  समाधि એની માત્રા છે. તમે ૧૨-૧૨ માત્રાઓ વધારતા જાવ, તો એક ટાઈમ એવો તમને આવે કે તમારું ધ્યાન સ્થિર થાય, તમારી સમાધિ સ્થિર થાય. એ ચર્ચાનો વધારે વિસ્તાર નહિ કરું પણ ફરી-ફરીને મારે તમને આટલીજ વાત કરવાની છે કે યોગ સુત્રમાં ઈશ્વર છે, સ્પષ્ટ સાધના છે. અબીલ-ગુલાલ, ગંગાજળ જરૂર નહિ, જમના જળની જરૂર નહિ, ધારો, ડાભળો કશી જરૂર નહીં. એ બધાં કર્મકાંડ છે. પણ યોગ સુત્રમાં શું નથી? યોગ સુત્રમાં સમાજ નથી, રાષ્ટ્ર નથી, ઉપનિષદોમાં પણ આજ દશા છે. @35.00min. ઉપનિષદોમાં આત્મા છે, પરમાત્મા છે, કર્મની મીમાંસા છે, બધું ઘણુંયે છે. પણ ઉપનિષદમાં રાષ્ટ્ર નથી. હોય તો કોઈ જગ્યાએ થોડો પણ બહુ ભાર દઈને નહિ હોય. એમાં સમાજ નથી, માનવતા નથી. એટલેઆપણે ત્યાં મધર ટરેસા નથી પેદા થતી. સાધ્વીઓ ઘણી થાય પણ ટરેસા એકેય ના થાય. વિવેકાનંદ પછી, સાધુઓમાં માનવતાવાદી પરિવર્તન આવ્યું છે. વિવેકાનાદના ઉપર ક્રિશ્ચિઅનોની અસર છે. અમેરિકા ગયા અને ત્યાંથી એમણે જોયું કે મારે રામકૃષ્ણ મીશનની સ્થાપના કરવી છે, જે મીશનના સન્યાસી એવા હોય, જે દવા આપતા હોય, ઇન્જેક્શન આપતા હોય, અનાજ-કપડાં આપતા હોય પણ ખાલી આશીર્વાદ આપતા હોય એવા નહીં. એક માણસે સ્વામીજીને પૂછ્યું, મહારાજ તમે કામ શું કરો છો? હું દર્શન દેવાનું કામ કરું છું અને એ એટલું મોટું કામ છે કે લાઈનોની લાઈન લાગી હોય અને કામધંધો મુકીને લોકો આવતા હોય છે. રામકૃષ્ણ મીશન આખું બદલાઈ ગયું, એનું કારણ એના ઉપર ક્રીશ્ચિઆનીટીની અસર છે, અને એણે સારા પરિણામો આપ્યા છે. એટલે આ બંને ગ્રંથો (ઉપનિષદ અને યોગસુત્ર) ના ઘણાં જમાપાસાં છે, પણ એમાં માનવતાની વાત નથી. ગરીબને દવા, અનાજ, કપડાં આપજો, તમારા રાષ્ટ્ર માટે જીવજો, જરૂર પડે તો ફાંસીએ ચઢી જજો, બલિદાન દઈ દેજો એવી માનવતાની અને રાષ્ટ્રવાદની વાત નથી. એટલે હિંદુ, જૈન, બૌદ્ધ આ ત્રણ ધર્મોની ત્રિવેણીએ સાધુઓ, સાધ્વીઓ, આચાર્યો, સતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ ઘણા આપ્યા, યોગીઓ, મહા યોગીઓ પણ ઘણાં આપ્યા પણ માનવતા અને રાષ્ટ્રવાદ ન આપ્યો. કાઠીયાવાડમાં કેટલીયે સ્ત્રીઓ બળી મરતી હોય છે. એમાં કેટલીને બાળી મુકવામાં આવે છે. બાળી મુકવાની આપણી સંસ્કૃતિ છે. ઘી બાળવું, અનાજ બાળવું, વિધવાઓને બળજબરી કરી સતી બનાવી બાળવું. એમાંએ પછાત કોમની સ્ત્રીઓ બળી મરતી નથી. એના જે સામાજિક નિયમો છે, એ જેટલા સરળ છે, એટલા ઉપરના સમાજના નિયમો અઘરા, કઠોર, અ માનવીય અને અકુદરતી છે. એ રીતે પશ્ચિમની સ્ત્રીઓ બળી નથી મરતી કે એને બાળી નથી મુકતા. પરણવા પહેલાંજ છૂટા થવાની શરતો આગળથી નક્કી કરી રાખતા હોય છે. એક ડ્રાઈવરની વાત સાંભળો@40.00min. એની પત્નીએ કહ્યું કે હવે તારી સાથે મારા જીવનનો વિકાસ થઇ શકે એમ નથી, કારણકે તું ડ્રાઈવર છે અને ડ્રાઈવરની એક લીમીટ હોય છે અને મને છેલ્લા મહિનાથી, ફિલ્મ બનાવનારાઓનો એક પ્રોડ્યુસર મળી ગયો છે અને એણે મને જીવનની ઘણી તકો ખોળી આપી છે, એટલે હું સવારે વિદાય થઈશ. એમ કહીને સવારે બાય-બાય કરીને ચાલતી થઇ. બહુ સરળતાથી એ ભેગા મળી શકે છે અને બહુ સરળતાથી એ જુદા થઇ શકે છે. ભવિષ્યમાં એ લોકો ખેલદિલી પૂર્વક મળતા હોય છે. આપણે તો નાક કાપી નાંખીએ કે એનો ભવ બગડી નાંખીએ, કે એના ઉપર તેજાબ છાંટી મોઢું બગડી નાંખીએ. જો એમની સંસ્કૃતિ જો તમને નહિ ગમતી હોય તો આ નાક કાપવાની સંસ્કૃતિનું પણ ગૌરવ લેવા જેવું તો નથીજ. એ લોકો સ્ત્રીઓને બાળી નથી મૂકતા કે રીબાવી-રીબાવીને કાયમ ત્યકતા નથી બનાવતા કે પોતે ત્યકત નથી થતા. બરાબર છે, તું તારી રીતે તારું જીવન જીવ, હું મારી રીતે મારું જીવન જીવું. આ એમના જીવનનું જમા પાસું છે. ત્યારે જે ત્યારે આ જે બંને ગ્રંથો, ઉપનિષદ અને યોગ સુત્રમાં સમાજ જીવનની ચર્ચા નથી. માનવતાની જોઈએ એવી ચર્ચા નથી. સંત પરંપરા એ શાસ્ત્રીય પરંપરા નથી. છતાં હું એમ માનું છું કે આ દેશની હિંદુ પ્રજાને જો બચાવી હોય તો આ સંતોએ બચાવી અને આદર્શો પુરા પડ્યા હોય તો આ સંતોએ પાડયા. એટલે જલારામે કહ્યું, જો આપે ટુકડો તો હરિ થાય ઢૂકડો. જે આંગણે આવે એ બધાને ટુકડો આપવાનો. ત્યારે હિંદુ પ્રજા માટે એવા ગ્રંથની જરૂર છે, જે ગ્રંથમાં સમગ્રતાની દ્રષ્ટિ હોય. રાષ્ટ્રની, માનવતાની, સમાજની દ્રષ્ટિ હોય. એમાં વૈજ્ઞાનિક અભિગમ હોય, વ્યક્તિના પ્રશ્નો હોય, કુટુંબના પ્રશ્નો હોય, સમાજના પ્રશ્નો હોય, જેને એક સમગ્ર દ્રષ્ટિ કહેવાય. એવા ગ્રંથનું નામ છે, ભગવદ ગીતા. ભગવદ ગીતમાં, ઉપનિષદો નું તત્વ ચિંતન છે, યોગ સુત્રનો યોગ છે, પુરાણોની પૌરાણિકતાનો થોડો અંશ છે. આજે TV ઉપર વિશ્વરૂપ દર્શન બતાવતા હતા. એ વિશ્વરૂપ દર્શન બતાવ્યું એ પૌરાણિકતા છે. એક સાથે હજાર-હજાર માથાવાળો ભગવાન જોઇને અર્જુન રાજી ના થયો પણ ગભરાઈ ગયો. आख्याहि मे को भवानुग्ररूपी नमोऽस्तु ते देववर प्रसीद। (गीत ११-३१) तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते॥ (गीता ११– ४६). મને કહો, આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? તમારી દાઢમાં, તમારા દાંતોમાં કેટલાયે લોકો કચડાઈ ગયા છે. બ્રહ્માંડોના બ્રહ્માંડો ચાવી રહ્યા હોય એવા તમે કોણ છો? દયા કરો, મારે આ રૂપ નથી જોઈતું, પેલું હતું એ જ તમે બતાવો. @45.01min. કેટલી મોટી શંકા છે કે કૃષ્ણ તો દ્વિભુજજ છે, અહીં અર્જુન કહે છે, चतुर्भुजेन ચતુર્ભુજ ક્યાં જોયું છે? હે વિશ્વમૂર્તિ મને જે હતું એ ચાર ભુજાવાળુંહતું એને એ રૂપ બતાવો. કોણ છો તમે? कालोस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृतः | (गीता ११-३२). હું કાળ છું, મહા કાળ છું. હું વિષ્ણુ છું, નારાયણ છું એવો ઉત્તર નથી આપ્યો. આટલી બધી વિકરાળતા લઈને કેમ તમે આવ્યા છો? લોકોનો નાશ કરવા માટે, ભગવાન થઈને નાશ કરો છો? કારણકે નાશમાંથી સર્જન છે, વિસર્જનમાંથીજ સર્જન થતું હોય છે. જેવી રીતે પાંદડાં પીળાં પડી ખરી પડે છે અને પછીજ નવાં પાંદડાં આવે છે. મારી વાતને તમે સમજી ના શક્યા, આપણે ત્યાંના પીળાં પાંદડાં દિલ્હી અને ગાંધી નગરની ખુરસીથી ખરવાજ નથી માંગતા. એટલે એક એવા ગ્રંથની જરૂર હતી જે ગ્રંથ એક સમગ્રતાનું અવલોકન કરતો હોય અને સમ્ગ્ર્તાના અવલોકનમાં સૌથી પહેલામાં પહેલું અવલોકન હતું ને એટલું ભીષણ અવલોકન હતું કે જે નથી ઉપનિષદમાં કે નથી કે નથી યોગ સુત્રમાં. ગીતા એ કોઈ ગુફામાં રવ્હાયેલો ગ્રંથ નથી કે શાંતિથી કોઈ ઋષિએ બેઠાં-બેઠાં લખ્યો હોય. ગીતા તો યુધ્ધના મેદાનમાં પ્રગટેલો ગ્રંથ છે, જ્યાં શસ્ત્રો ક ખણખણી રહ્યા છે, શંખ વાગી ચૂક્યા છે. બંને તરફથી યોધ્ધાઓ તૈયાર થઇ રહ્યા છે, એ વખતે રચાયેલો આ ગ્રંથ છે. ઉપનિષદ અને યોગ સુત્રમાં કોઈ યુદ્ધની ચર્ચા આવતી નથી. બીજા જે જૈન કે બૌદ્ધ આગમો, શાસ્ત્રો છે એમાં કોઈ યુધ્ધની ચર્ચા આવે છે? અને આવે છે તો કયો પક્ષ લઈને આવે છે? અહિયાં અર્જુન શસ્ત્રો છોડી દે છે કે મારે યુધ્ધ નથી કરવું. એ કહે છે શા માટે? ભોગ માટે? અરે, હું ભીખ માગીને ખાઇશ અને આ તો રુધિરથી ખરડાયેલા ભોગ છે. અને તે પણ आचार्या: पितर: पुत्रास्तथैव च पितामहा: । मातुला: श्वशुरा: पौत्रा श्याला: सम्बंधिनस्तथा ।।(गीता १ ३४) આચાર્યો, વડીલો, પુત્રો, પીતામાહો, મામા, સસરા, પૌત્રો, સાળા અને સંબંધીઓને મારીને? હે મધુસુદન બધા ભેગા થઈને મને મારી નાંખે તો પણ……કેટલી મોટી ઉત્થાનીકા છે? અને આ ઉત્થાનીકા ઉપર બૌદ્ધ ધર્મની અસર છે, મહાવીરની અસર છે. કૃષ્ણ ઉત્તરપક્ષી છે, પૂર્વપક્ષી નથી  કૃષ્ણે તો એટલુંજ કહેવું હતું કે તારે યુધ્ધ નથી કરવું, તારે ભોગ નથી જોઈતા, તારે રાજ્ય નથી જોઈતું, કશું નથી જોઈતું તો ચાલો રથ વાળો પાછા અને જાઓ હિમાલયની ગુફામાં, થાઓ સન્યાસી અને નારાયણ, નારાયણ કરીને જીવન કરો પૂરું. આ તો બહુ સરળ કામ હતું પરંતુ એ સરળ કામમાં ઘાણ કોનો નીકળવાનો હતો?  
 

Leave a comment

Filed under અધ્યાત્મ