Daily Archives: જાન્યુઆરી 23, 2019

બ્રહ્મસુત્રનું પરમ તત્વ બ્રહ્મ

 
B – BHAVNAGAR – એ સરળ કામમાં ઘાણ સમાજનો અને પ્રજાનો નીકળવાનો હતો. ભગવદ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્ધાયની ઉત્થાનીકા બહુ સમજવા જેવી છે. કૃષ્ણે યુદ્ધનો પક્ષ લીધો છે. अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ।। (गीता २-१८). સ્વામીજીનું પુસ્તક છે, ગીતા અને આપણા પ્રશ્નો, તમને અનુકુળ લાગે તો વાંચજો. સૌથી ઓછામાં ઓછું કયું પ્રાણી મરાય છે? અને સૌથી વધારેમાં વધારે કયા પ્રાણીઓ મરાય છે? સૌથી ઓછામાં ઓછા સિંહ અને વાઘ મરાય છે અને સૌથી વધારેમાં વધારે ઢગલા બંધ બકરાં મરાય છે. છતાંએ એની કોઈ નોંધ લેવા તૈયાર નથી. જે ગીતા વારંવાર અહિંસા શબ્દ મુકે છે,  अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः। दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्‌॥ (गीता १६-१). हिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्। दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्।।गीता १६-२). જે ભગવદ ગીતા વારંવાર અહિંસા શબ્દ મુકે છે, એજ ભગવદ ગીતાનો મુખ્ય ટોન (ઝુકાવ) યુદ્ધનો કેમ? કારણકે ભગવદ ગીતાની અહિંસા અને હિંસા જુદી છે. ભારતમાં અંગ્રેજોનું ઉદાહરણ સાંભળો. અંગ્રેજોએ ભારતમાં ૧૭૫ વર્ષ રાજ્ય કર્યું. એ ૧૭૫ વર્ષોમાં છેવટના જે ૧૦૦ વર્ષ છે એ સૌથી ઓછામાં ઓછી હિંસાથી રાજ્ય કર્યું. અને કેટલું મોટું રાજ્ય? કાબુલથી રંગુન અને લ્હાસાથી લંકા સુધીનું રાજ્ય, આટલું વિશાળ ભારત. અંગ્રેજોના સમયમાં SRP, CRP, BSF પોલીસો ન હતી. આ બધી ટીમો આપણે બનાવવી પડી. એમના સમયમાં તો માત્ર પોલીસ અને મીલીટરીજ હતી. બહુ ઓછી મીલીટરી હતી. ત્યારે ૬૪ કરોડના ખર્ચે ભારતની સુરક્ષા થતી હતી એ અત્યારે ૧૫૦ અબજના ખર્ચામાં પણ નથી મળતી. કેમ? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અંગ્રેજોએ પહેલા ૭૫ વર્ષ વ્યવસ્થા સ્થાપિત કરવામાં હિંસા કરી. પીંઢારાઓનો મોટો ત્રાસ, રાજાઓનો, નાવાબોનો ત્રાસ, મરાઠાઓનો ત્રાસ મીટાવ્યો. બાબાજી રાવ અહીં કાઠીયાવાડમાં ચોથ ઉઘરાવવા આવે ત્યારે કાઠીયાવાડ બાળીને ખાક કરી નાંખે. સૌથી વધારે તો પીંઢારાઓનો ત્રાસ. પીંઢારા એ હતા જે લશ્કરમાંથી છૂટા કરાયેલા માણસો, જેમને કંઈ નોકરી ન હતી એવા સિંધીઓ, પથાણો, બલુચો, આરબો હતા. @5.05min. જે બહારના દેશોમાંથી આવેલા અને રજવાડામાં સૈનિકો બનેલા અને પછી સૈનિકોમાંથી છૂટા થયેલા એ લોકો, એમનો પોતાનો ઘોડો, પોતાના શસ્ત્રો અને પછે ૨-૨, ૫-૫ હજારની ટુકડીઓ ભેગી થાય અને તીડની માફક અ આખા ગામને રગદોળી નાંખે. એટલો જુલમ કે લુંટે તો લુંટે પણ એના પતિની રૂબરૂમાં એની પત્નીની ફજેતી કરે, બાપના રૂબરૂમાં એની દીકરીની ફજેતી કરે. એ કેવી ફજેતી કે હું અહીં માઈક ઉપર કહી ના શકું. એટલા જુલમ, એટલા અત્યાચાર કે આપણી પાસે તો એકજ વાત હતી કે હે ભગવાન, હવે અવતાર લો, આ ધરતી હવે પાપથી ખદબદી ઉઠી છે. અને અમે બધાએ લોકોને આજ શીખવાડ્યું છે. ચિંતા ના કરો, હવે અવતાર થવાની તૈયારીમાંજ છે. પછી ભારતમાં કંઈ અવતાર થયા કે આજે જીવતા ૧૦૦૦ ભાગવાનો છે. એક ભગવાન ગુજરી ગયા જેમનું ૫ કરોડ રૂપિયા ખર્ચીને મંદિર બનાવે છે. ગુજરતાં પૂજ્ય મોટાને આવડ્યું. એમણે કહ્યું, ખબરદાર !! મારી પાછળ ચાર ઇંટો ના મુકશો. જો તમારે પૈસા આપવા હોય તો એ પૈસામાંથી જે ગામડામાં નિશાળના હોલ ના હોય ત્યાં જઈને એ હોલ બંધાવજો. એમને મરતાં આવડ્યું. ઘણીવાર અમે તો જીવતા-જીવતા વ્યવસ્થા કરી જઈએ કે મુકોને મારી મૂર્તિ, પાછળવાળા મુકે કે ના મુકે.એટલે અમે તો જીવતા જીવતાજ મૂર્તિ મુકાવીએ. હોકલી વાળા ભગવાનની વાત સાંભળો. આ ભગવાન સાથે સ્વામીજી, વર્ષમાં એક બે વાર ભેગા થતા. આ ભગવાનને હોકલી પીવાની ટેવ. મેં કહ્યું ભગવાન, આ ધુમાડા મને ગમતા નથી, તો આ ધુમાડા બંધ કરો. મારી સામે ડોળા કાઢ્યા, મને કહે શું અજ્ઞાની જેવી વાતો કરો છો, હું હોકલી પીતોજ નથી, આ તો શરીરના ધર્મો છે અને હું તો આત્મામાં સ્થિર છું. આત્માને અને હોક્લીને કંઈ લેવાદેવા નથી. હવે સામાન્ય માણસ હોય તો કંઈ કહીએય ખરા, પણ આ તો ભગવાન. આ તો ઊંઠા ભણાવવા જેવી વાત છે. મેં વિચાર્યું કે ઊંઠાનો જવાબ ઊંઠાથીજ આપવો. એણે કેલીકોનું એકદમ પાતળું ધોતિયું પહેરેલું. મેં દશ-પંદર મિનીટ પછી જોરથી એક એવી ચૂંટી ખણી તો એક વેંત ઊંચા કૂદયા. મને કહે, આ શું કરો છો? મેં કહ્યું આ તો દેહના ધર્મો છે, આત્માને ચૂંટી હોયજ નહીં. તમારા જે પ્રાણ પ્રશ્નો, જીવનના પ્રશ્નો ક્યાં હલ થયા? સ્વામીજીનું પુસ્તક ભારતીય યુધ્ધોનો ઈતિહાસ વિષે સાંભળો. એમાં ૩૦૦૦ વર્ષોના યુધ્ધો છે. એટલા માટે કે હું જે પ્રજાનો રોટલો ખાઉં છું, જે પ્રજા મને પૂજે છે, એની હું આંખ ઉઘાડું. બાકી ઊંઠા તો ભણાવતા મને પણ આવડે છે. મારુંએ મંદિર બનાવે અને મને એ ભગવાન બનાવી દે. લોકો મને પણ વિવેકાનંદ બનાવી દે છે. સ્વામીજીએ કહ્યું, વિવેકાનંદ એ વિવેકાનંદ છે. વિવેકાનંદ પ્રત્યે મારા મનમાં ઘણું માન છે, @10.00min. પણ કેટલીક બાબતોમાં વિરોધ પણ છે. એવીજ રીતે ગાંધીજી પ્રત્યે મને અનહદ માન છે પણ કેટલીક બાબતોમાં વિરોધ પણ છે. એ વિરોધ હું છાનો રાખતો નથી. ત્યારે અંગ્રેજોએ શરૂઆતના ૭૫ વર્ષ સુધી એટલી હિંસા કરી કે આ પીંઢારાઓને બધા સાફ કરી નાંખ્યા અને કવિ દલપતરામે લખ્યું, કોઈ ના પકડે બકરીનો કાન, હરખ હવે તું હિન્દુસ્તાન. એ વાસ્તવિકતા હતી. એ ખોટી વાત નથી. આ અંગ્રેજોના વખાણ નથી પણ એના પહેલા કોઈ કાયદો નહિ, કોઈ નિયમ નહિ, કોઈ કોર્ટ નહિ અને બાપુ કહે તે કાયદો. ત્યારે ભગવદ ગીતા શું કહે છે કે જે દોષી છે, રીઢા ગુનેગારો છે એના પ્રત્યેની તમારી અહિંસા એ સત્યનો વિનાશ નોતરનારી અહિંસા થશે. કૃષ્ણે દુર્યોધનને સમજાવ્યો કે તું ફક્ત પાંચ ગાન આપ, આ તારા ભાઈઓ છે. દુર્યોધન એકજ વાક્ય બોલે છે,  “सूच्यग्रं नैवदास्यामि विनायुद्धेन केशव !”  હે કેશવ, તમે પાંચ ગામ માંગો છો પણ હું યુધ્ધ કર્યા વિના એક સોયની અણી જેટલી જમીન આપવા તૈયાર નથી. એમ હવે તમારી પાસે બે પ્રશ્નો છે, કે તમે અન્યાયના સામે શરણાગત થઇ જાવ અથવા અન્યાયનો મુકાબલો કરો. અન્યાયના સામે શરણાગત ના થાવ એ ગાંધીજીનો સિધ્ધાંત છે. મુકાબલો કરવાની પધ્ધતિ સામેની ભૂમિકાને આધીન છે. ખોટું ના લગાડશો, હું એમ માનું છું કે ગાંધીજીની અહિંસાની સફળતામાં ૫૦% ગાંધીજી કારણ છે અને ૫૦% અંગ્રેજો કારણ છે. અંગ્રેજોની જગ્યાએ જો આ દેશમાં જર્મનો હોત, ઇટાલિઅનો હોત, રશિયાનો હોત, પોર્ટુગીઝો હોત તો આ અહિંસાના આંદલોનો સફળ ના થઇ શકયા હોત. ગોવામાં કેમ સફળતા ન મળી? ગોવા તો બહુ નાનું હતું. અને ત્યારે તો આપણે આઝાદ હતા. જે ગોવાનું પહેલું આંદોલન કરવા ગયા એમને જીપ સાથે બધાને બાંધીને, ખુબ દોડાવી મારી નાંખ્યા હતા. આખું આંદોલન તૂટી ગયું. અંગ્રેજોએ એવું ના કર્યું. જેલમાં સારી રીતે રાખતા. અંગ્રેજોની ખાસિયત છે, એને પકડાતાં આવડે અને છોડતાંએ આવડે. તમે વિચાર કરજો કે અહિંસાના આંદોલનો ચાલ્યા તો કેમ ચાલ્યા અને સફળ થયા તો કેમ સફળ થયા? @15.00min. સામેનો વર્ગ પણ એવોજ છે. અંગ્રેજોએ કદી કોઈ આંદોલનકારીઓના ઘરે દરોડા પાડ્યા નથી. ત્યારે હવે એકેય ઉપાય બાકી નહિ રહ્યો હોય તો શું કરવું? જયારે કાશ્મીરના ઉપર આક્રમણ કરવામાં આવ્યું, ત્યારે ગાંધીજીએજ કહેલું કે સેના મોકલો. એમ ના કહ્યું કે કાર્યકર્તા મોકલો.કાર્યકર્તા સામે માણસો હોય તો સફળ થઇ શકે, પણ ભૂંડના સામે કાર્યકર્તાઓ સફળ ના થઇ શકે. અંગ્રેજોએ સ્ત્રીઓની મર્યાદા રાખી. એ બાબતમાં ક્લાઈવ અને હેસ્ત્તિગ્સ એમ બંનેના ઉપર કેસ થયેલો, એમાં એકને તો આત્મહત્યા કરવી પડી હતી. એટલે સામે એવા માણસો હતા જે તમારો અવાજ સાંભળી શકતા હતા. પણ હવે સામે તો એવો માણસ છે, જે એમ કહે છે, “सूच्यग्रं नैवदास्यामि विनायुद्धेन केशव !” એટલે જયારે કૃષ્ણ સંધી કરવા માટે, તંબુમાંથી નીકળ્યા ત્યારે યુધિષ્ઠિર એવું ઈચ્છતા હતા કે, સંધી થઇ જાય. પણ દ્રૌપદી એવું ઈચ્છતી ન હતી. દ્રૌપદી તંબુમાંથી બહાર નીકળી અને આડી ફરી, છૂટા વાળ આગળ કરીને કહ્યું, “एस तेमेन विस्मर्तव्यो जुडाकेश” વાસુદેવ તમે સંધી કરવા જાઓ છે, પણ આ તમારી બહેનના વાળ યાદ રાખજો, દુર્યોધનની સભા વચ્ચે મને જાંઘ ઉપર બેસવાનું કહેલું, ત્યારે મેં પ્રતિજ્ઞા કરેલી કે એમના ખળ ખળતા લોહીમાં જ્યાં સુધી હું મારા વાળ નહિ ધોઉં ત્યાં સુધી હું એમાં તેલ-કાંસકી નાખીશ નહીં. ઇતિહાસનું નિર્માણ તો વટદાર પ્રજા કરતી હોય છે. સમજુતી માટે ઉતાવળી પ્રજા કોઈ દિવસ ઇતિહાસનું નિર્માણ કરતીજ નથી. ૧૯૬૫નું યુધ્ધ થયું, તાસ્કંદ કરારની ઉતાવળ કરી નાંખી અને ઘણું ગુમાવ્યું છે, હું ચર્ચા નહિ કરી શકું. ૧૯૭૧માં સીમલા કરારની ઉતાવળ થઇ, બહુ જલ્દી તમે સમજુતી કરી નાંખી. ઈઝરાઈલ પાસેથી શીખજો, જીતેલી ધરતી એમ જલ્દી આપી દેવાની ના હોય. થર પારકર જીલ્લામાં ૮૦% વસ્તી હિન્દુઓની અને એ આપી દીધી, કેટલી મોટી ભૂલ થઇ? આખો ગુજરાતી જીલ્લો હતો. મુંબઈ પ્રાંતમાંથી જયારે સિંધ પ્રાંત છૂટો પડ્યો ત્યારે કરાંચી વહીવટની દ્રષ્ટિએ નજીક પડે અને મુંબઈ દૂર પડે એટલા માટે એને કરાંચી-સિંધમાં નાખવામાં આવેલો. અને પછી આપણને ધ્યાન ના રહ્યું, સિંધની સાથે એ જીલ્લો જતો રહ્યો, તમે બહુ ઉતાવળા થયા.  @20.05min. ગોલન પહાડીઓ ઉપર વર્ષોથી, ઈઝરાઈલનો કબજો છે, કે અમે નહિ છોડીએ. શક્તિશાળીનું સૌજન્ય હોય છે. શક્તિ વિનાના માણસના સૌજન્યની કોઈ કિંમત હોય? એટલે મારી તમને ખાસ વિનંતી છે કે તમારી પાસે એક મણ શૌર્ય હોય તો તમે એક શેર અહિંસાની વાત કરજો. પણ તમારી પાસે પા શેર પણ શૌર્ય નહિ હોય અને દશ મણ અહિંસાની વાત કરશો તો લોકો તમારી હંસી ઉડાવશે. ટ્રેનમાં બે કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળો. કોઈ દેવીનો ઉત્સવ હતો. જગ્યા માટે ઝગડો થયો. એક-બીજાને મારી નાંખે એવું વાતાવરણ અને બરાબર એજ ટાઈમે ડબામાં એક કદાવર શીખ ચડ્યો અને એને ત્યાંજ ઉભા-ઉભા લલકાર કરી કે ख़बरदार, किसीने हाथ लगाया तो. બધા ચુપ થઇ ગયા. या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ કશું કરવું ન પડ્યું, લોકો રાજી થઇ ગયા કારણકે એની પાસે મણનું શૌર્ય હતું. એટલે એની વાણીની અસર થઇ. એટલે ભગવદ ગીતા આ સંદર્ભમાં જોશો તો એની ઉત્થાનીકા, એની પ્રાથમિકતા, એક રાષ્ટ્રીય પ્રશ્ન થઈને ઉભી છે. એટલે લખ્યું છે, सुखिनक्षत्रिया: पार्थ लभन्ते युदमीदूशम ॥ (गीता २-३२) અર્જુન, ક્ષત્રિયોએ કેટલાં પૂણ્ય કર્યા હોય ત્યારે એને આવું યુધ્ધ પ્રાપ્ત થાય. આ કોઈ દુર્ભાગ્યની ઘડીઓ નથી, આ તો સદભાગ્યની ઘડીઓ છે. @25.00min. कुतस्वा करमलमिदं विषमे समुपास्थितम् |. अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन || (गीता २-२) જો તું માર્યો જઈશ તો સ્વર્ગ ભોગવીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. વધારે ચર્ચા નહિ કરું. પણ ભગવદ ગીતા માત્ર યુદ્ધની વાતો કરીને અટકી નથી જતી. વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ (બુદ્ધ અને મહાવીર) સંસ્કૃતિમાં બહુ મોટો તફાવત છે અને આપણા ઉપર બંનેનો પ્રભાવ છે. એ શું છે કે તમારા અંદર જે કામવાસના છે, એ કામ વાસનાના વિષયમાં તમે શું માનો છો? તમારો શું અભિગમ છે? વૈદિક સંસ્કૃતિમાં ઋષિ કુળનો ગુરુ વિદ્યાર્થીને એના ઘરે મોકલતી વખતે કહે છે કે प्रजातन्तुमा व्यवद्छेत्सि તું પ્રજાના તાંતણાને તોડીશનહીં.આપણે ત્યાં સન્યાસ પધ્ધતિ હતી, પણ તે ૭૫ વર્ષ પછી અને એ વ્યહવારિક ન હતી. સ્વામીજીનું પુસ્તક છે, ધોગતિ નું મૂળ વર્ણ વ્યવસ્થા, એમાં જણાવ્યું છે કે માનો કે કોઈ માણસની ઉંમર ૭૫ વર્ષની થઇ છે અને એને જો વૈદિક સન્યાસ આપીએ તો એને ઝાડ નીચે રહેવાનું, પાંચ ઘરની ભિક્ષા લાવવાની, એને પાણીમાં પીલાળીને એનો રસકસ કાઢી નાખવાનો, પછી એના ગોળા કરીને ખાઈ જવાના. ત્રણ દિવસથી વધારે રહેવું નહિ અને પૈસો પાસે રાખવો નહીં. આ સન્યાસ છે, તમારામાંથી જે ૭૫ વર્ષના થયા હોય અને એમની ઈચ્છા હોય તો શરૂઆત કરીએ. આ સન્યાસ અવ્યહવારિક છે. ૭૫ વર્ષની ઉંમરે જયારે દાંત પડી ગયા હોય, સંભળાતું ન હોય, દેખાતું ન હોય, લીવર બગડ્યું હોય એને તમે ઝાડ નીચે મોકલાવો છો? અત્યારે એને જરૂર છે, એના દીકરાના દીકરાની વહુ સવારે પોચો શીરો ખવડાવે, કોઈ પંખો નાંખે, મચ્છરદાની લગાવી આપે, પગ દબાવી આપે અને છોકરાંઓ બાપા, બાપા, બાપા કરતા હોય. એને જંગલમાં ઝાડ નીચે મોકલવું એ તો એના ઉપર ક્રુરતા છે. ત્યારે હવે કોને સન્યાસ આપશો? ૧૨,૧૮,૨૦ વર્ષના છોકરાને? એ પણ વ્યહવારિક નથી. ત્યારે ભગવદ ગીતાના સન્યાસની ખાસ વિશેષતા છે. ભગવદ ગીતાના ૫,૬,૧૮માં અધ્યાયમાં સન્યાસની ચર્ચા છે. ગીતાએ કદી પણ વર્ણલક્ષી કે વેશલક્ષી સન્યાસ નથી બતાવ્યો. ज्ञेय नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति । निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ।।(गीता ५-३). અર્જુન એને તું નિત્ય સન્યાસી સમજ જે કોઈનો દ્વેષ નથી કરતો, કે કોઈની પાસેથી આકાંક્ષા નથી રાખતો. હે મહાબાહો જે નિર્દ્વન્દ્વ ભાવથી રહે છે, એ ભલેને લેંઘો પહેરેલો હોય કે ધોતિયું પહેરેલું હોય એ સન્યાસી છે. ગીતાનો સન્યાસ ગુણલક્ષી છે. अनाश्रित कर्मफ़लं कार्य कर्म करोती यः स संन्यासी च योगीच न निराग्निर्म चाक्रिया ।। (गीता ६-१). અર્જુન જે આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મને જે કરેછે, @30.00min. તે સન્યાસી અને યોગી છે. કોઈ ગુફામાં ન નિષ્ક્રિય થઈને બેસી રહેનારો, સન્યાસીએ નથી અને યોગીએ નથી. અઢારમાં અધ્યાયમાં ફરી પછી એની એજ ચર્ચા કરી છે. ભગવદ ગીતાએ સન્યાસનો નકાર ન કર્યો પણ સંયાસને સકારાત્મક બનાવી દીધો. અને સકારાત્મક સ સન્યાસની દ્રષ્ટિએ જુઓ તો કૃષ્ણ પોતે સન્યાસી છે. આટલું મોટું યુધ્ધ સફળતાથી કરાવડાવીને વળતરમાં કંઈ માગતા નથી. દ્વારકાના રાજા તો બળદેવ છે, કૃષ્ણ નથી. એ નથી હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થ કે મથુરાના રાજા. એ તો આપણે કહેવા ખાતર કૃષ્ણને દ્વારિકાધીશ કહીએ છીએ. એ તો માત્ર સન્યાસી છે. તો પછી લડાઈ કેમ કરવો છો? એ તો કર્તવ્ય કર્મ છે. જો આ યુધ્ધ નહિ કરવું તો હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાશે અને કૌરવો જીતી જશે તો વધારે અત્યાચારો કરવાના. એટલે કાયદો અને વ્યવસ્થા માટે આ જરૂરી છે. શાંતિના બધા પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે ક્રાંતિજ બાકી રહે છે. અશાંતિ પછી જેને ક્રાંતિ કરતા ન આવડે એ પાછળથી શાંતિ ના ભોગવી શકે, એ ઉપધીજ ભોગવે. અંગ્રેજોએ શાંતિ ભોગવી કે કોઈ ના પકડે બકરીનો કાન, હરખ હવે તું હિન્દુસ્તાન. એટલે ભગવદ ગીતમાં જે સન્યાસ છે એ પણ નકારાત્મક સન્યાસ નથી પણ સકારાત્મક ગુણ લક્ષી સન્યાસ છે. એટલે કામ વાસનાની બાબતમાં પણ ઉપનિષદનો ઋષિ વિદાય લેતાં, વિદ્યાર્થીને એમ કહે છે કે प्रजातन्तुमा व्यवद्छेत्सि તું પ્રજાના તાંતણાને તોડીશનહીં. પ્રજાના તાતણાંને ચાલુ રાખવો એ તારું કર્તવ્ય છે, એ તારી જવાબદારી છે. અને એ જવાબદારી તું અદા કરે તો એમાંથી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાત્મા ગાંધી પેદા થશે. ત્યારે બીજી તરફ જે શ્રમણ સંસ્કૃતિ છે, એ ખસતી, ખસતી એકદમ નકારાત્મક ભૂમિકાએ પહોંચી. આપણે છેડા ઉપર બેસનારી પ્રજા છે. કાં તો અત્યંત ભોગ કાં તો અત્યંત અભોગ. રાજાઓને ત્યાં સેંકડો રાણીઓ હોય. એમ કહેવાય છે કે નિઝામના કેટલાં હતા, તે સાંજે હાજરી પૂર્વી પડતી. ભગવદ ગીતા એમ કહે છે કે અત્યંત ભોગમાં જીવન નથી કે અત્યંત અભોગમાં જીવન નથી. આભાર, ધન્યવાદ, હરિ  તત્સત. @33.50min. બ્રહ્મસુત્રનું પરમ તત્વ બ્રહ્મ. @47.49min. ગીતાજીનો ઉપસંહાર – ગાયિકા છે, અનુરાધા પૌંડવાલ.  सर्वधर्म परितज्य मम एकम शरणम ब्रज  नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ॐ शान्ति शान्ति शान्तिः 

1 ટીકા

Filed under અધ્યાત્મ