यतो धर्मस्ततो जयः

A – GEETAA-NO SAAR – GEETAA MANDIR, NEW YORK – ગીતાનો સાર – ગીતા મંદિર, ન્યુ યોર્ક – ધર્મના પાંચ મિત્રો છે. यतो धर्मस्ततो जयः  જ્યાં ધર્મ હશે, ત્યાંજ વિજય હશે, એવું આપણે માનીએ છીએ. પણ ધર્મ અને અધર્મ એ બંનેને સમજવા બહુ અઘરું કામ છે. પહેલા એના પાંચ મિત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ. ધર્મનો સૌથી મોટામાં મોટો મિત્ર કુદરત છે. કુદરત એ મોટામાં મોટું શાસ્ત્ર છે, મોટામાં મોટી વ્યવસ્થા છે. તમારા જીવનને જો વધુને વધુ ધાર્મિક રીતે સમજવું હોય તો, પહેલામાં પહેલી વાત એ છે કે તમે કુદરતના નજીક છો કે દૂર છો? તમારી આખી વ્યવસ્થા, જીવન પધ્ધતિ જેટલી કુદરતની નજીકમાં હશે એટલાજ તમે વધુ ધર્મને પાળી શકતા હશો. અને કુદરતથી જેટલા દૂર ભાગશો, એટલુંજ ટેન્સન વધારશે, અવ્યવસ્થા ઉભી કરશો. કુદરત સ્વયં એક મોટામાં મોટું શાસ્ત્ર છે. એક મુદ્દો સમજી લેજો, અમે જે સન્યાસીઓ છીએ, એ સનાતન ધર્મનો પ્રજાર કરીએ છીએ, પણ કોઈ સમ્રદયનો પ્રચાર નહિ કરીએ. દુર્ભાગ્યવશ લોકો આ ભેદને સમજતા નથી. અમે કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો જય શ્રી કૃષ્ણ, નમ: શિવાય કહો તો નમ: શિવાય અને જય અંબે કહો તો જાય અંબે કહીએ. અમે પરસ્પરમાં ॐ નમો નારાયણ એવું બોલીએ છીએ. અમને કોઈ સાથે કશો ભેદ કે વિરોધ નથી, પણ અમે કદી સંપ્રદાયનો પ્રચાર ના કરીએ. સંપ્રદાયમાં અને ધર્મમાં બહુ મોટું અંતર છે. ધર્મની આગળ સનાતન લગાવીએ તો એનો અર્થ થાય છે કે જે કાયમ-કાયમથી ચાલતો આવે છે એવો ધર્મ. જે વ્યવસ્થા, જે જીવન પધ્ધતિ કાયમથી ચાલતી આવે છે એ. દરેક જીવ માત્ર માટે કુદરતની વ્યવસ્થા સનાતન છે. માણસ સિવાયના બાકીના બધા જીવ-જંતુઓ કુદરતી શાસ્ત્ર પ્રમાણેજ જીવન જીવતા હોય છે. તમે એવી કલ્પના કરી શકો છો કે આપણે ૧૦૦-૨૦૦ સિંહ કે વાઘને ભેગા કરી એને ભાગવત સંભળાવીએ અને સમજાવીએ કે તમે આજથી માંસાહાર છોડી દો અને ઘસ ખાવાનું શરુ કરો. આ વાત શક્યજ નથી. તમે કદી કોઈ સિંહ કે વાઘને એવો વિચાર કરતો જોયો કે આપણે બે વર્ષ ચાલે એટલો ખોરાક ભેગો કરી દઈએ. એનામાં એ શક્યતાજ નથી. @5.01min. આખી કુદરતી વ્યવસ્થા પ્રમાણે એ જીવન જીવે છે, એને સનાતન કહેવાય છે. પણ માણસ કુદરતી અને માનવીય વ્યવસ્થાથી જીવન જીવે છે. તમે રોડ ઉપર જમણા હાથે ચાલો તો એ માનવીય વ્યવસ્થા છે. માનવીય વ્યવસ્થાને પણ ત્રણ-ચાર ભાગમાં વહેંચી શકાય. મનુષ્યોએ ધાર્મિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા કરી. સામાજિક વ્યવસ્થામાં કન્યા ક્યાં અપાય? કોની કન્યા લેવાય? કઈ જ્ઞાતિ છે? કેટલી ઉંમરે દીકરો-દીકરી પરણાવાય? દહેજ લેવાય કે નહિ? આ બધી માનવીય વ્યવસ્થા છે. માનવીય વ્યવસ્થા છે, એ સતત સુધારી શકાય છે. કુદરતી વ્યવસ્થાને તમે સુધારી ના શકો. તમને જે ભૂખ લાગે છે, તરસ લાગે છે, એ કુદરત લગાડે છે. ભૂખને કદાચ રોકી શકાય, પણ ઊંઘને ના રોકી શકાય. ભગવદ ગીતામાં અર્જુન માટે એક ખાસ નામ છે, गुडाकेश – ઊંઘને જીતવું એ છેલ્લામાં છેલ્લો વિજય છે. તમે લાખ પ્રયત્ન કરો તમને ઝોકું આવીજ જવાનું. તમારે એ વ્યવસ્થાને આધીન થયા વિના જીવી ના શકો. ગમે એટલી ભૂખ લાગી હોય અને ગમે એટલું ખાવાનું હોય તો પણ તમે એની લીમીટથી વધારે ખાઈ નથી શકતા. તમે અટકાવવાના લાખ પ્રયત્ન કરો બાલ્યાવસ્થાથી તમારી યુવાવસ્થા અને યુવાવસ્થાથી તમારી વૃધ્ધાવસ્થા થઈજ જાય છે. વાળ ધોળા થાય એ તમને ગમતા નથી. લોકો બજારમાંથી કલર લાવી લગાવે છે પણ ૪-૫ દિવસોમાંજ ધોળા થવા લાગે છે. વૃધ્ધાવસ્થા માણસને ગમતી નથી પણ જે માણસ સમય આવ્યે વૃધ્ધાવસ્થાનો સ્વીકાર કરતો નથી એ વૃધ્ધાવસ્થામાં બહુ દુઃખી થતો હોય છે. જો તમે એ વૃધ્ધાવસ્થાનો સ્વીકાર કરો તો, તો તમારા વાળ ઋષિ જેવા દેખાય. અમારે ત્યાં એક બહુ સરસ એની આખ્યાયિકા છે. @10.00min. એ વિષય ભોગમાં તરબોળ રહે છે. કેટલાક માણસો છે, એ ભક્તિ કરવા માટે જન્મ્યા હોય છે. તમે એને ગમે ત્યાં ગોઠવો, એ નહિ ગોઠવાય. પછી એ તુકારામ હોય, જ્ઞાનેશ્વર હોય, નામદેવ હોય, નરસિંહ હોય કે મીરાં હોય, એ ભક્તિ માટેજ જન્મેલા માણસો છે. એ જ્યાંનો છે, ત્યાંજ ગોઠવાશે ત્યારે એને શાંતિ મળશે. કેટલાક લોકો પૈસો કમાવા માટે જન્મ્યા છે. પૈસા બધાને કમાવા છે પણ આવડત નથી. અને મૂર્ખા એવા છે કે પછી અમારી પાસે આવે છે કે બાપુ તમે ધબ્બો મારો ને હું પૈસાદાર થઇ જાઉ. અમે કંઈ મૂરખ નથી. તમે એટલી અક્કલ રાખો કે તમને ધબ્બો મારીને અમે તમારાં ગજવાં હલકા કરી આપીએ છીએ. એક ઓળખીતા સિંધી સજ્જન કહે છે કે સ્વામીજી મને એક રૂમમાં પૂરી દો અને બે ટેલીફોન આપો અને બહારથી તાળું મારી દો, સાંજ પડે ને હું લાખ રૂપિયાનો ઢગલો કરી આપું. આ માણસ ખાસ પૈસા કમાવા માટે જન્મ્યો છે. કેટલાક માણસો વિદ્યા માટે જન્મ્યા હોય છે. હ્યું-એન-ત્સાંગ, ઇત્સિંગ કે ફાહ્યન હોય. પર્વતો ઓળંગીને વિદ્યા મેળવવા ભારત આવશે. કેટલાક માણસો ખટપટ કરવા માટે જન્મ્યા હોય છે. એક સજ્જનની વાત સાંભળો કે શકુનીએ ભગવાન પાસે શું માગ્યું? કૃષ્ણની પાસે એટલું બધું શીખવાનું છે કે અમારે ત્યાં સંસ્કૃતમાં એક ઉક્તિ છે, आमर्णान्तानिवैराणि – માણસ મરે ત્યાં સુધી વેર હોય, મર્યા પછી પણ જે વેર રાખે એને દુર્જન કહેવાય, દુષ્ટ કહેવાય. સજ્જનોને પણ દુશ્મન હોય. જયારે તમે કોઈને અજાતશત્રુ કહો છો, ત્યારે હું અહીં બેઠો-બેઠો કહી દઉં કે એના વ્યક્તિત્વમાં ઝીરોજ હોય. કશું ન હોય. અજાતશત્રુના વ્યક્તિત્વમાં કશો દમ ના હોય. પણ તમારા વ્યક્તિત્વમાં કંઈ દમ આવ્યો કે થોડાક લોકો તો વિરોધી, વૈરી થવાનાજ. માણસ મરે પછી એનું વેર પૂરું થયું અને કહ્યું છે કે લગ્નમાં ના જશો પણ મરણ પ્રસંગે દુશ્મનને પણ ખાંધ આપવા માટે જરૂર જજો. કૃષ્ણે કહ્યું, હવે આ યુધ્ધ તો પૂરું થયું. બધું ખેડાણ-મેદાન થઇ ગયું. ચાલો હવે ફરીએ, જોઈએ કે શું દશા છે? @15.00min. જોયું તો એક માણસ હજુ મર્યો નથી અને હાથ પગ હલાવી રહ્યો છે. કૃષ્ણ નજીક ગયા અને જોયું તો આ તો શકુની. કૃષ્ણને ગુસ્સો આવી ગયો કે તારા એકના કરને આ ૧૮ અક્ષોહિણી સેના મરી ગઈ. શકુનીએ કહ્યું, જે બનવાકાળ હતું તે બની ગયું પણ જો તમે ભગવાન હોવ તો મને મરતાં-મરતાં એક વચન આપો. મરતા માણસની ઈચ્છા પૂરી કરવી જોઈએ એટલે પૂછ્યું શું? શકુનીએ કહ્યું, ગામેગામ મારો વંશ રાખજો. કૃષ્ણ ઉતાવળમાં હતા અને કહી દીધું, तथास्तु. આ એનું દુઃખ છે, આપણને. એટલે એક માણસ છે, એ ખટપટો કરવા માટે જન્મ્યો છે. આવા એક ખટપટિયાના કારણે, એક મંદિરમાં સાધુઓના ઝગડા કેવી રીતે થાય તે સાંભળો. અંદરના માણસની આ પ્રવૃત્તિ છે. કોઈને કોઈ નિમિત્તે એને રાગદ્વેષ હોય એટલે ઝગડો થવાનોજ. અમે બે, બેઠા હોઈએ અને એકને વધારે પગે લાગે અને બીજાને ઓછું લાગે તો દુઃખ થાય. એકને મોટી માળા અને બીજાને નાની પહેરાવે તોએ દુઃખ થાય. તમને ખબર નથી કે તમે મહાભારત ઉભું કરી દીધું. કેટલાક માણસો સમાધાન કરવા માટે જન્મ્યા હોય છે. એક ઓળખીતા સજ્જનની વાત સાંભળો. એમનું ટેલીફોનનું બીલ બહુ મોટું આવે પણ એમણે ટેલીફોનના દ્વારા ઝગડો કરેલા, અબોલા લીધેલા ઘણા દંપતીઓનો મેળ કરાવી આપ્યો. કેટલાયે દંપતીઓના છુટાછેડા થતા અટકાવ્યા. હવે સમાધાન કરાવવા માટે જન્મ્યો છે. માણસ એક ખાસ પ્રકૃતિ લઈને જન્મ્યો હોય છે. પેલા સાધુઓની વાત પછી સાંભળો. ગૃહસ્થો કરતાં અમે સાધુઓ વધારે ક્રોધી હોય છે. @20.02min. રાત્રે બધા સાધુઓ ઊંઘી ગયા હોય ત્યારે, એમાંનો એક સાધુ, બીજા સાધુઓની વસ્તુઓ આઘી-પાછી કરતો કરતો હતો. એટલે સવારે ખુબ ઝગડા થતા હતા, પણ અંતે પકડાઈ ગયો. પૂછ્યું તો કહે, પહેલાં હું ગામનો સરપંચ હતો અને આખા ગામનું આઘું-પાછું કરીને લડાવતો હતો. હવે એવી ટેવ પડી ગઈ છે કે જ્યાં સુધી હું આઘું-પાછું નહિ કરું ત્યાં સુધી, મને ઊંઘ આવતી નથી. અલગ-અલગ વ્યક્તિત્વ લઈને અલગ-અલગ પ્રકારના માણસો આપણા વચ્ચે આવતા હોય છે એટલે બધા એમના વ્યક્તિત્વ પ્રમાણે જીવન જીવતા હોય છે. એટલે પહેલામાં પહેલું શાસ્ત્ર કુદરત છે. પછી માનવીય વ્યવસ્થા છે. જે માનવીય વ્યવસ્થા છે, એના માટે આપણે શાસ્ત્રો રચ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો, કુદરતની વ્યવસ્થા સનાતન છે પરંતુ માનવીય વ્યવસ્થા સમયની સાથે બદલાતી હોય છે. હિંદુ ધર્મ આના કારણે ટકી શક્યો છે. સમય પ્રમાણે આપણો ધર્મ સુધારી શકાય છે. ઇસ્લામ કોઇપણ કાળમાં સુધારી શકાતો નથી. એ કહે છે, એક માત્રાનોએ સુધાર ન થવો જોઈએ. જેવું ૧૪૦૦ વર્ષ ઉપર કહ્યું હતું, એવુંજ આજે હોવું જોઈએ. જરાયે ફેરફાર ન થઇ શકે, જયારે આપણે ફેરફાર કરીએ છીએ. બુદ્ધ આવ્યા, બુદ્ધે સુધારા કર્યા. આપણે એનો સ્વીકાર કર્યો અને બુદ્ધને એક અવતાર માન્યો. મહાવીરે સુધારા કર્યા, એમણે લોકોને કહ્યું, અરેરે તમે શરમાવો, આ નિર્દોષ પશુઓની તમે હિંસા કરો છો? આપણે એવી હિંસા છોડી દીધી. ગાંધીજીએ અસ્પૃશ્યતાનો ત્યાગ કરાવ્યો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણને કહ્યું, મારે આ પ્રપંચમાં નથી પડવું, હું હિમાલય જઈશ અને આત્માનું કલ્યાણ કરીશ. કારણકે આ તો કૂતરાની પૂંછડી છે, સીધી થઇ શકેજ નહીં. રામકૃષ્ણે કહ્યું, જો કૂતરાની પૂંછડી કાયમના માટે સીધી થઇ ગઈ હોત તો, હું અને તું આવીને કામ શો કરત? એક માણસે કહ્યું, આ ભૂખ ના લગતી હોત અને આ પાપી પેટ ના હોત તો મારે તો ભગવાનનું ભજનજ કરવાનું હતું. સ્વામીજીએ કહ્યું, તને ખબર નથી, જેને ભૂખ નથી લાગતી, એ ભગવાનનું ભજન નથી કરી શકતો, એ ડોક્ટરને ત્યાં આંટા મારે છે. ભગવાને કૃપા કરી કે આપણને ભૂખ લાગે છે અને ખાધેલું પચે છે. ભીમ સૌથી વધારે ખાય એટલે કૃષ્ણે એને સેનાપતિ ના બનાવ્યો. કૃષ્ણ જાણે છે કે આ યુધ્ધનેતા નથી. પછી ભીમ ઉપર નજર ગઈ પણ @25.00min. જયારે જુઓ ત્યારે આખો દિવસ ખા-ખાજ કરે છે, એટલે એ યુધ્ધ નેતા ના થઇ શકે. અર્જુન ઉપર મન ઠર્યું અને ભીમની ઉપેક્ષા કરી. પણ મારી દ્રષ્ટિએ, મારા મતે, મારી સમજણ પ્રમાણે, પાંડવોમાં કોઈ સારામાં સારું પાત્ર હોય તો એ ભીમ છે. પ્રત્યેક આપત્તિમાં ભીમજ કામમાં આવે. મહાદેવને પ્રસન્ન કરવા, નદી હતી એના આડે સુઈ ગયા. પાણી બધું ભરાયું એટલે મહાદેવ ડૂબવા માંડ્યા એટલે મહાદેવે કહ્યું કે હવે આને કોઈ હિસાબે ઉભો કરો, નહિ તો મને એ શાંતિથી રહેવા દેશે નહીં. મહાદેવે પ્રસન્ન થયા અને ભીમે બે વરદાન માગ્યા અને મહાદેવે આપ્યાં. પહેલું વરદાન, હું જેટલું ખાઉં એટલું બધું પચી જાય. એક મુદ્દો યાદ રાખજો, ભગવાન મળે અને તમે અબજો રૂપિયા માંગો તો મળે પણ ભૂખ ના માંગો તો ખાખરો ખાઈનેજ જીવવું પડશે. ભગવાને કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માગ્યું કે જેટલું પચેલું છે એનું પરિણામ શકુની ભોગવે. આ ઓછી બુધ્ધિ છે? એટલે એક સનાતન શાસ્ત્ર છે અને કુદરતી વ્યવસ્થા છે. તમે કુદરતનો વિરોધ કરશો તો થકી જશો. એક ગાયત્રીના ઉપાસક ડોક્ટર સજ્જનની વાત સાંભળો. એમણે એવી એક ખાસ ટેવ કે રાત્રે એક વાગ્યે ઉઠે અને ગાયત્રી કરવા બેસી જાય. સ્વામીજીએ એને બ્રહ્મમુહુર્ત એટલે ત્રણ થી ચાર વાગ્યાના સમયમાં જયારે ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય ત્યારે નહિ ધોઈને બેસો તો તમારા મનમાં બહુ પ્રસન્નતા આવશે. સ્વામીજીએ કહ્યું તમે એક વાગ્યે ઉઠો એટલે તમે કુદરતની વિરુધ્ધ જાઓ છો, તમે તમારી ઊંઘ ખોઈ બેસશો. અનિન્દ્રાનો વ્યાધિ થશે. એક બીજા પટેલ હતા, એમણે ભજન સાંભળેલું કે “તારે માથે ભમે છે કાળ, ઊંઘ તને કેમ આવે?” તો એ ભાઈ ઊંઘનું ઝોકું ના આવે માટે એના કુવા ઉપર લાંબુ લાકડાનું પાટિયું રાખીને એના ઉપર ભજન કરે, ઊંઘ આવે તો જાય કુવામાં. સ્વામીજીએ કહ્યું આવી કુદરત વિરુધ્ધની સાધના ના કરાય. અંતે એને પણ અનિન્દ્રાનો રોગ લાગુ પડી ગયો. કુદરત તમારો સૌથી મોટામાં મોટો મિત્ર છે, બને તો તમે એને સાથે રાખો, એજ સનાતન શાસ્ત્ર છે. બીજી માનવીય વ્યવસ્થા હંમેશાં સુધારી શકાય એવી હોય છે. તમે અહીં (અમેરિકામાં)આવ્યા, પાટલુન-શર્ટ પહેરો અને બહેનો પણ ઘણી વાર પહેરે છે. @30.00min. કોઈ આકાશ તૂટી નથી પડતું. કારણકે આપણે સમજીએ છીએ કે તમારે ફેકટરીમાં કામ કરવા જવાનું હોય, મશીન ચાલતું હોય, સાડી અંદર ભરાય જાય, નુકશાન તમને થવાનું છે. એટલે હિંદુ પ્રજા સુધારાને બહુ જલ્દી સ્વીકાર કરે છે, એટલે એ ટકી શકી છે. જે લોકો સુધારાને નથી સ્વીકાર કરતા હોતા અને જૂની-જૂનીજ વાતો કાર્ય કરતા હોય છે, એ લોકો તૂટી જતા હોય છે. આપણે ત્યાં માનવીય જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રોના દ્વારા

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.