|
Monthly Archives: ફેબ્રુવારી 2019
The Colors of Rajasthan HD
Filed under Uncategorized
The World’s Most Spectacular and Unique Picnic Spots
There are few more idyllic, memorable, budget-friendly activities than enjoying an outdoor picnic. Whether you’re a couple looking for a romantic spot to nosh wine and cheese, a family looking for a day outing, or a big group planning an event or reunion, there are loads of spots that will enhance the overall features with scenery, amenities and unique features built right into the setting. And there are many who agree that food just taste better outside.
1. Irvine Regional Park, CA
Located in Orange, CA, Irvine Regional Park is a mecca for family fun that includes a picnic. In addition to numerous picnic tables and outdoor grills, there is a host of activities to partake in after you’ve finished your potato salad. There are bike trails (bike rentals available), equestrian trails, pony rides, paddleboats and fishing. There is even a train that the family can hop on for a ride across the park, as well as a zoo.
Filed under Uncategorized
શ્રદ્ધા કે ભક્તિનું મહત્ત્વ કેટલું?
શ્રદ્ધા કે ભક્તિનું મહત્ત્વ કેટલું?
અનુયાયીઓની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા આજે દુનિયામાં સૌથી વધારે છે અને જગતમાં ભાગ્યે જ એવો કોઇ દેશ હશે કે જ્યાં ઓછા વધતા પ્રમાણમાં ખ્રિસ્તીઓનો વસવાટ ન હોય. આ પરિસ્થિતિ અને આજના વિશ્વમાં યુરોપના સાંસ્કૃતિક વર્ચસ્વના કારણે આખી દુનિયાએ આજે ખ્રિસ્તી પંચાંગ ને ખ્રિસ્તી ઉત્સવો અપનાવી લીધા છે. ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણીમાં બધા ધર્મોના લોકો ભાગ લેતા હોય છે.
આપણા પૂર્વજોની કથા આપણા મતમતાંતરો કરતાં અલગ છે. આ હકીકત માત્ર ખ્રિસ્તીઓ જ નહીં, હિંદુઓ, મુસલમાનો, બૌદ્ધો, જૈનોને પણ લાગુ પડે છે
પણ નાતાલનો ઉત્સવ મોટાભાગે ખ્રિસ્તીઓ જ ઊજવે છે કારણ કે પચ્ચીસમી ડિસેમ્બર ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ ગણાય છે. નાતાલ એટલે જન્મસ્થાન અથવા જન્મસમય. પણ હવે મૂળ અર્થ ભુલાઇ ગયો છે અને 25મી ડિસેમ્બર માત્ર ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઊજવાય છે પણ 25મી ડિસેમ્બરની ઉજવણી તો ઇસુના જન્મ અગાઉ બે હજાર વર્ષથી થતી આવે છે અને ઇસુ જોડે 25મી ડિસેમ્બરને કશો સંબંધ નથી. ગરીબ, અજ્ઞાન, કુટુંબમાં જન્મેલા ઇસુ ખ્રિસ્તના જન્મની તારીખ કોઇ જાણતું નથી અને બાઇબલમાં પણ તેનો કશો ઉલ્લેખ નથી.
25મી ડિસેમ્બર મકરસંક્રાંતિના ઉત્સવ તરીકે પ્રાચીન ઇજિપ્તમાં ઊજવાતી હતી અને બધા સમ્રાટો દેવાશી ગણતા હોવાથી 25મી ડિસેમ્બર દરેક સમ્રાટના જન્મદિન તરીકે ઊજવવાનો રિવાજ પડ્યો. આધુનિક ખગોળશાસ્ત્રના આધારે ચાલીએ તો સૂર્યનો મકર પ્રવેશ એકવીસમી ડિસેમ્બરે થાય છે. આપણે ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઊજવીએ છીએ તે આપણા ખગોળશાસ્ત્રીઓના અજ્ઞાનનું પરિણામ છે અને પચ્ચીસમી ડિસેમ્બરની ઉજવણી તે ઇજિપ્તમાં ખગોળશાસ્ત્રીઓની ગણતરી ભૂલ છે, પણ રિવાજ પડ્યો તે પડ્યો અને રૂઢિ-રિવાજ બધાં શાસ્ત્રો કરતાં વધારે મજબૂત હોય છે.
ઇજિપ્તને જીતી લેનાર પારસી સમ્રાટ દરીયુષ પ્રાચીન ઇતિહાસના બાહોશ વહીવટકાર હતા અને 25મી ડિસેમ્બર પારસી સમ્રાટોના જન્મદિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરી. પારસી સામ્રાજ્ય ગ્રીસના સેનાપતિઓએ જીતી લીધું અને આ નબળું પડી ગયેલું સામ્રાજ્ય રોમના કબજામાં આવ્યું ત્યારે રોમના ગણતંત્રનું રાજકારણ હતું. પણ જુલિયસ સીઝરના અનુગામીઓએ ગણતંત્રનો નાશ કરીને રાજાશાહી સ્થાપી ત્યારે 25મી ડિસેમ્બર રોમન બાદશાહોનો જન્મદિવસ તરીકે ઊજવવાનો રિવાજ પડ્યો અને પાંચસો વરસ સુધી આ દિવસ રોમન બાદશાહોના જન્મદિવસ તરીકે ઊજવાતો હતો.
આવી એક ઉજવણીના પ્રસંગે યેરુસલેમમાં ઇસુનાં માબાપ આવ્યાં ત્યારે બાળક ઇસુ તેમની સાથે હતા. ખ્રિસ્તી સંપ્રદાયના કેટલાક વિદ્વાન ઇતિહાસકારોના માનવા મુજબ ઇસુ તે વખતે ચાર વરસના હતા તેથી ખ્રિસ્તી સંવતનો આરંભ ખોટી રીતે થયો છે તેવું પણ કહેવાય છે.
મકરસંક્રાંતિની ઉજવણી થવાનું કારણ એ છે કે એકવીસમી ડિસેમ્બરથી સૂર્યની ગતિ ઉત્તર ભૂખંડમાં શરૂ થાય છે અને અતિશય ઠંડીમાં ઠુંઠવાઇ મરતાં માનવીઓ, પશુઓ અને વનસ્પતિને પણ મોટી રાહત મળે છે. આજની સુવિધાઓ- ગરમ કપડાં અથવા એરકંડિશનો અને છત્રીઓના કારણે ઋતુઓની ફેરબદલી આપણા માટે મહત્ત્વની નથી પણ ખુલ્લાં જંગલો, પર્વતો કે નદીકિનારે વસવાટ કરનાર આદિમાનવો માટે સૂરજનો તડકો કેટલો મહત્ત્વનો હોય તેની કલ્પના કરવી અઘરી નથી. આ ફેરફાર-ઠંડીની વિદાય અને વસંત, ગ્રીષ્મનું આગમન સમાજ માટે વધામણાનો અવસર છે. ભગવાન કે ભગવાનના અવતાર જેવા રાજાઓ જ આ ચમત્કાર કરી શકે તેવી માન્યતા સહજ છે.રોમ સામ્રાજ્ય લગભગ પાંચસો વરસ ટક્યું અને પછી જર્મનોના હાથે ખતમ થયું. તદ્દન સંસ્કારવિહીન જર્મનોએ ફેલાવેલી અંધાધૂંધીના કારણે યુરોપમાં અંધારયુગ શરૂ થયો. ત્રણસો વરસ સુધી યુરોપમાં રાજતંત્ર નથી, વહીવટ નથી, કાયદો નથી,શાળાઓ નથી. નીતિમત્તાના કોઇ ધારાધોરણ નથી, માટે જેની તલવાર અને લાઠી તેની ભેંસ એવા આ જમાનામાં માત્ર એક નાનકડું કોડિયું ટમટમી રહ્યું અને ખ્રિસ્તી સંપ્રદાય-ચર્ચ સર્વભૌમ બન્યું. ગીબન લખે છે તેમ રોમન કેથલિક ચર્ચ રોમન સામ્રાજ્યનો મુગટ પહેરીને તેની કબર પર ચડી બેઠું અને આ રોમન કેથલિક ચર્ચના કારણે થોડું ભણતર, થોડાં પુસ્તકો, થોડા નીતિનિયમો, થોડી વ્યવસ્થા સચવાઇ રહ્યાં.
આ ત્રણસો વરસ (ઇસવીસન 500થી 800) યુરોપના ઇતિહાસમાં અતિશય બેહાલીનો જમાનો છે પણ રોમન કેથલિક ચર્ચે પોતાના બાદશાહ, પોતાના પયગંબર ઇસુ ખ્રિસ્તના જન્મદિનના ધાર્મિક ઉત્સવ તરીકે ઊજવવાની શરૂઆત કરી અને આજની ઘડી સુધી આ ઉત્સવ ઊજવાતો રહ્યો છે.
25મી ડિસેમ્બરની ઉજવણીની આ ઇતિહાસ કથા શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે પણ ઇતિહાસના કઠોરશાસ્ત્રમાં શ્રદ્ધા કે ભક્તિનું ખાસ કશું મહત્ત્વ હોતું નથી. આપણા પૂર્વજોની કથા આપણા મતમતાંતરો કરતાં ઘણી અલગ છે. આ હકીકત માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ હિંદુઓ, મુસલમાનો, બૌદ્ધો, જૈનોને પણ લાગુ પડે છે. કોઇપણ ધર્મની ઐતિહાસિક માનવકથા બધાં દેવ-દેવીઓને ભૂંસી નાખે છે.
nagingujarat@gmail.com
Filed under Uncategorized
OSHO: Nirvikalp Samadhi
-
-
Courtasy Rajendra Trivedi <rmtrivedi@icloud.com>: निर्विकल्प समाधि “जब आंख भी बंद, कान भी बंद और भीतर होश का दीया जला, फिर कैसा विचार? उसी को तो निर्विचार कहा है। उसी को तो निर्विकल्प समाधि कहा है। ऐसी ही घड़ी में तो आकाश तुम्हारे भीतर उतर आता है। ऐसी ही घड़ी में तो बूंद में सागर समाविष्ट हो जाता है।” ओशो के 2500 से अधिक मूल हिंदी प्रवचनों की ऑडिओ रिकॉर्डिंग उपलब्ध है। वीडिओ के रूप में केवल बहुत थोड़े से हिंदी प्रवचन रिकॉर्ड किए गए थे। ओशो प्रवचनों की हिंदी अनुवाद परियोजना में शामिल हों आप हमारे ओशो प्रवचनों की अनुवाद परियोजना में शामिल हो सकते हैं। एक नई अनुवाद प्रौद्योगिकी अब उपशीर्षक के माध्यम से ओशो की हिंदी भाषा को कई अन्य भारतीय और अंतरराष्ट्रीय भाषाओं में अनुवाद करने की सुविधा देता है। हम यहां जल्द ही जो जानकारी उपलब्ध कराएंगे उसका अनुसरण करें।
-
Filed under અધ્યાત્મ
तदेव लग्नं सुदिनं तदेव
કમુર્તા મા લગન ના કરાય, કમુર્તા માં નવા મકાન માં રહેવા ન જવાય, કમૂર્તામાં વાહન ન લેવાય, કમુર્તા માં લગભગ આપણે જેને શુભ કહીએ છીએ એવા કોઈ કામ કરતા નથી પણ જો કમુર્તા મા આપણાં ઘરે બાળકો જન્મે તો કોઈ ને કેમ મનમાં શંકા કુશંકા થતી નથી?? અને વળી 10 વર્ષે પણ ખોળો કમુર્તામાં ભરાણો હોય તોય હરખઘેલા બની જઈએ છીએ…ત્યારે કેમ કમૂર્તા નથી નડતા??
બે વર્ષથી કોઈની પાસે ઉઘરાણી બાકી હોય અને કમૂર્તામાં રૂપિયા પાછા આપવા આવે તો કેમ કમૂર્તા નથી નડતા??
કપડા ખરીદવા, મીઠાઈ ખરીદવા, બુટ-ચપ્પલ ખરીદવા, ફિલ્મ જોવા જવા કે વેકેશનમાં બહાર ફરવા જવા વગેરે માટે મુહૂર્ત જોઈને નથી જતા તો પછી બીજી બાબતોમાં મુહૂર્તની અંધશ્રદ્ધા શા માટે??
કમૂર્તામાં આપણે શ્વાસ લેવાનું બંધ કેમ નથી કરી દેતા?? ખાવાનું કેમ બંધ નથી કરતા? કમૂર્તામાં પાણી પીવાનું બંધ નથી કરતાં, કમૂર્તામાં આપણે શાળાએ જવાનું બંધ નથી કરતા, કમૂર્તા નોકરી પર જવાનું બંધ નથી કરતા તો પછી આ મુહૂર્ત-કમૂર્તાની અંધશ્રદ્ધા શા માટે??
કોઈ જેલમાં હોય અને કમૂર્તામાં જામીન મળે તો શુ તે જેલવબહાર આવવાના બદલે સારુ મુહૂર્ત આવે ત્યારે બહાર આવી એમ કહે ખરાં??? કોઈ સરકારી વ્યક્તિ કમૂર્તામાં લાંચ લેવાનું બંધ કરે ખરાં??
વર્ષોથી તૈયારી કરતા હોય અને પરીક્ષા પાસ કર્યા પછી સરકારી નોકરીનો કોલ લેટર કમૂર્તામાં આવે તો નોકરી જોઈન્ટ કરો કે નહીં?? તમે વતન અને પરિવારથી દુર બીજા જીલ્લામાં નોકરી કરતા હોય અને કમૂર્તામાં તમારા વતનનાં જીલ્લામાં જ બદલી આવે તો શુ તમે બદલી ન કરો?? કમૂર્તામાં જ પગારવધારો આવે તો ના પાડો ખરાં?? જો તમે ખેડૂત હોય અને તમારા ઘરમાં કપાસ, મગફળી, તલ કે અન્ય ખેતપેદાશ પડી હોય અને કમૂર્તામાં ખેતપેદાશના વધું બજારભાવ થાય તો તમે વેચ્યા વગર રહો ખરાં??
વળી સારાંમાં સારુ મુહૂર્ત જોઈને કરેલા લગન પણ છુટાછેડા થાય છે, ક્યાંક સારા મુહૂર્તમાં નીકળેલી જાનની બસનું એક્સિડન્ટ થતા બધા જ મરી જાય છે, સારા મુહૂર્તમાં લીધેલ ગાડીનો પણ અકસ્માત થઈ જાય છે, સારા મુહૂર્તમાં ગૃહપ્રવેશ કરેલા ઘરમાં પણ આગ લાગવાથી કે ઈલેટ્રીક શોક-સર્કિટથી ઘર બળીને ખાક થઈ જાય છે તો પછી આ સારાં મુહૂર્તનો કોઈ મતલબ જ નથી??
ટૂંકમાં ઉપરની તમામ વાતો પરથી સાબીત થાય કે સારુ મુહૂર્ત જોઈને કરેલા કામમાં કોઈ ગેરંટી નથી અને જયાં પોતાનો ફાયદો હોય ત્યાં માણસ મુહૂર્ત જોતો જ નથી માટે મુહૂર્ત અને કમૂર્તાએ કર્મકાંડીઓ દ્વારા પૈસા કમાવવા માટે બનાવવા આવેલા ગપગોળા, વહેમ અને અંધશ્રદ્ધા છે.
જો સમયનું સર્જન ઈશ્વરે કર્યું હોય તો અમુક સમય અશુભ હોય ખરો? ઈશ્વરની રચનામાં આવી ખામી હોય? અમુક સમય સારો અને અમુક સમય ખરાબ ઈશ્વર એવું શા માટે કરે?? સમયને અશુભ કહેવો તે ઈશ્વરની બદનક્ષી કહેવાય..
શુભ/અશુભ ચોઘડિયા મહા તૂત છે. હા, બહુ ઠંડી હોય તો તડકામાં લગ્ન કરાય, પરંતુ ઉનાળામાં ભર બપોરે તડકામાં લગ્ન ન કરાય. કુદરતને અનુકૂળ થવું પડે; તેમાં જ રેશનાલિઝમ છે.
G પૈસા કમાવાનો ધંધો છે, તમને દરેક બાબતે સારા-ખરાબના વહેમમાં નાખવામાં આવે જેથી તમે તમારા ઘરે આવતી દરેક બાબતમાં કર્મકાંડી પાસે મુહૂર્ત જોવડાવવા જાઓ અને એને દાન-દક્ષિણાના નામે કમાણી ચાલુ રહે.. तदेव लग्नं सुदिनं तदेव | ताराबलं चंद्रबलं तदेव ||
विद्याबलं दैवबलं तदेव | लक्ष्मीपते तेंघ्रियुगं स्मरामि ||
लक्ष्मीपती श्रीहरी के चरणयुगुलों का स्मरण ही सुमुहुर्त है,
वह स्मरण ही चंद्र-सूर्यादि तारों का बल है, वही विद्याबल
तथा दैवबल बनकर हमे विजयश्री दिलाता है,
अर्थात
श्रीहरी से यदि अंतर के तार न जुडे हो, तो मुहुर्त, ग्रह-नक्षत्र,
दैव तथा विद्या भी धर्मविजयश्री दिलाने मे असमर्थ है |ઈશ્વરે બનાવેલી આ દુનિયા પવિત્ર છે, શુદ્ધ છે, તેની એક એક સેકન્ડ સારી છે. માટે શુભ – અશુભના કર્મકાંડની અંધશ્રદ્ધાથી મુકત બનો..
પ્રસન્નગંભીરપદા સરસ્વતી’ની શોભા અનેરી…
ચિંતન, સાંપ્રત(લેખોની સંખ્યા – 41)જુઓ બધા
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.
દુર્બોધ લખાણ ઊંચી કક્ષાનું ગણાય ખરું? ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી’ની શોભા અનેરી
· પ્રકાશન તારીખ09 Dec 2018
·
કેટલીક ફિલ્મો એવી કે જોયા પછી વર્ષો વીતે તોય એની સ્મરણસુગંધ મનમાં જળવાઇ રહે છે. શ્રીમદ્્ ભાગવતનો દશમસ્કંધ આપણને કાયમ પ્રેમોપનિષદ માણ્યાની પ્રતીતિ કરાવનારો જણાય છે. આવી પ્રતીતિ કોઇ ફિલ્મને જોઇને થાય ખરી? ફિલ્મ ‘ટાઇટેનિક’ જોયા પછી આવી અનુભૂતિ થયેલી. એ જ રીતે કેટલીક ફિલ્મો મનમાં કાયમી સ્થાન જમાવીને બેઠી છે. ‘અમર પ્રેમ’, ‘ફોરેસ્ટ ગમ્પ’, ‘પ્રેમરોગ’ અને ‘એક દૂજે કે લિએ’ આવી ફિલ્મો ગણાવી શકાય. ઘણા વાચકો આ વાતે સંમત થશે.
આજનો સરેરાશ ગુજરાતી વાચક ધૂમકેતુ, મેઘાણી, રા.વિ. પાઠક કે પન્નાલાલને શોધે છે. એ વાચક પોતાની ચાંચ ન ડૂબે એવું દુર્બોધ સાહિત્ય વાંચવા બિલકુલ તૈયાર નથી જે ફિલ્મમાં દર્શકોને બિલકુલ સમજ ન પડે એ ફિલ્મ અતિ ઉચ્ચ કક્ષાના વિવેચકોને જરૂર ગમી જાય છે. જે નવલકથા કે ટૂંકી વાર્તા વાંચતી વખતે મન કઠણ કરીને અંત સુધી પહોંચવું પડે અને જેમાં જરા પણ પકડ (ગ્રિપ) ન હોય, તે જ વાર્તા વિવેચકોને કલાવિધાનની દૃષ્ટિએ ગમી જાય એવું વારંવાર બને છે. ‘ખંડહર’ આવી ફિલ્મ હતી. એ ફિલ્મ જોવાનું બન્યું ત્યારે પ્રથમ અડધો કલાક સુધી કશી જ સમજ ન પડી. વાંક મારો હતો. મારી સમજણ ટૂંકી પડી, બાકી ફિલ્મ તો એવોર્ડને પાત્ર હતી. થોડાક સમય પર એક ટૂંકી વાર્તા વાંચી. છેક છેવટ સુધી જેમતેમ ટકી રહ્યો. મેં ગુજરાતીમાં એમ.એ. થયેલા એક આચાર્યને પૂછી જોયું: ‘આ વાર્તા વાંચી?’ જવાબ મળ્યો: ‘છેવટ સુધી સમજણ ન પડી’ મને એમનો નકારાત્મક અભિપ્રાય ગમી ગયો. મને થયું કે ગુજરાતમાં એકમાત્ર મૂર્ખ વાચક નથી. આવી વાર્તાઓના સંગ્રહને જરૂર એવોર્ડ મળવાનો! આવી ઊંચી કક્ષાની ભ્રમણામાંથી ગુજરાત ક્યારે છૂટશે? ઊંચી કક્ષાની કવિતાનું પણ આવું જ કે? જે કવિતા બે વાર વાંચ્યા પછી પણ ન સમજાય તે આપોઆપ કાવ્યગુણ ધરાવનારી ગણાય ખરી?
થોડાક સમય પર સુરતના જાણીતા કટારલેખક અને શિક્ષણવિદ્ પ્રોફેસર શશિકાંત શાહનું અવસાન થયું. એમનાં લખાણમાં સાહિત્યગુણ ઓછો, પરંતુ વાચકો સાથેની કનેક્ટિવિટી ઘણી. વાચકોને સમજ પડે એવું ઘણું લખીને તેઓ વિદાય થયા.
તેઓ ‘અવ્યવહારુ વાણિયા’ હતા. ગાંધીજી સિવાય દુનિયામાં કોઇ વાણિયો અવ્યવહારુ પાક્યો નથી. વાણિયો કદી વેચાતી લડાઇ વહોરે? તેલ જુએ, તેલની ધાર જુએ પછી ગોળ ગોળ બોલે પણ મગનું નામ મરી નહીં પાડે. શશિકાંત શાહ જુદી માટીના વાણિયા હતા. આખી દુનિયામાં જ્ઞાતિ કેવળ ત્રણ જ હોય છે: વાણિયા, વૈષ્ણવ અને વૈષ્ણવજન. શિક્ષણના ક્ષેત્રમાં કે યુનિવર્સિટીઓમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર ભાળે ત્યાં તો એમની કલમ તલવાર બની જતી. પરિણામે એમને વિશાળ શત્રુવૈભવ પ્રાપ્ત થયો. એવો વૈભવ એ જ એમની સંપ્રાપ્તિ! ગમે તેવા રેંજીપેંજી માણસની કદી ઇર્ષ્યા નથી થતી. ઇર્ષ્યાવૈભવ વિના શત્રુવૈભવ કદી પ્રાપ્ત નથી થતો. પરિણામે સુરતના સાહિત્યકારોના વર્તુળમાં પણ તેઓ અળખામણા બન્યા હતા.આજનો સરેરાશ ગુજરાતી વાચક ધૂમકેતુ, મેઘાણી, રા.વિ. પાઠક કે પન્નાલાલને શોધે છે. એ વાચક પોતાની ચાંચ ન ડૂબે એવું દુર્બોધ સાહિત્ય વાંચવા તૈયાર નથી. એવું દુર્બોધ લખનારા સાહિત્યકારોનાં પુસ્તકો જે પ્રકાશક છાપે તેણે પોતાની દુકાન બંધ કરવી પડે એ નક્કી. માથું ચડે એવી વાર્તા, નવલકથા, કવિતા માટે એ પાંચ મિનિટથી વધારે ધીરજ ન રાખી શકે. આવા ઉન્નતભ્રૂ લેખકો ગુજરાતી ભાષાને અકાળ મૃત્યુ તરફ ધકેલે છે. ગુજરાતમાં એવા કેટલાય વિદ્વાન લેખકો છે, જે કેવળ પોતાના ઉપરાંત માત્ર બીજા પાંચ જ વાચકો માટે લખે છે. પ્રકાશક શરમના માર્યા એમનું અઘરું પુસ્તક છાપે છે અને 25 નકલો જાય ત્યારે ખુશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં કેટલીય બેઠકો એવી હોય છે, જેમાં પ્રમુખસ્થાને કંટાળો બેઠેલો હોય છે. સામે જ બેઠેલા શ્રોતાઓ બગાસાં ખાય તે જોઇને પણ વિદ્વાન વક્તા પ્રવચન પૂરું કરવા તૈયાર નથી હોતો. એવા વક્તાઓને મેં ઓસામા બિન લાદેન કહ્યા છે. શ્રોતાનું બગાસું સૌથી નિખાલસ પ્રતિભાવ ગણાય. આવા નિર્દય વક્તાઓની યાદી હું ખાનગીમાં આપવા તૈયાર છું. એમને આમંત્રણ પાઠવનારો જૈશ એ મોહમ્મદનો દલાલ જાણવો.
વર્ષ 1960ના અરસામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન સુરતની એમ.ટી.બી. કોલેજના મધ્યખંડમાં મળ્યું હતું. કંટાળાજનક પ્રવચનો થયાં પછી શ્રોતાઓ કંટાળ્યા, ખૂબ જ કંટાળ્યા. પછી સદ્્ગત ચંદ્રવદન મહેતા બોલવા ઊભા થયા. ચં.ચી. એવા તો ખીલ્યા કે શ્રોતાઓને જાણે રાહત થઇ. આખા હોલમાં પ્રસન્નતાનાં વાઇબ્રેશન્સ પ્રસરી ગયાં. ચં.ચી.ના પ્રવચનમાં સાહિત્યગુણ ઓછો ન હતો, પરંતુ તેઓના પ્રત્યેક શબ્દને માંહ્યલાનો ટેકો હતો. આપણા કેટલાક વિદ્વાન વિવેચકો બોલે ત્યારે એમના શબ્દને માંહ્યલાનો સથવારો નથી હોતો. પરિણામે એમનો શબ્દ ‘અનાથ’ હોય છે. વક્તા જાણે બોલતી વખતે ગેરહાજર હોય છે. ઘણુંખરું વક્તા કરતાં માઇક થોડુંક નીચું હોય છે. એવા પણ વક્તાઓ હોય છે, જેઓ બામ ખપાવે ત્યારે વક્તા કરતાં માઇકની કક્ષા ઊંચી જણાય છે. વક્તા બોલે છે, બહુ બોલે છે, પરંતુ કશુંય શ્રોતાઓ સુધી પહોંચતું નથી. જ્હોન ડ્યૂઇ જેવો વિચારક કહે છે: એક દુકાનદાર કહેતો કે પોતે બધો માલ વેચી નાખ્યો છે, પરંતુ કોઇએ તે ખરીદ્યો નથી. આવા વક્તાઓની સભા ગોઠવવી એ પણ પાપ છે. આવા વક્તાઓ માતૃભાષાના અપ્રગટ શત્રુઓ ગણાય. બોલે છે, બહુ બોલે છે, પરંતુ શ્રોતાઓ સુધી કશુંય પહોંચતું નથી. તો પછી શું વક્તાએ લોકરંજન માટે જ બોલવાનું કે? આ યક્ષપ્રશ્નનો જવાબ મહાકવિ ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’માં મળે છે. સાંભળો:
વનવાસ દરમિયાન અર્જુન શસ્ત્રોની શોધમાં નીકળી પડે છે. એને વનમાં સામે કિરાત (ભીલ) મળે છે. શંકર ભગવાન પોતે કિરાત બનીને અર્જુન સામે યુદ્ધે ચડે છે. લડાઇ બરાબર જામી છે. કિરાત સમર્થ અર્જુનને બિલકુલ ગાંઠતો નથી. બંને વચ્ચે સંવાદ થાય છે, ત્યારે અર્જુન કિરાતને એક સુંદર વાત કહે છે: ‘સ્પષ્ટ ઉચ્ચારણોથી વિભૂષિત, શ્રવણસુખદ, શત્રુઓનાં હૃદયને પણ પ્રસન્ન કરે તેવી પ્રસન્નગંભીરપદા સરસ્વતી તો ભાગ્યશાળીઓની જ હોય છે.’ અર્જુનના આ શબ્દો આપણા અતિવિદ્વાન સાહિત્યકારોએ ગાંઠે બાંધવા જેવા છે. ગાંધીજીનું એક વિધાન ખપ લાગે તેવું છે: ‘વિનોદ વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનો વિનોદ અર્થહીન છે.’ વિવેચકોએ તો અર્જુનનું વિધાન સતત યાદ રાખવું પડશે: ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી.’ જે સાહિત્યકાર લખતી કે બોલતી વખતે વાચક કે શ્રોતા પ્રત્યે અકરુણાવાન હોય છે, તેની ધરાર ઉપેક્ષા કરવાની કળા વાચકો કે શ્રોતાઓ પાસે હોય છે. સાવધાન! વાચકો બધું પામી જાય છે. તેઓ ભોળા હોય છે, મૂર્ખ નથી હોતા.
સાહિત્યકારો કલ્પનામાં ન આવે તેટલા ઇર્ષ્યાળુ હોય છે. આપણા સાહિત્યજ્ઞશ્રી સુમન શાહે ક્યાંક ‘આત્મનેપદી કાપાકાપી’ની વાત કરી હતી. ઊંચાં ગજાનાં અને નીચા સ્વભાવનાં સાહિત્યકારને તમે મળ્યા છો? મળો ત્યારે નાક પર રૂમાલ દબાવી રાખજો. કૃત્રિમતાના દુકાનદાર જેવા કોઇ સાહિત્યકારને મળવાનું બને ત્યારે એમના માંહ્યલાથી સાવ કપાઇ ગયેલા દુર્બોધ શબ્દો ન સંભળાય, તે માટે કાન પર પણ રૂમાલ દબાવી રાખજો. આપણા લાડકા વિનોદ ભટ્ટને આવા લોકો પ્રત્યે જબરો અણગમો હતો. વિનોદભાઇની આત્મકથા વાંચજો.
વાચકો સાથેની કનેક્ટિવિટી ન જળવાય ત્યારે ઉન્નતભ્રૂ એવા સાહિત્યકારને વાચકોની ઉપેક્ષા પજવે છે અને એ પજવણી ક્યારેક ઇર્ષ્યાને માર્ગે વળે એમ પણ બની શકે છે. સાહિત્યકાર હોવું અને નિખાલસ ન હોવું એ એક મ્યાનમાં બે તલવાર રાખવાની કુચેષ્ટા ગણાય. નિખાલસતા મનુષ્યની ઋજુતાને સંકોરે છે. પરિણામે અંદરથી જે ઊગે તે ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી’ની સીધી કૃપાનો પ્રસાદ હોય છે. સર્જકની વાતને જો અનુભૂતિનો ટેકો જ ન હોય, તો વળી લખવાની શી જરૂર? કલમનું ચારિત્ર્ય જળવાય, તો અડધું યુદ્ધ જીતી ગયા એમ કહેવાય. આજથી લગભગ 200 વર્ષ પહેલાં સ્વામીનારાયણ સંપ્રદાયના આદરણીય શ્રીજી મહારાજે ‘જાણપણું’ શબ્દ પ્રયોજેલો. જ્ઞાન અને શાણપણ જેવી બે બાબતોને જોડતો કોઇ સેતુ હોય, તો તે છે: ‘જાણપણું’ સાહિત્યના ક્ષેત્રે પણ ‘જાણપણું’ એ જ ખરી થાપણ છે. એવી થાપણ ન હોય, તો લખવાનું ટાળવું એ પણ ‘સ્વચ્છ’ પ્રદાન જ ગણાય. સ્વચ્છ પ્રદાન એટલે સ્વસ્થ સર્જન. સાહિત્યકાર અત્યંત દુર્બોધ લખે ત્યારે માતૃભાષા વહેલી મરે, તેવી તજવીજ કરતો હોય છે.
પાઘડીનો વળ છેડે
દુનિયાના સૌથી માલદાર માણસ બિલ ગેટ્સે પુસ્તક લખ્યું છે: ‘The Road Ahead.’ બિલ ગેટ્સ પુસ્તકનો આરંભ એક ફિલ્મના ઉલ્લેખથી કરે છે. ફિલ્મનું નામ છે: ‘ધ ગ્રેજ્યુએટ.’ એ ફિલ્મ 1967માં એન આર્બર (મિશિગન)માં જોયેલી. એમાં એક અશ્વેત દલિત કોલેજિયન કોઇ મોટા ધનપતિને મળે ત્યારે કહે છે: ‘મને કોઇ સલાહ આપો. મારે જો આગળ વધવું હોય, તો તમે કઇ ટિપ આપો?’ ધનપતિ જવાબમાં માત્ર એક જ શબ્દ બોલે છે: ‘પ્લાસ્ટિક.’ આજે આવો પ્રશ્ન કોઇ યુવાન પૂછે તો હું શું જવાબ આપું? હું એ યુવાનને કહું: ‘ઇન્ફોર્મેશન.’
Blog:http://gunvantshah.wordpress.com
Filed under Uncategorized
Weird & Wonderful Dancing Birds Compilation
Weird & Wonderful Dancing Birds Compilation
Attachment(s) from Sy Tran sybl@sbcglobal.net [funonthenet] | View attachments on the web
7 of 7 Photo(s)
Hasmukh Kothari: Sy Tran <sybl@sbcglobal.net>
Filed under ઘટના