Monthly Archives: મે 2019

યામિની વ્યાસ ના કાવ્યો…

છલાંગો લગાવી ન પામ્યું મેં બિસ્તર
મને આટલી જલ્દી બોલાવી ઈશ્વર !

ન બોલું ન ચાલું હવે એકે અક્ષર 
સદા મા છું તારી ને પપ્પાની ભીતર

જરા તડકો લાગે તું ઓઢાડે છેડો 
અહીં માથે સળગે જો મા આખું છત્તર

મને વહાલથી કેચ કરતાં ઉછાળી
હવે જોઈએ આજે પપ્પાનું બખ્તર

તને મેં સ્મરી કૂદવાની ક્ષણે મા
હવે શોધજે દિલમાં રાખીને પથ્થર

બધી ચીજ મારી તું આપી જ દેજે
મૂકી આગની સાયરન દેજે દફતર

ફૂલો કેમ સળગી ગયા આંખ સામે?
નથી કોઇ પાસે હવે આના ઉત્તર !

ન રડશો તમે મા ને પપ્પા દુઃખી થઈ
કળી છું તમારી બની રહીશ અત્તર

યામિની વ્યાસ

……………………………………………………….

Lyo Hari Ye Moklyu Ensi Varshe Mangu Poem Recited By Yamin Yamini Vyas

YOUTUBE.COM
Our objective is to spot out and promote the budding artists like poets, story tellers, creative composers in…

Leave a comment

Filed under કવિતા, યામિની વ્યાસ

તમે જશો પછી!../ યામિની વ્યાસ

હતા જ, છો,હશો અહીં, તમે જશો પછી!
અહીં રહી જશો તમે ફરી,તમે જશો પછી!

ફિકર શું કામ હું કરું? જવાના ક્યાં તમે?
ન આંખ દડદડે કદી, તમે જશો પછી!

ભૂલી જવાશે કે તમે કહ્યા વિના ગયા,
પ્રતીક્ષા તો જશે ટકી, તમે જશો પછી !

પલકમાં સ્વપ્નનો ભલેને ભાર છે ઘણો,
મને ય લેશે સાચવી, તમે જશો પછી!

જઈને જોજો એકવાર, ક્યાં સુધી જશો?
ખબર પડી જશે ખરી, તમે જશો પછી!

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

શું તમને ખબર છે ?

Leave a comment

Filed under Uncategorized

ગુજરાતી સારસ્વત પરિચય…

Wall of dhaivat joshipura – May 1st.
ગુજરાતી સારસ્વત પરિચય
 
– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ .
ગુજરાત તને વંદન !

Leave a comment

Filed under જત લખવાનું કે...

જાપાની મોર્નિંગ ડાયટ’!…

Face your past without regret.

Handle your present with confidence.

for the future without fear.            

Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

ઝડપથી ઘટાડવું છે વજન તો આજથી જ શરૂ કરી દો ‘જાપાની મોર્નિંગ ડાયટ’!

  

હેલ્થ ડેસ્કઃ વજન ઘટાડવા માટે લોકો કેટલીય રીતો અપનાવતા હોય છે. ઈન્ટરનેટ પર પણ વજન ઉતારવા માટેની અઢળક ટિપ્સ જોવા અને જાણવા મળશે. પરંતુ શું તમે ‘જાપાની મોર્નિંગ ડાયટ’ વિશે સાંભળ્યું છે? આ ડાયટ આજકાલ ઇન્ટરનેટ પર એક વિશેષ આહાર તરીકે લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. આ ડાયટ જાપાનના હિતોશી વાતાનેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો ‘જાપાની મોર્નિંગ ડાયટ’ વિશે વધુ જાણીએ.

શું છે ‘જાપાની મોર્નિંગ ડાયટ’?

આ ડાયટ મુજબ સવારે નાસ્તામાં તમારે એક પાકું કેળું ખાવાનું છે. ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું રહેશે. પછી બપોરે જમવાના સમય પહેલાં બીજું કંઈ જ ખાવાનું નથી. કેળામાં રહેલો સ્ટાર્ચ વજન ઘટાડવામાં ફાયદાકારક નીવડે છે. કેળું નાના આંતરડામાં આવવાને બદલે સીધું મોટા આંતરડાની અંદર જ ઓગળી જાય છે. મોટા આંતરડામાં કેળું જતું રહેવાથી તેમાંથી સ્ટાર્ચ અલગ થાય છે. આંતરડામાં પહેલેથી હાજર બેક્ટેરિયા સ્ટાર્ચને ફેટી એસિડમાં પરિવર્તિત કરી દે છે. આ ફેટી એસિડ તમારી કોશિકાઓમાં પહોંચીને શરીરને પોષણ આપે છે.

આ ડાયટમાં કેટલાં કેળાં ખવાય?
આ ડાયટમાં સવારે નાસ્તામાં તમારે માત્ર એક કેળું ખાવાનું છે. જો વધારે ભૂખ લાગી હોય તો પહેલું કેળું ખાધા બાદ 20 મિનિટ પછી બીજું કેળું ખાવું. આ ડાયટમાં દિવસ દરમિયાન તમને ભૂખ લાગી શકે છે. પરંતુ ધીમે-ધીમે શરીરને આ ડાયટની આદત પડી જશે. આ ડાયટ અનુસરવાનો સૌથી મોટો નિયમ છે કે તમને લાગેલી ભૂખથી ઓછો ખોરાક આરોગો.

જાપાની મોર્નિંગ ડાયટમાં આ વસ્તુઓનું ધ્યાન રાખો

લંચ અને ડિનરમાં તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો. પરંતુ સાંજે નાસ્તાના સમયે ફક્ત ફળો આરોગવાં. તેમજ આખા દિવસ દરમિયાન ગરમ પાણી પીવું. ગરમ પાણી પીવાથી તમારી પાચનની ક્રિયા સારી થશે. રાત્રે 8 વાગ્યા પહેલાં જમી લેવું. ત્યારબાદ કંઈ જ ખાવું નહીં.

‘જાપાની મોર્નિંગ ડાયટ’માં કેળું કેમ ખાવામાં આવે છે?

કેળું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેળું ખાવાથી પાચનની ક્રિયા સારી થાય છે. કેળું ખાવાથી પેટમાં ભાર પડે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કેળામાં સ્ટાર્ચ ઉપરાંત પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

__._,_.___

Courtesy:  Pravinkumar Patel


Leave a comment

Filed under ઘટના

સાચા આનંદના મૂળ સ્ત્રોતને પામી …

માણો… મા પ્રક્ર્તિનું પ્રસન્ન સ્વરુપ  

સાચા આનંદના મૂળ સ્ત્રોતને પામી …

આપણે તો ધરતીના જાયા; પણ ધરતીને—એના પર્યાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરતા હોઈએ તો તે આપણે જ. આપણને  સીધીસાદી રીતે, વધુમાં વધુ કુદરતની સાથે સુમેળ સાધીને જીવવું ફિક્કુંફસ લાગે છે ! આ. સાદાઈને સરળતાનો, શિસ્ત અને સંયમનો સત્ત્વરસ આપણે ગુમાવી બેસીએ છીએ અને તેથી અજંપાના—અશાંતિના અને અસ્વસ્થતાના શિકાર બનીએ છીએ. આપણે તેથી જ સાવધ થવાની તાતી ઘડી આવી લાગી છે. સમયસર ચેતીશું તો બચીશુ અને બચીશું તો આપણે આપણામાંના સત્ત્વતત્ત્વને-આપણી અસલિયતને પરખી શકીશું. અને સાચા આનંદના મૂળ સ્ત્રોતને પામી શકી

Courtasy mahendra thaker <mhthaker@gmail.com> wrote:

Although Photoshop has long existed and has become an integral part of the processing and editing method of many photographers, nature is an artist whose work usually doesn’t need any refinement or improvement. Geometric shapes, spectacular colors and amazing sights can prove just how true it is. We invite you to be impressed by 21 pictures taken of nature that prove that it is perfect the way it is, and show you how beautiful the world is if you only know where to look…

 

nature

Leave a comment

Filed under ઘટના, જત લખવાનું કે...

વૃત્તિઓની પવિત્રતા….

 
A – VRUTTIO-NEE PAVITRATAA – UNJHAA AASHRAM, વૃત્તિઓની પવિત્રતા – ઊંઝા આશ્રમ – મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રસંગો, અધિક માસના પવિત્ર દિવસોમાં ચાલી રહ્યા છે. અધિક માસ પવિત્ર છે, એનો શું હેતુ છે? પવિત્રતાનો શું અર્થ થાય છે? જેની પાસે જવાથી, જે સાંભળવાથી, જેનું સેવન કરવાથી તમારી વૃત્તિઓ નિર્મળ બને, એનું નામ પવિત્રતા. સ્થળની પવિત્રતા, વાણીની પવિત્રતા, વ્યક્તિની પવિત્રતા કે પછી વસ્તુની પવિત્રતા હોય. અશાંતિનું મૂળ વૃત્તિઓ છે. વૃત્તિઓ જયારે અપવિત્ર બને છે ત્યારે તમે કરોડ ઉપાય કરો તો એ તમને શાંતિનો અનુભવ થાય નહીં.પણ એજ વૃત્તિઓ જયારે પવિત્ર બને છે, નિર્મળ બને છે ત્યારે વગર પ્રયત્ને, તમારા અંદર એક શાંતિનો અનુભવ થવા લાગે છે. વૃત્તિઓની પવિત્રતા એટલે શું? જેણે ભૂંડું કામ કરવાની ઈચ્છા ન થાય. વૃત્તિ અને વર્તણુક આ બંને દ્વારા જે પાપ છે, એનાથી માણસ સહજ રીતે દૂર થાય, એનું નામ પવિત્રતા. કથાનો કોઈ બીજો અર્થ નથી. આટલા તડકામાં દૂર દૂરથી કેટલી અગવડો ભોગવીને, અહિયાં બેસવાની જગ્યા નથી મળતી, કેટલીએ અગવડો છે, છતાં લોકો આવે છે. લોકો એમ માને છે કે સિનેમા બધાં ઉભરાય રહ્યા છે, પણ એજ માણસોને જો તમે બરાબર સારો અને સાચો ખોરાક આપો તો એજ માણસો ધાર્મિક ક્ષેત્રમાં પણ જવા તૈયાર હોય છે. અહિયાં કોઈને આમંત્રણ નથી કે કોઈ મોટો પ્રચાર કર્યો નથી તથા અહીંયા આવવાનું કોઈ આકર્ષણ નથી અને ઘણાને તો વક્તા દેખાતો પણ નથી અને જેણે જ્યાં તડકે છાંયડે જગ્યા મળે ત્યાં બેસે છે, કેમ? વૃત્તિઓની પવિત્રતાથી જે સુખ આવે છે, એ સુખ બીજી કોઈ જગ્યાએ મળતું હોતું નથી. કેટલા બધા પ્રશ્નો અને પ્રશ્નોમાંથી ઊભી થનારી અશાંતિ અને એ અશાંતિમાંથી વેદના, એક ભાર ઉપાડ્યો હોય અને એ ભાર જેમ હળવો થાય, @5.00min. અથવા માનો કે તમે રાત્રે ઊંઘવા માગતા હોવ પણ મચ્છર બહુ હોય તો એ તમને ઊંઘવા નહિ દે. પણ કોઈ સજ્જન માણસ તમને મચ્છરદાની આપે તો પછી ઘસઘસાટ ઊંઘ આવી જાય. પણ તમારી પથારીમાં લાલ જામેલી કીડીઓ ચઢી હોય તો મચ્છરદાનીમાંએ ઊંઘ આવે નહીં. એમ જીંદગી એક પથારી છે અને આપણે સૌ ઘસઘસાટ ઊંઘવા માંગીએ છીએ પણ પથારી ઉપર સિંદુરી કીડીઓથી તમને કોણ બચાવી શકે? જે લોકો કોથળા ઉપર સુતા હોય છે, એ બહુ પડખાં નથી ફેરવતા પણ જે પાંચ હજારના પલંગ ઉપર સુતા હોય છે તે પડખાં ફેરવે છે. કેમ? જામેલી કીડીઓ ચઢી છે. થોડી ગંજ બજારમાંથી ચઢી છે, થોડી ઘરમાંથી ચઢી છે, થોડી પડોસીની ચઢી છે. થોડી-થોડી બધેથી ચઢી છે. એટલે અધિક મહિનો ત્રણ વર્ષે આવે. આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ વ્યવસ્થા કરી કે ભાઈ ૧૨ મહિના તમે સત્સંગ ના કરી શકો કંઈ નહિ, પણ આ અધિક મહિનામાં હાજર કામ પડતા મુકીને પણ સત્સંગ સાંભળવા જશો. તમને કીડીઓના ચટકા ઓછા થઇ જશે અને બહુ શાંતિનો અનુભવ થશે. અહીંયા રામાયણમાં સંસારના પ્રસંગો છે. એમાં કયો પ્રસંગ ચાલી રહ્યો છે? એક પતિનો પ્રશ્ન હોય, એક પત્નીનો પ્રશ્ન હોય. પતિ અને પત્ની એકબીજાને અનુકુળ થઇ ગયાં, એટલે રામસીતા થયા. જેમણે લગ્ન નથી કર્યા એમને પરણ્યા પહેલાના પ્રશ્નો હોય છે. માણસની વ્યાકુળતા વધી જાય કે કોઇપણ હિસાબે મને કન્યા લાવી આપો. પછી પરણે અને પરણ્યા પછી શાંતિ, ખરું ને? નહિ, પછી જુદા પ્રશ્નો ઊભા થાય અને પછી તો એજ માણસ કહે કે આના કરતાં તો પહેલાં સારું હતું. સંસાર સમુદ્ર છે અને સમુદ્રને કોઈ આરો (અંત) હોય નહીં. પરણ્યા પછીના પ્રશ્નો પણ હલ થાય જો તમને વડીલોનો, કુટુંબનો સાથ મળે અને તમારા બહુળમાં પણ સંસાર સાગર તરવાની શક્તિ હોય તો તમે પ્રશ્નો ઉકેલતા જાવ અને પછી જે પ્રશ્નો ઊભા થાય એ છોકરાઓના પ્રશ્નો ઊભા થાય. @10.00min. અને છોકરાઓના પ્રશ્નોમાં પણ કેટલીકવાર એવા વિચિત્ર પ્રશ્નો ઊભા થાય કે તમારે ત્યાં છોકરાં છે બાપ એક છે પણ માયો જુદી-જુદી છે. આ માયોજ પહેલાં તો પ્રશ્નો ઊભા કરે. એક યુધ્ધે નીકળેલા રાજપૂતની વાત સાંભળો. बहुत वणज बहु बेटीयाँ, दो नारी भरथार, इत्नेको मत मारिओ उसे मार रह्यो किरतार. અહિયાં દશરથે તો બેની જગ્યાએ ત્રણ કરી. એક બીજી વાત યાદ રાખજો કે તમારા ઘરમાં, તમારા પોતાના ઉભા કરેલા પ્રશ્નો થાય છે. મૂર્ખતાથી, તમારામાં કુશળતા નથી, બુધ્ધિ નથી, આવડત નથી, અનાડીપણું, નાદાનીપણું છે, એટલે તમે જાતેજ પેટ ચોળીને પ્રશ્નો ઊભા કરો છે. અનાડી માણસને કોઈ તારી ણા શકે. ડૂબનારો અનાડી હોય અને તરવૈયો ગમે એટલો બહાદુર હોય પણ એ તરવૈયાનેજ ચોંટી પડે તો તરવૈયાને પણ ડુબાડે. તરવૈયો શાંત માણસોને તારી શકે. પ્રશ્નો માણસ અને ઘરમાં સ્ત્રી ઊભા કરે છે. સફળ સ્ત્રી કરતાં નિષ્ફળ સ્ત્રી બહુ ભયંકર છે. પુરુષ એટલો ભયંકર ના બની શકે. પુરુષ બહારના પ્રશ્નોથી થાકતો નથી હોતો પણ ઘરના પ્રશ્નોથી થાકતો હોય છે. કારણકે ઘરના પ્રશ્નો ઉકેલી શકતા નથી.રડવા બેસે અને કુવે પડવા જાય. @15.00min. ગાંધી નગરની સરકાર તો ગાંડી સરકાર છે. મેઘા પાટકરને મરવાની સગવડ કરી આપી હોત તો નર્મદાનો પ્રશ્ન ઉકલી જાત. એ તો સ્ટંટ કરતી હતી. સ્વામીજી આફ્રિકા ગયેલા, ત્યાં એક બહેન છે, સ્વમોનારાયણ ધર્મ પાળે છે. એ વારંવાર કહે છે કે, બાપજી, મારી તો પંચમી ભૂમિકા ચાલે છે પણ આ મારા પતિની દયા આવે છે, નહિ તો હું ક્યારનીએ વડતાલ જઈને બેસી ગઈ હોતવેદાંતની સાત ભૂમિકા હોય છે. આવું વારંવાર કહ્યા કરે એટલે સ્વામીજીએ એના હસબંડ દ્વારા, એને કેવી રીતે બોલતી બંધ કરી તે સાંભળો. આ મેઘાબેનની જો જળ સમાધિ થઇ હોત તો ગુજરાતનું એક અનિષ્ટ તો મટ્યું હોત. પણ આ સરકારને રાજ કરતાં આવડે નહિ તો શું કરે? આમટે બાબાને પણ બધા કરગરે કે તમે પાછા જાવ. આમાં ગાંધી બાપુનો રસ્તો નહિ ચાલે. સરદાર પટેલનો રસ્તો ચાલે. રામનો રસ્તો ચાલશે. એટલે આ જે પવિત્રતા અને એમાં જે તમારે ત્યાં ઊભા થનારા પ્રશ્નો અને એ પ્રશ્નોનો કોઈ છેડો નથી. પ્રશ્નોથી તમે ભાગશો? રામાયણ તમને ભાગવાનું શીખવાડતી નથી પણ તમને પ્રશ્નો ઉકેલવાનું કહે છે. @20.01min. અહિયાં રામાયણમાં પ્રશ્ન ઊભો થયો છે, એ સ્ત્રીઓના દ્વારા ઊભો થયો છે. રામને અને ભારતને કોઈ પ્રશ્ન નથી. બહેનોજ પ્રશ્નો ઊભા કરી આપે, કેટલીક વાર તો બહુ વિકરાળ પ્રશ્નો ઊભા કરી આપે. તમને પોતાને ખબર ન હોય કે આના શું પરિણામો આવશે? એટલા માટે નીતિકારે, શાસ્ત્ર્કારે, એ બેયમાં એક મુદ્દાનો ફરક મુક્યો છે. એકમાં લાગણીની પ્રધાનતા છે અને બીજામાં બુદ્ધિની પ્રધાનતા છે. લાગણીની પ્રધાનતા બહુ જલ્દી પ્રશ્નો ઊભા કરી આપે. દશરથને ત્યાં સુંદર વ્યવસ્થા હતી, સુખના ઢગલા હતા, પણ એક-બે સ્ત્રીઓએ એવા પ્રશ્નો ઊભા કરી દીધા કે આખું ઘર દખળાઈ ગયું કે કોઈ એનું સમાધાન ના કરી શકે. સ્ત્રી પ્રશ્નો ઊભા કરે છે, પણ એને છોડી પણ નથી શકાતી, એના વગર રહી પણ નથી શકાતું, એનું નામ માયા છે. છોડવામાં એ દુઃખ છે અને પકડવામાંએ દુઃખ અને તમારી લાચારીની કોઈ સીમા નથી, આનું નામજ માયા છે. એટલે રામ વનમાં ગયા, ભરત પાછળ ગયા પણ ભરત જતાં પહેલાં દશરથનું અવસાન થયું. બધી રાણીઓ વિધવા થઇ. આપણે ત્યાં એવી માન્યતા છે કે જે દુઃખ આવે છે એ કોઈને કોઈ પૂર્વના પાપના કારણે આવે છે. દશરથને પૂછ્યું કે તમારાથી કોઈ ભૂલ થઇ હતી? દશરથે કહ્યું, મારી જયારે ભાર જુવાની હતી ત્યારે યુવાનીનો મદ ચઢેલો ત્યારે મેં શબ્દવેધી બાણ ધનુષ વિદ્યા શીખેલી. પછી એક રાત્રે મને ઈચ્છા થઇ કે લાવ આજ શબ્દ વેધી બાણનો ઉપયોગ કરું. એટલે જ્યારે નદીના બીજા કિનારે બુડ-બુડ-બુડ અવાજ આવ્યો ત્યારે, કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હશે એમ સમજીને શબ્દ વેધી બાણ ચલાવ્યું પણ પેલી તરફથી માણસની ચીસ આવી કે, મરીગયો-મરીગયો, બચાવો-બચાવો. અને હું વિચારમાં પડ્યો કે આ કોણ હશે? જેમ-તેમ કરીને એની પાસે પહોંચ્યો.  @25.00min. અજાણતા ઘટના થઇ ગઈ અને મરનાર માણસ શ્રવણ હતો. એ તો એટલું રુદન કરે છે કે મારાં આંધળાં માં-બાપ, હું એકનો એક દીકરો એને મારા ખભા ઉપર કાવળ મૂકી અડસઠ તીરથ કરવા નીકળ્યો, એમને પાણી પીવાની ઈચ્છા થઇ અને હું આ પાણી ભરતો હતો. ઓ દુષ્ટ મેં તારું શું બગડ્યું હતું કે મને ગરીબને, નિર્દોષને તેં બાણ માર્યું, એને બહુ વિલાપ કર્યો. દશરથ કહે છે, મારાથી આ દુઃખ જોયું ગયું નહીં. દશરથે માફી માંગી. શ્રવણે કહ્યું તું ઘડો ભરીને મારાં માં-બાપને પાણી પીવડાવી આવ. પછીની વાત સાંભળો. દશરથે કહ્યું, હું શ્રવણની હત્યા કરનારો ક્ષત્રિય છું. મારાથી ભૂલથી શ્રવણની હત્યા થઇ છે એટલે હવે પછી હું તમારી સેવા કરીશ. એમણે પાણી ના પીધું અને કકળી ઉઠ્યા અને એ કકળાટમાં કહ્યું કે જેવી રીતે અમે અમારા છોકરાના વિયોગમાં રડી રડી ને પ્રાણ છોડીએ છીએ એવી રીતે દશરથ તું પણ તારા દીકરાના વિયોગમાં રડી રડીને પ્રાણ ત્યજીશ. કૌશલ્યા એટલે મારી આ દશા આવી છે. આ બધા પ્રશ્નો છે. દશરથે તો પ્રાણ છોડી દીધા એમ જે બનવાનું હતું તે બની ગયું. ભરત રામ પાસે પહોંચ્યા, ત્યાં બે ભાઈઓનું મિલન થયું. અહીંથી સુઈગામના ભાણાભાઈની વાત સાંભળો. બે ભાઈઓના વિખુટા પડવાની કથા હોય છે. @30.03min. ઘર તોડવાનીએ કથા હોય છે. અહીં રામાયણ જોડવાનું કામ કરે છે. જયારે રામે ભરતને બહુ સમજાવ્યા અને કોઈ હિસાબે ભરત ન માન્યા અને પછી વાશિષ્ટને બધા વચ્ચે પડયા, પણ ભરતે એકજ વાત કરી કે હું તમારી સાથે લક્ષ્મણની જેમ વનમાં આવીશપણ હું પાછો નહિ જાઉ. તો પછી અયોધ્યાના રાજ્યનું શું થશે? વચ્ચેનો એક રસ્તો નીકળ્યો કે બસ તમારી ચરણ પાદુકા મને આપો. ભારતનું રાજ્ય નહિ, રામનું રાજ્ય નહિ પણ રામની પાદુકાનું રાજ્ય. પરણ્યા પછી, પુત્રો થયા પછી એક બહુ મોટો ગંભીર પ્રશ્ન ઊભો થતો હોય છે, એ મિલકત વહેંચવાનો એ વિશે સાંભળો. રામ અને લક્ષ્મણને જેમ પહેરેલાં કપડે નીકળવું પડ્યું એવી રીતે જે પતિ-પત્નીને પહેરેલે કપડે બહાર નીકળવું પડ્યું હશે, તમારે જોવું હોય તો જોજો, એ લોકો અશ્વર્યનો ઢગલો કરી દેતા હોય છે. બાપ હોય, વારસો હોય, ઘણાં છોકરાઓ હોય અને કોઈ પ્રશ્ન ઊભો ન થાય તો તો એના જેવો કોઈ ભાગ્યશાળી નહિ હોય. પણ બધા કોઈ એવા થોડા, ઘણા તો દશરથ જેવાજ હોય છે. એમાંએ બાપ એક હોય અને માંઓ જુદી જુદી હોય તો પછી છોકરાઓ પ્રત્યેની લાગણીઓ અને એ લાગણીઓની ખેંચાખેંચ, ધ્રુવનું આખ્યાન એમાંથીજ ઊભું થયું. કૈકેયીએ પ્રશ્ન ઊભો કર્યો, એમાં દશરથનું મરણ થયું, પણ ભરત અને રામ ડાહ્યા નીકળ્યા. ચારેચાર ભાઈઓ સરખા છે. એકેય એમ નથી કહેતો કે મારે મિલકત જોઈએ છે. કારણ શું છે કે કેટલાક લોકો મિલકત માટે જન્મ્યા હોય છે તો કેટલાક લોકો મિલકત પડાવી લેવા માટે જન્મ્યા હોય છે. @35.08min. એક શેઠ અને એના બે દીકરાની વાત સાંભળો. બંને દીકરાઓ વચ્ચે મિલકત તો બરાબર વહેંચાઇ ગઈ, પરંતુ એક કાચની પ્યાલી માટે કોર્ટે ચઢ્યા અને વકીલોની ફી ચૂકવવામાં બરબાદ થઇ ગયા. સુપ્રીમ કોર્ટે ચઢતાં વરસમાં મળેલી બધી મિલકત સાફ થઇ ગઈ. એ લોકો ધારતે તો બાપના નામ ઉપર માનવતાનું કામ કરી શક્ય હોત..જજે બંને છોકરાઓને પોતાના સામે ઊભા રાખ્યા અને કહ્યું, આટલી પ્યાલી માટે એમ બે-ત્રણ વાર બોલતાં-બોલતાં ધીરે રહીને પ્યાલીને હાથમાંથી પડતી મૂકી, એના ટુકડે-ટુકડા થઇ ગયા. જજે કહ્યું તમે બંને જણા અડધા-અડધા વહેંચી લો, ત્યારે બંને ભાઈઓને ભાન થયું કે આ તો મિલકત ગઈ અને આપણે ફના-ફાતિઆ કરીને બેઠા ત્યારે એમને ભરત મિલાપનો પ્રસંગ યાદ આવ્યો. પ્રેમથી ન મળ્યા તો હવે લડાઈ-ઝગડો કર્યા પછી તો મળો. ન્યાયધીશે કહ્યું, એક માંની કુંખે જન્મેલા તમે શા માટે દુશ્મન થયા છો? બંને ભાઈઓ ભેટી પડયા અને કહ્યું, આ મિલકત આપણને પછી નહીં. હવે પ્રેમ ઊભો કરો કે જો આપણો પ્રેમ હશે તો ફરી પાછી મિલકત ઊભી કરીશું. એટલે ભરતે કહ્યું, મારે તમારું રાજ્ય ના જોઈએ. બસ,તમારી પાદુકા મને આપો. પાદુકાને ભારતે માથે ઉપાડી અને વાજતે ગાજતે પાછા અયોધ્યા પહોંચ્યા. @40.09minઅયોધ્યા આવી અને એ પાદુકાને મૂકી એનું અર્ચન કર્યું કે હવે જે કંઈ રાજ વહીવટ થશે એ આ પાદુકાના નામે થશે. હું ટ્રસ્ટી છું અને મારો ભાઈ જંગલમાં વનવનનો થઇ ફરે છે. હું અહીં સથરા ઉપર સુઈ જઈશ. છત્રી પલંગ કાઢી નંખાવ્યો. જે દુઃખ મારો ભાઈ જંગલમાં વેઠે છે, એ મારે અહીં મહેલમાં વેઠવાના છે. ભરત મહાન કે રામ મહાન? એક રીતે એમ તો કહી શકાય કે રામે એવી હઠ કરવાની જરૂર હતી કે જ્યાં સુધી ભરત નહિ આવે ત્યાં સુધી હું ગાદીએ બેસવાનો નથી. દશરથ દેવ થઇ ગયેલા પણ કહી ગયેલા કે ભરતને ગાદીએ બેસાડજો. પણ ભરતે કહ્યું મારે આ ગાદી ના જોઈએ. એમ સામે ચાલીને આવેલી ગાદીને ભરતે લાત મારી. જરા વિચાર કરજો, ભરતનું ચરિત્ર, ભરતનું વ્યક્તિત્વ કેટલું ઊંચું છે, એ કેટલો મોટો ત્યાગી છે? કેટલો મોટો વૈરાગી છે? હવે ચિત્રકુટમાં રામ વસ્યા છે, પણ ત્યાં  નવી ઉપાધિઓ શરુ થઇ. એક ઉપાધિ તો એ થઇ કે અયોધ્યાના લોકોને ખબર પડી કે રામચંદ્રજી ચિત્રકુટમાં વસ્યા છે એટલે લોકોને આવ-જા શરુ થઇ ગઈ. એટલે રામે વિચાર્કાર્યો કે અહીં શાંતિથી રહી શકાશે નહીં. બીજી ઉપાધિ તો એ થઇ કે આજુબાજુમાં જે બધા ઋષિઓ હતા, એ બધા હિજરત કરવા માંડ્યા કે ત્યાં રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે. એ એમ માને છે કે રામ અમારું નિકંદન કાઢવા આવ્યા છે. એટલે અમને બધાને રાક્ષસો સતાવે છે. રામે વિચાર કર્યો કે વાત તો સાચી છે. આ રક્ષાસ કોણ છે? ઐતિહાસિક પરિપેક્ષમાં, ઐતિહાસિક દ્રષ્ટિથી જો તમારે આ વાતને સમજવી હોય તો તમે આ રીતે સમજી શકો. આર્યો જયારે ઉત્તર ભારતમાં વસ્યા અને ધીરે-ધીરે-ધીરે દક્ષિણ તરફ વધવા લાગ્યા તો આર્યો અને અનાર્યોનો સંગ્રામ ચાલ્યો અને દ્રવિડો અને આર્યોનો સંગ્રામ ચાલ્યો. એ બે સંગ્રમોની અંદર જે આર્યો સિવાયના માણસો સાથે સંગ્રામ ચાલ્યો એમાં સાહિત્યકારોએ અને કવિઓએ બધાએ એને રાક્ષસ બનાવ્યા છે. એ જમાનામાં એ પ્રકારની પધ્ધતિ હતી. અને આપણે ત્યાં એ યોનીઓ બતાવેલી છે. યક્ષ, રક્ષ ગંધર્વ, કિન્નર આ બધી જાતિઓ છે. હિમાલયમાં આખો એક કિન્નર દેશ છે. @45.03min. જેને આપણે કિન્નર કહીએ છીએ, એવો ગાંધર્વોનો દેશ હિમાલયમાં છે.યક્ષોનો દેશ છે. પછી આગળ જતાં બધી જાતિઓ દૈવી જાતિઓ બની ગઈ. ખરેખર આ દૈવી જાતિઓ નહિ પણ હિમાલયમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રદેશોમાં રહેનારી આ જાતિઓ એમ વનમાં-અરણ્યમાં આર્યોથી ભાગી છૂટેલી અને આર્યો સાથે વેરવૃત્તિ રાખનારી, વારંવાર ઝગડા કરનારી જાતિનું નામ રાક્ષસ પાડેલું. એટલે આ બે જાતિઓ જયારે મિશ્રિત થતી હોય ત્યારે આવા સંઘર્ષ થતા હોય છે. વળી એકબીજાના ધર્મો જુદા, આ ધર્મોના યજ્ઞની પ્રધાનતા અને જે પેલા હતા એમને ત્યાં હોમ, હવન, ધુમાડો વિગેરે હતો નહીં. એટલે એમના યજ્ઞોનો ધ્વંશ કરી નાંખે, વેદીઓ તોડી નાંખે વિગેરે. જેમ મુસ્લિમો અહીંયા આવ્યા અથવા આખી દુનિયામાં જ્યાં જ્યાં એ લોકો ગયા અને રાજસત્તા હાંસલ કરી એટલે જે જુના ધર્મો હતા એની સાથે એમના સંઘર્ષો, તોડ-ફોડ, બરબાદી કરવી અને આ બધી પ્રક્રિયા બહુ પહેલેથી ચાલતી આવે છે. એ પ્રકારની પ્રક્રિયાઓ અરણ્યમાં-વનમાં રહેનારા જે વનવાસીઓ એ અનાર્યોને ને અહીંયા રાક્ષસો તરીકે એ સમયમાં માનવામાં આવ્યા અને બંનેનો સંઘર્ષ ચાલુ રહ્યો. બહુ લાંબો સમય પસાર થઇ ગયા પછી બંનેમાં ધર્મોની એકતા આવી ગઈ પણ એના માટે વર્ષો લાગ્યા. એના પહેલા જે આ સંઘર્ષો થયેલા એ સંઘર્ષોની આ કથા છે. એટલે રમે વિચાર કર્યો કે ચાલો હવે આપણે આ ચિત્રકૂટ છોડી દઈએ, પણ ક્યાં જઈશું? દૂર ચાલો. એક વાત યાદ રાખજો, જ્યારે સંપતિ ન હોય અને વિપત્તિના દિવસો હોય તો એ દેશમાં ના રહેવું અને પરદેશમાં જવું. કારણકે પરદેશમાં તમને કોઈ પૂછશે નહિ કે તમે કોણ છો? અને શું કરી રહ્યા છો? કોઈ મહેણું મારનાર મળશે નહીં. એક ગરીબ બ્રાહ્મણની વાત સાંભળો. એની સ્ત્રી બિલકુલ કંટાળી ગયેલી. 

Leave a comment

Filed under અધ્યાત્મ

સિવિલિટી: દેખીતા શિષ્ટાચારથી કાંઈક વિશેષ…

સિવિલિટી: દેખીતા શિષ્ટાચારથી કાંઈક વિશેષ…

Paresh Vyas….

આ સભ્યતાની કુંવરીને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! -રાવજી પટેલ

સભ્યતા, શિષ્ટતા સાચવવી જરૂરી છે. મનમાં ગમે તે માનો પણ વાણી અને વર્તન શિષ્ટ હોવા જ જોઈએ. રાજકારણમાં, ખાસ કરીને ચૂંટણી હોય ત્યારે શિષ્ટાચાર છાસવારે ઠેબે ચઢે છે. રાજકારણ કબડ્ડી જેવું છે. ટાંટિયાખેંચ એની તાસીર છે. પણ હવે રાજકારણ વસ્ત્રો ખેંચવાની ભાષા સુધી પહોંચી ગયા છે. વિરોધીઓને એટલી હદ સુધી ઉતારી પાડવામાં આવે છે કે વાત જ જવા દો. એસપીનાં આઝમખાને તો રામપુરની ભાજપ ઉમેદવાર અભિનેત્રી જયા પ્રદા વિષે પ્રદીપ્ત સ્વરમાં એક જાહેર રેલીમાં સરાજાહેર એવું કહ્યું કે ‘હું એને સત્તર દિવસમાં ઓળખી ગયો છું કે એની નીચેનું અન્ડરવેર ખાખી રંગનું છે.’ ઉત્તર પ્રદેશમાં એક નારીનાં આંતરવસ્ત્રનાં રંગ વિષેની બેમુરવ્વત બયાનબાજી વચ્ચે દક્ષિણથી એક સારા શિષ્ટાચારનાં સમાચાર પણ આવ્યા. મલયાલમ નવ વર્ષનાં અવસરે થિરુવનંતપુરમનાં કોંગ્રેસી ઉમેદવાર શશી થરૂર દેવી મંદિરમાં ‘તુલાભરમ’ કરવા ગયા હતા. ત્રાજવાનાં એક પલડામાં પોતે બેસવું અને બીજા પલડામાં ફૂલ, અનાજ, ફળ મુકીને, સ્વયંનાં ભારની ભારોભાર તમામ સામગ્રી દાનમાં આપવાની વિધિ એટલે તુલાભરમ. પણ શશી બેઠાં’તા એ પલડાની કડી તૂટી, તેઓ પછડાયા, માથું ભાંગ્યું. પછી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યાં ભાજપનાં નિર્મલા સીતારામન એમની ખબર કાઢવા પહોંચી ગયા. શશી થરૂર રાજી થયા. જે સામાન્ય રીતે ખબર લઇ નાંખતા હોય છે એ ખબર પૂછવા આવે તો ગમે. પછી એમણે ટ્વીટ્યુ કે રાજકારણમાં ‘સિવિલિટી’ (Civility) દુર્લભ ગુણ છે. તેઓએ એ સદગુણને અમલમાં મુકી દાખલો બેસાડ્યો એનો હું રાજીપો વ્યક્ત કરું છું. અમને શબ્દ મળ્યો. શું છે આ સિવિલિટી?
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘સિવિલિટી’ એટલે વિનય, વિવેક, શિષ્ટતા, સૌજન્ય, વિનયવાળું કામ, માણસાઈ, ગૃહસ્થાઈ. એક શબ્દમાં કહેવું હોય તો સિવિલિટી એટલે શિષ્ટાચાર. ચઉદમી સદીમાં મૂળ લેટિન શબ્દ ‘સિવિલસ’ એટલે સિટીઝનને લગતું. જાહેર જીવનમાં કોઈ પણ નાગરિકે શી રીતે વર્તવું તે; સૌજન્યશીલ કે વિનયી વર્તણુંક. નાગરિક જે પોતાનાં શહેર માટે, પોતાનાં વતન માટે સારું કામ કરવા તત્પરતા દાખવે એ. તે પછી પંદરમી સદીમાં સિવિલિટી શબ્દનો અર્થ સારી નાગરિકતા એવો થયો. પછી એનો અર્થ થયો સિવિલાઈઝ્ડ હોવું તે. સિવિલાઈઝ્ડ હોવું એટલે બર્બર દશામાંથી બહાર કાઢવું, સુધારવું, સંસ્કારી બનાવવું, અનાડીપણામાંથી ઉદ્ધાર કરવો, કેળવણી આપવી, (અંધશ્રદ્ધાવાળાને) જ્ઞાન આપવું. પછી ક્રમશ: સિવિલિટી શબ્દ માત્ર એનાં શિષ્ટાચારનાં અર્થમાં વપરાવા લાગ્યો. કોઈને ઈજા થાય તો ખબરઅંતર પૂછવા જવું એ એક ઔપચારિક વાત સિવિલિટી સાથે જોડાઈ ગઈ પણ એનો મૂળ અર્થ તો વધારે અગત્યનો છે. આ વિષયનાં અભ્યાસુ ડો. કેરોલીન લ્યુકેન્સ્મેયર કહે છે કે સિવિલિટીનો અર્થ એ નથી કે કોઈને કશું આપીને શાંત પાડી દેવું, મતભેદને ટાળવા. પણ સિવિલિટી એ છે કે મતભેદને પૂરતા માન અને સન્માનપૂર્વક સાંભળવા, ચર્ચા કરવી. એક તંદુરસ્ત લોક્શાહીની એ જ તો જરૂરિયાત છે. પણ આજે એ નથી. કોઈ રાજકીય પક્ષ અથવા તો એનાં ખાંધિયાઓ મૂળ મુદ્દાની વાત કરતા નથી. વિરોધીઓનાં વસ્ત્રાહરણમાં સૌ કોઈ વ્યસ્ત છે. શું કરવું? આ વિષયનાં નિષ્ણાંત સ્ટીવન પેટ્રો એનાં ત્રણ રસ્તા બતાવે છે. ક્યારેય પણ એવાં શબ્દો ન કહેવા જે વૈમનસ્ય વધારે. બીજું કે કોઈની અંગત ટીકા ન કરવી. એમની નીતિ, એમની માન્યતા, એમનો વહીવટ વખોડી શકાય પણ કોઈને ‘ફેંકુ’ કે કોઈને ‘પપ્પુ’ કહેવું સિવિલિટી નથી. અને ત્રીજી વાત એ કે દેખાવ ખાતરનો શિષ્ટાચાર પણ સિવિલિટી નથી. મનમાં કાંઈ બીજું હોય પણ સારા હોવાનો દેખાડો કરે એ સિવિલિટી નથી. અહીં ‘મુખમેં રામ ઔર બગલમેં છુરી’ એવી કહેવત લખવાની ઈચ્છા હતી પણ એનાં અલગ અર્થઘટન થવાની શક્યતા હોવાથી હું એ કહેવત લખી શકતો નથી.
યસ, ભાગલા પડી ચૂક્યા છે. દેશભક્તિની ભારેખમ વ્યાખ્યા વોટ્સએપ થઇ ચૂકી છે. તમે ભાજપનાં તરફદાર છો તો તમે ગરીબ વિરોધી, ખેડૂત વિરોધી છો. તમે બેરાજગારની મજાક ઉડાવો છો. તમે કોંગ્રેસનાં તરફદાર છો તો તમે દેશદ્રોહી છો, ટુકડાવાદી છો. તમારું ગોત્ર જ ભ્રષ્ટ આચાર અને વિચારનું જન્મદાતા છે. પછી તો ભાઈ અમારો હળાહળ વિરોધ છે, હણહણતો વિરોધ છે. ક્યાંક હોંચી હોંચી વિરોધ પણ છે. ‘સિવિલિટી’ વિષે જેમણે ચોપડી લખી છે એ લેખિકા ટેરેસા બેજન કહે છે કે અસહમતિને આપણે અંગત અપમાન ગણી લઈએ છીએ. શું મારામાં એટલી ય અક્કલ નથી?…. અને પછી તો લડી પડે છે, સાહેબ, માણસો લડી પડે છે. આ તો સારું છે કે વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર વર્ચ્યુઅલ છે એટલે શારીરિક ઈજા થતી નથી પણ લડાઈ બેફામ થાય છે. વાતાવરણ પળમાં ઉગ્ર થઇ જાય છે. વાતાનુકૂલિત ઓરડો ગરમી પકડી લે છે અને વોરરૂમ બની જાય છે. પોતાની માન્યતાને બીજા પર ઠોકી બેસાડવા આપણે સિવિલિટીની કોઈ પણ સ્વીકાર્ય લિમિટને વળોટીને પેલે પાર પહોંચી જઈએ છીએ. અરે સાહેબ, પાછા વળો. આપસી સંબંધ ન બગાડો. ચૂંટણી આવશે, જશે, ફરી આવશે. આપણને કોઈ પોટલાં બાંધીને દઈ દેવાના નથી. એક વારનાં પંદર લાખ કે વર્ષે બોત્તેર હજાર એક ઢકોસલો છે, બીજું કાંઈ નથી. આ લે લે ! તો પછી શું અમારે કાંઈ બોલવાનું જ નઈં? ના, બોલવાનું, ચોક્કસ બોલવાનું. મતભેદ તો હોય. મનભેદનું હોવું અનસિવિલિટી છે. કવિ શ્રી રાવજી પટેલનાં શબ્દોમાં સભ્યતાની કુંવરીને સાચવવાની છે, તમને એ પ્રેમ ન કરે તો પણ, વહાલથી ગાલ ઉપર બચી ન ભરે તો પણ…
શબ્દ શેષ:
“સિવિલિટી આર્ટ છે અને બીજાની સંભાળ લેવાનું કામ છે.” –અમેરિકન લેખિકા ડેબોરાહ કિંગ

Leave a comment

Filed under ઘટના, જત લખવાનું કે..., પરેશ વ્યાસ

 किङ्कर्तव्य विमूढ…

અમદાવાદ – જય ભિખ્ખુ તરફથી આયોજિત સભા.  પ્રત્યેક દેશમાં, પ્રત્યેક પ્રજાની પાસે સતત બે વસ્તુઓ રહ્યા કરતી હોય છે. વિશિષ્ટ પ્રેરણા આપનારો ગ્રંથ અને કોઈ એ વિશિષ્ટ પ્રેરણા આપનારા મહાપુરુષ. મહાપુરુષો બહુ જલ્દી બદલાઈ જતા હોય છે. ગ્રંથ જલ્દી બદલાતા નથી. જેની પાસે આ વસ્તુઓ નથી હોતી એ પ્રજા દિશા શૂન્ય થઇ જતી હોય છે. ટોળું થઇ જતી હોય છે. किङ्कर्तव्य विमूढ થઇ જતી હોય છે. જયારે આ ગ્રંથની વાત કરીએ તો એ ધાર્મિક ગ્રંથ છે. એ પ્રેરણા આપનારો ગ્રંથ છે. દુનિયાની દરેક પ્રજા પાસે આવો પ્રેરણા આપનારો ગ્રંથ હોય છે. બુધ્ધિના, ડહાપણના, સમજણના ઘણા ગ્રંથ હોય છે પણ હું જે અહિ ગ્રંથનું વિધાન કરી રહ્યો છું, એ પ્રેરણા આપનારો ગ્રંથ છે. જેમાંથી બાળકને, સ્ત્રીને, પુરુષને, વૃધ્ધોને, નેતાને, રાજા-રાણી બધાને પ્રેરણા મળે. તમે કોઇપણ જગ્યાએ બેઠા છો, પણ તમને એક ખાસ પ્રકારની પ્રેરણાની જરૂર છે, એવો ગ્રંથ મોટે ભાગે ધાર્મિકજ હોય છે. ક્રિશ્ચિઅનોને બાઈબલ મળ્યું, મુસ્લિમોને કુરાન મળ્યું પણ તમે મારી વાત સાથે તમે સંમત થાવ કે ન થાવ અને મારો એવો દાવો પણ નથી કે હું બોલું છું એ બિલકુલ સત્યજ છે અને માની લેવા જેવુંજ છે કે હિંદુ પ્રજાને કોઈ એકજ જોઈએ એવો મળ્યો નથી. જીસસ, મહંમદ જેવો એકજ પુરુષ પણ મળ્યો નથી. હિંદુ પ્રજા પાસે ઘણા વ્યક્તિઓ છે, ઘણા પુરુષો છે, ઘણા ઋષિઓ છે એ બધાના કારણે એનું આખું દ્રષ્ટિ બિંદુ વિશાળ થયેલું છે. પણ બિલોરી કાચમાંથી જે એક નિશ્ચિત ધારા, નિશ્ચિત કિરણો નીકળવા જોઈએ એ નથી કાઢી શકતા. આ એક હિંદુ પ્રજાની ખોટ છે. હિંદુ પ્રજાની પાસે વેદો છે પણ વેદો કદી લોક ભોગ્ય બન્યા નહીં. ગીતાનો પ્રચાર છેલ્લા પચાસ વર્ષથી થયો છે. ખાસ કરીને ગાંધીજીએ ઘણો પ્રચાર કર્યો. વલ્લભાચાર્યના પ્રભાવ પછી ભાગવત લોકોના સુધી પહોંચ્યું. @10.03min. અને તુલસીદાસજીના પ્રભાવ પછી રામાયણ લોકો સુધી પહોંચ્યું. એ ગ્રંથની  અસર એટલી મોટી છે કે વેદ, ઉપનિષદ, ગીતા કે સર્વસ્વ ધર્મગ્રંથ હોય એવી કક્ષાએ બેસી ગયો. રામાયણ કોઈ પરંપરાથી, કોઈની માન્યતાથી કે કોઈ ધર્મ ગુરુ દ્વારા ગાદી ઉપર બેસાડાયેલ ગ્રંથ નથી. પણ રામાયણ પોતાની યોગ્યતાના દ્વારા બેસેલો ગ્રંથ છે. એટલે એની બહુ મોટી અસર જૈનો ઉપર, બૌદ્ધો ઉપર, હિંદુઓ ઉપર અને દૂર દૂરના સમુદ્રપારના દેશો ઉપર છે. થાઈલેન્ડના તો રાજાનું નામજ રામ છે.અત્યારે નવમો રાજા રામ બેઠેલો છે. નગરીનું નામ અયોધ્યા છે અને નદીનું નામ પણ સરયુ છે. સ્વામીજીએ ગીદને કહ્યું આ તો અમારા રામ છે, તો ગાઈડ ગુસ્સે થઇ ગયો. એ ગાઈડ કહે છે કે અમારી નકલ તમે લઇ ગયા છો. રામ તો અહીયાજ થયા છે. અને આજ સાચી અયોધ્યા છે. આજ સાચી સરયુ છે. અમેજ સાચા રામના વારસદારો છીએ. સ્વામીજીને આનંદ થયો કે ભગવાન રામ પ્રત્યે એમની કેટલી આત્મીયતા છે. આપણે તો વાણીયા મુછ નીચી સમજવી. આ કહેવત કેવી રીતે પડી એનું ઉદાહરણ સાંભળો. @15.08min. થાઈલેન્ડમાં, કમ્બોડીઆમાં, જાવા-સુમાત્રામાં રામનો મોટો પ્રભાવ છે. રામનું આખું ચરિત્ર છે. ભારતમાં પણ દશરથ જાતક અને જૈન રામાયણનો એક જુદો એન્ગલ છે. એની ચર્ચા નથી કરવાની. પહેલા મોટા ભાગના ચિત્રકારો મહારાષ્ટ્રીયન હતા એટલે એમણે સીતા, લક્ષ્મીજી વિગેરેને કછોડો વાળી સાડી પહેરાવેલી હોય અને ઉઘાડું માથું હોય. આ બધા ગ્રંથોની અંદર કવિ વર્ણન કરવા બેસે છે, ત્યારે એ પોતાના દેશનું, પોતાના કાળનું, પોતાના સમયનું વર્ણન કરે છે. માનોકે તમિલ રામાયણ છે અને એમાં દશરથ રાજાની રસોઈનું વર્ણન કરવા બેસો ત્યાં ઇદલી, ઢોસા થવાના પણ મોહનથાળ કે પુરણપોળી નહિ થવાની. હવે તમે વિવાદ કરવા બેસી જાવ તો કોણ સાચું? તુલસીદાસ સાચા કે કોઈ બીજું? અરે ભાઈ! આ એક મહાકાવ્ય છે. મહાકવિ એનું પોતાનું વર્ણન કરતો હોય છે. આ દ્રષ્ટિ જો ખુલી થઇ જાય તો તમે આખી દુનિયાની બધી રામાયણો, બધા ધર્મ ગ્રંથો, બધા મહાપુરુષોને તમે એક એંગલ ઉપર લાવી શકો છો અને એ બધા એન્ગલોનું તમે મિશ્રણ પણ કરી શકો છો. હું માનું છું કે ગાંધીજીએ આજ કર્યું હતું. એ એજ એક રસ્તો છે. એટલે મારે બે મુખ્ય વસ્તુની વાત કરવી છે તે એક વાલ્મીકી રામાયણ અને બે તુલસીકૃત રામાયણ. આ વાલ્મીકી રામાયણ ૧૬મિ શતાબ્દીમાં આવતાં-આવતાં એમાં એટલું મોટું રૂપાંતર થઇ ગયું કે ઘણા એની કલ્પના પણ નહિ કરી શકે કે જેવી રીતે આજે ચાવીવાળા ઘડિયાળ કોઈ પહેરતા નથી. અને ગાંધીજી મેટ્રિક ભણવા જતા ત્યાં પાઘડી બાંધીને લાંબો ઓ ડગલો પહેરી જતા. તે હવે કોઈ પહેરતાં નથી. લગભગ અઢી હાજર વર્ષો ઉપર વાલ્મીકીએ જયારે રામાયણ રચ્યું ત્યારે અને ૧૬મી શતાબ્દીમાં જયારે તુલસીદાસજીએ રામાયણ રચ્યું ત્યારે એટલો મોટો વણાંક આવી ગયેલો અને એ વણાંકમાં આ જે તુલસી રામાયણ છે એ શિરમૌર બની ગયો, શિરછત્ર બની ગયો. એનું કારણ એ છે કે કથા વસ્તુ છે એ મહત્વની નથી. @20.04min. પણ કવિ પોતેજ એના સ્ટેટમેન્ટના દ્વારા પોતાના અસ્તિત્વનું પ્રાગટ્ય કરે છે, એજ મહત્વનું છે. તુલસી કથા એટલી મહત્વની નથી પણ તુલસીદાસ ડગલે અને પગલે નીતિની ચોપાઈઓ મુકે છે, નીતિના દોહા, પોતાના  સ્ટેટમેન્ટ મુકે છે, એ એટલા બધા અદભૂત હોય છે, એટલા સચોટ હોય છે કે કેટલાયે કાળ વીતી જાય તો પણ આજે એની ઉપયોગીતા એટલીને એટલીજ છે. धीरज धर्म मित्र अरुनारी, आपत काल परिखी येही चारी. હવે એને તમે રામાયણમાં મુકો, મહાભારતમાં મુકો કે કોઇપણ જગ્યાએ મુકો, આ તો નીતિ છે. એની ઉપયોગીતા સર્વ કાલીન છે. એ જૈનો માટે, મુસ્લિમો માટે, હિંદુઓ માટે એમ બધાના માટે એટલીજ ઉપયોગી છે. આવા વાક્યો રામાયણમાં પ્રચુર ભરી દીધાં છે. કથા વસ્તુ વધારે વાલ્મીકી રામાયણમાં છે પણ કથા સાથે વાંચનારના જીવનને સ્પર્શ કરનાર વસ્તુઓ તુલસી રામાયણમાં છે, જેમાં કવિના પોતાના અનુભવો, નીચોડો અને પોતાના  સ્ટેટમેન્ટ એટલા બધા મહત્વના છે કે તુલસી રામાયણ આજે પ્રજામાં એટલું બધું છવાઈ ગયું છે કે લોકોને વાલ્મીકી રામાયણની ખબરજ નથી. પણ આ બેયનો જે મુદ્દાનો ભેદ  તે હું આપણે જરૂર કહીશ. વાલ્મીકી રામાયણ અને વાલ્મીકી કોઈ વિશેષ સંપ્રદાયના નથી એટલે બધા પાત્રો સહજ રીતે ચાલે છે. જયારે તુલસીદાસ રામાનંદી મક્કમ સાધુ છે. એટલે ડગલે અને પગલે રામ ઇષ્ટદેવ છે. એમાં રામાયણની પરિણતી એ છે કે પ્રત્યેક વ્યક્તિ પછી એ અનુકુળ હોય કે પ્રતિકુળ હોય, એ હનુમાન હોય  રાક્ષસ હોય  રામનો ભગત થાય છે. રામ એ બધાને એના ધામમાં પહોંચાડે છે. એ જૈન રામાયણમાં બધા અંતે દીક્ષા લે છે. કારણકે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. એટલે જેણે પ્રામાણિકતાની અપેક્ષા હોય એણેવાલ્મીકી રામાયણને મહત્વ આપવાનું અને જેને મુલ્યોની લોકો ઉપર અસર અને એને દર્શન કરાવનારો ગ્રંથ તરીકે જોવું હોય તો એણે તુલસી રામાયણને મહત્વ  આપવું. ગાંધીજીએ ઘણીવાર કહ્યું છે કે જેને શ્રદ્ધા, નિષ્ઠા વધારવી હોય એણે રામચરિત માનસનો પાઠ કરવાનો. આ ગ્રંથના જે સારા પરિણામો આવ્યા છે, એની કલ્પના ન કરી શકાય. ગ્રંથની અસર વિષે એક સાંભળેલી ઘટના સાંભળો. @25.27min. ગાંધીજી લખે છે કે હરિજનોના મહોલ્લામાં હું સત્યવાદી હરિશ્ચન્દ્રનું નાટક જોવા ગયેલો. એ વખતે હરિશ્ચન્દ્રની મને એટલી અસર થઇ કે આખી રાત હું રડ્યો. સત્યવકતા, સત્યનું આચરણ કરનાર આવો હોય તો મારે હરિશ્ચન્દ્રજ થવું છે. અને પછી લખ્યું કે હું હવે માનું છું કે હરિશ્ચન્દ્રની ઘટેલી ઘટના નથી. છતાં એની અસરકારકતા કિશોરાવસ્થામાં થઇ અને એ ઘટનાએ મને સત્યના માર્ગ તરફ વાળ્યો. એમ આ દેશના લાખો સ્ત્રી-પુરુષોને એક પતિ વ્રત, એક પત્નીવ્રત તરફ વાળનાર રામાયણ છે. એવું ના કહી શકાય કે એની કોઈના ઉપર અસરજ નથી થઇ. સ્ત્રી-પુરુષો આ આદર્શને જીંદગી સુધી ટકાવી રાખે છે. એટલે રામાયણને હું પ્રેરક ગ્રંથ માનું છું. એ બુદ્ધિનો ગ્રંથ છે, એવું મારું કહેવું નથી. બુદ્ધિના ગ્રંથો, બુદ્ધિના લેવલ સુધીજ રહેતા હોય છે, લોકો સુધી પહોંચતા નથી હોતા. રવીન્દ્રનાથ ટાગોર મહાન છે પણ એને લોકો સુધી ના પહોંચાડી શકાય. એ લોકમાનસને ઘડનારા નથી. બહુબહુ તો થોડા જ્ઞાનીઓનું, વિદ્વાનોનું ઘડતર કરે છે. ગાંધીજી, તુલસીદાસ, પુનીત મહારાજ, આનંદઘનજી લોકો સુધી પહોંચી શકે છે. એનું કારણ છે કે એ લોકો, પ્રજાના સ્તર સુધી ઊતરી કથાવાસ્તુનું નિર્માણ કરતા હોય છે. રામાયણ એ પ્રેરક ગ્રંથ છે, એને માત્ર બુદ્ધિનો ગ્રંથ માની લેવો એ બરાબર નથી. ગ્રંથમાં ઘણી માયથોલોજી હોય છે. આ ગ્રંથે હજારો માણસોને સારામાં સારી પ્રેરણા આપી છે, સારામાં સારો આદર્શ આપ્યો છે છતાં મારે તમને ન ગમે એવી થોડી વાતો કહેવાની છે. રામાયણમાં ચારેચાર ભાઈઓ એકજ દિવસે જન્મ્યા છે અને જો એકજ દિવસે જન્મ્યા છે તો પછી રામ મોટા અને લક્ષ્મણ નાનો એમ કેવી રીતે નક્કી કરશો? આ ચારેય ઉંમરમાં સરખા છે. @30.05min. હવે જો આ વાત મગજમાં બેસે તો મોટો પ્રશ્ન એ થાય કે રામને ગાદી શા માટે? મોટાભાઈ હોવાના કારણે? પણ મોટાભાઈ છેજ ક્યાં? અ પાછળ એક બીજી પણ કથા છે કે દશરથને પહેલી બે રાણી કૌશલ્ય અને સુમિત્રા થકી સંતાન ન થયું એટલે નિરાશ થઇ ગયા. દશરથ એક વખત શિકાર કરવા ગયેલા. આ બધા ક્ષત્રીઓ છે અને રામાયણમાં લખેલું છે કે पावन मृग मारही रघुराया દશરથે સિંહના ઉપર બાણ ચલાવ્યું, સિંહ નીચે પડ્યો એટલે દશરથ શિકારની નજીક ગયો ત્યાં પાહેલેથીજ એક તેજસ્વી સ્ત્રી ઊભી હતી અને એણે પડકાર કર્યો કે ખબરદાર, જો સિંહને હાથ લગાવ્યો તો. એ સ્ત્રીએ કહ્યું આ શિકાર મેં કર્યો છે, કારણકે તારું બાણ સિંહની પીઠમાં વાગેલું છે અને મારું બાણ એના કાળજામાં વાગ્યું છે. દશરથે તરત સ્વીકારી લીધું અને તરતજ એને કલ્પના થઇ કે આ સ્ત્રીને(કૈકેયી) રાણી બનાવું અને એનાથી જો રાજકુમાર જન્મે તો એ કેટલો તેજસ્વી અને બહાદુર હોય? દશરથ રાજાએ તરતજ પ્રસ્તાવ મૂકી દીધો અને કૈકેયીના બાપની શરત પણ સ્વીકારી કે ભવિષ્યમાં જે સંતાન થાય એને ગાદીએ બેસાડવું. વૈરાગ્યવૃત્તિ યુવાવસ્થામાં હોય છે. વૃદ્ધાવસ્થામાં ગણિત હોય છે અને મોહવૃત્તિ વધારે ય છે. वृध्धस्तावत चिन्ता मग्न: पारेब्रह्मणि कोपिनलग्न, भज गोविन्दम,  भज गोविन्दम,  भज गोविन्दम, 

गोविन्दम भज मूढ़मते. 

@35.27min. भजन – राम जय जय राम, श्री रामचंद्र कृपालु, मामबलोके पंकज लोचन – श्री जगजीत सिंह. 

Leave a comment

Filed under અધ્યાત્મ

ચૂંટણીનાં ચાર શબ્દો: પોલ, વોટ, બેલેટ અને કેન્ડિડેટ/પરેશ વ્યાસ

ચૂંટણીનાં ચાર શબ્દો: પોલ, વોટ, બેલેટ અને કેન્ડિડેટ

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠીક નહિતર ટેકા વેચી ખાશું. અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ? –કૃષ્ણ દવે

ચૂંટણી આવે અને જાય. રાજકારણીને પરસેવો વળી જાય. લોકોનાં ભાવ પૂછાય. ક્યાંક ક્યાંક લોકોનાં ભાવ બોલાય, એવું ય થાય. પણ આદરસત્કાર તો થાય, હોં. ભલે એ ઘટના ટેમ્પરરી હોય. ટેમ્પરરી એટલે કામચલાઉ. અને વી, ધ મેંગો પીપલ ઉર્ફે મતનાં દાતાઓને દાનેશ્વરી કર્ણ જેવી ફીલ થાય. આઈ મીન, મત જાણે કે કવચ અને કુંડળ હોય અને જાણે કે આપણે એને દાનમાં દઈ દેતા હોઈએ. અને પછી?.. પણ એ જવા દો. કાલે પરિણામ છે. હાર જીતનો ફેંસલો થશે. ક્યાંક ફટાકડા ફૂટશે. ક્યાંક સૂરસૂરિયું થશે. અને આપણે સૌ એ જ ફરી પાછા એ જ ગોથાં ખાતા ખાતા જૂની ઘરેડમાં ગોઠવાઈ જશું.
આજે ચૂંટણીને સંલગ્ન ચાર શબ્દોની સંહિતા રચવી છે.
પોલ :
ચૂંટણીને ઇંગ્લિશમાં પોલ (Poll) પણ કહેવાય છે. પોલ શબ્દ જર્મન છે. ૧૪મી સદીમાં એનો અર્થ થતો હતો માથું. ત્યારે એક ‘પોલ ટેક્સ’ લેવાતો હતો. એવો ટેક્સ જે માથા દીઠ લેવામાં આવે. ના, આવક પ્રમાણે નહીં, એ તો ઇન્કમટેક્સ કહેવાય. આ તો માથા દીઠ વેરો એટલે પોલ ટેક્સ (Poll Tax). પોલને સંલગ્ન એક અન્ય શબ્દ છે ડોડીપોલ (Doddypol). ડોડી એટલે મૂર્ખ અને પોલ એટલે માથું. ડોડીપોલ એટલે સ્ટુપિડ પરસન. આમ તો પોલે એટલે માથાનાં વાળ. પશુઓનાં માથે વાળ હોય એ પણ પોલે કહેવાય. પછી તો આ માથું અર્થ માથું કાઢી ગયો! માથું એટલે જ માણસ. તે સમયે માણસો વચ્ચે પસંદગી કરવાની હોય તો મત આપવાનો રિવાજ નહોતો. બધા ભણેલા ગણેલા નહોતા. એટલે સાદી પધ્ધતિ હતી. ફલાણાં ઉમેદવારની તરફેણ કોણ કરે છે? જેઓ એ તરફ થાય એના માથાં ગણી લેવાના. આ પ્રાચીન પદ્ધતિને લોકોનાં અભિપ્રાયનું સર્વેક્ષણ કહી શકાય. પછી ૧૭મી સદીમાં ચિઠ્ઠીમાં ચોકડી મારીને ખાનગીમાં મત આપવાની પ્રથા દાખલ થઇ. પણ ચૂંટણી માટે શબ્દ તો ‘પોલ’ જ રહ્યો. કાલે ખબર પડશે કિયા માથાભારે માણસો આ પોલમાં ચૂંટાઇ આવ્યા. ટૂંકમાં પોલ એટલે માથું. ચૂંટણી એટલે માથાપચ્ચી?!
વોટ:
વોટ (Vote)નો અર્થ સ્પષ્ટ છે. વોટ એટલે મત. ગુજરાતી લેક્સિકોન અનુસાર વોટ એટલે મત, બહુમતીથી વ્યક્ત થયેલો અભિપ્રાય, મંજૂર થયેલી રકમ, પડેલા કે અપાયેલા મત, મતાધિકાર, મત આપવો, બહુમતીથી કાયદો ઘડવો, બહુમતીથી ઠરાવ પસાર કરવો, સર્વસંમતિથી જાહેર કરવું, પોતાનો પ્રસ્તાવ જાહેર કરવો. મત એટલે મંતવ્ય, અભિપ્રાય, વિચાર. તમારા મતે કોણ ચૂંટવા લાયક છે? કોણ તમારા પ્રતિનિધિ બનવાને લાયક છે? આ વોટમાં મૂળ શબ્દ છે ‘વોટમ’. ના સાહેબ આ સંસ્કૃત શબ્દ નથી. આ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે: શપથ, ઇચ્છા, વ્રત, પ્રણ, અર્પણ, તર્પણ. એક શબ્દ છે ડોન્કી-વોટ (Donkey-Vote). ગધેડો એ મૂર્ખનો પર્યાય છે. પણ ગધેડો મત એટલે? દર અસલ ઓસ્ટ્રેલિયામાં કેટલીક ચૂંટણીમાં તમારે ઉમેદવારનાં પ્રેફરન્સ (પ્રથમ પસંદગીનાં અગ્રહક) આપવા પડે. એટલે જે સૌથી વધારે ગમે એને ૧ પછી ૨, પછી ૩ વગેરે. લિસ્ટમાં જેનું નામ પહેલું હોય એ નામ મતદાતાઓને પહેલું દેખાય. વળી એવું પણ થાય કે મતદાતાને બધા ઉમેદવાર વિષે ખબર પણ ન હોય. એટલે આડેધડ પ્રેફરન્સ આપી આવે. પછી પરિણામ કાંઈ જુદું જ આવે. એટલે એને ડોન્કી-વોટ કહેવાય. તો હે પ્રિય મેંગો જન, આપણી ચૂંટણી પદ્ધતિમાં ડોન્કી વોટની જોગવાઈ નથી એટલે એમ કે આપણો મત જરાય ઓર્ડિનરી નથી. આપણો મત એક વ્રત છે, એક સંકલ્પ છે. હવે સાહેબ, કાલે ખબર પડશે. આપણે કોને દીધો’તો અને કોણ ચૂંટાઇ આવ્યા?
બેલટ:
વોટ તો મત છે. તો મતપેટીને બેલટ (Ballot) બોક્સ કેમ કહે છે? મૂળ ઇટાલિયન શબ્દ છે બેલ્લોટ્ટા એટલે નાનો બોલ. હાલ તો ઈવીએમ મશીન આવી ગયા છે પણ પહેલાં ચૂંટણી હોય તો મતપત્રક હોય, જેમાં જેનાં નામ ઉપર મતદારો ચોકડી મારતા એ જીતી જતા. એથી ય પહેલાં એવી પદ્ધતિ હતી કે મતની ચિઠ્ઠીનાં સ્થાને નાના બોલ હતા. મતદાતા માટે ઉમેદવાર દીઠ પેટી હતી. જેમાં બોલ વધારે નીકળે એ જીતી જતા હતા. પછી બોલ બંધ થયા પણ બોલ જેમાં નંખાતા એ બેલેટ બોક્સ શબ્દ તરીકે રહી ગયા. કોઈ એવી ય ચૂંટણી હોય કે જેમાં એક જ ઉમેદવાર હોય અને એને ચૂંટવા કે ન ચૂંટવા તેનો ફેંસલો હોય તો એને ‘બ્લેક્બોલિંગ (Blackballing)’ કહેવાતું. જો તમે સહમત હો તો સફેદ બોલ અને તમારો વિરોધ હોય તો કાળો બોલ. કાળા બોલ કરતા સફેદ બોલ વધારે મળે તો ચૂંટાયેલા જાહેર થાય. નહીં તો પછી બીજો કોઈ ઉમેદવાર. આગામી ૨૦૨૪ની ચૂંટણી આવી થવી જોઈએ. હેં ને?
કેન્ડિડેટ:
કેન્ડિડેટ (Candidate) એટલે ઉમેદવાર. ચૂંટાઈ જવા ઉત્સુક મૂરતિયા. ચૂંટાઈ જવા તલપાપડ મૂરતિયા. (તલપાપડ એટલે તલપવું અને પડવું.) કેન્ડિડેટ શબ્દનાં મૂળમાં લેટિન શબ્દ ‘કેન્ડિડેટસ’ એટલે સફેદ. ચમકીલો સફેદ. પ્રાચીન રોમમાં ચૂંટણી લડતા ઉમેદવારો એકદમ સ્વચ્છ, નિરભ્ર સફેદ ટોગા પહેરતા. ટોગા એટલે પ્રાચીન રોમન નાગરિકનો ખેસ ઓઢવાનો ઝભ્ભો. આજકાલ ઉમેદવારો સફેદ ખાદીનાં ઝભ્ભા લેંઘા પહેરે છે. સ્વચ્છ સફેદ પોશાક તન ઉપર હોય એ ઉમેદવાર મનથી પણ સ્વચ્છ સફેદ હોય એવું આપણે માનીએ છીએ. કેન્ડિડેટ શબ્દની નજીકનો એક શબ્દ છે કેન્ડિડ (Candid). ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘કેન્ડિડ’ એટલે નિખાલસ, સ્પષ્ટવક્તા, આખાબોલું, નિષ્કપટી. જેને આપણે કેન્ડિડેટ કહીએ છીએ એ ઉમેદવાર એવો હોવો જોઈએ. રાજકારણ માટે જો કે એ ગેરલાયકાત ગણાય. હેં ને?
શબ્દશેષ:
“આપણે દોરાહા પર ઊભા છીએ. અહીંથી એક રસ્તો જાય છે નિરાશા અને તદ્દન નાઉમેદી તરફ. અને બીજો રસ્તો જાય છે પૂર્ણ વિનાશ તરફ. આશા રાખીએ કે આપણામાં એટલી અક્કલ તો છે જ કે આપણે સાચી પસંદગી કરી હશે.” –વૂડી એલન

Image may contain: outdoor

Leave a comment

Filed under Uncategorized