Daily Archives: જૂન 2, 2019

ભગવાન બુદ્ધનું સત્ય

http://sachchidanandji.org/cgi -bin/playlect.cgi?../SATLECT/m p3ss689.htm:SATLECT   1
 
A – BUD-DHA-NU SATYA – MUMBAI – બુદ્ધનું સત્ય – મુંબઈ – વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ આ ચારેની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ. બુદ્ધે ગૃહત્યાગ કર્યો એના મૂળમાં એક લક્ષ્ય છે કે મારે કદી બીમાર નથી થવું, મારે વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી જોઈતું અને મારે મૃત્યુ નથી પામવું. તમારી પાસે કોઈ મહત્વનું લક્ષ્ય ન હોય તો તમે મોટાં કામ ન કરી શકો, માત્ર ચીલાચાલુ જીવનજ જીવી શકો. આ લક્ષ્ય માટે બુદ્ધ ઘણું રખડયા. ઉર્દુમાં એક કહેવત છે, “खुशरू होता है इन्सां ठोकरे खानेके बाद, रंग लाती है हीना घिस जानेके बाद” જેણે ઠોકરો નથી ખાધી, રખડ્યો નથી, પછડાયો નથી એને સત્ય નથી મળતું. વૈદિક પરંપરામાંથી એક બહું મોટો વણાંક આવ્યો અને એના પરિણામો પણ ભારત ઉપર પડ્યા. તો બુદ્ધને જે સત્ય પ્રાપ્ત થયું તે શું છે? એમણે જોયું કે દુઃખ છે, પણ એનું મૂળ ઈચ્છા છે. બધા દુઃખોનું મૂળ ઈચ્છા છે. તમે બુદ્ધ સહીત બધા ધર્મોનું જે તે ધર્મને અનુકુળ થઈને અધ્યયન કરજો. એમાં પહેલું સત્ય છે, “दुःखं सत्यम” ચારે તરફથી દુઃખ છે, જેને સુખ કહે છે, એ પણ દુઃખજ છે. બીજું સત્ય દુઃખનું કારણ પણ સત્ય છે ત્રીજું સત્ય એ દુઃખને નિવારણ કરવાના ઉપાયો પણ સત્ય છે. અને ચોથું સત્ય નિર્વાણ પણ સત્ય છે. @5.06min. બુદ્ધે આખો એક માર્ગ નક્કી કરી દીધો કે પ્રાણી માત્રને દુઃખમાંથી છૂટવું છે, બધુંજ દુઃખમય છે અને કપિલનું પણ એજ કહેવું છે. “दुखमेव सर्वम् विवेकिन्” વિવેકી જ્ઞાની પુરુષ માટે તો સંસારમાં બધું દુઃખજ દુઃખ છે. બીજું આ વિશ્વ બ્રહ્મમય છે અને બ્રહ્મ પોતે સુખમય છે (ઉપનિષદ). બંને એકબીજાથી વિરુદ્ધમાં છે. તમે તમારી જાતનેજ પૂછો કે છેલ્લા ચોવીસ કલાકમાં કેટલા દુઃખી થયા? તમને લાગશે કે દુઃખ બહું ઓછું છે, સુખજ વધારે છે. આપણે ત્યાં યોગસુત્ર પતંજલિએ બુદ્ધના 200 વર્ષ પછી રચ્યું. પતંજલિ તક્ષશીલાના આચાર્ય હતા. એમાં એમણે “નિર્વિકલ્પક સમાધિ” કે જ્યાં કોઈ વિકલ્પ ન હોય, ઈચ્છા ન હોય, કશુંજ ન હોય એવી ભૂમિકા બતાવી એટલે આખો સમાજ એ તરફ વળી ગયો. ઈચ્છાનો નાશ કરો, એટલે ઈચ્છાના બે કેન્દ્રો છે, એક લક્ષ્મી અને બીજી સ્ત્રી. તમારી પાસે ઘણો પૈસો થયો પણ સ્ત્રી ન હોય, (વિપક્ષમાં પુરુષ સમજી લેવું કારણકે આ બધાં દર્શનો પુરુષે લખ્યા છે) તો જીવનજ ન હોય. પેલા ઇશ્વરેજ જગત એવું રચ્યું છે કે એક બીજા વગર ચાલે નહીં. દર્શન એવું કરાવવામાં આવ્યું કે તમે સ્ત્રી અને પૈસાને છોડો એટલે સુખી સુખી થઇ જાવ. એનું પરિણામ એ આવ્યું કે જ્યાં ઋષીઓ થતા હતા, ત્યાં સાધુઓ થવા લાગ્યા. ઋષીઓ ચતુર્વિધ પુરુષાર્થનો બેલેન્સ ઉપદેશ આપતા હતા તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માંથી અર્થ અને કામ પર ચોકડી લાગી ગઈ. @10.02min. જે લોકો સાધુ ન થઇ શક્ય એમને જીંદગીભર એક પ્રકારનું દુઃખ રહ્યું કે અમે માયામાંજ રહ્યા. શક્તિનું મૂળ ઈચ્છા છે અને જો કોઈ સમાજને કે રાષ્ટ્રને મારી નાંખવું હોય તો એની ઈચ્છાને મારી નાંખો એટલે આપણે ત્યાં દુર્ગા સપ્તશપીમાં કહ્યું છે, “या देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता, नमस्तस्ये, नमस्तस्ये, नमस्तस्ये नमो नम:” હે માં જગદંબા તું ઇચ્છારૂપ છે, તને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. ઉપદેશ એવો આપ્યો કે તમે ઈચ્છા વિનાના થઇ જાવ, કારણકે ભૌતિક પદાર્થને પ્રાપ્ત કરવામાં દુઃખ છે, એનું રક્ષણ કરવામાં દુઃખ છે અને જયારે નષ્ટ થઇ જાય ત્યારે પણ દુઃખ છે. એના કરતાં તમે આત્મામાં સ્થિર થાવ અને અત્મામાજ સુખરૂપ થાવ. ઝીમ્બાબવેમાં સ્વામીજીની બહેનો જોડેની વાત સાંભળો. સ્વામીજીએ પૂછ્યું ત્યારે બહેનોએ કહ્યું કે તમને ખબર નથી પણ સંસારમાં માંડ એક ટકો લોકો સુખી હશે. દાંપત્યની દ્રષ્ટીએ ડાહ્યા માણસો કરતાં વગર ડાહ્યા વધારે સુખી હોય છે. સ્વામીજીએ બીજો પ્રશ્ન કર્યો કે જેનો પતી મારઝૂડ કરતો હોય તે હાથ ઊંચો કરે. એક બહેને જવાબ આપ્યો એ આપણને નહિ મારે, તો કોને મારે? એ ગમે તેવો પણ મારો છે. @15.06min. મૈસુરમાં પેલો આતંક મચાવે છે એ વીરપ્પનની પત્ની કહે છે એ ગમે તેવો પણ મારો છે. આવા લોકો બહું સુખી થતા હિય છે. ડાહ્યા અને બહું શક્તિશાળી માણસો અંદરોઅંદર બહું દુઃખી થતા હોય છે. હોળી સારી પણ નિભાડો ખોટો. લોકો સંસારમાં સુખી નથી તો જે લોકોએ સંસાર ત્યાગ કર્યો અને ટોળામાં કે એકલા રહે છે એમાં કેટલા સુખી? રીસર્ચ કરો તો ખબર પડશે કે એ લોકો કેટલા સુખી છે? મતલબ કે સંસારમાંજ લોકો વધારે સુખી છે. આશ્રમમાં ઘણાં લોકો આવે અને સમય થાય તોયે ઘરે જવા નથી કરતા, એવા માણસોને વૈરાગ્યની વાતો સંભળાવો તો તરત ગળે ઊતરી જાય. ઈચ્છાને મારી નાંખો તો કદાચ તમને વ્યક્તિગત રીતે શાંતિ મળે પણ એથી સમાજ કે રાષ્ટ્ર સમૃદ્ધ ના થાય પણ કમજોર થાય. ઈચ્છામાંથીજ મહત્વાકાંક્ષા થાય છે એટલે એનાથી મોટાં મોટાં કામો થાય. ઈચ્છાને મારી નાંખવાથી દેશમાં સાધુઓના ટોળે ટોળાં થયા પણ કોઈ કોલંબસ, સિકંદર કે નેપોલિયન ન થયો. એક નોકરી ધંધા વગરના એક પટેલના દીકરાને સ્વામીજીએ કહ્યું તમે હિમાલય પર ચઢોને? એ કહે ત્યાં શું દાટ્યું છે? @20.00min. પટેલનો દીકરો કહે હા, તમારી ઓળખાણ હોય તો એવરેસ્ટની તળેટીમાં કોઈ હોટલ થાય એવું હોય તો કહેજો. આનું આખું જીવનનું કેન્દ્ર પેટ છે.  સિકંદર, કોલંબસ કે વાસ્કો-ડી-ગમા પેટ માટે નીકળ્યા ન હતા. ઈચ્છાશક્તિ માંથી મહત્વાકાંક્ષા જાગે અને એને તમે તોડી નાંખો તો તમને શાંતિ તો મળે પણ સ્મશાનની શાંતિ મળે, એ અર્થમાં કે એ શાંતિ પામે પણ બીજા અશાંતિ પામતા હોય. આપણે રામ અને કૃષ્ણ કંઈ શાંતિની શોધમાં નીકળ્યા ન હતા. તમે કદી શાંતિની શોધમાં નીકળશો નહિ, પણ અશાંતિ સામે ટક્કર લેજો. પોતે અશાંત થઈને હજારોને શાંતિ અપાવજો. એક સારો અમલદાર મુંબઈમાં હજારોને શાંતિ આપે છે. હવે એ અમલદાર શાંતિ માટે ઘરે બેસી રહે તો આખું મુંબઈ અશાંત થઇ જાય, એટલે તમે શાંતિની શોધમાં નીકળશો નહિ, પણ અશાંતિ સામે ટક્કર લેજો, એજ સાધના છે. અહિયાં સાધુ વર્ગમાં શાંતિના નામે અધ્યાત્મનો અંજળો ઓઢી પલાયનવાદ શરુ થયો છે. એ એમ કહે છે કે મારે એક ટુકડો રોટલો ખાવો છે, એક કપડું પહેરવું છે, મારે શું? જેનું જે થવું હોય તે થાય, એટલે લોકો પગમાંજ પડે છે. રામ જયારે વનમાં આવ્યા ત્યારે ઋષિઓના હાડકાંઓનો ઢગલો જોઇને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ રાક્ષસોનો નાશ નહિ કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીસ નહીં. રામે પરાક્રમ કરી બધે શાંતિ કરી, આનું નામજ ધર્મની સ્થાપના, વ્યવસ્થાની સ્થાપના છે. @24.50min. જ્યાં તમે એમ માનો કે કશી ઇચ્છાજ નથી કરવી, એટલે ધીરે ધીરે તમારામાં એક અશક્તિ ઊભી થશે. તમે મહત્વાકાંક્ષી નહિ થઇ શકો એટલે મોટા પ્રશ્નો ઉકેલી ન શકો, પ્રશ્નોનો ઢગલો થઇ જશે. ભગવદ ગીતામાં આવો, “न हि कश्चित्क्षणमपि…..सर्व:प्रकृ तिजैर्गुणौ…..(गीता 3-5). અર્જુન કોઇપણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કાર્ય વિના રહી શકે નહીં. જે કશું ન કરતા હોય તે ઘણું કરતા હોય છે, ઉત્પાત મચાવતા હોય છે. એટલે કહ્યું છે કે “નવરો બેઠો નખ્ખોદ વાળે” એને કામે લગાડો તો ખટપટ ઓછી કરે. ઈચ્છાનો નાશ કરી શકાતોજ નથી. સાધાનાજ ખોટી છે. તમને બીજી ઈચ્છા ન થાય તો પણ જે શારીરિક જરૂરિયાતો છે, એની તો ઈચ્છા થવાનીજ. ભૂખ લાગે એટલે રોટલો પેદા કરવો પડે નહિ તો તમારી શરીરની જરૂરિયાત પરાધીન થવાનીજ છે. જેનો રોટલો પારકો હોય, જે ભીખ માંગીને રોટલો ખાતો હોય એને ભગવાન ન મળે. તમે તમારા પગ ઉપર ઊભા રહો. પેલો ઋષિ ઘરે જતાં વિદ્યાર્થીને કહે છે, भुत्येय् न प्रविदित्यम् , देवकार्येन प्रवदित्यम्, पितृ कार्येन प्रवदित्यम्. બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ. એમાંથી અડધો પૈસો સારા કામમાં વાપરજે.  તારું સ્થુળ જીવન પરાધીન બનાવીશ નહીં. “पराधीन शुकः सपने हु नाहि”…..(तुलसीदास). ઋષિઓ ખતમ થયા અને બધે જ્યાં જુઓ ત્યાં સાધુઓના ટોળે ટોળાં. એકજ ઉપદેશ આપે છે કે સંસાર છોડો, સંસારમાં સાર નથી. સાર તો ઉપર છે. આનું પરિણામ એ આવ્યું કે ઘણી વ્યક્તિઓને ગુફામાં કે એકાંતમાં શાંતિ મળી હશે, પણ રાષ્ટ્ર કમજોર થઇ ગયું.  રાષ્ટ્રની અપેક્ષાઓ પૂરી થાય તો રાષ્ટ્ર બળવાન થાય. રાષ્ટ્રને શું જોઈએ છે? જે માણસને જોઈએ તે રાષ્ટ્રને જોઈએ એટલે પેલો ઋષિ કહે છે, “अन्नम्  बहुकुर्वित तदवृतम” એ ભાઈ, તું અનાજના ઢગલા કરજે. ઉપનિષદ કે ગીતામાં એવું લખ્યું નથી કે તું શનિવાર, મંગળવાર કે અગિયારસ કરજે અને રાજગરાનો શીરો ખાજે. શાસ્ત્રોમાં વ્રત છે પણ એ  ચાલ્યાં ગયાં અને બીજા વ્રતો આવી ગયા. @30.03min. ઘણીવાર તો એ વ્રતોનો અર્થ  સમજતો નથી હોતો. ગૌરી વ્રત વિષે સાંભળો. બારે મહિના લોકો કોઈને કોઈ વ્રત કરતા હોય છે. સ્વામીજી એને વાંઝીયા વ્રતો કહે છે કે જે વ્રતમાંથી વ્યક્તિ શક્તિશાળી ન બને અને સમાજ કે રાષ્ટ્રને કશું ન મળે. સ્વામીજી ઊંઝામાં વેપારીઓને વ્રત આપે છે કે તમારે કશું બીજું કરવાનું નથી પણ તમારે ઓછું ન જોખવાનું એટલે ચહેરો ઢીલો થઇ જાય. એમને કહ્યું તમારે ચોખ્ખું જીરુ આપવાનું, ભેળસેળ ન કરો તો વેપારીઓ કહે કે એવું કરીએ તો બંગલાઓ ન થાય. પરદેશમાં આવું ચાલતું નથી. સત્યથીજ ધંધો ચાલી શકે. ઋષિ વ્રત આપે છે, “अन्नवान अन्नादो भवति, महान भवति, प्रजया पशुभिर् ब्रह्मवर्चसेन”  એ ભાઈ જેની પાસે અનાજનો ઢગલો હશે તે મહાન થશે, એ બીજાને અન્ન આપશે. આઝાદી મળ્યા પછી ખુબ અનાજની તંગી હતી, આજે એ પરિસ્થિતિ રહી નથી. કેમ? આપણે બાંધો બાંધ્યા, નહેરો કાઢી, ટ્યુબવેલ કર્યા અને રાષ્ટ્ર મજબુત થયું. આશ્રમમાં આવેલા એક જૈન સજ્જનની વાત સાંભળો. એમના આચાર્ય કહેતા હતા કે ખેતી કરો તો પાપ લાગે. વાત તો સાચી છે, પણ પછી દલપતરામની કવિતા આવી એમાં લખ્યું છે કે ” રે ખેડૂત તું ખરો જગતનો તાત છે” એમાંથી એક ચિંતન શરુ થયું અને એ ચિંતનથી પેલા જૈન સજ્જન મીલીટરીના એર ફોર્સમાં દાખલ થયા. @35.16min. એટલે તમારું જે વ્રત છે, નિયમ છે, જે વ્યવસ્થા છે એ માત્ર વ્યક્તિ પુરતી ન હોય પણ આખા સમાજ માટે, રાષ્ટ્ર માટે હોય. તમે પોતાના પગ ઉપર ઊભા રહી શકો છો? અને જો ન ઊભા રહેવાતું હોય તો તમે દુર્બળતાના માર્ગે જઈ રહ્યા છો. એટલે મહત્વાકાંક્ષા જરૂરી છે. એ મહત્વાકાંક્ષા જો વ્યક્તિ પૂરતી હોય તો એ દુઃખદાયી છે પણ એ મહત્વાકાંક્ષા સમસ્તીગત થાય ત્યારે સુખદાયી છે. મુસ્લીમોના ઈતિહાસમાં એકને મારીને બીજો ગાદી પર આવે. અંગ્રેજોએ એવું ન કર્યું કારણકે એમની સમસ્તીગત મહત્વાકાંક્ષા છે. ધર્મનું કામ વ્યક્તિને વ્યક્તિગત મહત્વાકાંક્ષામાંથી છોડાવીને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા તરફ વાળવાનો છે. @40.34min. એક માર્ગ શરુ થયો, આ માર્ગનું એક બહું મોટું જમા પાસું છે, એ પેલા ઉધાર પાસામાંથી આવે છે. જૂની વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા હતી. એના કારણે આખો સમાજ સંગઠિત ન હોતો થઇ શકતો. આખા સમાજમાં મૂળ કામ એ હતું કે એકબીજાથી એકબીજા અડી ન જાય, વટલાય ન જાય. જે અધિકાર અપાતો તે યોગ્યતા આધારિત ન હતો પણ જાતિ આધારિત હતો. મહાભારતમાં મત્સ્યવેધના સમયે દ્રૌપદીએ કર્ણને બેસાડી દીધો કારણકે એ શુદ્ર હતો. એને મત્સ્યવેધ ન કરવા દીધો. એટલે જયારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે કર્ણ રાજી થતો હતો. એટલે કબીરને લખવું પડ્યું, “कटु वचन मत बोलरे तुज़े पीया मिलेंगे” સ્ત્રીઓને તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ હોય છે એટલે સ્ત્રી વિના રામાયણ અને મહાભારત રચાયજ નહીં. કથા સ્ત્રીઓનીજ હોય, પુરુષોની કથા હોતી નથી. સ્ત્રી પોતેજ કથા છે અને પુરુષો એના પાત્રો હોય છે અને એ પાત્રોમાંથી આખું સાહિત્ય નીકળતું હોય છે. એટલે આ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાએ હજારો-લાખો જીવનની તકો પડાવી લીધી એના પરિણામ આજે અનામતના દ્વારા ભોગવીએ છીએ. બુદ્ધે એનો સુધારો કર્યો. બુદ્ધે કહ્યું મારે ત્યાં કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે ચાંડાલ નથી. મારા દરવાજા બધા માટે ખુલ્લા છે. કેમ બુદ્ધ અડધી-પોણી દુનિયામાં ફેલાયા? આપણે કેમ ન ફેલાયા? જૈનો કેમ ન ફેલાયા? @45.13min. બુદ્ધે દરવાજા બધા માટે ખુલ્લા મૂકી દીધા. બધી નાત-જાતના ભિક્ષુક-ભિક્ષુળીઓનો એમણે સ્વીકાર કર્યો મહાવીર અને બુદ્ધ બંને ક્ષત્રિયો છે, રાજ પુરુષો છે, રાજપાટના સુખો ભોગવેલા છે. એ કોઈ રસ્તે ચાલતા હાલીમવાલી નથી. એવું કહેવાય છે કે બુદ્ધ જયારે ભિક્ષા માટે નીકળતા  તો સ્ત્રીઓ એમને જોવા માટે ઝરૂખામાં ઊભી રહેતી હતી એટલા રૂપાળા હતા. બુદ્ધે ગણિકા આમ્રપાલીને ત્યાં ભિક્ષા લેવા ગયા એ વિષે સાંભળો. તમારા સંબંધો બે  પ્રકારના છે. એક એવા છે કે જેને સિદ્ધાંતના સાથે કંઈ લેવાદેવા નથી. વ્યાપારિક, સંસારિક સંબંધો છે, આખી જીંદગી રાખવાના. પણ એક સૈદ્ધાંતિક સબંધો છે, જયારે તમારી સાથે ધર્મસંકટ આવે કે તમારે સિદ્ધાંતને છોડવો છે કે સંબંધને રાખવો છે? ત્યારે જે સિદ્ધાંતને છોડવા તૈયાર ન થાય અને સંબંધને છોડવા તૈયાર થાય એજ આગળ જતા સિદ્ધાંતની સ્થાપના કરી શકે.
 
http://sachchidanandji.org/cgi -bin/playlect.cgi?../SATLECT/m p3ss690.htm:SATLECT   2

Leave a comment

Filed under Uncategorized