Daily Archives: જૂન 12, 2019

મોબાઈલ ફોન અને ઊંઘ…/પરેશ વ્યાસ

મોબાઈલ ફોન અને ઊંઘ

એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે – કુલદીપ કારિયા

માતા બનવું સહેલું નથી. અમેરિકાનાં ડો. પ્રીસીલા ચાન બે દીકરીઓની માતા છે. પોતે બાળકોનાં ડોક્ટર એટલે બાળઉછેર વિષે સારું જાણતા જ હોય. સૌથી અઘરી જવાબદારી છે બાળકોને સવારે જગાડીને નિશાળે મોકલવાની. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?…પણ ફોન અને ફેસબુકે ઘાણી કરી છે. રાત રાત ઝબકીને જાગવું, સ્માર્ટ ફોનમાં સમય જોવો. હજી સવાર પડવાને વાર છે. પછી સમયસર જાગવાનાં ટેન્સનમાં ઊંઘ આવતી નથી. આપણી રોજીંદી જિંદગી દોડો દોડો થઇ ગઈ છે. સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટમાં ફસાઈ ગઈ છે જિંદગી. એકવાર ઊંઘ ઊડી જાય પછી પાછી આવતી નથી. અને આ અમેરિકા છે. સ્પેન, ગ્રીસ, દક્ષિણ ઇટાલી કે રાજકોટ નથી. અહીં બપોરે સૂઈ લેવાની, વામકૂક્ષી કરી લેવાની સુવિધા નથી. ડો. પ્રિસીલા ચાનની ડીસ્ટર્બ થતી ઊંઘથી ચિંતિત એમનાં પ્રેમાળ પતિએ ‘સ્લીપ-બોક્સ’ નામનું સાદું યંત્ર બનાવ્યું છે. એમાં ઘડિયાળ નથી કારણ કે એનાં ઉજાસમાં તો ઊંઘ ઊડી જાય. આમ અંધારિયું લાકડાનું ખોખું પણ સવારે છથી સાત વચ્ચે એ બોક્સમાં આછું આછું અજવાળું થાય. માતાની આંખ ખૂલે ‘ને અજવાળું થયું હોય તો પરોઢ થઇ ગયું સમજો. દીકરીઓને જગાડીને સ્કૂલે મોકલવાનું ટાણું થયું સમજો. માતા જશોદાને કયારેય પોતે જાગવાની ચિંતા નહોતી. ઇન ફેક્ટ, આજકાલ હોય છે એવી ચિંતાઓ ય ક્યાં હતી? બાળકૃષ્ણનાં પરાક્રમો અને ગોપીઓની રાવફરિયાદની ય ચિંતા ક્યાં હતી? પણ આજે મોબાઈલ ફોનનાં જમાનામાં ઊંઘ જામતી નથી. અને ભાયડાઓનું તો શું કહેવું? એફબી ઉપર ઓનલાઈન હજાર ગાઉનાં ફૂલો સૂંઘ્યા કરવાની વર્ચ્યુઅલ રાસલીલા ઊંઘને હરામ કરી નાંખે છે. શું કરવું? ફેસબૂક અને વોટ્સએપનાં કર્તાહર્તા સમાહર્તા માર્ક ઝુકરબર્ગ રસ્તો બતાવે છે. એટલે એમ કે માર્ક ઝુકરબર્ગ જ ડો. પ્રીસીલા ચાનનાં પતિ છે અને આ ‘સ્લીપ-બોક્સ’ પણ એમણે જ બનાવ્યું છે. ચાલો ઠીક થયું. તુમ હી ને દર્દ દિયા, તુમ હી દવા દેના.. હેં ને?
દુનિયાનાં ૭૧% લોકો મોબાઈલ ફોન સાથે એક પથારીમાં રાત ગાળે છે. આ ઉઘાડે છોગ થતું છિનાળું માણસ માત્રની ઊંઘને છિન્નભિન્ન કરી નાંખે છે. સ્માર્ટફોન એલાર્મ કલોક સાથે આવે છે. એટલે ફોનને શયનખંડમાં રાખવાની આપણને આદત છે. મોબાઈલ ફોન હમબિસ્તર છે, હાથવગો છે, એને પંપાળી શકાય છે. ફરી ફરીને એને જોઈ લેવાની પછી તો આપણને આદત પડી જાય છે. ફોનને વાંચો એટલે સારા સમાચાર ભેગા મોંકાણનાં સમાચાર પણ હોય જ. મનને માંડ શાંતિ મળી હોય ત્યાં કોઈ ટ્રોલ કરે અને નસ નસમાં ખુન્નસ આવી જાય. ઊંઘ તો પછી ક્યાંથી આવે? એક ટેકનિકલ કારણ પણ છે. મોબાઈલ ફોનમાં જે પ્રકાશ નીકળે છે એ ‘બ્લૂ લાઈટ’ છે. આપણું મગજ એને દિવસનું અજવાળું સમજે છે. એટલે ઊંઘવાની જગ્યાએ જાગી જવાય છે. મગજની પિનીઅલ ગ્રંથિમાં એક મેલાટોનિન નામનું હોર્મોન હોય છે, જે આપણી ઊંઘનું ટાઈમટેબલ (સર્કાડીયન રીધમ) નક્કી કરે છે. જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે મેલાટોનિનનું લેવલ કુદરતી રીતે વધે અને એટલે ઊંઘ આવે. પણ આ મોબાઈલ ફોનની બ્લૂ લાઈટ મગજનાં મેલાટોનિનનાં ફનાફાતિયા કરી નાંખે છે. આપણી કુંભકર્ણતા ત્રસ્ત થાય એટલે જાગી જવાય. અને પછી… જાગીને જુઓ તો આખું જગત દીસે. અને પછી તુરુરુ તુરુ રુરૂ, ઈન્ટરનેટ સર્ફિંગ શરૂ.. પણ પછી મારી આ લાખેણી ઊંઘનું શું?
એક કામ કરો. સંકલ્પ લો કે મોબાઈલ ફોન સાથે સહશયન કરશો નહીં. તમને અચ્છે દિનનાં સોગંદ. જાગવા માટે પેલી જૂની એલાર્મ કલોક લઇ લેવી. રાતે સૂતા પહેલાં ચાર પાંચ પવાલાં પાણી ય પી શકાય. નેચરલ એલાર્મ! સૂવાનાં એક કલાક પહેલાં ઘરમાં કલમ ૧૪૪ જાહેર કરી દેવી. મોબાઈલ કરફ્યુ, યૂ સી! મોબાઈલ ફોનને ગુનાની માફક સંતાડી દો. એની સાથે સંતાકૂકડી રમવાની સખ્ત મનાઈ રાખો. જીવનસાથીની હૂંફ લઈને પોઢવાનું રાખો. કવિ કહે છે એમ એ જ મેળવણ છે. ઊંઘ જામી જશે, સાહેબ…

Image may contain: one or more people and phone

Leave a comment

Filed under Uncategorized

હવે પછી પ્રતિજ્ઞા કરો કે માપથી ઓછું આપવું નહીં

– તમને લાઈન મળી ગઈએમાં એવા તમે જામ્યા કે જ્યાં જાઓ ત્યાં સો મિલ એટલે કચ્છી પટેલનીજ હોય. એક સુરતના પટેલ પણ મૂળ કાઠીયાવાડનાફક્ત બે ચોપડી ભણ્યા છેપણ વેપાર કરોડોનો કરે છે. એણે  એક વાણિયાને મુનીમ ચોપડા લખવા રાખેલો. વાણિયો ફૂટ્યો ને દરોડો પડ્યો અને ૮૦ લાખનો દંડ ભરવા પડ્યો. પણ હવે એ પટેલ કહે છેમેં મારા છોકરાને ભણાવ્યોએ B COM થયો અને હવે ચોપડા જાતે લખે છે. કચ્છનો માણસ આણંદમાં આવીને પગ મૂકે અને કોઈએ ન કરી હોય એવી વાડી તમે બનાવો એ કંઈ ઓછી વાત છેતમારામાં બધી યોગ્યતા હતી પણ હવે તમારા છોકરા-છોકરીઓને ભણાવશો નહિ તો પેલા ૮૦ લાખ આપવા જેવી દશા થશે. મારે તમને ખાસ કહેવાનું કે લાકડાંના ધંધાનો ચાન્સ હવે આગળ બહુ નથી. દરેક ધંધાની દશા-વીસી આવે છે. અઢી હાજર વર્ષ પહેલાં ચાણક્યે લખ્યું છે કે દરેક માણસે બે ધંધા રાખવાએક મૂળ અને બીજો ગૌણ. ગૌણ ધંધો સમુદ્રમાં મોટા જહાજની “લાઈફ બોટ”ની જેમ તમને બચાવી લેશે. તમારા ત્રણ-ચાર છોકરાં હોય તો એમને તમે ભણાવજો. તમે જે છો તે તમારી માં ના કારણે છો. તમે તમારી માં ને આજે માન નહિ આપશો તો ક્યારે આપશોએક પટેલ સજ્જન ગુજરાત વિદ્યાપીઠમાં બહુ મોટા હોદ્દા પર છે. એમણે માથું મૂંડાવી કાઢેલું અને ચહેરો ઊતરી ગયેલો એટલે સ્વામીજીએ પૂછ્યું કેમ એમ@5.00min. એમણે કહ્યું દોઢ મહિનો થયો પત્ની મરી ગઈ છેછોકરાં બધાં અમેરિકામાં છેકહે છેહું બહું ડીપ્રેસ્ડ છુંકે મને એકજ વાતનું દુઃખ છે કે એ સ્ત્રીએ મારી એટલી બધી સેવા કરી છે અને હું એનું કંઈ કરી ન શક્યો. ઘણાં સ્ત્રી પુરુષની આવી દશા થાય છે. એ ભાઈ સ્વામીજી પાસે બે કલાક બેઠાબધી વાત કરીસ્વામીજીએ કહ્યું તમે જે સ્ત્રીને ઓળખી ન શક્યા પણ મર્યા પછી એની સ્મૃતિમાં એક નારી સંસ્થા ઊભી કરોજેમાં છોકરીઓ ભણે અને એનો ફોટો મૂકી અગરબત્તી કરો. એ માણસ અહીંથી પ્રેરણા લઈને ગયોકરશે. તમારી બેયની મુઠ્ઠીમાં ભવિષ્ય છેબેયને માન મળવું જોઈએ. આપણે તો લક્ષ્મીનારાયણના ઉપાસક છીએજેટલું નારાયણને માન મળેએટલુંજ  લક્ષ્મીજીને માન મળવું જોઈએ. હવે તમે તમારા દીકરા-દીકરીને ભણાવો અને ઓફિસર બનાવો. IAS ઓફિસર કોણ થશે પછીમારે તો તમારી પાસે પ્રતિજ્ઞા લેવડાવવાની છે. તમે ઇન્દોર જાવભારતમાં બધે જાવ ગ્રાહકને માપ પ્રમાણે પૂરું લાકડું મળે છે. કોઈ કેસ કરશે તો તમે જીતી ન શકો. હવે પછી પ્રતિજ્ઞા કરો કે માપથી ઓછું આપવું નહીં. આખો રીવાજજ એવો પાડી દીધો છે કે વ્હેરમાં લાકડું કપાઇ જાય એટલે સાઈઝ મળતી નથી. આજે ગ્રાહક ધારો જોરદાર આવી ગયો છે કે કોઈવાર તમે લાખો રૂપિયાના દંડમાં ફસાઈ જશો. માપ એટલે માપપૂરું માપ આપોતમને નુકશાન નહિ થાય. ભાવ વધારે લેવો હોય તો લેજો પણ માપ એટલે માપ હોવું જોઈએ. સ્વામીજીનો જાપાનનો અનુભવ સાંભળો. ગીંજામાં પલાંઠી વાળીને બેસી ગયા પણ લોકો એમના તરફ જોતાયે નથી અને સડસડાટ ચાલી જાય છે. જાપાનમાં કશું ખરીદી ન શકાયબહું મોઘું. @10.13min. સ્વામીજીને નવાઈ એ લાગી કે મોટા મોટા સ્ટોરોમાંદુકાનોમાં કોઈ જગ્યાએ ભગવાનનો ફોટો કે દીવો કે અગરબત્તી કશુંજ નહીં. આ દેશ નાસ્તિક થઇ ગયો કે શુંપછી મનમાં સમાધાન થયું કે આમનો ભગવાન એમની કૃતિમાં છે અને આપણો ભગવાન ફોટામાં છે. આપણે ત્યાં કોઈ દુકાન એવી ન હોય જેમાં ભગવાનનો ફોટો ન હોય. કોઇપણ વસ્તુ જાપાનમાં લો તો માપમાં જરા વધારેજ હોય. ચાલીસ વારનો કાપડનો તાકો લો તો પોણા એકતાલીશ વાર કાપડ નીકળશે. આ એમનો ભગવાન છે. આપણા અહિએનાથી ઊલટું છે કે ઘરે લાવીને માપો તો ઓછુંજ થાય. તમે સમયની સાથે ચાલો અને જુઓ કે આજે કયો નવો ધંધો કરવા જેવો છેએટલે સજ્જનો તમે બે ધંધા કરો  અને મારે ત્રીજી વાત કહેવાની છે કે એક છોકરાને તમે લશ્કરમાં મોકલો નહિ તો તમે ટેક્ષેબલ પ્રજા થઇ જશો. અમારે સાધુઓ શું કહે છેકે એક દીકરાને તમે સાધુ બનાવોએના કરતાં એને તલવાર ફેરવતો કરોનેએવુંયે નથી કે લશ્કરમાં બધાને લડવાજ જવું પડે? ફક્ત ૧૬ વર્ષનીજ સર્વિસ અને પછી આખી જીંદગી પેન્સન અને બીજી કેટલીયે સગવડો મળે. આજે આ બાર છોકરાઓ કારગીલમાં શહીદ થયા એમને એક-એકને 25-25 લાખ રૂપિયા મળ્યા. આજે લશ્કરી શાસન થાય તો ગુજરાતનું કોણલશ્કરમાં મરવાનો ભય કાઢી નાંખો. અહીં રોડ ઉપર કેટલાયે માણસો કુતરાના મોટે મારે છે. એટલે મારે તમને ખુબ ખુબ ધન્યવાદ આપવાના છે કે તમે આણંદમાં વસ્યા અને આણંદ એ ચરોતરનું હૃદય છે. @15.02min. મહારાષ્ટ્રમાંથી જે માણસ કચ્છ જવા નીકળતો હોય એને રાત રહેવાની જગ્યા નહિ મળે અને કોઈના ઘરે જઈને ઉપાધીરૂપ થવુંએ જમાનો બદલાઈ ગયો કે હવે આણંદમાં આ પટેલ વાડીમાં શાંતિથી રાત રોકાઈ શકાય. જતી વખતે ૫૦૦-૧૦૦૦ રૂપિયા આપીને જવાનું. તમે આપવા માટે જન્મ્યા છો. ઉદારતાથી જીવન જીવવું એટલે સજ્જનો તમે બહુ મોકાની જગ્યા ખોળીએકતા રાખીસંપ રાખ્યો અને ખુબ ઉદારતાથી આ વાડી બનાવી તો મારે આટલીજ વાત કહેવી છે કે કચ્છ કડવા પાટીદાર ખાસ કરીને આણંદ વસેલો સમાજ ફળેફૂલેવિકસે અને ધાર્મિક બને પણ અંધશ્રદ્ધાથી છૂટે અને એ માટે તમે સાચા સંતોની સેવા કરશો તો એ તમને સાચો રસ્તો બતાવશે. બહેનોભાઈઓ બધા ભણે અને ભવિષ્ય તમારું ઉજ્જવળ બને એવી માં ઉમિયાનેલક્ષ્મીનારાયણને પ્રાર્થનાઆભાર ધન્યવાદહરિઓમ તત્સત. @18.44min. મદુરાઈ, તામિલનાડુગુજરાતી સમાજરજત જયંતી પ્રસંગે આપેલું પ્રવચન. @30.37min. ઉપનિષદનો કર્મવાદ. @43.57min. भजन – अच्युतम् केशवम् क्रिश्न् दमोदरम् राम नारायणम् जानकी वल्लभम्.

http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss910.htm:SATLECT   7

Leave a comment

Filed under અધ્યાત્મ