Daily Archives: જૂન 14, 2019

માનનો ત્યાગ એજ મોટી અનાસક્તિ –

– ત્રણ જણાના બહુ,માન પ્રસંગે આપેલું પ્રવચન – કોઈની પાસેથી સારું કામ લેવું હોય તો એના મોઢા આગળ એના વખાણ કરવા. માણસ વખાણને પચાવી નથી શકતો. અપમાનને પચાવવું કદાચ સરળ છે, પણ વખાણને પચાવવું બહુ અઘરું છે. છેલ્લા અડધા કલાકથી મારા વખાણ સાંભળી-સાંભળીને મનમાં વિચાર કરું છું કે હું આટલો બધો મહાન થઇ ગયો? આ તો ઈશ્વરની રમત છે એટલે બની શકે ત્યાં સુધી કોઈની હાજરીમાં એની સામે એના વખાણ ન કરવા. એની ગેરહાજરીમાં કરવા, ચાલો હવે જે થયું એ. સંસારમાં સૌથી મોટામાં મોટું કોઈ ટોનિક હોય તો એ માન છે અને હળાહળ ઝેર હોય તો એ અપમાન છે. તમને નવાઈ લાગશે કે આ બંને મફત મળે છે. જેને ચારે તરફ જયજયકાર કરવો હોય તો એ બીજાને માન આપતા શીખે. અને જેણે ચારે તરફ હાહાકાર કરાવવો હોય એ અપમાન કરતા શીખે. માન આદરથી થતું હોય છે અને આદર ઉચ્ચ ગુણોથી આવતો હોય છે. આપણે જે ત્રણ મહાનુભવોનું સન્માન-બહુમાન કરવાના છે, એમણે ઉચ્ચતા પ્રાપ્ત કરી છે. એક સજ્જન એમણે ચેક-ડેમનું કામ કર્યું. મારે કહેવું ન જોઈએ પણ આ ચેક-ડેમનો વિચાર મારો છે. ઈઝરાઈલ જઈ આવીને મેં મારો વિચાર મુક્યો તો એક-બે માણસોએ મારી ઠેકડી પણ ઉડાવેલી. તમે જયારે કોઈ નવી વાત મુકો છો તો પહેલાં દિવસે એ જામે નહીં.તમારી પાસે ધીરજ હોવી જોઈએ અને કાર્યકર્તા તો ધીરજ વિનાનો હોયજ નહીં. પછી તો એટલા ચેક-ડેમ થયા કે આખા કાઠીયાવાડની દશા બદલી નાંખી. @5.00min. એમાં સૌથી વધારે મહત્વનો ભાગ તમારા સુરતમાં રહેનારા સપૂતોએ કર્યો. એ સુરતમાં ગયા પણ વતનનો પ્રેમ લઈને ગયા. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ભલેને એ ખરી જમીન હોય, કશું પેદા ન થતું હોય તોએ મારું વતન છે. એમણે અહિયાં પૈસાનો ધોધ વહાવ્યો અને કાર્યકર્તા થયા.લગભગ ગામેગામ ચેક-ડેમ થયા.અહિયાં પહાડમાંથી, ગીરનારમાંથી એવી કેટલીયે નદીઓ છે, લગભગ નીચે તળમાં પથારાજ હોય, એટલે ચેક-ડેમ બનાવવા બહુ સરળ કામ થઇ ગયું. ધમધોકાર વરસાદ આવે, એ બધું જાય દરિયામાં. કોઈને કલ્પના પણ ણા આવે કે આ પાણી નથી પણ અમૃત છે, સોનું છે. એ વિચાર કરનારા આ અરજનભાઈ, એમણે એમાં ઝુકાવ્યું અને એક ઊંચાઈ પ્રાપ્ત કરી. એટલે આજે એમનું બહુમાન કરવા આપણે ભેગા થયા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જે બીજાને ઊંચા કરે એને ઊંચાઈ મળે. એમણે ખેડૂતોને ઊંચા કર્યા, કાઠીયાવાડના અર્થતંત્રને ઊંચું કર્યું. એટલે ઊંચા થયા. બીજા ડોક્ટર સાહેબની તો એટલી વાતો સાંભળીએ છીએ કે, લોકો કહે છે, એ તો ભગવાનનું રૂપ છે. દર્દીઓની લાઈન લાગી હોય, દર્દીઓ પાસે પૈસા હોય તોએ વાહવાહ અને ના હોય તોએ વાહ વાહ. ઊંઝામાં એક ડોક્ટર વાસુદેવ રાવલ ફક્ત બે રૂપિયા ચાર્જ કરે છે અને સાધુ-સંતોને મફત. એક બીજાએ ડોક્ટર છે, એ પોતાની માંને પણ ના છોડે. આ બે રૂપિયાવાળો ડોક્ટર જયારે દેવ થયો ત્યારે આખું ગામ એની સ્મશાનયાત્રામાં જોડાયું. આ સાચી કમાણી છે. અપમાનની કથાઓ છે અને એમાંથીજ રામયણ અને મહાભારત થયું છે. સ્વામીજીના મેક્ષિકોના પ્રવાસ વિષે સાંભળો. સંપત્તિને પચાવતા આવડવી જોઈએ. @10.00min. બધાને સંપત્તિ પચાવતા નથી આવડતી. સંપત્તિ વાણિયો પચાવે. પટેલને ઉભરો આવે અને એને પકડી રાખવો પડે. વાણિયો લાખ રૂપિયા કમાયને જાય તો શેઠાણીને પણ ખબર ના પાડવા દે અને બજારમાંથી સસ્તામમાં સસ્તું શાખ લઈને જાય અને શેઠાણીને કહે કે બહુ મંદી ચાલે છે. સંપત્તિ પચે નહિ એટલે એનું પ્રદર્શન કરવાનું મન થાય અને એમાંથી ઈતિહાસ ઉભો થાય. એક ઓળખીતા અમેરિકામાં રહેતા સજ્જન વાત સાંભળો. એરપોર્ટ ઉપર ઉતરતાંજ એના બાપુએ કહેલું કે તું અમેરિકાની સારામાં સારી અને મોંઘામાં મોંઘી ગાડી મને મોક્લાવજે, મારે ગંજ બજારના વેપારીઓને બાળવા છે. આ ઐશ્વર્યનો ઉભરો છે. એમ આશ્વર્યને, રૂપને, સત્તાને પચાવવું ઘણું અઘરું કામ છે. કોઇપણ શક્તિ આવે અને પચે તો તમારી, ના પચે તો એજ શક્તિ દુશ્મન થાય. ખાધેલું પચે તો તમારું અને ન પચે તો દુશ્મનનું કામ કરે. એક ઓળખીતા ઉત્તર ગુજરાતના પટેલને સોનાના દાગીના બતાવી એનું ઐશ્વર્ય બતાવવાની ટેવ છે. યુધિષ્ઠિરે દુર્યોધનને બોલાવ્યો અને જાણી કરીને હોજમાં નાંખ્યો. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવી રચના કરેલી. જેવો એ હોજમાં પડ્યો એટલે ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીએ ખીલખીલાટ અટ્ટ હાસ્ય કર્યું અને કહ્યું, આંધળાના છોકરા આંધળાજ હોય ને! માણસ ભાઇનું,બાપનું કે કાકાનું સહન કરે પણ ભાભીનું સહન ના કરે. અને દુર્યોધને ગાંઠ વાળી કે હવે બદલો લેવો છે.પરિણામ રૂપે સભા વચ્ચે એને વસ્ત્ર વિનાની કરી નાંખવા જેટલી હદ સુધી એ માણસ ગયો અને પછી તો મહાભારત થતું. @14.57min. આ બધાના મૂળમાં અપમાન છે. જો જીભને કંટ્રોલમાં રાખી હોત અને માન પૂર્વકની બધી વાત કરી હોત તો આટલું બધું કોકડું ના ગૂંચવાયું હોત. પરદેશ પાસેથી એક બહુ શીખવાની વાત છે. એ છેલ્લી ઘડી સુધી તમારા સાથે ઝગડો કરવાનો હોય તો પણ એ સોરી અને થેંક-યુ જ બોલશે. કદી પણ આવેશમાં આવીને ગમે એમ ના બોલો. રામાયણમાં એક બહુ મોટા પુરુષની બહેન છે અને એ વિધવા છે. પણ એ જુવાન છે અને જુવાની સચવાતી નથી. એટલે જ્યાં ન જવાનું હોય ત્યાં પણ જાય. સ્વામીજીનો એક સ્ટીમરની ડેક ઉપરનો અનુભવ સાંભળો. એક બહેન દિવસમાં પાંચ વખત જુદા જુદા કપડાં પહેરીને ડેક ઉપર આવી. એક વૃદ્ધે કહ્યું આ સ્ત્રી સુર્પણખા થશે. ચાણક્યે એક બહુ સરસ વાત લખી છે. कष्टं च खलु मूर्खत्वं कष्ट च खलु यौवनम्। कष्टात्कष्टतरं चैव परगृहेनिवासनम् ॥ મૂર્ખતા કષ્ટરૂપ છે અને યુવાવસ્થા પણ બહુ દુઃખદાયી છે. એને બે કોડિયાનો સંપુટ બને એમ માતા અને પિતાના સંપુટમાં એટલે મર્યાદામાં રાખો. તો એની જુવાનીને કોઈ આંચ નહિ આવે. તમારા ઘરમાં કોઈ જુવાન દીકરી વિધવા થઇ હોય તો એને પરણાવી દેજો. ઉત્તર ગુજરાતમાં એક ડેપ્યુટી કલેકટરની દીકરી વિધવા થયેલી અને સ્વામીજીની સલાહ ન માને અને થોડા સમયમાં વિધર્મી સાથે ચાલી ગઈ એ આખી વાત સાંભળો. @20.00min. એ પટેલ કહે, અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય એટલે એને ના પરણાવી. સ્વામીજીને એના ગામવાળા તરફથી ખબર મળી કે એ એના વિધર્મી ડ્રાઈવર સાથે ભાગી ગઈ. મારા મનમાં એટલી વેદના થઇ કે જો આ માણસ ત્યારે સમજી ગયો હોત તો એની આ દશા ના થઇ હોત. એટલે જુવાનીને સાચવવું બહુ અઘરું કામ છે. તમે તમારીજ વાત કરોને, તમે કેટલી સાચવી? જો તમે ના સાચવી શકો તો આ જુવાન છોકરી કેવી રીતે સાચવી શકે? મદમસ્ત જુવાનીમાં ભટકતી સુર્પણખા રામ અને લક્ષ્મણને જોઇને ખુશ થઇ ગઈ. એણે તરતજ પ્રસ્તાવ રાખી દીધો. तुम सम पुरुष न मो सैम नारी, यह संजोग विधि रचा बिचारी. રામની પાસે જઈને બોલી કે મારા જેવી દુનિયામાં કોઈ સ્ત્રી નથી અને તમારા જેવો કોઈ પુરુષ નથી. રામે કહ્યું હું તો પરણેલો છું અને પેલી મારી પત્ની છે. એટલે તું મારા ભાઈ લક્ષ્મણ પાસે જા. પરદેશ પાસે એક વાત શીખવાની કે જ્યાં જાવ ત્યાં પત્નીને સાથે લઇ જાવ. તમારું રક્ષણ થશે અને એનુંએ રક્ષણ થશે.   @25.00min. આપણા રાધાકૃષ્ણ, સીતારામ, શિવ-પાર્વતી  સાથેને સાથેજ ફરે છે. એક બહુ મોટા જૈન વાણિયા ડોક્ટરના બહુમાનની સભાની વાત સાંભળો. સ્વામીજીએ એની પત્નીને સાથે બેસાડવાની વાત કરી તો કહે, આ મર્યાદાનો ભંગ થાય. વાણીય બહુ સમાધાનકારી હોય છે, વસ્તુને બગડવા ના દે. આખી વાત સાંભળો. આ ડોક્ટર મહાન એ અને મહાન થવામાં એની પત્નીનું મોટું યોગદાન છે. એટલે બંનેનું સન્માન હોય. આ વાત જો મારી તમને ગળે ઉતરતી હોય તો આ ત્રણેની ઘરવાળીઓનું બહુમાન કરાવજો. રામે કહ્યું, આ મારો ભાઈ એકલો છે અને પછી સુર્પણખા લક્ષ્મણ પાસે ગઈ. તું નહિ તો તારો ભાઈ, આ વિકલ્પ છે, પ્રેમ નથી પણ વાસના છે. પ્રેમમાં એક ભક્તિ હોય. ભગવદ ગીતામાં જોજો, एक भक्तिर विशिष्यते અને લક્ષ્મણે કહ્યું કે હું તો સેવા કરવા આવ્યો છું. મારે ઘરવાળી છે, એને ઘરે મુકીને અહીં મારા મોટાભાઈની સેવા કરવા આવ્યો છું. પછી સીતાજી તરફ ઝપટી તો એને લાગ્યું કે આ હશે ત્યાં સુધી મારું કામ થવાનું નથી. જયારે વધારે આવું થયું ત્યારે રામે લક્ષ્મણને ઈસરો કર્યો એટલે લક્ષ્મણે એના નાક-કાન કાપી નાંખ્યા. આ રામાયણનું મૂળ છે. હવે તમે કલ્પના કરો કે તમારી બેનના કોઈએ નાક-કાન કાપ્યા હોય અને તમે રાવણ જેવા શક્તિશાળી હોવ તો તમે સહન કરો? સુર્પણખા રોતી-કકળતી રાવણ પાસે ગઈ અને એમાંથી આખું રામાયણ ઉભું થયું. કોઈને મારી નાખવું સારું પણ કોઈના ણા-કાન કાપવા એ તો મારી નાંખવા કરતાએ વધારે દુઃખ થાય. આ અપમાન કથા છે. @30.00min. રામાયણ સળગે અને મહાભારત સળગે છે અને બે બોધપાઠ આપે છે કે આ માન અને અપમાન બંને મફતમાં મળે છે અને માન લોકો મફતમાં આપતા નથી અને અપમાન આપ્યા વિના લોકો રહી શકતા નથી. એટલે આજે તો આપણે માનનો પ્રસંગ છે. આ ત્રણ આપણા સપૂતો, ત્રણેના ક્ષેત્રો જુદા-જુદા છે અને સમાજ માટે ઉત્તમ કાર્ય કર્યું છે. ઉત્તમ કાર્ય કરેલા માણસને જો સમય ઉપર એમનું બહુમાન ના કરો તો તમે નગુણા કહેવાઓ. જો સમાજને ગુણવાન બનાવવો હોય તો ગુણી જનોની સેવા કરો અને એમનું માન વધારો. મારી સમજણ પ્રમાણે માનના ચાર પ્રકાર છેએક – જેના તમે હક્કદાર છો, બે – જેના તમે હક્કદાર છો પણ તમને માન મળતું નથી. ત્રણ – જેના તમે યોગ્ય નથી છતાં તમને માન મળે છે. અને ચાર – તમે કશુંજ કર્યું નથી પણ તમે માનની ઈચ્છા રાખો છો. આપણે ત્યાં માનવામાં આવ્યું છે કે સૌથી મોટી અનાસક્તિ ધનની નથી, સત્તાની નથી પણ માનની છે. कंचन तजनो सहज है, सहज प्रियाको नेह, मान बढाई इर्ष्या दुर्लभ तजनो एह. ધનના ત્યાગી થઇ શકાય, જો કે એ પણ દુર્લભ છે. સ્ત્રીના ત્યાગીઓ થઇ શકે પણ માનના ત્યાગી થવું બહુ દુર્લભ છે. અને જયારે તમે ખરેખર માનના હક્કદાર હોવ અને માન જો તમને મળતું હોય તો એક સારા સમાજની નિશાની છે.સમાજ સેવા કરવી કે ચેક-ડેમ બનાવવા કે દર્દીઓની સેવા કરવી છે, લોકો તમારું લોહી પી જશે અને ગમે તેવા આક્ષેપો કરશે. આ કડવું ઝેર છે. કાર્યકર્તાને શંકરની જેમ વિષ પીતાં આવડવું જોઈએ. હું સાધુ થઈને નીકળ્યો અને પહેલો કે બીજો દિવસ હતો અને ગામનાં છોકરાંઓ ભેગા થઇ ગયા અને કહ્યું, બાવો આવ્યો, બાવો આવ્યો. પછી મનને મનાવ્યું કે તું ત્રણ કોડીનો બાવો છે. હવે તું સાધુ થાય તો ખરો. પહેલા તો બાવોજ થવું પડે, પછી સાધુ અને પછી સંત થવાય. @35.06min. પહેલા તો ઝેર પીવું પડે, લોકો ટીકા કરે, ગમે એવા કડવા વાક્યો બોલે. મીરાંબાઈએ એજ ઝેર પીધેલાં અને એ ઝેરનું અમૃત ઠાકોરજીએ કર્યું. ઝેરને પચાવી દો તો અમૃત છે અને ના પચે તો ઝેર છે. એટલે આ જે માર્ગ છે, એ માર્ગમાં પહેલાં તો લોકો તમારી નિંદા કરે. જેણે રામને ના છોડ્યા, કૃષ્ણને ના છોડ્યા એ તમને શું છોડવાના હતા? તમે એવી ઈચ્છા રાખો કે ચારે તરફ તમારા વખાણ થાય તો તમે કાર્યકર્તા નહિ થઇ શકો. નીતિકારે લખ્યું છે કે કાર્યકર્તા તો અતિ દુર્લભ છે. એટ ટાવરના ઉદ્દઘાટનની વાત સાંભળો. સ્વામીનારાયણ સંપ્રદાયમાં એક બહુ સારી વાત છે. શ્રીજી મહારાજે કહેલું કે કદી પણ સાધુઓએ એકબીજાને ઉતારી નહિ પાડવા પણ બધાને મોટા બનાવવા. આ એક બહુ સારો ગુણ કહેવાય. બીજાને તમે મોટા બનાવો તો તમારું મોટાઈ પણું સચવાઈ રહે. કાશીના ચાર પંડિતોની વાત સાંભળો. પંડિતો અને સંતમાં ભેદ છે. આ પંડિતો એક-બીજાની ઉડાવે છે, એ વાત સાંભળો. આ આખી એક બોધ કથા છે. કદી પણ કોઈને ઉતારી ના પાડો. ટાવરના ઉદ્દઘાટન મોડું થયું તો એક ભાઈ કહેવા લાગ્યાં, @40.00min. આ બધા બે નંબરના પૈસા છે. સુરતથી બે નંબરના પૈસા લાવ્યા એમાં આ બધું કર્યું. સ્વામીજીએ તરતજ કહ્યું, તમારી પાસે ચાર નંબરના પૈસા હોય તો લાવોને, આપણે એમાંથી એક બીજો ડબલ ટાવર કરીએ. બે નંબરના તો બે નંબરના, પણ એ આપે છે ને? તું કેમ નથી આપતો? અને તારુંએ નામ રાખીએ, એમાં તો ઈતિહાસ છે. એટલે હંમેશાં આ મુદ્દો યાદ રાખવાનો કે, જે કોઈ સારું કામ કરતો હોય તો એની નિંદા, ઈર્ષ્યા ના કરવી. એને ઉતારી નહિ પાડવો. એનાથી કંઈ ભૂલચૂક થતી હોય તો ખાનગીમાં બેસાડીને કહેવું કે આ જરા સુધારવા જેવું છે. પણ એની ટીકા નહિ કરવી. સજ્જનો અહિયાં આજે જે ત્રણે મહાભુનાવો અને વિદ્યાર્થીઓ છે, એમનું બહુમાન કરવાનું છે. હવે આગળ તમારો કાર્યક્રમ ચલાવવાનો છે, પણ મારાથી બેસતું નથી, એટલે હું વિદાય થઈશ. પણ તમે બધા બેસીને આ કાર્યક્રમને સાંભળજો. જોજો અને માણજો. આ ઢસા જેવું ગામ અને સારો સુખી સમુદાય, આટલી સારી સંસ્થા, આટલો સારો પરિવાર અને આ રીતે એક સુંદર આયોજન કર્યું, મને ઘણો આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, આ ગામ ફળે, ફૂલે, વિકસે, બધા સંપીને હળીમળીને રહે, આભાર, ધન્યવાદ, હરિ ॐ તત્સત. @43.10min. સોય-કાતર એકતાનો સંદેશ. સાચી બનેલી ઘટના. ગીતા ભવન બનાવ્યું ત્યાં બાબા બાલમુકુંદદાસજીએ બે સંતોને ભેગા કરવા માટે સોયનું કામ કર્યું.  
http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1144.htm:SATLECT   8

Leave a comment

Filed under અધ્યાત્મ