Daily Archives: જૂન 23, 2019

મમ્મીની મમ્મી!…યામિની વ્યાસ

Sandhya Bhatt
બારડોલીના શિરમોર એવા સરદાર ટાઉનહૉલમાં યોજાઈ રહેલ કવિસંમેલનમાં Mukul Choksi,Raeesh Maniar,Anil Chavda,Bhavesh Bhattસંદીપ પૂજારાMehul Patelઅને Yamini Vyas સાથે કાવ્યોત્સવ માણીશું…સુરત મારી ઘડતરભૂમિ અને બારડોલી મારી કર્મભૂમિ..પહેલા અઠ્ઠાવીસ વર્ષ સુરત રહ્યા પછી બીજા સત્તાવીસ વર્ષ દરમ્યાન હવે બારડોલીમાં જ મારી ઓળખ બની રહી છે તેના આનંદ અને ઉત્સાહ સાથે તેમ જ મુશાયરાના મહારથીઓની સાથે હોવાનો આનંદ તો ખરો જ…

+

સૂરજ ઉગતા જ..
મમ્મી..કર્ટૅઇન ખસેડી જા ને બહુ લાઈટ આવે છે…
મમ્મી ટોવેલ…
ને આજે બ્રેકફાસ્ટમાં શું છે ?
જો આપણી ગાડીની ચાવી લેવા આવશે સર્વિસ માટે, આપી દેજે,
ગાડીનો નંબર તો યાદ છે ને?
ને મમ્મી સાંભળ આજે મારું કુરિયર આવવાનું છે, સાઇન કરી લઇ લેજે ,
મેં ઇલેક્ટ્રિશ્યિનને ફોન કર્યો છે, અહીં બે પોઇન્ટ નખાવવાના છે,
મમ્મી આ નોટબુકમાં પેઇજ મૂક્યા છે ને એની ઝેરોક્ષ કરાવતી આવજે જો ભૂલી નહીં જતી,
મમ્મી મારો દુપટ્ટો નથી મળતો અરે એ ઇસ્ત્રીમાં નહોતો આપવાનો.. પૂછ તો ખરી!
રીંગ વાગે છે ને તો મમ્મી ઉંચકી લે ને કહી દે ને કે નીકળી ગયો છે રસ્તામાં જ હશે !
મમ્મી મારું ડ્રોઅર તેં ગોઠવેલુંને એટલે જ કંઈ નથી મળતું!જેમ હોય એમ રહેવા દેને!
હેલો.. મમ્મી જો કબાટનાં નીચેનાં ખાનામાં ચેકબુક છે એના ફોટા પાડીને whatsapp કરી દેને
અરે આ શું બનાવ્યું? દાળઢોકળી! મમ્મી પ્લીઝ મેગી બનાવી આપને..
અરે મમ્મી મારો મોબાઇલ ચાર્જમાં મૂકી દેને ..
તું અહીં જ છે તો જરા એ સી …
સાંજે મમ્મી બારી બંધ કરવા ગઈ આકાશમાં જોયું તો ઢળતો સૂરજ પણ જાણે ખો આપતો ગયો,
બારણું બંધ કરવા ગઈ અને જોયું તો સામે મમ્મીની મમ્મી! “અરે આટલી મોડી તું કેમ આવી મમ્મી? ”
“અરે બેટા, આ કપુરિયા બનાવ્યા હતા ને એ તારે માટે લેતી આવી તને બહુ ભાવે છે ને! અને નારી પૂર્તિમાં તને સાતમું પાનું જોઈતું હતુંને દસ દિવસ પહેલાનું! એ પસ્તીમાંથી શોધી કાઢ્યું તારા માટે, ને તારી સાડીને ફોલ મુકવાનો હતોને..ને આ તારો ચાંદીનો ઝૂડો પોલિશ કરાવવા મૂકી ગઈ હતીને…ને…રૂ ની દિવેટ બનાવી દીધી છે, તને તૈયાર નથી ફાવતીને…!ને આ તાજી કેરીનું અથાણું…”હજુ તો કેટકેટલું કહેવાનું હતું મમ્મીની મમ્મીએ..!
ને આભમાં ઉગતો ચાંદ હસી રહ્યો. 
યામિની વ્યાસ

https://dl-mail.ymail.com/ws/download/mailboxes/@.id==VjN-16OsnwLcJ_tPWU4OeqX2aY

કાવ્ય    : યામિની વ્યાસ
પઠન    : મેઘા શુક્લ

.

  • AUDIO-2019-05-12-23-01-14.mp3
    6.7MB

Leave a comment

Filed under કાવ્ય, Uncategorized