Monthly Archives: ડિસેમ્બર 2019

गु ल दा ऊ दी+૨૦૧૯ની સૌથી સફળ ફિલ્મો

1

૨૦૧૯ની સૌથી સફળ ફિલ્મો – ૧

૨૦૧૯નું વર્ષ આજે પૂરું થશે. વળી એક વાર ભારત દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ બન્યો છે. ભારતીય ફિલ્મોનો ચેહરો થોડા સમયથી બદલાયો છે. અલગ અને વૈવિધ્યસભર ફિલ્મો બને છે એટલું જ નહીં તેને જબરો આવકાર પણ મળે છે. બીજી નોંધપાત્ર બાબત એ જોવા મળે છે કે દેશના ટોચના નિર્માતાઓ હવે હોલીવૂડની મોટી કંપનીઓ સાથે કામ કરે છે. જેમકે દેશી નિર્માતાઓની ફિલ્મ ભારતમાં અને જગતમાં વિદેશી કંપનીઓ દ્વારા વિતરિત થાય છે. જેમકે વર્ષની સૌથી સફળ ૧૦ ફિલ્મોમાંથી ચાર તો ફોક્સ સ્ટાર સ્ટુડીઓ દ્વારા વિતરિત થઈ હતી. તો યશ રાજ અને ટી સીરીઝ કે રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મુવીઝ કે અનિલ થડાનીની એએ ફિલ્મ્સ જેવી કંપનીઓએ ડીજીટલ પ્લેટફોર્મ આવ્યાં હોવા છતાં પોતાની વ્યાવસાયિક સફળતા જારી રાખી છે.
બે લેખોની આ શ્રેણીમાં આપણે ૨૦૧૯માં સૌથી વધુ આવક મેળવનારી ૧૦ ફિલ્મોની વિગતો જોઈશું.
દસમાં ક્રમે રહી ‘સુપર ૩૦’. ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન અને તેમના ‘સુપર ૩૦’ નામના શૈક્ષણિક કાર્યક્રમ પર આધારિત આ ફેન્ટમ ફિલ્મસની છેલ્લી ફિલ્મ રૂપે ફિલ્મનું નિર્માણ સાજીદ નડિયાદવાલાએ અને નિર્દેશન વિકાસ બહલે કર્યું છે. રિલાયન્સ એન્ટરટેઈનમેંટ દ્વારા આ ફિલ્મ સહવિતરિત થઇ હતી. ગણિતશાસ્ત્રી આનંદ કુમારની ભૂમિકામાં સ્ટાર હૃતિક રોશન હતા અને તેમના સહકલાકારો મૃણાલ ઠાકુર, વિરેન્દ્ર સક્સેના, પંકજ ત્રિપાઠી તથા આદિત્ય શ્રીવાસ્તવ હતાં. સાંભર લેક ટાઉન અને રામનગર કિલ્લામાં આ ફિલ્મ શૂટ થયેલી અને તેને કોટા નગર રૂપે રજુ કરાયા હતાં.
૧૨ જુલાઈએ રજુ થયેલી ‘સુપર ૩૦’ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. કેટલાકે તેની કથા અને હ્રુત્વિકના અભિનયના વખાણ કર્યા હતાં. દેશ અને વિદેશ મળીને આ ફિલ્મે ૨૦૯ કરોડની આવક મેળવી હતી અને ૧૪૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો!
નવમાં ક્રમે સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાંડસન એન્ટરટેઈનમેંટ અને ફોક્સ સ્ટાર સ્ટુડીઓઝ દ્વારા સહનિર્મિત થયેલી ‘છીછોરે’ રહી. ફોક્સે જ તેનું વિતરણ કર્યું હતું. નીતેશ તિવારીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. સુશાંત સિંઘ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, નવીન પોલીશેટ્ટી, પ્રતિક બબ્બર અને તાહિર રાજ ભસીન જેવાં કલાકારોની ‘છીછોરે’ સાત મિત્રોની ૧૯૯૨થી વર્તમાન સમય સુધીના જીવન પ્રસંગો આધારિત હતી. ૬ સપ્ટેમ્બરે સીનેગૃહોમાં રજુ થયેલી આ ફિલ્મ નવેમ્બરમાં ‘વિડીયો ઓન ડીમાંડ’ અને ‘હોટસ્ટાર’ પર પણ રજુ થઇ હતી.
આ વર્ષની સફળ ફિલ્મોની યાદીમાં આઠમાં ક્રમે રહી ‘ટોટલ ધમાલ’. એ ખરેખર તો ‘ધમાલ ૩’ તરીકે ઓળખાય છે. એને એડવેન્ચર કોમેડી વિભાગની ફિલ્મ ગણી શકાય. ઇન્દ્ર કુમારે આ ફિલ્મનું નિર્દેશન તો કર્યું જ છે પણ તેને લખી પણ છે અને તેઓ તેના સહનિર્માતા પણ છે. તે ઉપરાંત આ ફિલ્મના નિર્માતાઓની યાદીમાં અજય દેવગણ, અશોક ઠાકરિયા, અધિકારી બ્રધર્સ, આનંદ પંડિત પણ છે. ૨૦૦૭માં આવી હતી ‘ધમાલ’, એજ રીતે આ ફિલ્મ પણ આગળ વધે છે. ૧૯૬૩ હોલીવૂડની યાદગાર ફિલ્મ ‘ઈટ્સ એ મેડ, મેડ, મેડ, મેડ વર્લ્ડ’ પર એનો આધાર છે. અહીં કલાકારોની મોટી ટીમ છે, જેમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રીતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી અને એષા ગુપ્તા જેવાં કલાકારો છે. સોનાક્ષી સિંહાએ તેમાં ‘મુન્ગડા’ પર આઇટમ નંબર પણ કર્યો છે. ૨૨ ફેબ્રુઆરીએ આ ફિલ્મ રજુ થઇ હતી. તેના આગલા સપ્તાહે થયેલાં પુલવામાં એટેકને કારણે આ ફિલ્મ પાકિસ્તાનમાં રજુ થઇ નહોતી. ફિલ્મે પહેલાં ૧૨ દિવસમાં જ બે મિલિયન રૂપિયાનો વેપાર દેશ-વિદેશમાં કર્યો હતો, જે અંતે ૨૨૮ કરોડ સુધી પહોંચ્યો હતો. ૧૫૫ કરોડનો નફો કરનારી આ ફિલ્મને ‘સુપર હીટ’ ફિલ્મનું બિરુદ અપાયું હતું.
૨૦૧૯ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સાતમાં ક્રમે રહી મ્યુઝીકલ ડ્રામા ફિલ્મ ‘ગલી બોય’. ઝોયા અખ્તરે તેનું નિર્દેશન કર્યું અને રીમા કાગતી સાથે મળી લેખન પણ કર્યું છે. રીતેશ સિધવાની, ઝોયા અખ્તર અને ફરહાન અખ્તરે તેને ‘ટાઈગર બેબી ફિલ્મ્સ’ અને ‘એક્સેલ એન્ટરટેઈનમેંટ’ પ્રોડક્શનના નેજા હેઠળ બનાવી. રણવીર સિંઘ અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં કલ્કી કોચલીન, સિદ્ધાંત ચતુર્વેદી, અને વિજય રાઝ સહાયક ભૂમિકામાં છે. મુંબઈની ધરાવી વસ્તીના આશાસ્પદ ગાયકોની આ વાત છે.
‘ગલી બોય’નો પ્રીમિયર બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ૯ ફેબ્રુઆરીએ થયો હતો અને ૧૫ ફેબ્રુઆરીએ તે ભારતમાં રજુ થઇ હતી. સમીક્ષકોએ તેના સારા રીવ્યુ આપ્યાં હતાં. દેશ-વિદેશ મળીને આ ફિલ્મે ૨૩૮ કરોડનો વેપાર કર્યો હતો. ૯૨માં ઓસ્કાર એવોર્ડ માટે આ ફિલ્મ ભારતની એન્ટ્રી રૂપે મોકલાઈ હતી, કમનસીબે તેને નોમિનેશન મળ્યું નથી.
છઠ્ઠા ક્રમે રહી ‘હાઉસફૂલ ૪’. આ કોમેડી ડ્રામાનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે અને આ ફિલ્મના પણ નિર્માતા સાજીદ નડીઆદવાલા છે, જેમણે નડીઆદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેંટના નેજા હેઠળ આ ફિલ્મ બનાવી છે. ‘હાઉસફૂલ’ શ્રેણીની આ ચોથી ફિલ્મ છે. તેના મુખ્ય કલાકારો છે અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, બોબી દેઓલ, કીર્તિ સનોન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા. આ ફિલ્મનું નિર્દેશન સાજીદ ખાન કરતા હતાં પણ તેમના પર ‘મી ટૂ’ ના આક્ષેપ થયાં અને તેમને બદલે ફરહાદ સામજીએ ફિલ્મનું અધૂરું નિર્દેશન પૂરું કર્યું હતું. નડીઆદવાલાએ આ ફિલ્મને ભારતમાં બનેલી સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હોવાનો દાવો કર્યો હતો. આ કોમેડીની કથા છસો વર્ષના પુન:જન્મની વાત છે. ૨૫ ઓક્ટોબરે દિવાળી દરમિયાન આ ફિલ્મ રજુ થઇ અને સફળ પણ થઇ.
તો આ થઇ ૨૦૧૯ની સૌથી સફળ ૧૦ ફિલ્મોમાંથી છઠ્ઠાથી દસમાં ક્રમની ફિલ્મોની વાત. પહેલી પાંચ ફિલ્મોની વાત કાલે અહીં જ કરીશું.

Image may contain: one or more people and people standing
Image may contain: 2 people, text
Image may contain: 5 people, people sitting
Image may contain: 2 people, text
Image may contain: one or more people and text

3

4

5
6

17

7

8

10
14
13
15
12
16
18
19

20
23

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

શું સશક્તો વ્હીલચેર માટે અશક્ત હોવાનું નાટક કરે છે?પરેશ વ્યાસ

શું સશક્તો વ્હીલચેર માટે અશક્ત હોવાનું નાટક કરે છે?

આજકાલ પાંવ જમીં પર નહીં પડતે મેરે…ગીત ગુલઝારસાહેબ લખે ત્યારે એનો અર્થ રોમેન્ટિક હોય પણ એવું પણ હોય કે કોઈ શારીરિક તકલીફ હોય અને એથી કોઈ ફિલ્મી અભિનેત્રી વ્હીલચેરમાં બેસીને આવું ગીત ગણગણી રહ્યા હોય! હેં ને? હેં ને?

વ્હીલ ઉર્ફે પૈંડુંની કાંતિકારી શોધ ઈસા પૂર્વ પાંત્રીસમી સદીમાં થઇ. માનવ જીવન આસાન બનાવ્યું આ પૈંડાએ. અમે તો માનીએ છીએ કે ટાંટિયા ઘસેડવા એનાં કરતા પૈંડાનો ઉપયોગ કરો તો ઓછાં પ્રયત્ને વધારે અંતર કાપી શકાય. ઘરડાં, અશક્ત કે માંદા માણસો માટે પૈંડા ગાડી એક વરદાન છે. આજકાલ એરપોર્ટ બહુ મોટા થઇ ગયા છે કારણ કે એરપોર્ટ એરપોર્ટ નથી પણ મોટાં મૉલ છે. એનાં મોલ પણ ઊંચેરા હોય છે, સાહેબ! આપણે એરપોર્ટમાં દાખલ થઈએ ત્યાંથી લઈને વિમાન સુધી પહોંચીએ ત્યાં સુધી લાંબુ અંતર કાપવું પડે છે. જેઓ સશક્ત છે, એ ચાલી શકે છે પણ અશક્તની દશા માઠી છે. દરેક એરલાઈન્સ વ્હીલચેરની સગવડ આપે છે. જેમને એની જરૂરિયાત છે તેઓ આગોતરી નોંધાવી શકે છે. આ સારી વાત છે. એમાં તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વિવાદ થયો, જ્યારે જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક પ્રશ્ન ટ્વીટ કર્યો કે માત્ર ભારતમાં જ શા માટે વધારે ને વધારે યાત્રીઓ એરપોર્ટ ઉપર વ્હીલચેરની માંગણી કરે છે? ત્રણ વિકલ્પ પણ આપ્યા. એમ કે ભારતમાં બુઝુર્ગ લોકો વધારે મુસાફરી કરે છે અથવા તો એમ કે ભારતીયો વધારે પ્રમાણમાં અશક્ત છે અથવા તો કદાચ એમ કે લાંબી લાઈનમાંથી બચવા માટે આપણો આ ભારતીય જુગાડ છે… આ તો અશક્તોની મજાક થઇ. તમારી પાસે આવી અપેક્ષા નહોતી. કદાચ કોઈ બે-ચાર લોકો ખોટું બોલે તો ભલે બોલે પણ બાકીનાં લોકો, જે ખરેખર તકલીફમાં છે, તેઓની તરફ શંકાની આંગળી ચીંધવાનું પાપ તમે કર્યું છે. એરલાઈન્સની ફરજ છે વ્હીલચેર આપવાની. હવે એવું થશે કે એરપોર્ટની લાઈનમાં ઊભેલાં અન્ય યાત્રીઓ વ્હીલચેર સવાર યાત્રીઓ સામે શંકાની નજરે જોશે, મોઢું મચકોડશે અથવા મજાક ઊડાડશે. હે આનંદ મહિન્દ્રા, તમે તો વીઆઈપી ચેક ઇન કરતા હશો. તમે સામાન્ય યાત્રીની જેમ હવાઈ યાત્રા કરો તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે અને તમે અશક્તો ઉપર ચારસોવીસીનો ઇલ્જામ લગાવો છો? બહુત નાઈન્સાફી હૈ યે….

ફ્લોરિડાની કાર્લી જોય કે જેઓ પોતે અશક્ત છે એમને જ પૂછીએ કે શા માટે અશક્તો ઉપર ખોટું બોલવાનો અને પંગુતાનું નાટક કરવાનો આક્ષેપ મુકવો યોગ્ય નથી? એક કારણ એ કે ઇટ્સ નન ઓફ યોર બીઝનેસ. તમને શંકા છે એટલે મારે તમને મારા મેડીકલ રીપોર્ટ બતાવીને રાજી કરવાનાં? તમે છો કોણ અમારી પરીક્ષા લેનારા? મને ન મળે એટલે તમને ય ન મળવું જોઈએ, એવું શા માટે? આ તો ઘાસિયા કૂતરાં જેવી મેન્ટાલિટી છે. એવો કૂતરો જે પોતે ઘાસ ખાય નહીં પણ ગાય ખાવા જાય તો ભસે. બીજું કારણ એ કે દરેક અશક્તતા અથવા પંગુતા એકસરખી નથી હોતી. દરેકની અક્ષમતા અલગ હોય છે. વ્હીલચેરમાં બેઠેલી વ્યક્તિ થોડું ચાલી શકે એનો અર્થ એ નથી કે એ અશક્ત નથી. એવી પણ પંગુતા છે, જે નરી નજરે દેખાતી નથી. કાર્લી જોય કહે છે કે જેઓ અશક્તતાનો ઢોંગ કરે છે તેવા લોકોની ટકાવારી નગણ્ય છે. અને સાહેબ, એ તો જુઓ કે વ્હીલચેર કાંઈ રાજ સિંહાસન નથી. એમાં બેઠેલાં લોકો માટે એ કાંઈ સુખાસન નથી. મજબૂરી છે એટલે બેસવું પડે છે. તમારી શંકાનાં કારણે જાહેર જગ્યાઓએ તેઓ અસલામત ફીલ કરે છે. તેઓને લાગે છે કે જાહેર સ્થળ, દાખલા તરીકે એરપોર્ટ, એમને માટે નથી.

આનંદ મહિન્દ્રા અને કાર્લી જોય બંનેનાં વિચારો આપણે જાણ્યાં. આપણે જ નક્કી કરીએ કે આપણે શું કરવું? વ્હીલચેર ઉપર બેઠેલાં સામે શંકા કરવી કે પછી કરુણા જતાવવી. આમ તો આ બંને નામેરી છે. આનંદ એટલે જ જોય અને જોય એટલે જ આનંદ. મશહૂર અભિનેતા મોર્ગન ફ્રીમેનનાં મતે અસમર્થ લોકો ઉપર હૂમલો કરવો એ શક્તિનું સૌથી નીચ પ્રદર્શન છે. આપ ફ્રીમેનની વાત સાચી માનવા ફ્રી મેન (અથવા વીમેન) છો..

Image may contain: one or more people, eyeglasses and text

Leave a comment

Filed under Uncategorized

સપના જેવી કારકિર્દી ઐશ્વર્યા રાય બચ્ચનની

સપના જેવી કારકિર્દી ઐશ્વર્યા રાય બચ્ચનની

વિશ્વ સુંદરી, મોડેલ અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧ નવેમ્બર, ૧૯૭૩ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. ૧૯૯૪માં તેઓ વિશ્વ સુંદરી બન્યાં હતાં. તેમની અભિનય ક્ષમતા ને કારણે ઐશ્વર્યા સૌથી વધુ લોકપ્રિય અને અસરકારક વ્યક્તિત્વોમાંના એક બની રહ્યાં. તેમને દેશ વિદેશમાં અનેક માન-સન્માન મળ્યાં છે. જેમાં શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે અગિયાર નામાંકનનો સમાવેશ થાય છે. ૨૦૦૯માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. ફ્રાંસ સરકારે તેમનું ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ ડેસ લેટર્સ’નું સન્માન ૨૦૧૨માં કર્યું હતું. મીડિયા તેમને ઘણી વાર ‘જગતની સૌથી સુંદર સ્ત્રી’ રૂપે ઉલ્લેખે છે.
તેઓ જયારે કોલેજમાં હતાં ત્યારે તેમણે થોડા મોડેલીંગ જોબ કર્યા હતાં. ટીવી પરની અનેક જાહેરાતો કર્યા બાદ તેમણે ‘મિસ ઇન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લઈને બીજો ક્રમ મેળવ્યો હતો. જોકે ૧૯૯૪માં ઐશ્વર્યા રાયને ‘મિસ વર્લ્ડ’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે તેમને ફિલ્મોમાં અભિનય કરવાની ઓફર મળવા લાગી હતી. ૧૯૯૭ની મણી રત્નમની તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ અને તેજ વર્ષે હિન્દી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી તેઓ ફિલ્મી પડદે આવ્યા હતાં. તેમની પહેલી સફળતા તમિલ રોમાન્ટિક ડ્રામા ‘જીન્સ’ (૧૯૯૮)માં આવી. પછી તેમને ખૂબ સફળતા મળી અને ‘હમ દિલ દે ચુકે સનમ’ (૧૯૯૯) અને ‘દેવદાસ’ (૨૦૦૨)માં તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં.
ઐશ્વર્યાના સંવેદનશીલ અભિનેત્રી રૂપે વખાણ થયાં હોય તેવી ફિલ્મોમાં તમિલ રોમાન્સ ‘કાંડુંકોન્ડેઇન કાંડુંકોન્ડેઇન’, ટાગોરની નાયિકા બીનોદીની રૂપે બંગાળી ફિલ્મ ‘ચોખેર બાલી’, હતાશ મહિલા રૂપે ‘રેઈનકોટ’, બ્રિટીશ ડ્રામા ફિલ્મ ‘પ્રોવોક્ડ’, નર્સ રૂપે ‘ગુઝારીશ’માં થયાં. તેમને સૌથી મોટી સફળતા ‘મોહબ્બતે’ (૨૦૦૦)માં મળી. પછી એડવેન્ચર ફિલ્મ ‘ધૂમ ૨’, ઐતિહાસિક રોમાન્સ ‘જોધા અકબર’, સાયન્સ ફિક્શન ફિલ્મ ‘એન્થીરન’ અને રોમાંટિક ડ્રામા ‘એય દિલ હૈ મુશ્કિલ’થી પણ તેમને સફળતા મળી હતી.

૨૦૦૭માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા, તેમને એક આરાધ્ય નામે દીકરી છે. પડદાની બહાર તેઓ અનેક દાનધર્મની સંસ્થાઓ અને કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર છે. ‘જોઈન્ટ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ ઓન એઇડ્સ’ના તેઓ ગુડવિલ એમ્બેસેડર છે. ૨૦૦૩માં તેઓ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલના જ્યુરી મેમ્બર બનનારા ભારતના પહેલા અભિનેત્રી બન્યાં હતાં. કેન્સમાં તેમને માટે લાલ જાજમ બિછાવાય છે.
કર્ણાટકના મેન્ગ્લુરુંમાં તુલુ બોલી બોલતા તુલુવ બંટ પરિવારમાં ઐશ્વર્યાનો જન્મ થયો હતો. તેમના પિતા કૃષ્ણરાજનું ૨૦૧૭ માં નિધન થયું. તેઓ સેનાના બાયોલોજીસ્ટ હતા. તેમના માતા બ્રિન્દા ગૃહિણી છે. મોટા ભાઈ આદિત્ય રાય મર્ચન્ટ નેવીમાં ઈજનેર છે. ઐશ્વર્યાની ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ (૨૦૦૩)ના સહનિર્માતા તેમના ભાઈ અને સહલેખિકા તેમના માતા હતાં. તેમનું પરિવાર મુંબઈ આવ્યું, જ્યાં ઐશ્વર્યા આર્ય વિદ્યાલય મંદિર હાઈસ્કૂલમાં જોડાયાં. તેઓ જયહિન્દ કોલેજમાં ઇન્ટર થયાં અને માટુંગાની ડી.જી. રૂપારેલ કોલેજમાં ભણ્યાં. તેમણે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં ૯૦ ટકા માર્ક્સ મેળવ્યાં હતાં.
કિશોરાવસ્થામાં ઐશ્વર્યાએ પાંચ વર્ષ શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની તાલીમ લીધી હતી. ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર) એમનો ગમતો વિષય હતો, માટે શરૂઆતમાં તેઓ મેડીસીનમાં કરિયર બનાવવા માંગતા હતાં. પછી તેઓ રચના સંસદ એકેડમી ઓફ આર્કિટેક્ચરમાં જોડાઈને આર્કિટેક્ટ બનવા માંગતા હતાં. પછી મોડેલીંગમાં કરિયર બનાવવા માટે તેમણે ભણવાનું છોડી દીધું.
૧૯૯૧માં ઐશ્વર્યા ફોર્ડ યોજિત ઇન્ટરનેશનલ સુપરમોડેલ સ્પર્ધામાં જીત્યાં, પછી તેઓ ‘વોગ’ સામયિકની અમેરિકન આવૃત્તિમાં ઝળક્યા. ૧૯૯૪માં ‘મિસ ઇન્ડિયા’ સ્પર્ધામાં તેઓ સુસ્મિતા સેન પછીના બીજા ક્રમના વિજેતા બન્યાં. તેમણે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ’, ‘મિસ કેટવોક’, ‘મિસ મીરેક્યુંલસ’, ‘મિસ ફોટોજેનિક’, ‘મિસ પરફેક્ટ ટેન’ અને ‘મિસ પોપ્યુલર’ના તાજ પહેરાવાયાં. બીજા ક્રમના વિજેતા રૂપે તેમણે સન સીટી, સાઉથ આફ્રિકામાં યોજાયેલી ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ‘મિસ ફોટોજેનિક’ એવોર્ડ તથા ‘મિસ વર્લ્ડ કોન્ટીનેન્ટલ ક્વીન ઓફ બ્યુટી – એશિયા એન્ડ ઓસેનિયા’નો ખિતાબ જીત્યાં. એ સ્પર્ધા જીતતા ઐશ્વર્યાએ જગતમાં શાંતિ સ્થાપવાના સપના વિષે વાત કરી હતી, તેમણે લંડનમાં એક વર્ષ રહેવાના સમયમાં ‘એમ્બેસેડર ઓફ પીસ’ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ અભિનેત્રી બન્યાં ત્યાં સુધી મોડેલીંગ કરતાં રહ્યાં.
૧૯૯૯માં ઐશ્વર્યા ‘મેગ્નીફીસન્ટ ફાઈવ’ રૂપે વિશ્વપ્રવાસે નીકળ્યાં હતાં, જેમાં તેમના સાથી આમીર ખાન, રાની મુખર્જી, અક્ષય ખન્ના અને ટ્વિન્કલ ખન્ના હતાં. આવી અનેક વર્લ્ડ ટુરમાં તેમણે વિવિધ શહેરોમાં મંચ પર રજૂઆત કરી છે. ૨૦૦૩માં કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં જજ બન્યાં, તેજ વર્ષે ‘એલ ઓરેલ’ના ગ્લોબલ બ્રાંડ એમ્બેસેડર બન્યાં. ભારતમાં ચક્ષુદાન માટે જાગૃતિ લાવવાના હેતુથી ‘આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા’ના તેઓ બ્રાંડ એમ્બેસેડર છે. અત્યંત ખુબસુરત આંખો ધરાવતાં ઐશ્વર્યાએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. ૨૦૦૫માં ભારત સરકારના ‘પલ્સ પોલીયો’ અભિયાનના તેઓ બ્રાંડ એમ્બેસેડર હતાં. તેજ વર્ષે ‘ઈન્ટરનેશનલ યર ઓફ માઈક્રોક્રેડીટ’ના તેઓ પ્રવક્તા હતાં. જેમાં તેમણે જગતમાંથી ગરીબી નિવારણ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ધ્યેય અને અગ્રીમતા અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરવાનું હતું. ૨૦૦૪ના સુનામી ધરતીકંપના પીડિતોને મદદ કરવાના ‘હેલ્પ! ટેલેન્ટથોન કન્સર્ટ’માં અન્ય ફિલ્મી કલાકરો સાથે ઐશ્વર્યાએ મંચ પર રજૂઆત કરી હતી. ઉત્તર પ્રદેશના દોલતપુર ગામે ૨૦૦૮માં બચ્ચન પરિવાર સાથે તેમણે ગરીબ કન્યાઓની સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. આ યાદી લંબાતી જાય છે.
૧૯૯૯માં ઐશ્વર્યા સલમાન ખાન સાથે ડેટિંગ કરતાં હતાં. મીડિયામાં તેમના સંબંધોની ચર્ચા થતી. પણ ‘બોલવામાં, શારીરિક અને માનસિક ગલોચ દ્વારા અવિવેક’ના કારણસર તેમણે સલમાન સાથેના સંબંધો ૨૦૦૨માં તોડી નાંખ્યા હતાં. ‘ધૂમ ૨’ના શૂટિંગ દરમિયાન અભિષેક ઐશ્વર્યાના પ્રેમમાં પડયા હતા. ૨૦૦૭ની ઉતરાણના દિવસે તેમણે વિવાહ કર્યા અને ઐશ્વર્યાના બંટ જ્ઞાતિના રીવાજ મુજબ ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ ખાનગી સમારોહમાં બચ્ચનના પ્રતીક્ષા બંગલામાં તેઓ લગ્નથી જોડાયાં. ત્યાં સુધી પરિવાર પ્રેમી ઐશ્વર્યા બાંદ્રામાં તેમના પરિવાર સાથે જ રહેતા હતાં. મીડિયા તેમને સુપર કપલ રૂપે રજુ કરે છે. લગ્ન બાદ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અને ત્યાર બાદ અમેરિકાના મહાન ‘ઓપરા વિન્ફ્રે શો’માં ઐશ્વર્યા-અભિષેક સાથે દેખાતા તેમની વૈશ્વિક ઓળખ બની હતી. ૨૦૧૧માં તેમણે દીકરી ‘આરાધ્યા’ને જન્મ આપ્યો.
લોકો તેમને ‘ઐશ’ જેવા નામે સંબોધે છે તે અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે ‘ઐશ્વર્યા’ જેવા સુંદર નામને તેઓ બગાડવા નથી માંગતા.
ઐશ્વર્યા રાયને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ માટે મળ્યાં હતાં. તેમને તે એવોર્ડ માટેનું નામાંકન ‘તાલ’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘મોહબ્બતે’, ‘રેઈનકોટ’, ‘ધૂમ ૨’, ‘ગુરુ’, ‘જોધા અકબર’, ‘ગુઝારીશ’ અને ‘સરબજીત’ માટે મળ્યું હતું.

‘ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર

Image may contain: 1 person, smiling

Leave a comment

Filed under Uncategorized

…thinking about the meaning of life/ Paresh Vyas

I spent my career as civil servant and joined CEPT University, Ahmedabad in my post-retirement avatar as a visiting faculty teaching the students of Masters in Urban Management.

The letter was written on a paper bag with packet of Assam Tea left by one of my students as a gift to the teacher.

The gift was left for me last year on 24th May when the student from Assam left after successful completion of her Masters.

Meanwhile, I joined AMC as Resource Person and my visits to CEPT were limited. I was given this bag some six months ago too, but I forgot to carry it home on that day. One of the perks as being a Professor, I have a licence to be absent minded!

I went to CEPT University yesterday to discuss next semester ward studio and the peon handed over the bag. Its okay as the tea had a shelf life of 1 year and it is more than that as of now.

Nevertheless, I took it home this time. Actually it is my son who found a handwritten note on the paper bag and after reading it, made a comment that it is a good write up and a praise for me.

I then look at it and found these words.
_________________________________________________
✒️

To
Paresh Sir,

Dear Sir,
Some are Teachers/ Professors, but some are ‘Gurus’. You are ‘Guru’ for us. Not only in education, but have learnt how from you in the field of life as well.
You are an inspiration, Sir. Thank you for being there always. Thank you for helping in every way possible.
Thank you for making us better human beings sir. We all really love and respect you sir.
Sincerely,
Pragati
(Batch 2016-2018)
24th May, 2018
_________________________________________________

It is one of the best compliments I received as a Teacher.
How can I make someone better human beings unless they are already good?

I learnt today that I must work hard to qualify for being a teacher…It is an uphill task!

Just thought I will share with you…

Image may contain: food

Leave a comment

Filed under Uncategorized

દુનિયાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક શાહરુખ ખાન

દુનિયાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક શાહરુખ ખાન

અતિ સફળ અભિનેતા શાહરુખ ખાન ૫૪ વર્ષના થયા. ૨ નવેમ્બર, ૧૯૬૫ના રોજ નવી દિલ્હીમાં તેમનો જન્મ. તેઓ નિર્માતા અને ટીવી પર્સનાલીટી તરીકે પણ વિખ્યાત છે. તેમને માટે ‘બાદશાહ ઓફ બોલીવૂડ’, ‘કિંગ ઓફ બોલીવૂડ’ કે ‘કિંગ ખાન’ જેવાં શબ્દ પ્રયોગો થાય છે. તેઓ ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને અપ્રતિમ સફળતા તથા ૧૪ ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યા છે. ભારતમાં જ નહીં એશિયામાં અને જગતમાં જ્યાં ભારતીયો છે ત્યાં બધે જ તેઓ લોકપ્રિય છે. તેમના પ્રેક્ષકોની સાઈઝ અને ફિલ્મોની આવક જોતાં શાહરુખ ખાન દુનિયાના સૌથી સફળ ફિલ્મ સ્ટાર્સમાંના એક છે.
એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં શાહરુખે ‘ફૌજી’ જેવી ટીવી શ્રેણીઓમાં અભિનય કરીને પોતાનો ચેહરો જાણીતો બનાવ્યો હતો. ‘દીવાના’ (૧૯૯૨)થી તેઓ ફિલ્મોમાં આવ્યા. શરૂઆતમાં ‘ડર’, ‘બાઝીગર’ કે ‘અંજામ’ જેવી સફળ ફિલ્મોમાં શાહરુખ નકારાત્મક ભૂમિકાઓ કરતા હતા. પછી શ્રેણીબદ્ધ રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરીને તેઓ સ્ટાર બની ગયા. જેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (૧૯૯૫), ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘મોહબ્બતેં’ કે ‘કભી ખુશી કભી ગમ’ને ખુબ સફળતા મળી હતી. હિન્દી સાહિત્યના અમર પાત્ર ‘દેવદાસ’ની અદાયગી માટે તેમના ખુબ વખાણ થયાં હતાં. ‘પરદેશ’માં તેઓ નાસાના વૈજ્ઞાનિક બનતા હતા. તો ‘ચક દે ઇન્ડિયા’માં હોકી પ્રશિક્ષક હતા. તેમની ‘માય નેમ ઇસ ખાન’ (૨૦૧૦)થી તેઓ દુનિયામાં જાણીતા થયા. તેમની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ (૨૦૧૩) અને ‘હેપી ન્યુ યર’ (૨૦૧૪) સૌથી વધુ આવક કરનારી ફિલ્મો બની. તેમની ફિલ્મોમાં દુનિયાના ભારતીયો સાથે ભારતના યુવાનની ખોજ, જાતિ, સામાજિક, ધાર્મિક અસમાનતાઓ અને ફરિયાદો પણ ઝળકી. તેમનું ‘પદ્મશ્રી’થી સન્માન થયું છે. તો ફ્રાંસ સરકારે તેમને બે ઉચ્ચ સન્માનો આપ્યાં છે.
૨૦૧૫થી શાહરુખ ખાન રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ નિર્માણ કંપનીના સહઅધ્યક્ષ છે. તો આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના તેઓ સહમાલિક છે. તેઓ વારંવાર ટીવી પર અને મંચ પર પ્રેઝન્ટર રૂપે દેખાય છે. તેમના અનેક સાહસોને લીધે મીડિયા તેમને ‘બ્રાંડ એસઆરકે’ થી સંબોધે છે. આરોગ્ય સુરક્ષા અને આફત સમયની રાહતના કાર્યો તેઓ કરતાં રહે છે. ૨૦૧૧માં યુનેસ્કો દ્વારા બાળ શિક્ષણના ક્ષેત્રે કરેલાં પ્રદાન બદલ શાહરુખ ખાનનું પીરામીડ કોન મારની એવોર્ડથી સન્માન કરાયું હતું. ભારતીય સંસ્કૃતિ અંગે લોકો પર સૌથી વધુ અસર કરતી વ્યક્તિ રૂપે શાહરુખનો ઉલ્લેખ થતો હોય છે. ૨૦૦૮માં ન્યુઝવીક દ્વારા દુનિયાના ૫૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં શાહરુખ ખાનનો સમાવેશ કર્યો હતો. ફોર્બ્સના કહેવાં પ્રમાણે ઓગસ્ટ, ૨૦૧૭ મુજબ તેઓ ભારતના સૌથી વધુ અને દુનિયામાં આઠમાં ક્રમના સૌથી વધુ ફી અપાતા અભિનેતા છે.
નવી દિલ્હીમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલા શાહરુખ ખાને તેમના પહેલાં પાંચ વર્ષ મેંગલોરમાં પસાર કર્યા હતા. ત્યાં તેમના મામા ઈફ્તીકાર એહમદ બંદરના મુખ્ય ઈજનેર હતા. તેઓ દિલ્હી પાસેના રાજેન્દ્ર નગરમાં મોટા થયા. તેમના ભાડે રહેતા મધ્યમવર્ગીય પિતા રેસ્ટોરાં ચલાવવા સહિતના અનેક કામ કરતા હતા. મધ્ય દિલ્હીની સેન્ટ કોલંબા સ્કૂલમાં ખાન ભણ્યા. તેઓ અભ્યાસમાં અને હોકી – ફૂટબોલમાં અવ્વલ હતા. નાટક કર્યા અને મંચ પર દિલીપ કુમાર, અમિતાભની નકલ પણ કરી. અભિનેત્રી અમૃતા સિંઘ તેમના બાળપણના મિત્ર છે. ખાન ૧૯૮૫-૮૮ દરમિયાન દિલ્હીની હંસરાજ કોલેજમાં અર્થશાસ્ત્ર ભણ્યા પણ વધુ સમય નાટ્યગૃહમાં આપ્યો. દિલ્હીના થિયેટર એક્શન ગ્રુપમાં બેરી જ્હોન પાસે અભિનય શીખ્યા. ૧૯૮૧માં પિતાનું કેન્સરથી અને ૧૯૯૧માં માતાનું ડાયાબિટીસથી નિધન થયું. તેમનાથી પાંચ વર્ષ મોટી બેન શાહનાઝ હતાશામાં સરી પડ્યા, જેમની કાળજી શાહરુખે લીધી. આજે પણ તેઓ સાથે રહે છે. જામિયા મિલિયા ઇસ્લામિયામાં તેઓ માસ કમ્યુનિકેશનનો અનુસ્નાતક કોર્સ કરતા હતા, જે ફિલ્મોને લીધે છોડીને મુંબઈ આવ્યા.
શાહરુખ ખાન એવા કલાકાર છે, જેમને સૌથી વધુ એવોર્ડ્સ મળ્યાં છે. તેમને ફિલ્મફેરના ત્રીસ નામાંકન અને ૧૪ એવોર્ડ્સ મળ્યાં છે. તેઓ આઠ વાર શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ્સ મળ્યાં છે, જે અંગે તેઓ દિલીપ કુમારની બરાબરી કરે છે. તેમને અભિનેતા રૂપે મળેલા એવોર્ડ્સમાં ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દેવદાસ’, ‘સ્વદેશ’, ‘ચક દે! ઇન્ડિયા’ અને ‘માય નેઈમ ઇસ ખાન’નો સમાવેશ થાય છે. ક્યારેક તો શ્રેષ્ઠ અભિનેતાના પાંચ નામાંકનમાંથી ત્રણ નામાંકન શાહરુખને મળ્યાં હતાં. જોકે તેમને એકપણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો નથી.
શાહરુખ ખાનના જાણીતા ગીતો: યે કાલી કાલી આંખે (બાઝીગર), પ્યાર કર (દિલ તો પાગલ હૈ), જાતી હું મૈ (કરણ અર્જુન), લડકી બડી અનજાની (કુછ કુછ હોતા હૈ), નાજાને મેરે, રુક જા ઓ દિલ (ડીડીએલજે), વાહ વાહ રામજી અને બોલે ચૂડિયાં (કભી ખુશી કભી ગમ), હમકો હમી સે (મોહબ્બતેં), કલ હો ન હો (શીર્ષક), તેરે લીયે અને જાનમ દેખ લો (વીર ઝારા), દીવાનગી દીવાનગી (ઓમ શાંતિ ઓમ), સાંસ (જબ તક હૈ જાન).
(નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકમાંથી)

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

શબ્દ શેષ: સાયલોઝ મેન્ટાલિટીનું કબૂલાતનામું:પરેશ વ્યાસ

સાયલોઝ મેન્ટાલિટી: એકલો જા ને રે? સાવ ખોટ્ટી વાત

માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર.
કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે
– નાથાલાલ દવે

પ્રધાનમંત્રી મોદીસાહેબે કેવડિયા કોલોનીમાં યુવાન આઇએએસ અધિકારીઓનાં કોમન ફાઉન્ડેશન કોર્સ ‘આરંભ’નો શુભારંભ કરાવતા કહ્યું કે તેઓએ સમગ્ર દેશને કેંદ્રમાં રાખીને અને દેશનાં ભવિષ્યને કેંદ્રમાં રાખીને કામ કરવું હોય તો સરકારી વહીવટમાં ચડતા ઉતરતા દરજ્જાની પદ્ધતિ અને સાયલોઝમાં કામ માનસિકતા છોડવી જોઇશે. અમને મળ્યો એક સરસ શબ્દ છે: સાયલોઝ મેન્ટાલિટી (Silos Mentality).
ગુજરાતી લેક્સિકોન અનુસાર સાયલો એટલે લીલો ચારો સંઘરવાનો ખાડો અથવા હવાબંધ ઓરડો, અનાજ, સિમેન્ટ, ઇ. સંઘરવાનું ભોંયરું અથવા ઊંચી કોઠી (ટાવર), નિયંત્રિત અસ્ત્ર સંઘરવાનું ભોંયરું ઇ. હા, એ તો સ્વાભાવિક છે કે સનદી અધિકારીઓએ ‘સાયલોઝ’ એટલે કે કોઠીઓમાં કામ કરવાનું છોડવું પડશે- એવો શાબ્દિક અર્થ અહીં ન જ થતો હોય. જો કે એ વાત અલગ છે કે ગુજરાતી ભાષામાં ‘મા ! મે કોઠીમાંથી કાઢ’ મુહાવરો છે. એનો અર્થ થાય છે: ઓહ ! મા મને બચાવ; સાચા પશ્ચાત્તાપના ઉદ્ગાર. પણ આ મુહાવરો પણ અહીં અપ્રસ્તુત છે. આઇએએસ અધિકારીઓ પોતે ક્યારેય ક્યાંય પણ ફસાતા નથી, ફસાય તો બચાવ બચાવ કહેતા નથી, સાચો ખોટો પશ્ચાતાપ એમને થતો નથી. તેઓ તો ખુદ વહીવટકર્તા છે. એમણે તો લોકોની સુખાકારી માટે કામ કરવાનું છે. એમણે અમથું ય કોઠીમાં કામ કરવાનું નથી. તો ચાલો અર્થ અંગે ચોખવટ કરીએ. ‘વર્કિંગ ઇન સાયલોઝ’ અથવા તો ‘સાયલોઝ મેન્ટાલિટી’ એ મુહાવરો છે. ઇન્વેસ્ટોપિડીયા અનુસાર એનો અર્થ થાય છે: એક કર્મચારી પોતાની જ કંપનીનાં (કે સરકારનાં) અન્ય વિભાગનાં કર્મચારી સાથે કોઇ માહિતી મજિયારી ન કરે ત્યારે જે થાય તે. ત્યારે શું થાય? ત્યારે માહિતી કે જ્ઞાનની કોઇ આપ-લે જ ન થાય. અને એટલે? એટલે એવું થાય કે કંપનીની કાર્યક્ષમતા ઘટે. નુકસાન થાય. પરિણામ સારું ન આવે. પરિણામ ધાર્યું ન આવે.
ઇ.સ. ૨૦૦૦ પહેલાં સંગીત માટે જાપાનીઝ કંપની સોનીનાં નાનકડાં વૉકમેન અગ્રેસર હતા. સોનીએ આખી માર્કેટ એકહથ્થુ કબજે કરી હતી. પણ ઇ.સ. ૨૦૦૧માં એપલનું આઇ-પોડ આવ્યું અને સોનીનું ધોવાણ થઇ ગયું. આજે એપલ કંપની ૨૦૦૦માં હતી એનાથી બેંતાલીસગણી વધી ગઇ છે, જ્યારે સોનીની જાહોજલાલી ૨૦૦૦માં હતી એનાથી અડધી થઇને રહી ગઇ છે. કારણ એક જ છે. સોનીની સાયલોઝ મેન્ટાલિટી. બન્યું એવું કે સોનીએ નવી પ્રોડક્ટ ડીઝાઇન કરવા માટે એકથી વધારે રીસર્ચ અને ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) ડીપાર્ટમેન્ટને કામે લગાડ્યા. કારણ કે હરીફાઇ થાય તો જ શ્રેષ્ઠ પ્રોડક્ટનું સર્જન થાય. વાત પણ સાચી હતી. દરેક ડીપાર્ટમેન્ટનાં વડા પોત પોતાનાં સાયલોમાં કામ કરવા મંડી પડ્યા. દરેકને હીરો થવું હતું. દરેકને જશ લેવો હતો. બન્યું એવું કે જુદી જુદી ટીમ એક જ કામ કરતી રહી. કારણ કે એમને અન્ય શું કરે છે?- એની ખબર જ નહોતી. મોઘાં સંસાધનો ખર્ચાતા ગયા. કામનું અનુલિપિકરણ (ડુપ્લિકેશન ઓફ વર્ક) થતું ગયું. અને સોનીમાં કાંઇ નવું સર્જાય તે પહેલાં એપલનું આઇ-પોડ આવી ચઢ્યું અને સોનીનાં દાંત ખાટાં થૈ ગ્યા! જો સોનીનાં આર એન્ડ ડીનાં સાયલોઝ એકબીજાનાં સુમેળમાં ચાલ્યા હોત તો સ્થિતિ કાંઇ જુદી જ હોત.
સરકારનું ય એવું જ છે. પછી નગરપાલિકા/મહાનગપાલિકા હોય, કલેક્ટર ઓફિસ હોય કે પછી રાજ્ય કે કેંદ્ર સરકાર. સૌનું પોતાનું રજવાડું, સૌ પોતે પોતાનાં ભાયાતો. સૌ પોતે પોતાની રીતે કામ કરે પણ એક બીજાને કહે નહીં, મદદ ય ન કરે. કારણ કે અમારે તો એવોર્ડ લેવાનો છે. અને પછી કરે એ કરે અને ન કરે એ ચરે. કર્મચારી અધિકારીઓમાં એકમેક સાથે ગળાકાપ સ્પર્ધા હોય. ક્યાંય ટાંગામેળ ન થાય. પછી બઢતીબદલી માટે હવાતિયાં મારવા પડે. પછી અમે લઇ ગયા ‘ને તમે રહી ગયા… અને એટલે તો પ્રધાનમંત્રી સાહેબે કહ્યું કે કોઇ પણ કાર્યસ્થળ ‘પનિશમેન્ટ (સજા) પોસ્ટિંગ’ નથી. એ ‘ઓપોર્ચ્યુનિટી (અવસર) પોસ્ટિંગ’ છે. આ શબ્દો પ્રધાનમંત્રીનાં છે. પણ ખરેખર એવું ક્યાં છે? એવું હોય તો મોદીસાહેબે એવું કહેવું પડે ખરું? સનદી અધિકારીઓ વચ્ચે બદલીની સારી જગ્યાઓ માટે તો તુમુલ યુદ્ધ ખેલાતું હોય છે. મલાઇદાર પોસ્ટિંગ માટે અણથક કાવાદાવા થાય છે. અને હદ તો એ છે કે કોઇ કબૂલ કરતું નથી કે મૈયા મોરી મૈં નહીં માખન ખાયો! હવે આમાં માહિતીની આપ-લે ક્યાંથી થાય? પ્રજાની હાલત પેલાં ઘાસ જેવી થાય જેની ઉપર બે પાડા બાઝતા હોય છે. સોથ નીકળી જાય, સાહેબ! એનાં કરતા તો સાથે કામ કર્યું હોય તો પ્રજા વ્યક્તિગત અને સંસ્થાગત રીતે પ્રજા તમારો આભાર માને. હું નથી કહેતો. આવું પ્રધાનમંત્રી કહે છે. અમે તો એમણે કહેલાં શબ્દનું માત્ર પિષ્ટપેષણ કરીએ છીએ!
પ્રજા પણ સાયલોઝમાં કામ કરવાને ટેવાયેલી છે. બીજાની વાત જાણવાની ઇંતેજારી આપણને છે પણ પોતે મગનું મરી અથવા તો મરીનું નામ મગ પાડવા તૈયાર નથી. સાથે કામ કરવા પણ તૈયાર નથી. ન બોલ્યામાં નવ ગુણ હશે પણ જો જરૂરી માહિતીને આપણે મજિયારી ન કરીએ તો આપણો ય વિકાસ ક્યાંથી થાય?

“અમારા જમણાં હાથને ખબર નથી હોતી કે ડાબો હાથ શું કરે છે એટલે અમારી કંપનીમાં અમે એવા જ ઉમેદવારોને નોકરી માટે ઇન્ટર્વ્યૂમાં બોલાવીએ છીએ જે સવ્યસાચી હોય!” -અજ્ઞાત (સવ્યસાચી: બેઉ હાથે કામ કરી શકનારNo photo description available.

Leave a comment

Filed under Uncategorized

Merry Christmas +એટારેક્સિયા: ઝઘડાનો રામબાણ ઈલાજ /પરેશ વ્યાસ

39

એટારેક્સિયા: ઝઘડાનો રામબાણ ઈલાજ
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:
‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…
-જગદીશ જોષી
‘એટારેક્સિયા’ (Atarexia) શબ્દ આમ તો જૂનો ગ્રીક શબ્દ છે. બે શબ્દોની સંધિ. અ+ ટેરાસેઈન. ‘અ’ એટલે નહીં. અને ‘ટેરાસેઈન’ એટલે ‘’ખલેલ, પજવણી, કનડગત કે ઉપદ્રવ. મન શાંત છે, ભાવશૂન્ય છે. કોઈ ખલેલ નથી. કોઈ કનડગત નથી. આ શબ્દ પ્રાચીન ગ્રીક ફિલસૂફ પાયર્હો અને તે પછી એપીક્યુરસ અને સ્ટોઇક્સે પ્રયોજ્યો હતો. ગુજરાતી લેક્સિકોન અનુસાર એટારેક્સિયાનો અર્થ થાય છે આત્મસંયમ, મનોવિકારથી મુક્ત, ભાવશૂન્યતા, અવિચલિતપણું. અર્થમાં ઉમેરણ કરું તો લાગણીનાં ખળભળાટ કે ચિંતાનાં સળવળાટમાંથી છૂટકારો અથવા એમ કહીએ કે એક અલ્ટીમેટ હાશકારો. બૌદ્ધ દર્શનમાં એક શબ્દ છે નિર્વાણ. સર્વ પ્રપંચ નિવર્ત્તક શૂન્યતાને જ નિર્વાણ કહે છે. આ શૂન્યતા કે નિર્વાણ શું છે? તેને ભાવ ન કહી શકાય તેમજ અભાવ પણ ન કહી શકાય કેમ કે ભાવ અને અભાવ બંનેના જ્ઞાનના ક્ષયનું જ નામ નિર્વાણ છે, જે અસ્તિ અને નાસ્તિ બંને ભાવોથી પર અને અનિર્વચનીય છે. આ તો સાલું જબરું ફિલસૂફી થૈ ગ્યું, નઈં? ચાલો, કાંઈક સમજાય એવું કહીએ.
‘થ્રાઈવ ગ્લોબલ’નાં સ્થાપક લેખિકા એરીયાના હફિંગસ્ટને થોડા દિવસ પહેલાં જ લખ્યું કે રાજકારણ અમેરિકાને બીમાર કરી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી છે. ચૂંટણી આવે એટલે મન ઉપર કેવો કેવો જુલમ થાય? આક્ષેપ પ્રતિઆક્ષેપની રાસલીલા રચાય. ચૂંટણીમાં આજકાલ ખેલદિલીનો અભાવ હોય છે. એવાં પેચીદા મુદ્દા ફરી ચર્ચાય છે, જે ભૂલાઈ ગયા હતા. ઘા રૂઝાઈ ગયા હોય તો આ રાજકારણીઓ એમાં આંગળી કરે છે. ઘાને ચૂંથે છે. ખોતરપટ્ટી એ રાજકારણીઓની ફેવરીટ સ્પોર્ટ છે. યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કાનો એક રીસર્ચ સર્વે ટાંકીને એરીયાના હફિંગસ્ટન કહે છે કે ૪૦% લોકો રાજકારણથી માનસિક રીતે ત્રસ્ત છે. ૧૨% લોકો કહે છે રાજકારણનાં કારણે શારીરિક બીમારી પણ આવી ગઈ છે. ૨૦% લોકો કહે છે કે રાજકારણનાં કારણે દોસ્તી તૂટે છે. એક જરાસી બાત પે વો બર્ષોકે યારાને ગયે. ૨૯% લોકો કહે છે કે રાજકારણને કારણે મગજનો પારો છટકે છે. વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી: આલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા કયું આતા હૈ? લોકો આજકાલ આમ ઝટ ઝટ અને જરા જરા વાતમાં આલ્બર્ટ પિન્ટો બની જતા હોય છે. અને રાજકારણને કારણે ૪% લોકોને તો આપઘાત કરવાનું મન થાય છે. લો બોલો! પણ આમ જ જીવવાનું છે. અને છતાં મનને શાંત અને નિશ્ચલ રાખવાનું છે. અહીં એરીયાના હફિંગસ્ટન આજનો આપણો શબ્દ ‘એટારેક્સિયા’ પ્રયોજે છે. જેમ વાવાઝોડું હોય પણ એની આંખ એકદમ શાંત હોય છે. આજબાજુ ભલે જે થાય તે પણ આપણે સદા શાંત રહેવાનું છે. સોશિયલ મીડિયાનાં ચોમેર મારો.. કાપો..નાં નારામાંથી કામચલાઉ મુક્તિ. શું કરવું? ટ્વીટરનાં નકોરડા ઉપવાસ કરો. એ વળી શું? વેલ, થોડા સમય માટે સઘળું બંધ કરી દેવું. ‘ઓલવેઈઝ ઓન’ શા માટે? આખરે મી-ટાઈમ પણ તો કોઈ ચીજ છે. મેરા ટાઈમ આના ચાહિયે. મેરા ટાઈમ હોના ચાહિયે. હેં ને?! બીજું પગલું છે ઊંઘ. ઊંઘવાનું કદી ચૂકવાનું નથી. ઊંઘ ત્યારે આવે જ્યારે ફોનને તમે બેડરૂમમાં ‘નો એન્ટ્રી’ આપો. અને પછી જ્યારે જાગો એટલે તન અને મન ભલે નવેસરથી ધંધે લાગે. પણ આરામ મળી ગયો હોય તો સઘળું ફ્રેશ ફ્રેશ લાગે. તમે એ પણ જોયું હશે કે રાજકારણ દોસ્ત દોસ્ત કે ભાઈ ભાઈમાં ડખા પેદા કરે છે, ઝઘડાં કરાવે છે. મોદી સાહેબ તો બોલતા બોલી દે છે પણ પછી ભક્તો એ બોલનો ભાર માથે ઊંચકીને ફરે છે. જરા કાંઈ અમથી ય ટીકા કરી તો તેઓ એવાં ટીકાકારને પીંખી નાંખવા તત્પર હોય છે. ચર્ચા ઉગ્ર થઇ જાય છે. સૌનાં મન વ્યગ્ર થઈ જાય છે. એક દાખલો આપું. કોઈ પણ મિત્રોની મહેફિલ કે પછી કોઈ કૌટુંબિક સભામાં તમે ફકત એટલું બોલી જોજો કે… આ મહારાષ્ટ્રની ચૂંટણીમાં, જાહેર ભાષણમાં આ ૩૭૦ની કલમનો ઉલ્લેખ કરવો શું જરૂરી હતો?.. અને પછી જુઓ, ઝઘડાં થાય છે કે નહીં? અરે સાહેબ! શાબ્દિક મારામારી થઇ જાય. માનસિક કાપાકાપી થઇ જાય. આ તો પોલીટીકલ હેન્ડગ્રેનેડની પીન કાઢવા જેવું થયું. પછી એ બોમ્બ ફાટે એટલે અશાંતિનો દરિયો ચારેકોર. અને આપણે હાલક ડોલક. જો કે સાવ નિષ્ક્રિય કે નિશ્ચેષ્ટ બનવાની પણ જરૂર નથી. કારણ કે એમ કરવાથી પણ મન વ્યગ્ર બની જાય છે. એનાં કરતા તો જો કોઈ બાબતે ખરેખર તકલીફ હોય તો આ જ મોકો છે. આ રાજકારણીઓ અત્યારે જ સાંભળશે. પછી તો રામ તારી માયા.
આમ જોઈએ તો ‘એટારેક્સિયા’ નિર્વાણ નથી. કામચલાઉ નિર્વાણ? તમે કહેશો કે એવું તો વળી હોય? પણ ફરીથી એ ફિલસૂફીનાં કમઠાણમાં પડવું નથી. સીધી વાત એ છે કે મન પ્રફુલ્લિત રહેવું જોઈએ. દુ:ખ અને પીડાનો અહેસાસ ન હોય એ એટારેક્સિયા છે. લેખની શરૂઆતમાં મૂર્ધન્ય કવિ શ્રી જગદીશ જોષીની એક અદભૂત કવિતા આંશિક રીતે ટાંકી છે. એમાં અંધારું છે અને એક મીણબત્તીની શોધાશોધ ચાલે છે. આ મીણબત્તી એટલે એટારેક્સિયા, એવું અમારું નમ્ર તારતમ્ય છે. એ મળી જાય તો ભયો ભયો. ઇતિ.
શબ્દ શેષ:
“તમે છો એવાં જ છો ત્યાં સુધી, જ્યાં સુધી તમે એવાં ન હો. અને એ પણ ઓ.કે. છે.” –અજ્ઞાત

Image may contain: one or more people, people standing and outdoor

Leave a comment

Filed under પરેશ વ્યાસ

છોડ ગઠરિયાં

છોડ ગઠરિયાં
સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !
– ‘સ્નેહી’ પરમાર

યસ. અમે બસ ફરી લીધું. ભલે ગજવું થયું ખાલી. પણ સાહેબ, શુદ્ધ હવાને ફેફ્સાંમાં ભરી. પેટ ભરીને પકવાન ખાધા. દરિયા ય જોયા ને પર્વત પણ માણ્યાં. શહેર ખૂંદ્યા અને જંગલમાં ય ઘુમ્યા. ફરીને ફરી ઘરે આવ્યા. હવે રોજની પળોજણ ફરી શરૂ. બહાર હોઇએ ત્યારે ઘર અલબત્ત યાદ તો આવે જ. અને પછી ઘરે આવવું પણ તો પડે.
આ તો રવિવાર પછી સોમવાર આવે અને કેવાં મોતિયા મરી જાય, એના જેવું થયું. કદાચ એનાથી ય વધારે અઘરું કામ. ઓફિસ કે ધંધા ઉપર જઇએ એટલે પડતર કામનું નડતર અને નવાં કામનું ચઢતર. અને પછી એમ થાય કે ફરવા જ ન ગયા હોત તો ઘર બેઠા કાંઇ પ્લાન કરી શકતે. અફસોસ થાય કે ઘરે રહ્યા હોત તો આરામ પણ થઇ જાત. આ તો દેખાદેખીમાં ખોટા ફસાયા. હવે શું કરીએ ? જાણકારો એનો ય ઉપાય બતાવે છે. એક બફર-ડે રાખવો. એટલે એમ કે ફરીને આવો અને કામે ચઢો તે પહેલાં એક ખાલી દિવસ. અને પછી? બીજા દિવસે શું કરવાનું છે? આખા અઠવાડિયામાં શું શું કામ કરવાનું છે? એનું પ્લાનિંગ કરી લેવું. પ્લાનિંગ મનોમન કરો તો મજા ન આવે. લખીને કરો તો વધારે સમજાય. યૂ સી! કહે છે ને કે રાઇટિંગ મેઇક્સ મેન (એન્ડ વૂમન) એક્ઝેટ. એવું થતું હોય કે તમે પાછા ફરો એટલે પારાવાર અફરાતફરી હોય. અને એટલે પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કરી લેવું હિતાવહ છે. એમાં ય અચાનક આવી ચઢે એવા કામ માટે સમય ફાળવવાની જોગવાઇ રાખવી જોઇએ. બધું કામ એક સાથે નિપટાવવાની કોશિશ કરશો નહીં. હવે આવે રજા પછીનો પહેલો દિવસ. કામે ચઢવાનો દિવસ. પણ રજાની મીઠી મજાનું હેન્ગઓવર હજી હોય. મન ઉદાસ થઇ જાય. મૂર્ધન્ય કવિ શ્રી નિરંજન ભગત સાહેબે ભલે કહ્યું કે હું તો બસ ફરવા આવ્યો છું પણ એ વાત પ્રેક્ટિકલી સ્પીકિંગ, સાવ ખોટી ઠરે. હું તો બસ ઢસરડો કરવા આવ્યો છું, એવું લાગે. યસ, આવું થશે. માટે જાત સંભાળ માટે થોડો સમય આપવો પડશે. પહેલાં અઠવાડિયા દરમ્યાન કાંઇક નાનું પણ મનને ગમતું, કામ સિવાયનું કામ, કરવાનું હોય તો સારું. એના સહારે આખા પહેલાં અઠવાડિયાની ભયંકર ભાસતી અનુભૂતિને સહન કરી શકાય. ચા-કોફી પણ પીવા જોઇએ. કેફેઇન આમ જુઓ તો સારું. પીધા કરવું. મન જાગૃત રહે. નાની નાની રીસેસ પણ સારી. સાથી કર્મચારીઓ સાથે થોડી ગપસપ,થોડી નૂતન વર્ષની શુભેચ્છાઓ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ…આખું પહેલું અઠવાડિયું દરરોજ રાતનાં શાંતિથી સૂઇ જવું. ઊંઘ અગત્યની વાત છે. સઘળું ઠેકાણે પડવા માંડે.
‘ધ મીથ્સ ઓફ હેપ્પીનેસ’ (સુખની ખોટી માન્યતા)નાં લેખિકા અને મનોશાસ્ત્રનાં પ્રોફેસર સોન્જા લ્યુબોરમિસ્કી કહે છે પ્રવાસની કોઇ યાદગીરી ચોક્ક્સ સાથે લાવવી. વેકેશનનું કાંઇ સુવેનીયર. એને જુઓ, સુંઘો, સ્પર્શો, સાંભળો કે પછી એનો સ્વાદ માણો તો એમ લાગે કે સારું થયું કે ફરવા ગયા હતા. અને ફરવા ગયા એટલે નવા નવા થઇ ગયા.વાહ ભૈ વાહ! એટલું ચોક્કસ કે પ્રવાસમાં કોઇ તકલીફ પડી હોય. ક્યાંક ખાસ મજા ન પણ આવી હોય. પણ તો ય એવું ક્યારેય કોઇને પણ કહેવું નહીં કે ખાસ કાંઇજામ્યું નહીં. કહેવું કે જગ્યા બહુ જ સરસ છે. જવા જેવું છે. વખાણ જ વખાણ કરવા. કોઇ પૂછે કે વેકેશન કેવું રહ્યું? તો કહેવું કે જલસો પડી ગયો. ભલે પછી ભીડમાં ખાવાનાં ય ઠેકાણાં ન રહે. આમ અમથાં ય તમે સારા સારા ફોટા તો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા જ હોય. હવે એની સ્ટોરી પણ વિગતે સંભળાવવી. ચકલીનો મોર બનાવવાની કળા અહીં કામ લાગે, સાહેબ!
અમેરિકન લેખક, પ્રકાશક, કલાકાર અને ફિલસૂફ એલ્બર્ટ હબ્બાર્ડ એવું કહેતા કે સૌથી વધુ વેકેશનની જરૂરિયાત એને જ હોય છે, જે હમણાં જ બહાર ફરીને આવ્યો હોય છે! પણ કામ પણ તો કરવું જ પડે. હેં ને?

Image may contain: shoes and outdoor
Image may contain: one or more people, shoes and text

Leave a comment

Filed under Uncategorized

આહારને જ ઔષધરૂપ બનાવો *પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ…*

આહારને જ ઔષધરૂપ બનાવો
*પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ…*
*તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે.*
*આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલુ કે તમે જે ખાઓ છો (વધુપડતું) તેમાંથી ૨૫ ટકા જ તમને જીવતા રાખે છે. બાકીનો ૭૫ ટકા આહાર ડોક્ટરોને જિવાડે છે! આજે ‘જિવાડે’ નહીં ડોક્ટરોને કરોડપતિ બનાવે છે.*
*ઘણા ડોક્ટરો પોતે જ વધુપડતા વજનથી-ઓબેસિટીથી પીડાય છે. સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ પોતે એમડી ડોક્ટર હતા. એક દર્દીએ જંક ફૂડવાળા પર કેસ કર્યો તેને ચુકાદો આવ્યો કે હું પણ ડોક્ટર હતો, પણ મારો અનુભવ છે કે તમામ દવાને દરિયામાં ફેંકી દો અને કુદરતી આહાર ખાઓ તો જીવશો પણ તકલીફ એ થશે કે એલોપથિક દવા થકી બિચારી સમુદ્રની માછલીઓ મરી જશે! એમીલ સોવેસ્ટર નામના અંગ્રેજ ડાયેટિશ્યને આજના માનવીને કટાક્ષમાં કહેલું કે આધુનિક માનવ પોતાના પેટને ગુલામ જેવું માને છે અને જે કાંઈ સ્વાદિષ્ટ લાગે તે પેટમાં પધરાવે છે, પણ પેટ તો ઇન્ટેલિજન્ટ છે તે મોડેથી વેર વાળે છે.*
*‘ફિટ ફોર લાઇફ’ નામના પુસ્તક ઉપરથી તેમજ દેવ જેવા અનેક નિસર્ગોપચાર કેન્દ્રોના ડોક્ટરોને મળીને કેટલીક ઓબેસિટી અને આહારને લગતી માર્ગદર્શક કે ચોંકાવનારી વાતો અહીં રજૂ કરી છે:*
*(૧) માઇકલ ક્રાઉફર્ડ અને તેની પત્નીએ મળીને આહાર ઉપર પુસ્તક લખ્યું છે. તેમાં કહ્યું છે કે આદિ માનવનું મગજ નાનું હતું. ‘પેટ મોટું’ હતું. (ક્ષુધા) તેથી જે મળે તે પેટ ભરીને ખાતો. આજે માણસનું મગજ પહેલાં કરતાં ૨-૩ ગણું વિકસ્યું છે. આંતરડા નાનાં થતાં ગયાં છે. તેથી (બ્રેઇન એકસપાન્સનથી) માણસે ઓછામાં ઓછો રાંધેલો આહાર અને વધુમાં વધુ કાચો (કચુંબર) આહાર અને ફ્રૂટ લેવાં જોઈએ. મગજનું કામ કરનારા માટે આ સલાહ છે.*
*(૨) અમેરિકામાં ‘અમેરિકન ન્યુટ્રીશન એસોસિયેશન ઊભાં થયાં છે અને તેના સભ્યો કાચા આહારનો પ્રચાર કરે છે. આજે કુદરતી ચિકિત્સાવાળા ચેરી નામના ફ્રૂટનો રસ સવારે નરણે કોઠે લે છે. આપણા આલુબુખારા જેવાં આ ફળ વિદેશમાં વધુ થાય છે અને સૂકવીને નહીં તાજાં ખવાય છે. એક જમાનામાં ૪૦ વર્ષ પહેલાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં ૨૯૭૦ ટન ચેરી થતી. તેમાં ઉત્તમ કુદરતી વિટામિન ‘સી’ મળે છે. જૂના ખરજવા પર ચેરીનાં બીનો મલમ અકસીર છે. તે એક નર્વ ટોનિક છે. મગજનો થાક ઉતારે છે, પણ પિશ્ચમમાં તેનો લાલ રંગનો વાઇન વધુ પીવાય છે.*
*ચેરી એશિયા અને ભારતનું ફળ હતું. રોમન શહેનશાહો યુરોપમાં ચેરીના બી લઈ ગયા. રોમમાં જાહેર રસ્તા પર ચેરી વવાતા જેથી સૈનિકો ભૂખ્યા થાય ત ો તોડીને ખાય અને તેમના સાંધાના દુ:ખાવા મટી જાય. ડો.લુડવીગ બ્લાઉએ પછી ૨૦મી સદીમાં ધડાકો કર્યો કે તે પોતે સંધિવા અને ગિઠયા વાથી પીડાતા હતા.તેમણે રોજ રાંધેલો આહાર છોડીને સવારે ફ્રૂટ અને ચેરીનો રસ પીવા માંડયા તેથી ચાલતાં થયા. ચેરીના વિટામિન સી થકી શરીરમાં યુરિક એસિડ ઓછો થાય છે. ‘જર્નલ ઓફ નેચરલ મેડિસિન’માં લખ્યું છે કે ચેરીમાં એન્થોસાઇનીન્સનું તત્ત્વ છે તે યુરિક એસિડ ઓછો કરે છે. આ એસિડ જ સાંધાના દુ:ખાવોનો વિલન છે.*
*(૩) ઉત્તર આફ્રિકામાં જન્મેલી ડો.એમિલી કેનના પિતાની રાજદૂત તરીકે અમેરિકામાં ટ્રાન્સ્ફર થઈ. તેણે હાર્વર્ડ યુનિ.માં શિક્ષણ લીધું. એલોપથી પ્રત્યે નફરત થતાં તેણે અમેરિકામાં સિએટલ શહેરમાં આવેલી બેસ્ટિયર યુનિ.માં નિસર્ગોપચાર અને એકયુપંકચર શીખ્યું. ડો.એમિલી કેને તાજેતરમાં મેનોપોઝ પર પુસ્તક લખ્યું છે. તેમાં ફળના રસને મુખ્ય ઔષધ બતાવ્યું છે.*
*ડો.એમિલી કેને બુઢાપો નિવારવાને લગતો લેખ લખ્યો છે. તેમાં ટૂંકો મંત્ર આપ્યો છે ‘ઈટ લેસ એન્ડ સ્ટે એકિટવ.’ ઓછું ખાઓ. કુદરતી આહાર લો. ડો. એમિલી પાકિસ્તાનના હિમાલય પાસેના હુંઝા પ્રદેશમાં ગયેલી. ત્યાંના લોકો કુદરતી આહાર જ લે છે. ભૂખ્યા થાય તો જ ખાય છે. તે બધા ૧૦૦ વર્ષ જીવે છે. નામદાર આગાખાને ત્યાં ઘણા ઇસ્માઇલી-હુંઝાળોનો આહારપદ્ધતિનો પાઠ લીધો છે. એ લોકો રોજા પાળે છે પણ માત્ર ૫-૬ ખજૂરની પેશીથી જ રોજા તોડે છે. ડો.એમિલી ગાજરનો રસ પીવાની ભલામણ કરે છો.*
*ડો.અનુતારા ટેલન્ટસએ તો આર્થરાઇટિસ ન થાય તે માટે ચેરીનો રસ પીવા કહ્યું છે. નિસર્ગોપચારક ડો.મેડેલિન ઇનોસન્ટએ પણ કહ્યું છે કે ખોરાકને રાંધવાથી ઘણા પાચક રસો-એન્જાઇમ નાશ પામે છે. ફળો, કચુંબર વગેરે પ્રિ-ડાઇજેસ્ટેડ ફૂડ છે. તેણે લોકોને શાકાહારી બનાવવા ઘોડાનો દાખલો આપેલો. ઘોડાના અને માણસના દાંત લગભગ સરખા છે. ઘોડા શાકાહારી છે. ભૂખ લાગે તો જ ખાય છે. તે કેટલું બળૂકું દોડી શકે છે!*
*(૪) અમેરિકાની ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ પબ્લિક ઇન્ટરેસ્ટ’ નામની સંસ્થાએ પૂર્વ પ્રમુખ બુશને દરખાસ્ત કરેલી કે દરેક કોલાના પીણાં કે ગળ્યા-બોટલ્ડ પીણાં ઉપર ચેતવણી છપાય કે ૧૨ ઔંસથી વધુના પીણામાં મોટા પ્રમાણમાં કત્રિમ ગળપણ હોય છે. અમેરિકામાં ૩૦ કરોડ લોકો ઓબેસિટીવાળા છે. તેઓ ખોટા આહાર થકી અને કત્રિમ ગળપણવાળા બોટલનાં પીણાં થકી પીડાય છે. વોશિંગ્ટન યુનિ.એ સર્વે કર્યોતો ૬૬.૫ ટકા એલોપથિક ડોક્ટરે કહ્યું કે અમને સ્થૂળતા નિવારવાના ઇલાજનું સ્પષ્ટ જ્ઞાન નથી તો તે માટે ડોક્ટરોને તાલીમ અપાય! લ્યો કરો વાત! ૫૦ ટકા અમેરિકનો લીલાં શાકભાજી ખાતા નથી.*
*રેસ્ટોરાંનો ‘મરેલો’ ખોરાક ખાય છે. તેમાં મહત્તમ કાર્બોહાઇડ્રેટ (ઘઉ-મકાઈ વગેરે) હોય છે. તેનું પ્રમાણ માત્ર ૨૦ ટકા હોવું જોઈએ. ૮૦ ટકા ફળ-*શાકભાજીનો આહાર હોવો જોઈએ.કાર્બોહાઇડ્રેટને પચાવવા લીવરે ખૂબ કામ (ઓવર વર્ક) કરવું પડે છે. બ્રેડના આહારથી અને હવે શહેરોમાં વડાપાંઉ થકી લીવર બગડે છે. જમવામાં બે-ત્રણ આઇટમ જ હોવી જોઈએ-મેની ડિશીઝ બ્રિંગ મેની ડિશીઝ. આજના કહેવાતા સિવિલાઇઝેશને આહારને વંઠાવ્યો છે. ઘડપણ નિવારવા શાકભાજી અને ફળનો રસ ઉત્તમ છે.* *‘હિલિંગ પાથ ઈઝ એ નેચર પાથ’ નામના પુસ્તકના લેખક કહે છે કે પ્રોસેસ્ડ ફૂડ પોષણ આપતા નથી, હૃદયરોગ આપે છે.*

*(૫) છેલ્લે ડો.લોરી જેકબઝ તેના પુસ્તક લેટ ફૂડઝ બી યોર મેડિસિન પુસ્તકમાં લખે છે કે વૃદ્ધાવસ્થા નિવારવા તેમજ ગર્ભવતીના ગર્ભનું રક્ષણ કરવા અને કરોડરજજુના રોગ નિવારવા કુદરતી ફોલિક એસિડ મેળવવા પાલક, શતાવરી કંદગોબી,કેળાં,સલાડપત્તી, ગાજર અને મૂળા ખાઓ. જુવારના કે ચોખાના ઢોકળામાં ફોતરાવાળી મગની દાળ અને અંદર લીલા શાક નાખીને તેને સપ્તાહમાં બે-ત્રણ વખત ખાઓ તો કુદરતી ફોલિક એસિડ મળશે.સાતવીક આહાર જ ઔવસધી છે.*Image result for unhealthy food

Leave a comment

Filed under પ્રકીર્ણ

ટર્નકોટ: પક્ષ કે મત બદલે તે..

 

ટર્નકોટ: પક્ષ કે મત બદલે તે…

In truth and principle, what is the matter?
Wherever you go, look at it.
Look at the full Euphrates, keep the faith in the
Higher than duties, position and reputation
The one who has become old, change him.
Elephant-kaka hātharasī dies in the swamp of the team

અલ્પેશભાઈ આમ સાવ અલ્પમતમાં તો ન રહ્યા પણ રઘુભાઈથી ઓછા મતો એમને મળ્યા અને રઘુભાઈ જીતી ગયા. આ તો રાજકારણ છે. એકાદી બે ચૂંટણી કોઈનું ભવિષ્ય તય કરતી નથી. પણ ભાજપે પોતાનાં દ્વાર હરકોઈ માટે ખુલ્લાં મૂકી દીધા હતા. કહે છે કે સફેદ રંગમાં સઘળા રંગ સમાયેલા છે પણ હવે… કેસરી રંગમાં બધા રંગ સમાયા છે! વિપક્ષમાં કોઈ જરા જોર કરે કે ભાજપા કેસરી ખેસ લઈને એની વાંહે પડી જાય. વિપક્ષી નેતાને પછી ભાજપામાં પોતાનું ભાવિ ઉજ્જવળ દેખાય અને એવા નેતા પછી કોંગ્રેસની રાહુલ રેખાને ઓળંગીને ભાજપાનાં જપ કરવા માંડે. આ તો રાહુલ રેખા છે; કાંઈ લક્ષ્મણ રેખા થોડી છે? હેં ને? હેં ને?
વિચારધારા સાથે વફાદારી હવે ભાજપની જડ તાસીર રહી નથી. કાલ સુધી ગાળો દેતા હોય એ આજે ગલગલીયાં કરે, એમ પણ બને. હવે જો કે પાટલી બદલે એટલે રાજીનામું આપવું પડે છે. ફરી પેટા ચૂંટણી થાય. આમ તો કદાવર નેતા હોય એટલે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હોય તો ય પેટાચૂંટણી જીતી જ જાય. પણ ગુજરાતની આ પેટાચૂંટણીમાં આમથી તેમ ગતિ કરી ગયેલા બે મોટા નેતા હાર્યા. રાજકીય સમીક્ષકો જાત જાતની વાતો કરી રહ્યા છે. કોઈકે તો એવી ય આગાહી કરી નાંખી કે ૨૦૨૨માં ગુજરાતમાં ભાજપા ચૂંટણી હારી જશે. અ વિશફુલ થિન્કિંગ! અમે જો કે પોલિટિકલ પંડિત નથી કે નથી એપોલિટિકલ એસ્ટ્રોલોજર એટલે અમે કોઈ ભવિષ્યવાણી કરતા નથી. અમારી એવી લાયકાત પણ નથી. અમે તો સાંપ્રત શબ્દની વાંસે પડી જઈએ છીએ. અને આજનો શબ્દ છે ટર્નકોટ (Turncoat). ન્યૂઝ18નાં સમાચારની હેડલાઈન હતી કે ‘ગુજરાતનાં રાધનપુરમાં કોંગ્રેસનાં રઘુ દેસાઈએ ટર્નકોટ અલ્પેશ ઠાકોર સામે મીઠો બદલો લીધો.’ અલ્પેશ ઠાકોર માટે ટર્નકોટ વિશેષણ બન્યું. જાણીએ આ શબ્દની રસપ્રદ વાત…
ગુજરાતી લેક્સિકોન અનુસાર ટર્નકોટ એટલે પોતાનો પક્ષ કે મત બદલનાર. એ તે કેવો માણસ જે પોતાનો પક્ષ બદલે. એ તે કેવો માણસ જે પોતાનો મત બદલે….. હોય સાહેબ! બદલવું ય પડે. જે પક્ષમાં હોઈએ તે પક્ષમાં સઘળું સામું સુતરું ન હોય. તમને લાગે કે અહીં ખોટા ભરાઈ ગયા. આના કરતા તો સામે પક્ષે સારું છે. પારકે ભાણે મોટો લાડુ દેખાતો લાગે. એમ થાય કે એનો સ્વાદ ય સારો જ હોવો જોઈએ અને પછી માણસ પોતાનો કોટ કાઢી ઊંધો કરી ફરી ધારણ કરે. સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડનાં આંતરવિગ્રહમાં બળવાખોર સેનાપતિ ઓલીવર ક્રોમવેલનાં સૈનિકોએ ખરેખર કોટ કાઢી ઊંધો કરીને ફરી પહેર્યો જેથી રોયલ આર્મીનાં સૈનિકોનાં યુનિફોર્મ સાથે એનો કલર મેચ થઇ જાય અને એમ કરીને સેનાપતિ ક્રોમવેલ કોર્ફ કિલ્લાનું યુદ્ધ જીતી ગયા હતા.
ટર્નકોટ, આપને લાગશે કે, આ તદ્દન નકારાત્મક શબ્દ છે. સાવ એવું પણ નથી. ટર્નકોટ વિશ્વાસઘાત કરે તેવું, દગો દે તેવું, દ્રોહ કરે તેવું, રાજ્યદ્રોહી, રાષ્ટ્રદ્રોહી વ્યક્તિત્વ જરા પણ નથી, એ ખાસ ખ્યાલ રહે. એવા લોકો માટે ઇંગ્લિશમાં ટ્રેટર(Traitor) શબ્દ છે. કોઈ વાર તમે જે પક્ષ સાથે જોડાયા હોવ એ પક્ષ જ પોતાની વિચારધારા સાથે છેડછાડ કરે તો શું સમજવું? ખોટાનો સાથ આપવો કે પછી છેડો ફાડવો. મહાભારતમાં ભીષ્મનું ટર્નકોટ થવું અસંભવ હતું. રામાયણમાં વિભીષણનું ટર્નકોટ થવું કુદરતી હતું. ટર્નકોટ શબ્દ પહેલી વાર બ્રિટિશ ઇતિહાસકાર જે. ફોક્સે સને ૧૫૭૦માં વ્યાખાન્વિત કર્યો હતો. એવો માણસ જે પોતાનાં સિધ્ધાંત કે પોતાનાં પક્ષને બદલે. એક અન્ય ઇંગ્લિશ શબ્દ રેઇનીગેડ (Renegade)ને ટર્નકોટનો સમાનાર્થી શબ્દ માનવામાં આવે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘રેઇનીગેડ’નો અર્થ થાય છે: સ્વધર્મ કે સ્વપક્ષનો ત્યાગ કરનાર, ધર્મત્યાગ કે પક્ષત્યાગ કરવો, પક્ષપલટો કે સિદ્ધાંતપલટો કરનાર.
રાજકારણમાં ટર્નકોટ સહજ છે. કારણ કે પ્રજાની સેવા કરવી એ દરેક રાજકારણીનું પવિત્ર લક્ષ છે. આ પક્ષમાં રહીને એવો મોકો ન મળે તો પાટલી બદલીને સામે જવું સ્વાભાવિક છે. સત્તા હશે તો સેવા થશે. મતદારો પણ ઊગતાં સૂર્યને પૂજે છે. મતદારો પણ ઉમેદવારની લાયકાત અને ભણતર કરતા એની ન્યાતજાત જોઇને મત આપે છે. પણ સમાજકારણમાં ટર્નકોટ ઠીક નથી. લાલો લાભ મળે ત્યાં લોટે એ ઠીક નથી. એનાથી દૂર રહેવું હિતાવહ છે. પ્રેમમાં ય ટર્નકોટનાં અનુભવ થઇ જાય છે. એક જગ્યાએ સિંચન કર્યું હોય, પ્રણયાકુંર ફૂટતા દેખાય પણ ત્યાં તો અન્યત્ર કોઈ ફૂલનાં રંગે રૂપે અને સુગંધે દિલ ડોલી જાય. આ દિલને ટર્નકોટ થઇ જતા વાર નથી લાગતી. આ ઠીક નથી. પ્રેમ કરવાની આ રીત નથી. આદતજન્ય પ્રેમપલટુંથી બચીને રહેવું.. હેં ને?

શબ્દશેષ :

“દુનિયામાં દારૂ જેવો બીજો કોઈ ટર્નકોટ નથી. એ પહેલાં મિત્ર અને પછી શત્રુ થઇ જતો હોય છે.” –ઇંગ્લિશ નવલકથા લેખક અને નાટ્યકાર હેન્રી ફિલ્ડીંગ (૧૭૦૭-૧૭૫૪)

Image may contain: 1 person, text

Leave a comment

Filed under Uncategorized