ચિ પરેશ ૬૧મી વર્ષગાંઠ ના અભિનંદન

wo years passed since i wrote this…FB friends may read and comment about what changed in 2 years..

નવા વર્ષે નવી સરકાર પાસે અમારી અપેક્ષાઓની વાત

અમને દરેક નવા વર્ષ ગમે છે. ખ્રિસ્તી નવ વર્ષ જે પહેલી જાન્યુઆરી આવે છે. મુસ્લિમ હિજરી વર્ષ અને પારસી ન્યૂ યર પણ આપણે ઉજવીએ છીએ. બલ્લે બલ્લે પંજાબી વર્ષ વૈશાખી, મલયાલી ઓન્નમ અને મહારાષ્ટ્રી તીલગૂડી ગુડી પડવો ય ગૂડ ગૂડ હોય છે. આષાઢી બીજનું કચ્છી નવ વર્ષ અમિયલ વર્ષાનો સંકેત દેનારું નીવડે છે. અને દિવાળી નવું વર્ષ તો આપણો પ્રાઇમ તહેવાર છે જ. અમને કોઈ નવા વર્ષનો વિરોધ નથી. બસ, અમને કોઈ ગિફ્ટ મળતી રહેવી જોઈએ! એમાં કમૂરતાં ના હોય. હેં ને? પશ્ચિમી સંસ્કૃતિમાં ક્રિસમસ દરમ્યાન સીક્રેટ સાંતા નામનો સરપ્રાઈઝ ગિફ્ટનો રિવાજ છે. સાંતાક્લોઝ આવે અને ગિફ્ટ આપે. અહીં બે વિસ્મય છે. એક સાંતાક્લોઝની આઇડેન્ટીટી અને બીજું ગિફ્ટમાં શું છે એની ઉત્તેજના. દર અસલ સ્કેંડેનેવિયન દેશોમાં વર્ષો પહેલાં પરંપરા હતી કે કોઈ અજાણ્યાંના દરવાજે ગિફ્ટનું પોટલું મૂકી, સાંકળ ખખડાવીને ભાગી જવું. ગિફ્ટ શું છે? અને કોણે દીધી? બન્ને આશ્ચર્ય. આ વર્ષે એક બિલાડી પ્રેમી છોકરી મેગાન કમિન્સને કુરિયર મારફત રેફ્રીજરેટર સાઈઝનું મસમોટું પાર્સલ મળ્યું; જેમાં પુશીન નામની બિલાડીનું સ્ટફ્ડ ટોય તો હતું જ પણ સાથે બિલાડીઓની જીવદયા અંગે ઘણી ઘણી દાનપુણ્યની સામગ્રીઓ અને આર્થિક મદદનો ચેક પણ હતો. આ ગિફ્ટનાં દેનારાં સીક્રેટ સાંતા હતા બિલ ગેટ્સ. વાહ !
ના, અમારે કૂતરાં બિલાડાની ગિફ્ટ જોઈતી નથી. પણ સરકાર સીક્રેટ સાંતા હોય તો અમારી ય થોડી અપેક્ષા છે. ફરી એક વાર ગુજરાતમાં બહુમતી લોકોએ કોંગ્રેસનો કર છોડીને, કોંગેસને તરછોડીને, કમળનો હાથ ઝાલ્યો છે. કોમન મેન તરીકે જાણીતા વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે તખ્તનશીન થયા છે. કોમન મેનની જરૂરિયાત તેઓ સમજે છે. ભાજપનાં હોવા છતાં અહંકારથી દૂર રહ્યાં છે. એ ગર્વિષ્ઠ નથી. સર્વિષ્ઠ છે. એમને સીક્રેટ સાંતા તો નહીં પણ….. હા, સીક્રેટ શાલિગ્રામ કહી શકાય. આપણે વિષ્ણુ ભગવાન પાસે શું માંગીએ? સુખ, શાંતિ અને સુવિધા. પૈસા? ના, પૈસા નથી જોઈતા. એ તો આપણે જાતે જ કમાવા પડે. નવા વર્ષે સરકાર પાસેથી આપણી અપેક્ષાઓ વિષે થોડું સાંપ્રત ચિંતન શું હોઇ શકે? એક તો એ કે તમારા મનની વાતો અમે બહુ સાંભળી, હવે તમે અમારા મનની વાત સાંભળો. ગતિશીલ સરકારનું નામ તમે પ્રગતિશીલ સરકાર કર્યું તે તો જાણે સમજ્યા. તમે જે સારા કાર્ય કરો છો, એ તો અમે જાણીએ જ છીએ. તમે સરકારી ખર્ચે એની ઉજાણી, સોરી… ઉજવણી ન કરો તો ન ચાલે? આમ પણ જુઓ તો સભામાં હવે ક્યાં કોઈ આવે જ છે ? લોકોને લાવવા પડે છે. સરકારનાં તમામ ઉદઘાટન સોશિયલ મીડિયા પર કરવા જોઈએ. કેટલો બધો ખર્ચ બચી જાય. વળી લોકો ઓછા આવ્યા, ખુરશીઓ ખાલી રહી એવી ટીકાથી ય બચી જવાય. આપને એ પણ ખબર છે કે આ ચૂંટણીમાં શહેરે આપને સરાહ્યા. હવે ગામડાં આપને ગમાડે તો કુછ બાત બને. ગામડાનું એક સોશિયલ નેટવર્ક બને. એમની રોજે રોજની મુશ્કેલી આપને સમજાય તો સારું. સરકારી તંત્રને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી બહાર કાઢીને કામે જોતરો એવી અમારી ઇચ્છા છે. જે સુવિધા સરકારે ઊભી કરી છે, જેનાં બણગાં ફૂંકાઈ રહ્યાં છે એ વિકાસગાથાનાં નિભાવ મરામત કેમ થતા નથી? અને હા, રોજગારની વાત પાયાની છે. સરકારી નોકરી બધાને નહીં દઈ શકાય પણ ધંધા રોજગારની તકો તો દઈ શકાય. અમેરિકન સંશોધક બિઝનેસમેન ચાર્લ્સ કેટરિંગ એવું ભલે કહે કે ઊંચી અપેક્ષા રાખો તો ઊંચી સિદ્ધિ મળે. પણ અમને ઊંચા સપના દેખાડતા નહીં. અમને બુલેટ ટ્રેન કે સી પ્લેન જોઈતા નથી. અમારા ગામનાં રસ્તા બને, બીમાર પડીએ તો સરખી સારવાર મળે, ઓછાં ખર્ચે સારા શિક્ષણની તક મળે તો ઘણું. વિકાસ છે. વિકાસની જાળવણી નથી. જ્યાં માનવી ત્યાં સુવિધા આપનો તકિયાકલામ રહ્યો છે. આપ અમારા સીક્રેટ શાલિગ્રામ બનશો ને?
My Arvachintnam on New Year Eve

………………………………………………………………………………………………………


 

 

 

જન્મ પહેલા

બાળપણની યાદ

 

 

 

 

 

 

 

 

 

પૂ બા સાથે
માસી મૃણાલિની સાથે

 

 

મોતી સાથે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2 ટિપ્પણીઓ

by | જાન્યુઆરી 2, 2020 · 1:23 એ એમ (am)

2 responses to “ચિ પરેશ ૬૧મી વર્ષગાંઠ ના અભિનંદન

  1. ગોવીન્દ મારુ

    પરેશભાઈને જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને હાર્દીક અભીનન્દન…

  2. પિંગબેક: પરેશની ૬૨મી વર્ષગાંઠે… | નીરવ રવે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.